Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 513
________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૯ સંસાર તો કર્મચક્કરનું પ્રતિબિંબ છે. અનાયાસે આપણને તક મળી છે તે આપણે સંસારસાગર પાર કરીએ...!” દેવ ! કોઈને ખબર તો પડશે જ !” દેવ કોઈને ખબર તો છે “આપણે કોઈને પણ આપણી પ્રતિજ્ઞાની જાણ નહીં કરીએ...આપણી પરીક્ષા આપણે બને જ કરીશું!” –અને બ્રહ્મચર્યની એથી મોટી કસોટી કઈ હોઈ શકે કે સતત એક બીજાના સાહચર્યમાં રહેવા છતાં યુવાન સ્ત્રી-પુરુષનું મન વાસના તરફ ન ઢળે ! વિજયકુમાર અને વિજ્યાના વ્રત પાલનમાં કેટલીયે બાધાઓ આવી..મા-બાપે વિજયકુમારને બીજા લગ્ન કરવા માટે સમજાવ્યાં પણ વિજ્યકુમાર એકનો બે ન થયો. વિજયાને વાંઝણીનું લાંછન લાગ્યું...પણ તેનું મન ન ચઢ્યું. કેટલીયે પરીક્ષાઓમાંથી બને પસાર થયાં... –આમ વાર્તા કહીને વિમળ મુનિએ કહ્યું : “એ દંપતી એ જ સાચું તીર્થ છે...ચોરાશી હજાર મુનિવરનાં દર્શન અને માસખમણના પારણાનું પુણ્ય એમનાં દર્શનમાં છે...!” તેને ચપ ઊભેલો જોઈને વિજ્યાને કંઈક શંકા થતાં તેણે કહ્યું: “મને આશા લાગે છે કે તમે મારી એ પ્રતિજ્ઞાનું પાલનમાં મદદ કરશો! તમે ચૂપ કેમ થઈ ગયા...બોલો મદદ કરશો ને?” વિજયકુમારે પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું : “દેવી ! હું તને દેવી જ કહીશ ! હું કેટલો સુભાગી છું કે મને મારા વિચારોને અનુકૂળ પત્નીરૂપે તુ મળી છો. જગતમાં બ્રહ્મચર્યથી વધુ શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી. હું પણ એમ જ માનતો આવ્યો છું. યોગાનુયોગ તારી જેમ મેં કૃષ્ણ | પક્ષમાં બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધી છે...! આમ આપણને અનાયાસે સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનની તક મળી છે. આ આપણું પરીક્ષા છે...તારો મને સાથ મળ્યો છે એ કેટલા આનંદનો વિષય છે?” વિજયા પણ આનંદમાં ગરકાવ થઈને ઊભી રહી. થોડીવાર પછી તેને ખ્યાલ આવ્યો કે લગ્ન તરીકે તેની જવાબદારી પતિને મદદ આપવાની છે. પોતે બ્રહ્મચર્યનું પાલન કરે તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ | પોતાના ભોગે શા માટે પતિને નિર્વશ રહેવા દેવો? તેણે કહ્યું : “પ્રાણનાથ ! આપને આપના વ્રત પાલનમાં હું જરાયે બાધક નહીં બનું; તે છતાંયે મને એમ લાગે છે કે મારા કારણે તમારે નિર્વશ ન રહેવું જોઈએ.. આ૫ ખુશીથી આ વાત માતા-પિતાને કહીને બીજી યોગ્ય કન્યા સાથે લગ્ન કરો અને બધાને શાંતિ આપો! હું તમને વિશ્વાસ આપું છું કે હું મારી સખી અને તમને કદી અવરોધક બનીશ નહીં, તેમ જ તમારી બનેની સેવા કરીશ!” વિજયકુમારે તેની નજરોમાં નજર નાખી ! એ નજરોમાં અજબ પ્રકારનો ભાવ હતો. તેણે કહ્યું : “દેવી ! જે સ્ત્રી થઈને તું આટલી દૃઢ રહી શકે તો પછી પુરુષ થઈને મારે તો વધુ દઢ થવું જોઈએ! આપણું દાંપત્ય જ ખરેખરું દાંપત્ય છે, જયાં આપણે એક બીજાના જીવનમાં ખરેખર પૂરક થઈને રહી શકીએ છીએ... કદાચ બીજાં લગ્ન કરું તો તારા જેવી પત્ની ક્યાંથી મળે? પુત્ર થાય તો પણ એ સુપુત્ર થશે કે કુપુત્ર થશે તેની કોને ખબર છે... આ જગતમાં કોણ કોનું થઈને રહ્યું છે...? કોસાંબી નગરીમાં જ્યારે આ વાત ફેલાઈ ગઈ ત્યારે લોકોના ટોળેટોળાં દંપતીના દર્શને આવવા લાગ્યાં. વિજ્યકુમારનાં મા બાપને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પુત્ર અને પુત્રવધૂની માફી માંગતાં કહ્યું : “અજાણમાં અમારો જે અપરાધ થયો હોય તો માફી માંગીએ છીએ!” ના, એક રીતે આપ અમારા ઉપકારક છો. આપની પરીક્ષાના કારણે અમને વધારે દઢતા મળી હતી.” એ કહ્યું. – વિજય-વિજયાની પ્રતિજ્ઞાનો ઉત્તરાર્ધ હતો કે જયારે લોકોને આ વાતની જાણ થાય ત્યારે સંયમ અંગીકાર કરવો... જ્યારે તેમણે સંયમ અંગીકાર કર્યો ત્યારે હજારો કંઠે ધોષ થયો અને તે આકાશમાં છવાઈ ગયો : “ધન્ય ધા થયા અને તે આ દંપતી...ધન્ય જીવન...ધન્ય તીર્થ !” દપતી..ધન્યજીવન એ સાંભળવા માટે સ્વર્ગના દેવતાઓ પણું અંતરિક્ષમાં ઊભા હતા.

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524