Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 506
________________ જેન યુગ ડિસેમ્બર ૧૯૫૯ અપભ્રંશ ભાષા અને સાહિત્યના શાસ્ત્રીય અભ્યાસનો પ્રારંભ ડૉ. હર્મન યાકોબીએ ધનપાલકૃત “ભવિસર કહા' અને હરિભદ્રસૂરિકૃત “સનકુમાર ચરિત'નાં સમીક્ષિત સંપાદનો દ્વારા કર્યો હતો. આ બન્ને સંપાદનો સાથેની ડો. યાકોબીની જર્મન પ્રસ્તાવનાઓનું અંગ્રેજી ભાષાન્તર ડો. એસ. એન. ઘોસલ કર્યું છે, અને “જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઈન્સ્ટિટયુટ', પુ. ૨-૭, માર્ચ ૧૯૫૩-ડિસેમ્બર ૧૯૫૭માં તે ક્રમશઃ પ્રકટ થયું છે. નયનંદીત “સુદંસણા ચરિઉ', હરિદેવકૃત “મયણપરાજયચરિઉ” અને (અપભ્રંશ, સંસ્કૃત, જૂની હિન્દી, જૂની ગુજરાતી અને જૂની મરાઠીમાં રચાયેલ) “સુગંધદશમી સ્થા”ના સંગ્રહનું સંપાદન ડૉ. હીરાલાલ જૈને કર્યું છે અને એના પ્રકાશનની આપણે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈએ છીએ. રામકથાવિષયક અપભ્રશ મહાકાવ્ય-સ્વયંભૂ કૃત “પઉમચરિઉ”નું (ઈ. સ. નો છ મો૮મો સકો) ત્રણ ગ્રન્થોમાં હિન્દી ભાષાન્તર શ્રી. દેવેન્દ્રકુમાર જૈને કર્યું છે ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૭-૫૮). આ ભાષાન્તર મૂળ “૫ઉમચરિઉના ડો. હરિવલ્લભ ભાયાણીએ કરેલા સંપાદન ઉપરથી થયું છે. આચાર્ય શ્રી હેમચન્દ્રના “અપભ્રંશ વ્યાકરણની પુસ્તિકા, હિન્દી અનુવાદ સાથે, શ્રી. શાલિગ્રામ ઉપાધ્યાયે આપી છે (બનારસ, ૧૯૫૮). આચાર્ય હેમચન્દ્ર કે એમના અપભ્રંશ વ્યાકરણ વિષે (જે એમના પ્રાકૃત વ્યાકરણનો જ એક ભાગ છે) અથવા અપભ્રંશ ભાષા કે બીજા કોઈ પણ સંબંધ ધરાવતા પ્રશ્ન વિષે એક પંક્તિ પણ આ પુસ્તિકામાં લખવાની અનુવાદકને જરૂર જણાઈ નથી એ આશ્ચર્યજનક છે! પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સચવાયેલો એક શિલાલેખ તેમણે પ્રકટ કર્યો છે, જેની ભાષા સામાન્યતઃ ઉત્તરકાલીન અપભ્રંશ કહી શકાય એવી છે. વિવિધ પ્રદેશોની છ વિવિધ બોલીઓમાં એ ગદ્યપદ્યમય રચના છે, અને ઘણું કરીને ઈ. સ. ના તેરમા શતકના પૂર્વાર્ધમાં તે લખાઈ લાગે છે (“ભારતીય વિદ્યા” પુ. ૧૭, અંક ૩-૪, પ્રકટ થયું ૧૯૫૮માં). . . ડી. ત્રીસની અપભ્રંશવિષયક લેખમાળાનો ત્રીજો હપ્તો છપાયો છે (“જર્નલ ઓફ ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટી, પુ. ૭૯, અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૫૯), ડો. હજારીપ્રસાદ દ્વિવેદીએ “સંદેશરાસક 'ના કેટલાક પાઠોની વિસ્તૃત અર્થ ચર્ચા કરી છે (“નાગરી પ્રચારિણી પત્રિકા,’ પુ. ૬૨, અંક ૧ અને ૪; પુ. ૬૩, અંક ૨) ડો. માતાપ્રસાદ ગુપતે બતાવ્યું છે કે “પુરાતન પ્રબન્ધસંગ્રહમાં ચંદકવિના “પૃથ્વીરાજ રાસો માંથી ઉદ્ભૂત થયેલાં ગણાતાં પઘો પૈકી ઓછામાં ઓછાં બે પદ્યો જલ નામે કવિનાં છે, જેની છાપ એ પધોને અંતે મળે છે. પાઠસંક્રમણના પુરાવાને આધારે ડો. ગુપ્ત અનુમાન કર્યું છે કે ચંદ કવિનો સમય વિ. સ. ૧૩૨૮ આસપાસ હશે; જલ પણ ચંદ જેટલો જ જૂનો કવિ હોય એ સંભાવના સ્પષ્ટ છે (“ઇન્ડિયન લિંગ્વિસ્ટિટ્સ,” પુ. ૧૭, જુન ૧૯૫૭, તારાપોરવાલા મેમોરિયલ વોલ્યુમ). જૈનોએ સાહિત્યપ્રવૃત્તિનો આરંભ જો કે પ્રાકૃત દ્વારા કર્યો હતો, પણ સમય જતાં સંસ્કૃત સાહહત્યના, લલિત તેમજ શાસ્ત્રીય, બધા જ પ્રકારોમાં તેમણે સફળ રચનાઓ કરી. ડો. વિન્ટરનિર્ઝના શબ્દો અહીં ઉતારીએ તો “ભારતીય સાહિત્યનો એક પણ પ્રદેશ એવો નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તો તેમણે વિપુલ કથાસાહિત્ય સર્યું છે; તેમણે મહાકાવ્યો અને સુદીર્ઘ કથાનકો લખ્યાં છે, નાટકો અને રસ્તોત્રોની રચના કરી છે, કેટલીક વાર તેમણે સાદી લોકભાષામાં લેખન કર્યું છે, જ્યારે કેટલીયે વાર ઉચ સાહિત્યિક કાવ્યરચનાઓ દ્વારા અલંકૃત સંરકૃત કવિતાના સર્વોચ્ચ લેખકો સાથે સ્પર્ધા કરી છે, અને શાસ્ત્રીય વિષયોના પણ ઉત્તમ ગ્રન્યો આપ્યા છે” (એ હિસ્ટરી ઓફ ઈડિયન લિટરેચર,” પુ. ૨, પૃ. ૪૮૩). પુરાણ-સાહિત્યમાં, રામકથા વર્ણવતું, આચાર્ય રવિવેણનું “પદ્મપુરાણ' (વિ. સં. ૭૩૩) ૫. પન્નાલાલ અપભ્રંશ ભાષાસાહિત્યના એક વ્યુત્પન્ન વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાણીએ અપભ્રંશ મહાકવિઓમાંના એક પ્રાચીન કવિ ચતુર્મુખ વિષે નિબંધ લખ્યો છે (જલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ' પુ. ૮, અંક ૩, જૂન, ૧૯૫૮). અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી વિષેની એક લેખમાળા તેમણે શરુ કરી છે, અને કેટલાક શબ્દોની વ્યુત્પત્તિચર્ચા કરતો એનો પહેલો હપ્તો છપાયો છે ( ભારતીય વિદ્યા” પુ. ૧૭, અંક ૩-૪; પ્રકટ થયું ૧૯૫૮ માં). અપભ્રંશ સાહિત્યના મુખ્ય પ્રવાહોની સંક્ષિપ્ત સમાલોચના પણ ડો. ભાયાણુએ કરી છે (“ આચાર્ય શ્રીવિજયવલભસૂરિ સ્મારક ગ્રન્થ'). વળી ધાર ખાતેથી મળેલો અને મુંબઈના

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524