Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 503
________________ પ્રાકૃત અને જૈન અ ય ય ન ની પ્ર ગતિ* ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. ધર્મદાસગણિત “ ઉપદેશમાલા' ઉપરની રત્નપ્રભ- સૂરિકૃત “વિશેષ વૃત્તિ” જે “દોટ્ટી વૃત્તિ' તરીકે પણ ઓળખાય છે (ઈ. સ. ૧૧૮૨) તેનું સંપાદન આચાર્ય શ્રી હેમસાગરસૂરિએ કર્યું છે (મુંબઈ, ૧૯૫૮). “ઉપદેશ- માલા” એ ૫૪૦ ગાથાનું પ્રાકૃત પ્રકરણ છે. એની ૧૨૦૦૦ શ્લોક પ્રમાણની આ વિસ્તૃત ટીકા પ્રાકૃત ગાથાઓનું વિવરણ સંસ્કૃતમાં આપે છે, પણ આગમોની ટીકાઓની જેમ, કથાઓ પ્રાકૃતમાં આપે છે. એમાં કેટલીક કથાઓ અપભ્રંશમાં પણ છે. સોમપ્રભાચાર્યકૃત કુમારપાલપ્રતિબોધ'ના અપભ્રંશ ભાગની બાબતમાં છે. આલ્સડોર્ફ કર્યું છે તેમ (હેમ્બર્ગ, ૧૯૫૮) એ અપભ્રંશ કથાઓનો સ્વતંત્ર અભ્યાસ થવાની જરૂર છે. દોટ્ટી વૃત્તિમાં આવતું ૮૫ર ગાથાનું પ્રાકૃત “જંબુસ્વામિચરિત” એના સંપાદકે અલગ પોથીરૂપે પણ પ્રકટ કર્યું છે (મુંબઈ, ૧૯૫૭). ૨૧૨ ગાથાનું મૂલશુદ્ધિ પ્રકરણ આચાર્ય શ્રી હેમચન્દ્ર, ના ગુરુ દેવચન્દ્રની ટીકા (ગ્રન્થાશ્ર ૧૩૦૦૦ શ્લોક) સહિત, ૫. અમૃતલાલ ભોજકે સિંધી ગ્રન્થમાલા માટે સંપાદિત કર્યું છે. સંખ્યાબંધ પ્રાકૃત કથાનકો ઉપરાંત આ ટીકામાં એક સળંગ અપભ્રંશ કાવ્ય “સુલસખાણુ” પણ છે. પ્રાકૃત “મણિપતિચરિત્ર'નાં બે રૂપાન્તરોનું સંપાદન ડો. આર વિલિયમ્સ કર્યું છે (રૉયલ એશિયાટિક સોસાયટી, લંડન, ૧૯૫૯). આ બન્ને વાચનાઓ તેમણે અંગ્રેજી અનુવાદ સાથે છાપી છે. એક, તો કોઈ અજ્ઞાત લેખકે ઈ. સ. ના આઠમા સૈકા આસપાસ રચેલું “મણિપતિચરિત્ર, જે આ કથાનું સૌથી જૂનું રૂપાન્તર છે; અને બીજું, (યાકિનીમહારાસૂનું હરિભદ્રસૂરિથી ભિન્ન) હરિભદ્રસૂરિએ ઈ. સ. ૧૧૧૬ માં રચેલું “મણિપતિચરિત્ર.” સંપાદકે આ કથાને લગતી અઢાર જુદી જુદી કૃતિઓ નોંધી છે, જેમાંથી તેર કૃતિઓ ગુજરાતી છે. સંપાદકે પ્રસ્તાવના ઉપરાંત સંક્ષિપ્ત ટિપ્પણ, સુભાષિતોની સૂચિ, અને નોંધપાત્ર શબ્દોની સુચિ–શક્ય હોય ત્યાં સંસ્કૃત છાયા સાથે-આપી છે. “ગાથાસપ્તશતી’ અને ‘વજાલગ’ જેવા થોડાક સુભાષિત સંગ્રહો પ્રાકૃતમાં છે. ભાલિજજ (ખેડા જિલ્લામાં આવેલ ભાલેજ) માં ઈ. સ. ૧૧૯૫ માં રચાયેલો એક નવો સુભાવિતકોશ-જિનેશ્વરસૂરિકૃત “ગાથાકોશ' હમણાં જાણવામાં આવ્યો છે. વિવિધ વિષયની ૮૦૦ ગાથાઓનો એ આકર્ષક સંગ્રહ છે, અને હું તથા પં. અમૃતલાલ ભોજક ગાયકવાઝ ઓરિયેન્ટલ સિરીઝ માટે એનું સંપાદન કરીએ છીએ. નિમિત્તશાસ્ત્રને લગતા એક પ્રાકૃત ગ્રન્થ “જયપાહુડ” અથવા “જયપાયડ'નું સંપાદન શ્રીજિનવિજયજીએ કર્યું છે, અને સિંધી ગ્રન્થમાલામાં એનું પ્રકાશન થયું છે. પ્રાકૃત વ્યાકરણ તેમજ પ્રાકૃત ભાષાના ઐતિહાસિક અધ્યયન પરત્વે કેટલાંક પ્રકાશનો થયાં છે. આપણા દેશના બે અગ્રગણ્ય ભાષા-વૈજ્ઞાનિકો ડૉ. સુનીતિકુમાર ચેટરજી અને ડૉ. સુકુમાર સેને મિડલ ઈન્ડો-આર્યન રીડરના બે ભાગ આપ્યા છે (કલકત્તા યુનિવર્સિટી, ૧૯૫૭), અને તે પ્રાકૃતના વિદ્યાર્થી માટે સાહિત્યિક તેમજ ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણા અગત્યના છે. પ્રાકૃતના સૌથી જૂના વૈયાકરણ વરરુચિકૃત “પ્રાકૃત [‘અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ' (ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સ)ના વીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના પ્રમુખસ્થાનેથી વિદ્વાન સંશોધક ભાઈશ્રી ડૉ. સાંડેસરાએ “પ્રોગ્રેસ ઑફ પ્રાકૃત એન્ડ જૈન સ્ટડીઝ' એ વિષય ઉપર અંગ્રેજીમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વિષયમાં કયા કથા વિદ્વાનોએ શું પ્રદાન કર્યું તેનું વ્યાપક દર્શન આ વ્યાખ્યાનમાં ડો. સાંડેસરાએ કરાવેલ છે. આ વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ “જેનયુગ'માં ઑકટોબર અને નવેમ્બરમાં પ્રગટ થયેલ છે. તેના અનુસંધાનમાં ત્રીજો ભાગ અત્રે રજૂ કરેલ છે. અનુવાદનો બાકીનો બધો ભાગ આવતા જાન્યુઆરી માસના અંકમાં પ્રગટ થશે. – સંપાદક, “ જેનયુગ”].

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524