________________
જૈન યુગ
ઑગસ્ટ ૧૯૫૯
તમારા સ્થાને જાઓ. અમારે અને રાજ્યને હવે કશોય સંબંધ નથી.”
દુઃખમાં ભરતજી બોલવા લાગ્યા કે હું કેવો અધન્ય કે રાજયગ્રહણ કરવાની વિનંતિનો સ્વીકાર તો ન થયો એ તો જાણે બરાબર, પણ આવા પવિત્ર ત્યાગી વૈરાગી મુનિભગવંતોની ગોચરી વગેરે ભક્તિના લાભથી હું સર્વથા વંચિત બન્યો. મારા જેવો બીજો કોણુ દુર્ભાગી હશે ! આવા ગુણવંત સાધુઓની ભકિતમાં જો મારી કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ન આવતી હોય તો આ ચક્રવર્તીનો વૈભવ પણ મારે શું કામનો છે ! આમ શોકાર્ત બનેલા ભરતજી ભક્તિલાભથી વંચિત રહેવાના કારણે દુઃખના અતિરેકથી મૂર્ણિત થઈ ભૂમિ ઉપર ઢળી પડ્યા. આજુબાજુના પરિચારકોએ શરૂ કરેલા શીતલ ઉપચારથી ભરતજીની મૂછ તો વળી–પરંતુ તેમના અંતઃકરણમાં ભરેલો દુ:ખનો ઉભરો ઓછો ન થયો.
ભરતની બંધુમુનિવરોની ભક્તિ કરવાની ભાવના
વૈરાગ્યરંગભર્યા સર્વ બંધુઓનાં વચનો શ્રવણ કરી ભરત મહારાજા એ અઠાણુ બધુમુનિવરોના ચરણોમાં ઝૂકી પડ્યા-ધન્ય છે તમારા આત્માને અને ધન્ય ધન્ય છે તમો બધાયની ઉત્તમ ભાવનાને ! હું ખરે ખર અધન્ય છું કે ઉમ્મરમાં તમારા બધાયથી મોટો છતાં સંસારના કાદવમાં ખેંચેલો પડ્યો છું.” આ પ્રમાણે ભરતજી એક બાજુથી સંયમી બંધુઓની અનુમોદના અને પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા–સાથે સાથે અંતઃકરણમાં એ પવિત્ર મુનિવરોની ભક્તિ કરવાનો ભાવોલ્લાસ પ્રગટ થયો. આવા ઉત્તમ મુનિવરોની અશન–પાન–ખાદિમ અને સ્વાદિમથી ભક્તિ થાય તો મારું કલ્યાણ થઈ જાયઆ ભાવનાથી આહારાદિની સામગ્રીથી ભરેલાં પાંચસો ગાડાં ત્યાં મંગાવ્યા અને સાધુઓને લાભ આપવાની વિનંતિ કરી. સાધુ ભગવંતોએ જવાબ આપ્યો કે “હે ભરતજી! તમો વિવેકી છો અને જાણો છો કે સાધુ મુનિવરોને તેમના નિમિત્તે તૈયાર થયેલો આધાકમ આહાર તેમજ સામે લાવેલો આહાર લેવો ક૫તો નથી. આ આહાર નિર્દોષ નથી. માટે અમને નકલ્પ.” સાધુઓના આ ઉત્તરને શ્રવણ કરવા પછી ભક્તિભાવના કારણે ભરતજીનું મન જરા ખિન્ન તો થયું પરંતુ સંયમધર્મના જાણકાર હોવાથી એ ખિન્નતાને દૂર કરી પુનઃ એ પૂજય મુનિવરોને વિનંતિ કરી કે આ આધાકર્મી તેમ જ સામે લાવેલો આહાર આપને ન કલ્પે તો આપ મારી નગરીમાં પધારો અને મને લાભ આપી કૃતાર્થ કરો. ભરતજીની પુનઃ વિનંતિ શ્રવણ કરી સાધુ ભગવંતોએ પ્રત્યુત્તર આપ્યો કે હે મહાનુભાવ! તમારી ભાવના અતિ ઉત્તમ છે. તમારી વિનંતિ પ્રમાણે તમારી નગરીમાં આવવાની બાધા નથી. ક્ષેત્રસ્પર્શના હશે તો સુખેથી અવાશે. પણ સાધુ-સાધ્વીને રાજપિંડ (રાજાના ઘરની ગોચરી) ગ્રહણ કરવાનો નિષેધ છે. એટલે નગરીમાં આવવાનું થાય તો પણ તમારા આહારપાણી અમોને કલ્પી શકે તેમ નથી.
સૌધર્મેન્દ્રના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ જણાવેલો પાંચ પ્રકારનો અવગ્રહ
જે અવસરે આ પ્રસંગ બન્યો તે અવસરે સૌધર્મેન્દ્રની ત્યાં હાજરી હતી. ભરતજીના દુઃખના ઉભરાને શમાવવા માટે ઇન્દ્ર મહારાજાએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! અવગ્રહના પ્રકાર કેટલા અને સાધુમુનિરાજોને ગોચરી વહોરાવવી તે લાભ વધારે કે અવગ્રહનું દાન આપવામાં લાભ વધારે ? ઇન્ડે કરેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બોલ્યા કે હે ઇન્દ્ર, અવગ્રહ પાંચ પ્રકારનો છે. સૈધર્મેન્દ્રનો અવગ્રહ, ચક્રવર્તનો અવગ્રહ, માંડલિક રાજાનો અવગ્રહ, સાગારિક (ગૃહસ્થોનો અવગ્રહ અને સાધર્મિક (શ્રમણ ભગવંત)નો અવગ્રહ. હે ઈન્દ્ર! જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં વર્તમાનમાં જે સાધુ મુનિવરો વિચરે છે, તે તારા અવગ્રહથી અર્થાત તારી સંમતિથી વિચરે છે, ભરતક્ષેત્રના છ ખંડમાં જે સાધુ ભગવંતો વર્તમાનમાં વિચારે છે તેમાં તે ક્ષેત્રના ચક્રવર્તીનો અવગ્રહ છે અર્થાત ચક્રવર્તીની અનુમતિથી વિચરી શકે છે. જેમકે વર્તમાનમાં ભરત ચક્રવતની અનુમતિ હોય તો જ સાધુઓ ભરતક્ષેત્રમાં વિચરવાના અધિકારી છે. કોઈ દેશ, ગામ કે નગરમાં તે દેશ વગેરેના અધિપતિ માંડલિકરાજાનો અવગ્રહ છે. જે ગૃહસ્થની માલિકીના સ્થાનમાં સાધુ મુનિરાજ ઊતરે તે પ્રસંગે તે ગૃહસ્થ–સાગારિકનો અવગ્રહ છે. એટલે કે તે ગૃહસ્થની રજા મળે તો જ સાધુ તે રથાનનો ઉપયોગ કરી શકે છે. અને ઉપાશ્રય વગેરે સ્થાન વિશેષમાં અગાઉથી જે સાધુ બિરાજમાન
ભરત મહારાજ દુઃખનાં અતિરેકથી મષ્ઠિત થયા
સાધુ મુનિવરોના મુખેથી આ જવાબ સાંભળી ભરત મહારાજાનું હૈયું દુઃખથી ભરાઈ ગયું! દુઃખમાં ને