Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 511
________________ સાચું તી ર્થ શ્રી ગુલાબચંદ જૈન તે કાળે કોસાંબી નગરીમાં કેવળી વિમળ મુનિનું પદાર્પણ થયું. કોસાંબી નગરીમાં આનંદનો ઉત્સાહ પ્રસરી ગયો. લોકોના ટોળેટોળાં દર્શન કરવા માટે ઉમ- ટવા લાગ્યાં. તે લોકોમાં જિનદાસ નામનો શેઠ પણ હતો. કેવળી મુનિનાં દર્શન કરીને તે હાથ જોડીને ઊભો ' રહ્યો. મુનિવરે પૂછયું : “વત્સ! કંઈ પૂછવું છે?” “હા, ભગવાન!” જિનદાસે કહ્યું, “ ગઈ કાલે રાતના મને એક અતિ વિચિત્ર સ્વપ્ન આવ્યું. તે જોઈને હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો. પણ મને થાય છે કે શું એ સપનું ખરું પડશે?” જિનદાસે ત્યાર પછી પોતાને જે સ્વપ્ન આવ્યું હતું તે કહી બતાવ્યું...... ગઈ કાલે રાતનો છેલ્લો પ્રહર હતો. પવન મંદ મંદ વાતો હતો. હું જાગવાની તૈયારી કરતો હતો કે મને સપનું આવ્યું. મને થયું કે ચોરાશી હજાર તપસ્વી મુનિઓ વિહાર કરતા કરતા કોસાંબી નગરીમાં પધાર્યા છે. તેમને એક એક માસનાં ઉપવાસ છે. આજે તેમના પારણાનો દિવસ છે. બધા મારા ઘરે કોઈ વિશેષ પ્રભાવના કારણે પધાર્યા. હું આનંદમાં ફૂલ્યો ન સમાયો. બધાને મેં આહારપાણીનો લાભ આપ્યો. તેમનું માસખમણનું પારણું થયું અને તેઓ વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા. એક તો ચોરાશી હજાર સાધુઓનાં દર્શનનો યોગ અનુપમ કહેવાય. તેમાં પણ માસ ખમણુનાં પારણાંનો લાભ મને મળે એના જેવો જીવનમાં બીજે ક્યાંથી લહાવો મળે? હું મારી જાતને ગદગદ થઈને ધન્ય માનવા લાગ્યો.” આમ સ્વપ્નની વાત કરી જિનદાસ શેઠે કહ્યું : “પ્રભુ ! આપ તો સર્વજ્ઞ છો, સર્વદર્શી છો! મને એમ થાય છે કે શું મારું એ સ્વપ્ન ખરું પડશે? અથવા તો એ કોઈ મારા પૂર્વભવની સ્મૃતિની અનુભૂતિ છે?” વિમળ કેવળીએ કહ્યું : “જિનદાસ શેઠ! તમે જે સ્વપ્ન જોયું તે બરાબર છે. તમારું સ્વપ્ન શ્રાવસ્તી નગરીમાં જ ફળી શકે છે.” કેવી રીતે, પ્રભો!” જિનદાસ શેઠે કહ્યું. આ નગરમાં જ ધનદાસ શેઠનો પુત્ર વિજય છે. તેની પત્નીનું નામ વિજયા છે. આ દંપતીનાં દર્શન કરો તો તમને ચોરાશી હજાર મુનિઓનાં માસ ખમણનાં પારણાનું ફળ મળશે!” જિનદાસ શેઠ એ સાંભળીને આશ્ચર્ય પામ્યા! તેમને થયું કે ક્યાં ચોરાશી હજાર સંત અને ક્યાં એક સામાન્ય ગૃહસ્થ દંપતી! તેમણે કહ્યું: પ્રભો ! પામર જીવો શંકાને પામે છે તો જ્ઞાનીઓએ શંકાનું નિવારણ કરવું જોઈએ. મને શંકા છે કે કયાં સાચાં તીર્થ સમાન મુનિવરો અને ક્યાં સામાન્ય દંપતી? તે છતાંયે આપ આ દંપતીને શા માટે આટલું મહત્ત્વ આપો છો?” વિમળ કેવળીએ ત્યારે જિનદાસ શેઠની શંકાનું સમાધાન કરતાં આ પ્રમાણે વાત કરી : આ નગરીમાં ધનદાસ નામના શેઠ રહે છે. તેમને વિજય નામનો પુત્ર છે. નાનપણથી જ તે સ્વરૂપવાન હોવા સાથે ગુણવાન તેમજ આત્મકલ્યાણની ભાવનાથી ઓતપ્રોત રહેતો હતો. મોટો થયો ત્યારે તે એકવાર વ્યાખ્યાન સાંભળવા ગયો. તે દિવસે વ્યાખ્યાનમાં બ્રહ્મચર્યનો વિષય ચર્ચાતો હતો. મુનિવરે બધાને ઉપદેશ આપતાં કહ્યું છે. જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને દેવ, દાનવ અને માનવ ત્રણેય નમસ્કાર કરે છે અને શુદ્ધ બ્રહ્મચર્યના કારણે તેનું સ્થાન વંદનીય તીર્થ જેવું બને છે. કોઈ તીર્થ કરે કે તેનાં દર્શન કરે તો તે બરાબર છે !' થયું તો પણ માનમાં બીત્ર ધર્મ પરણના મારી જીવનમાં ૧૭.

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524