Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 479
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૯ ચોદે વિદ્યામાં એ પારંગત; અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પાછા પડે નહીં એવા કાબેલ અને સાથે સાથે પરગજુ પણ એવા જ વિદ્યાનું મિથ્યા અભિમાન તો એમને સ્પર્શતું જ ન હતું. શ્રેષ્ઠીને આ બન્ને યુવાન, વિદ્વાન બ્રાહ્મણપુત્રો ગમી ગયા; અને એમણે એમને રોકાઈ જવા આગ્રહ કર્યો. એમને થયું: જો આ બધો વૈભવ માણવો હતો તો સંયમ માર્ગની પ્રતિજ્ઞા લેવાની શી જરૂર હતી? આ તો કેવળ આત્મવંચના અને પરવંચનાનો જ માર્ગ. ત્યાગ અને ભોગ એક સાથે ન ટકી શકે. ત્યાગ માટે તો ત્યાગ જ શોભે! અને જે ભોગ જ ખપતો હોય તો એનો માર્ગ નિરાળો છે. અને એ સાવધ થઈ ગયા અને સર્ષ જેમ પોતાની કાંચળી ઉતારીને નાસી છુટે તેમ, તેઓ એ બધા વૈભવ અને પરિગ્રહને તિલાંજલી આપીને ચાલી નીકળ્યા; અને કઠોર સંયમસાધનામાં લાગી ગયા. એમને એમ પણ થયું : હું તો આ અવળા માર્ગેથી ઊગરી ગયો, પણ એટલા માત્રથી ધર્મરક્ષાનું કાર્ય પૂરું થયું ન ગણાય. એ માટે તો આ અધઃપાતના મુખ્ય ધામ સમા પાટણમાં કંઈક પ્રવૃત્તિ ઉઠાવાય તો જ ખરા કાર્યનો આરંભ થયો લેખાય. પાટણમાં તો ત્યારે ચિત્યવાસી શ્રમણોનું એટલું જોર અને વર્ચસ્વ હતું કે એમની મંજૂરી સિવાય કોઈ સુવિહિત સાધુને પણ નગરમાં ઉતારો ન મળતો ! જાણે તેઓ આ કાર્યમાં એક પ્રકારનો, રાજસત્તા જેવો અધિકાર જ ભોગવતા થઈ ગયા હતા! આ કિલ્લાને તોડવાનું કામ સરળ ન હતું. તેમ ધર્મ માર્ગને શુદ્ધ કરવા માટે એની સામે થયા વગર પણ ચાલે એમ ન હતું. પણ એવું કામ કરનારા કોઈ સમર્થ હાથ મળી જાય ! પોતાની કાયા તો હવે વૃદ્ધાવસ્થા અને ઉગ્ર આત્મસાધનાને કારણે ડોલવા લાગી હતી. આચાર્ય વર્ધમાનસૂરિ નિરંતર આ વાતની જ ચિંતા કર્યા કરતા. અને કાળની ઘડીમાંની રેતી સર્વે જતી હતી. એવામાં એક વાર આચાર્ય વર્ધમાનસૂરિ ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મીપતિશ્રેણીએ એમનું ખૂબ બહુમાન કર્યું અને પોતાને ત્યાં આવેલા બે વિદ્વાનોની વિદ્યાની અને સુશીલતાની ખૂબ પ્રશંસા કરી. જ્ઞાની આચાર્યએ એ સાંભળીને જાણે કોઈ ભાવના ઊંડા ભેદ ઉકેલતા હોય એમ વિચારમગ્ન બની ગયા. એમને આ બે પંડિતોમાં શાસનના સ્તંભોનાં જાણે દર્શન થયા. બને પંડિતો પણ જેમ વિદ્યાના ખપી હતા, તેમ આત્માના પણ આશક હતા. આચાર્યશ્રી સાથેની શાસ્ત્રવાર્તામાં શ્રમણોનો અહિંસાધર્મ એમના અંતરમાં વસી ગયો; અને બને યુવાનો સદાને માટે વર્ધમાનસૂરિના ચરણે બેસી ગયા. ગુરુએ શ્રીધરનું નામ જિનેશ્વર અને શ્રીપતિનું નામ બુદ્ધિસાગર રાખ્યું. વર્ધમાનસૂરિજીએ આ બને શિષ્યોને કેટલીક વખત પોતાની પાસે રાખીને જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર બનાવ્યા. મૂળે વિદ્યાવાન અને શીલસંપન્ન તો હતા; તેમાં આવી જ્ઞાની અને આત્મસાધક ગુરુનો યોગ મળી ગયો. પછી તો કહેવું જ શું? મોરનાં ઈંડાને ચીતરવાની જરૂર નહીં, એવો જ ઘાટ બની ગયો. આચાર્યનું મન જાણે સંતોષ અનુભવી રહ્યું. છેવટે ધર્મના ઉદ્ધારકો અને શિથિલતાના ઉચ્છેદકો મળી ' ગયા ખરા. આચાર્યું જોયું કે કુંદન હવે સંપૂર્ણ શુદ્ધ બની ગયું છે. બને શિષ્યો જેવા સંયમમાર્ગમાં જાગૃત છે તેમ પ્રવચન સેવાની પણ પૂરી ધગશ ધરાવે છે. સ્વ અને પરનું કલ્યાણ, એ જ એમનું જીવન ધ્યેય બન્યું છે. એટલે યોગ્ય અવસર જોઈને સૂરિજીએ એ બન્ને શ્રમણોને સૂરિપદથી વિભૂષિત કર્યા. ધીમે ધીમે આચાર્યે એમની આગળ પોતાનું અંતર ખોલવા માંડયું. શાસનના હિતાહિતની અનેક વાતો માલવ પ્રદેશમાં રાજા ભોજના રાજ્યકાળનો એ સમય. માલવાની રાજધાની ધારાનગરીમાં લક્ષ્મીપતિ નામે એક શ્રેણી રહે. જેવો વ્યવહારદક્ષ એવો જ ધર્મામા. સાધુ-સંતો અને વિદ્વાનો-પંડિતોનો પરમ ભકત. એક દિવસ શ્રીધર અને શ્રીપતિ નામે બે બ્રાહ્મણ યુવાનો શ્રેષ્ઠીને આંગણે જઈ ચડ્યા. બંને સગાભાઈ વિદ્યા અને સંયમનું તેજ એમના મુખપર વિલસી રહેલું.

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524