Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 505
________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૯ પ્રાચીન ઇતિહાસ, જેને વિષે આગમ સાહિત્યમાં ઘણું ઉલલેખો છે, તેની સાથે આ પ્રશ્નનો ગાઢ સંબંધ છે, અને ઓરિસાના પ્રાચીન ઇતિહાસ અને સાહિત્યમાં પ્રવીણ વિદ્વાનોએ એ વિષે કામ કરવું જોઈએ. આધુનિક સમયમાં પણ કેટલાક જૈન સાધુઓ પ્રાકૃતમાં રચના કરે છે. મુનિશ્રી ન્યાયવિજયજીએ કેટલાંક વર્ષ પહેલાં પ્રગટ કરેલું તત્વજ્ઞાનવિષયક કાવ્ય અધ્યાત્મ તત્ત્વાલોક' આ વાતનું એક ઉદાહરણ છે. તાજેતરમાં આચાર્ય શ્રીવિજયકરતુરસૂરિએ “પ્રાકૃત વિજ્ઞાન કથા ”ની (અમદાવાદ, સં. ૨૦૧૪) રચના કરી છે. પ્રાકૃતમાં નવી રચેલી ૫૮ ગદ્યકથાઓનો એ સંગ્રહ છે અને પ્રાકૃતના પ્રારંભિક અભ્યાસીઓને ઉપયોગી થાય તેમ છે. પ્રાકૃત સાહિત્યનું હાર્દ કર્તાએ એવું તો આત્મસાત કરેલું છે કે સ્પષ્ટ રીતે એમ કહેવામાં આવ્યું ન હોત તો આ આધુનિક રચનાઓ છે એમ વાચક ભાગ્યે જ માનત. હવે, પ્રાકૃત અધ્યયનને લગતા કેટલાક અગત્યના નિબંધોનો હું ઉલ્લેખ કરું. ડૉ. વી. પિતાની પ્રકૃતિ અને જ્ઞાત્રિ શબ્દોની વ્યુત્પત્તિની ચર્ચા કરી છે (બેલ્વલકર ફેલિસિટેશન વોલ્યુમ, ” દિલ્હી, ૧૯૫૭). પ્રાકૃત શબ્દનો સંબધ તેઓ સં. પ્રકૃતિ સાથે જોડે છે, અને પરિમાણની વ્યુત્પત્તિ પરિમાણા<વઢિમામાંથી વૃદ્ધિ દ્વારા સાધે છે. એ જ ગ્રન્થમાં છપાયેલા બીજા એક નિબંધમાં છે. હેમુથ ફૉન ગ્લાસનાપે જૈન અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની તુલના કરી છે અને તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે પ્રાચીન બ્રૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો દૂર પૂર્વના મહાયાન દેશો કરતાં સિલોન, બ્રહ્મદેશ, સિયામ, લાઓસ અને કંબોડિયામાં અત્યારે પળાતા હીનયાનને વધારે મળતા આવે છે. . ડી. સી. સરકારે અશોકના એરાગુડીના લેખો પ્રસિદ્ધ કર્યા છે (ઍપિ. ગ્રાફિયા ઇન્ડિકા,” પુ. ૩૨, અંક ૧, ૧૯૫૯). ડૉ. એલ. એ. સ્વાઝચાઈલ્ડ-વાળા કેટલાક મધ્ય ભારતીય આર્ય (મ ભા આ, પ્રાકૃત) શબ્દો ઉપર નોંધો લખી છે (* જર્નલ ઓફ ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટી, પુ. ૭૭, અંક ૩, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૫૭) તથા પ્રાકૃત શબ્દ થ૬ (‘થાકેલો ”)ની વ્યુત્પત્તિ અને અર્થવિકાસની લંબાણ ચર્ચા કરી છે (“દડિયન લિંગ્વિસ્ટિક્સ", ટર્નર સિલ્વર જ્યુબિલી વૉલ્યુમ, ૧૯૫૮). ડૉ. એફ. બી. જે. કુઈપરે “કુવલયમાલા માંના પિશાચી પ્રાકૃતમાં રચાયેલા અંશ ઉપર વિવેચનાત્મક લેખ લખ્યો છે (ઈન્ડો-ઇરાનિયન જર્નલ,” પુ. ૧, અંક ૧, ૧૯૫૭), અને તે ખાસ ધ્યાનપાત્ર એટલા માટે છે કે પૈશાચી પ્રાકૃતના સાહિત્યિક પ્રયોગના જૂજ નમૂના અત્યારે આપણી પાસે છે. મિ. કે. આર. નોર્મને મધ્ય ભારતીય આર્યમાં સંઘસાવા ની પ્રક્રિયા વિષે લખ્યું છે (* જર્નલ ઑફ ધી રૉયલ એશિયાટિક સોસાયટી, લંડન, ભાગ ૧-૨, ૧૯૫૮). ડૉ. વાસુદેવ શરણુ અગ્રવાલે એક નોંધમાં રસ-માનવ શબ્દનો એક વધુ ઉલેખ રજૂ કર્યો છે, અને “ગ્રહનક્ષત્રોની ગતિ જાણનાર નૈમિત્તિક” તરીકે એનું વાજબી અર્થઘટન કર્યું છે (* જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ,” પુ. ૭, અંક ૧-૨, સપ્ટેમ્બર-ડિસેમ્બર, ૧૯૫૭) અને આચાર્ય શ્રી હેમચંદ્રકૃત “પ્રાકૃત વ્યાકરણ,” ૧-૧ માં આવતા સાંબરિયું શબ્દની વ્યુત્પત્તિની ચર્ચા છે. એસ. એન. ઘોસાલે કરી છે ('જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઈન્ટિસ્ટ' પુ. ૭, અંક ૩, માર્ચ ૧૯૫૮). “મૃચ્છકટિક’ નાટકના પ્રાકૃત ભાગમાં બે વાર પ્રયોજાયેલા મદ શબ્દનો સંપૂર્ણ અર્થવિમર્શ પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યો કર્યો છે, અને અત્યાર સુધી અપાયેલા બધા અને બાજુએ મૂકી એ શબ્દનો “એક ક્ષત્રિય જાતિ એવો અર્થ આપવાનો તેમણે પ્રયાસ કર્યો છે (‘જર્નલ ઑફ ધી ઓરિએન્ટલ ઈન્સ્ટિટટ', પૃ. ૮, અંક ૪, જુન ૧૯૫૯), શ્રી. દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસ્કnકરે શિલાલેખો દ્વારા જાણવામાં આવેલા સંસ્કૃત અને પ્રાકૃત કવિઓ વિષેની વિગતો વ્યયસ્થિત રીતે આપી છે (જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઈન્સ્ટિટયૂટ, પૃ. ૭, અંક ૧-૨, સપ્ટેમ્બર-ડિસેમ્બર ૧૯૫૭). દક્ષિણ ભારતમાં રચાયેલ, પ્રત્યભિજ્ઞા દર્શનને લગતા એક વિરલ પ્રાકૃત ગ્રન્થ-મહેશ્વરાનંદકૃત ‘મહાર્ણમંજરી' તથા તે ઉપરની સંસ્કૃત ટીકા, જેનું પ્રકાશન ટી. ગણપતિશાસ્ત્રીએ સને ૧૯૧૯માં કર્યું હતું તેના સાહિત્યિક અને દાર્શનિક મહત્ત્વ પ્રત્યે ડૉ. એ. એન. ઉપાધ્યેએ ધ્યાન દોર્યું છે (૧ ઍહવલકર ફેલિસિટેશન વૉલ્યુમ', દિલ્હી, ૧૯૫૭). એ જ વિદ્વાને બીજા એક લેખમાં બતાવ્યું છે કે હરિભદ્રસૂરિકૃત કટાક્ષમય પ્રાકૃત કથાનક “ધૂર્તા ખ્યાન 'ની રચના “નિશીથ ચૂર્ણિમાં સચવાયેલા એક પ્રાચીનતર “ધર્તાખ્યાનને આધારે થયેલી છે (આચાર્ય શ્રીવિજયવલભસૂરિ મારક ગ્રન્થ', મુંબઈ ૧૯૫૬).

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524