Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 507
________________ જૈન યુગ ૧૩ ડિસેમ્બર ૧૯૫૯ જેને હિંદી અનુવાદ સાથે સંપાદિત કર્યું છે, અને પચીસ સર્ગનો એનો પહેલો ભાગ આ સમાલોચનનાં વર્ષો દરમિયાન પ્રકટ થયો છે (ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૮). કવિ હરિચંદ્રકૃત “જીવનધરપૂ’નું સંપાદન પણ છે. પન્નાલાલે સંસ્કૃત ટીકા અને હિંદી અનુવાદ સાથે કર્યું છે (ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૮). છવધરનું અભુતરસિક કથાનક પ્રાચીન ભારતીય સાહિત્યમાં જાણીતું છે, અને એનાં અનેક રૂપાન્તરો મળે છે. આ કવિત્વમય ચક્યૂ ટી. એસ. કુપુવામી શાસ્ત્રીએ સૌ પહેલાં ૧૯૦૬ માં પ્રકટ કર્યો હતો. ડૉ. એ. એન. ઉપાધ્યેની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાથેનું તેનું આ પુનઃ સંપાદન સુયોગ્ય રીતે થયું છે. ધનપાલત વિખ્યાત કથાગ્રંથ “તિલકમંજરી નો ત્રીજો ભાગ શાત્યાચાર્યકૃત ટિપ્પણ અને આધુનિક કાળમાં સંસ્કૃતમાં વિપુલ સાહિત્યલેખન કરનાર આચાર્ય વિજયલાવણ્યસૂરિની વિસ્તૃત ટીકા સાથે બહાર પડ્યો છે (બોટાદ, વિ. સં. ૨૦૧૪). મુનિ શ્રીવિક્રમવિજયજીએ દયાવર્ધનગણિત “રત્નશેખર રત્નાવતી કથાનક'નું સંપાદન કર્યું છે (છાણી, ૧૯૫૭). આ સંસ્કૃત કથાનક એક પૂર્વકાલીન પ્રાકૃત કથાનકને આધારે રચાયેલું છે. એ જ વિદ્વાને અને મુનિશ્રી ભાસ્કરવિજયજીના સહકારથી વિનયચન્દ્રમણિકૃત “મુનિસુવ્રતસ્વામિચરિત'નું સંપાદન કર્યું છે (છાણી, ૧૯૫૭). અનેક સંસ્કૃત કાવ્ય નાટકો અને શાસ્ત્રીય ગ્રન્થો ઉપર જૈન લેખકોએ ટીકાઓ રચી છે, અને આવી ટીકાઓની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી એક સૂચિ કેટલાંક વર્ષ પહેલાં શ્રી. અગરચંદ નાહટાએ આપી હતી (હિન્દી-ગુજરાતી “ભારતીય વિદ્યા', પુ. ૨, અંક ૩, ઑક્ટોબર ૧૯૪૨), ભર્તુહરિની “શતકત્રયી” ઉપરની ધનસારગણિની ટીકાનું સુન્દર સંપાદન પ્રો. ડી. ડી. કોસંબીએ કર્યું છે (સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ ૧૯૫૯). મિ. વોલ્ટર મૉરર મેધદૂત” ઉપરની સુમતિવિજયની એક ટીકાનું સંપાદન હમણાં કરી રહ્યા છે. આ સુમતિવિજય ઘણું કરીને અઢારમાં સૈકામાં થઈ ગયા હોય એમ જણાય છે. અહીં એ ઉલ્લેખ કરું કે પ્રો. વેલણકરે પોતાના “જિનનિકોશમાં “મેઘદૂત' ઉપરની અગિયાર જૈન ટીકાઓ વિષે નોંધ કરી છે. શીલાંકના “ચઉપન્નમહાપુરિસચરિય માં “વિબુધાનિંદ” નામે એકાંકી સંસ્કૃત નાટક આવે છે, અને સંપાદક એ નાટકને જુદી પુસ્તિકરૂપે પ્રકટ કરનાર છે. આચાર્ય શ્રી હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્ર એક કુશળ નાટકકાર હતા, અને એમનાં ચાર નાટકો-નિલવિલાસ', “કૌમુદી મિત્રાણંદ”, “સત્યહરિશ્ચન્દ્ર', અને “નિર્ભયભીમવ્યાયોગ'-અત્યાર સુધીમાં છપાયાં છે. રામચન્દ્રનાં બીજાં બે નાટકો, એમના “નાટ્યદર્પણ”માંના ઉલ્લેખો દ્વારા જ અત્યાર સુધી જાણવામાં હતાં તે તાજેતરમાં મળી આવ્યાં છે. એમાંનું એક “રઘુવિલાસ' (જેની બે પાઠપરંપરાઓ મળે છે–એક સંક્ષિપ્ત અને બીજી વિસ્તૃત) અને બીજું, “મલ્લિકામકરન્દ પ્રકરણ.' નલવિલાસ', જે ગાયકવાઝ ઓરિએન્ટલ સિરીઝ, નિં. ૨૯ (વડોદરા, ૧૯૨૬) તરીકે છપાયું હતું અને નજદીકના ભવિષ્યમાં પુનર્મુદ્રિત થાય એવો સંભવ છે, એ સિવાયનાં પાંચે નાટકોનું સંપાદન મુનિ શ્રીપુણ્યવિજયજીએ કર્યું છે, અને રાજસ્થાન પુરાતન ગ્રન્થમાલામાં તે છપાય છે. આચાર્ય શ્રી હેમચન્દ્રના બીજા શિષ્ય દેવચન્દ્રકૃત “ચન્દ્રલેખાવિજય પ્રકરણ નાટક, જે રાજા કુમારપાલની (ઈ. સ. નો બારમો સિકો) આજ્ઞાથી પાટણમાં ભજવાયું હતું, તેનું સંપાદન પણ મુનિ શ્રીપુણ્યવિજયજી ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ માટે કરી રહ્યા છે. સપાદલક્ષના રાજા અણરાજ ઉપર કુમારપાલે મેળવેલો વિજય વર્ણવતું એ અર્ધ-ઐતિહાસિક નાટક છે. રામચન્દ્ર અને ગુણચન્દ્ર (તેઓ પણ હેમચન્દ્રના શિષ્ય હતા) રચેલા નાટ્યશાસ્ત્રને લગતા પ્રમાણભૂત ગ્રન્થ બનાવ્યદર્પણ'ની બીજી આવૃત્તિ તાજેતરમાં જ પ્રસિદ્ધ થઈ છે (ગાયકવાઝ ઓરિએન્ટલ સિરીઝ, નં. ૪૮, વડોદરા, ૧૯૫૯). એ આવૃત્તિ પં. લાલચંદ્ર ગાંધીએ તૈયાર કરી છે. સ્તોત્ર-સાહિત્યમાં, વિનયહંસકૃત “જિનસ્તોત્રકોશ' જેમાં ૫૮ સ્તોત્ર છે, તેનું સંપાદન મુનિ શ્રી ચન્દ્રોદયવિજય અને મુનિ સૂર્યોદયવિજયે કર્યું છે (મુંબઈ, વિ. સં.૨૦૧૪). ભૂપાલ કવિકૃત “જિનચતુર્વિશિકાસ્તોત્ર'નું, આશાધરની ટીકા તેમજ હિન્દી ભાષાન્તર સમેત, સંપાદન ૫. પન્નાલાલે આપ્યું છે (મુંબઈ, ૧૯૫૮). “ભૂપાલસ્તોત્ર' તરીકે પણ ઓળખાતું આ લોકપ્રિય સ્તોત્ર છે, અને આ પહેલાં અનેકવાર છપાયું છે. ડૉ. એ. એન. ઉપાયે અને પં. કુલચન્ટે સંપાદિત કરેલ “જ્ઞાનપીઠ પૂજાંજલિ' એ સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી સ્તોત્રો

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524