Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 502
________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૯ કરનાર મૃગાવતીની કુક્ષિથી પ્રભુના આત્માનો જન્મ થવો એમાં પ્રભુના પુણ્યાનુબંધી પુણ્યનો અભાવ ગણવામાં આવે તો એ અવાસ્તવિક નથી. પિતાને પુત્રીના રૂપ લાવણ્ય ઉપર પોતાના પાપોદયથી તીવ્ર મોહ જાગ્યો, પણ પુત્રીમાં શીલ અને સદાચારના સંસ્કારોની મક્કમતા હોત તો પ્રાણના ભોગે એ સંસ્કારોનું સંરક્ષણ થાત. પરંતુ પિતાના અંતરમાં પુત્રી તરફ વિકારી મોહનું પ્રાબલ્ય અને પુત્રીના દિલમાં આર્યસંસ્કૃતિનું શથિલ્ય, એમ પિતા-પુત્રીની અપ્રશસ્ત પરિસ્થિતિ હોવાને કારણે ઉભય વ્યકિતઓ વચ્ચે પાણિગ્રહણનો પ્રસંગ બન્યો. અને એવા સંસ્કારવિહોણા માત-પિતાને ત્યાં જન્મ લેનાર પુત્રના પુણ્યાનુબંધી પુણ્યની ન્યૂનતા કહેવાય તો તે શાસ્ત્રદષ્ટિએ યોગ્ય ગણાય. રાજરાજેશ્વરનું ઐશ્વર્ય માનવ જીવનમાં ભળી જાય એટલા માત્રથી એ સાચું પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) નથી, પરંતુ એ ઐશ્વર્ય મળવા સાથે વિશુદ્ધ જાતિ અને કુળની પ્રાપ્તિ તેમજ આત્માનો ઉત્કર્ષ થાય તો જ એ વાસ્તવિક પુણ્ય કહી શકાય. વાસુદેવનો ભવ એ નિયાણાપૂર્વકનો જ હોય, અને નિયાણું એટલે પાપાનુબંધી પુણ્યનું જ કારણ ગણાય. આ સંજોગોમાં ભગવાન મહાવીર પ્રભુનો આત્મા પણ * વિધભૂતિના ભવમાં કરેલા નિયાણાના પ્રભાવે પિતા સાથે પાણિગ્રહણ કરનાર મૃગાવતી રાણીની કુક્ષિથી પુત્ર તરીકે ઉત્પન્ન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. બલદેવ અચલકુમારને પુણ્યાનુબંધી પુણ્ય ત્રિપુકુમારના વડીલ બંધુનું નામ અચલકુમાર છે. અને તેમની માતાનું નામ ભદ્રા છે. ભદ્રા રાણી પણ પ્રજાપતિરાજાની જ અર્ધાગના છતાં કુલીન બાળા છે. અને એવી કુલીન બાળાની કુક્ષિથી અચલકુમારનો જન્મ થવો એ એમના પુણ્યાનુબધી પુણ્યનું પરિબળ છે. વાસુદેવ જેમ પાપાનુબધી પુણ્યવાન આત્મા છે અને નરકગતિના અધિકારી હોય છે તેથી જ ઊલટું બલદેવ પુણ્યાનુબંધી પુણ્યના અધિકારી હોવા સાથે સ્વર્ગ અથવા મોક્ષના અધિકારી હોય છે. અંતરંગજીવન વાસુદેવ અને બલદેવનું પરસ્પર વિરુદ્ધ છતાં બાહ્યજીવનમાં એ બન્ને બાંધવ બેલડીનો પરસ્પર બંધુરનેહ અવર્ણનીય હોય છે. હરકોઈ કાર્યમાં પ્રાયઃ બને બંધુઓ સાથે ભાગ લેનારા હોય છે અને અન્યોન્ય એવી પ્રીતિ હોય છે કે એક બીજા વિના રહી શકતા નથી. વાસુદેવનું જીવન પ્રતિવાસુદેવના જીવન સાથે ઘણું સંકળાયેલ હોય છે. પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું ઐશ્વર્ય અનેક પ્રકારના પરિશ્રમ બાદ પ્રાપ્ત કરે, એ ઐશ્વર્યનો ઉપભોગ કરવાનો પ્રસંગ આવે ત્યાં તો વાસુદેવનો જન્મ થઈ ગયો હોય અને એ વાસુદેવ યૌવનના આંગણામાં - પ્રવેશ કરવાની સાથે જ પોતાના અદ્ભુત પરાક્રમ વડે પ્રતિવાસુદેવનો શિરચ્છેદ કરીને તેમણે મેળવેલું ત્રિખંડ ઐશ્વર્ય પોતાને સ્વાધીન કરે. આ કારણે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ નિરૂપણ પ્રસંગે તે કાળે વર્તતા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનો પણ સંક્ષિપ્ત વૃત્તાંત જાણવો જરૂરી છે. તે વૃત્તાંત હવે પછીના લેખમાં રજુ કરવામાં આવશે. [ક્રમશઃ] कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं? सभा स द बन कर પેન “મ” a – – રુ. ૨૦૦૨ કાન તાર વેન “a” વ – – ક. ૧૦ ” માળીવન સભ્ય “મ” રુ. ૨૬૦ » ” ” “a” a ૬. ૨૦૨ » कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर જૈન યુગ ग्राहक बनकर वार्षिक उपहार रु. (प्रतिमास ता. १ को प्रकट किया जाता है)

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524