Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 508
________________ ડિસેમ્બર ૧૯૫૦ જેન યુગ ૧૪. ભક્તિકાવ્યોનો એક મોટો તેમજ ઉત્તમ સંગ્રહ છે (ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૧૯૫૭). જયાનન્દસૂરિ (ઈ. સ. નો ૧૪ મો-૧૫ મો સિકો) કૃત ‘દેવામબોધ સ્તોત્ર” અથવા “સાધારણ જિનસ્તોત્ર'નું, મેઘવિજય ઉપાધ્યાયની ટીકા સમેત, સંપાદન મુનિશ્રી રમણિકવિજયજીએ કર્યું છે એ આખું છપાઈ ગયું છે, અને જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. મુનિશ્રી ન્યાયવિજયજીત પાંચ નવીન સ્તોત્રો નાની પુસ્તિકાઓ રૂપે આ સમાલોચનાનાં વર્ષો દરમિયાન પાટણ ખાતે પ્રકટ થયાં છે–ભકતગીતમ,” “કલ્યાણ ભાવના, ‘દીનાક્રન્દનમ, “આત્મતત્વપ્રકાશ” અને મહામાનવ મહાવીર ' પ્રાચીન સ્તોત્રસાહિત્યની સાચી પરંપરામાં આ કૃતિઓ રચાયેલી છે, અને સંસ્કૃત કાવ્યબાની ઉપર કર્તા અસામાન્ય પ્રભુત્વ ધરાવે છે. પ્રબશ્વસાહિત્યમાં રાજા કુમારપાલના જીવનને લગતી સાત ઐતિહાસિક અને અર્ધ-એતિહાસિક કૃતિઓનો સંગ્રહ-કુમારપાલ ચરિત્રસંગ્રહ'-શ્રીજિનવિજયજીએ પ્રકટ કર્યો છે (સિઘી જૈન ગ્રન્થમાલા, નં. ૪૧, મુંબઈ ૧૯૫૬). એ જ પ્રૌઢ વિદ્વાને વિશિષ્ટ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા બીજા એક ગ્રન્થનું સંપાદન કર્યું છે. એ ગ્રન્થ તે જિનપાલકૃત “ખરતર ગ૭ બૃહદ્ ગુર્તાવલિ સંગ્રહ.” એમાં અગિયારમીથી ચૌદમી સદી સુધીના ખરતર ગચ્છના આચાર્યોનો કાલાનુક્રમિક ઐતિહાસિક વૃત્તાંત આપ્યો છે, અને તે ઉપર શ્રી. અગરચંદ નાહટાની અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના છે (સિંઘી જૈન ગ્રન્થમાલા, નં. ૪૨, મુંબઈ, ૧૯૫૬). જુદા જુદા ગુચ્છોના આચાર્યોનો ઐતિહાસિક વૃત્તાંત આપતી પટ્ટાવલિઓનો સંગ્રહ “પટ્ટાવલિ-સમુચ્ચય' તથા ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ વિષેની સમકાલીન ઐતિહાસિક રચનાઓનો સંગ્રહ, એ બે ગ્રો છપાઈ ગયા છે, અને ટૂંક સમયમાં તે સિંઘી ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થશે. મલવાદીનું “નયચક્ર એ જૈન ન્યાયના આધારભૂત મૂલ ગ્રન્થો પૈકી એક છે, અને તે ત્રુટિત સ્થિતિમાં ઉપલબ્ધ હોવા છતાં આ પહેલાં તેનાં બે વાર સંપાદનો થયાં છે. આમ છતાં વિષય અને ગ્રન્થનું મહત્ત્વ જોતાં જૈન અને બૌદ્ધ ન્યાયના તેમજ તિબેટનના વ્યુત્પન્ન વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજીએ હાથ ધરેલા એના ત્રીજા સંપાદન માટે પૂરો અવકાશ હતો. મુનિશ્રી જંબુજિજીએ “નયચક્રમાં આવતાં પ્રાચીનતર દાર્શ નિકોનાં સંખ્યાબંધ અવતરણોનો તિબેટન અનુવાદોની સહાયથી પુનરુદ્ધાર કર્યો છે, અને “નયચક્ર'ની વધારે અધિકૃત વાચના તેઓ બહાર લાવશે એમાં શંકા નથી. આ ગ્રન્થનો મોટો ભાગ છપાઈ ગયો છે, અને જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી તે ટૂંક સમયમાં પ્રકટ થશે. છે. જિતેન્દ્ર જેટલીએ પોતાના પીએચ. ડી. ના મહાનિબંધ માટે શ્રીધરની “ ન્યાયકન્ડલી ” ઉપરના નરચન્દ્રસૂરિના ટિપણનું સંપાદન કર્યું છે. શ્રીધરની “ ન્યાયકન્ડલી” એ વૈશેષિક સૂત્રો ઉપરના પ્રશતપાદના ભાષ્ય ઉપરની ટીકા છે. નચન્દ્રસૂરિ મહામાત્ય વસ્તુપાલના માતૃપક્ષે કુલગુરુ હતા તથા વસ્તુપાલના સાહિત્યમંડળના એક અગ્રગણ્ય વિદ્વાન હતા. એમના “ન્યાયકદલી ટિપ્પણ”ની ભૂમિકા રૂપે, જૈન લેખકોએ ન્યાય-વૈશેષિક સાહિત્યમાં આપેલા ફાળાની વિગતવાર સમાલોચના છે. જેટલીએ કરી છે. ઉપાધ્યાય ક્ષમા કલ્યાણકૃત “તર્કસંગ્રહ ફકિકકા'નું સંપાદન પણ ડૉ. જેટલીએ કર્યું છે (રાજસ્થાન પુરાતન ગ્રન્થમાલા, નં. ૯, જયપુર, ૧૯૫૬). અજંભદ્રકૃત તર્કસંગ્રહ” તથા તે ઉપરની “દીપિકા”ની એ વિદ્વત્તાપૂર્ણ ટીકા છે, અને તેની રચના ઈ. સ. ૧૭૯૮માં થઈ હતી. અઢારમા સૈકામાં થઈ ગયેલા મહાન તાર્કિક અને ફિલસૂફ ઉપાધ્યાય યશોવિજયજીકૃત અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ” ઉપર નવીન ટીકા આચાર્ય શ્રીવિજયેલાવણ્યસૂરિએ સ્ત્રી છે (બોટાદ, વિ. સં. ૨૦૧૪) તથા હરિભદ્રસૂરિકૃત “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' અને યશોવિજયજીકૃત “સ્યાદ્વાદકલ્પલતા” ઉપર નવીન ટીકા આચાર્ય શ્રી અમૃતસૂરિએ લખી છે (શિરપુર, ૧૯૫૮). યશોવિજયજીની “સ્યાદ્વાદકલ્પલતા” એ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય'નું વિવેચન છે એ નોંધવું અહીં પ્રસ્તુત થશે. શ્રીધરસેનકૃત “વિશ્વલોચનકોશ” અથવા “મુક્તાવલિ એ જૈન શબ્દકોશ છે. એની મુદ્રિત વાચનામાં (સંપાદક ૫. નંદલાલ શર્મા, મુંબઈ, ૧૯૧૨) પ્રારંભિક ભાગ નથી, માત્ર નાનાર્થકાંડ છે. ન્યૂ દિલ્હીની ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન કલ્ચરના ડો. લોકેશચન્દ્ર મને ખબર આપે છે કે આ કોશનું તિબેટન ભાષાન્તર મળ્યું છે, જેમાં પ્રારંભિક ભાગ છે. આ વિખ્યાત કોશની વધુ હસ્તપ્રતો માટે ભારતમાં તપાસ કરવી જોઈએ તથા તિબેટન ભાષાન્તર સાથે તુલના કરી એનું પ્રકાશન અખંડરૂપે કરવું જોઈએ. આ શોધ બતાવે છે કે માત્ર

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524