Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 500
________________ [ લેખાંક ૭] શ્ર મ ણુ ભ ગ વા ન મ હા વીર પ્રભુ નો ત્રિ પુછ વા સુ દેવ અ ઢા ૨ મે ભ વ પૂ. આચાર્ય શ્રીવિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ સંસારીજીવોમાં સ્ત્રી-પુરુષ અને નપુંસકના વિભાગો સંસારમાં વર્તતા પ્રત્યેક જીવાત્માઓ ચૈતન્યધર્મની અપેક્ષાએ સમાન હોવાથી એક પ્રકારના છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારે છે. અને સ્ત્રી, પુરુષ તથા નપુંસક (નરજાતિ-નારીજાતિ અને નાન્યતરજાતિ) ની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. સ્ત્રી, પુજ્ય અને નપુંસકમાં લિંગ અને વેદની અપેક્ષાએ બે બે પ્રકાર છે. શરીરના અંગોપાંગો સ્ત્રીસંબંધી હોય તો તે સ્ત્રીલિંગ, શરીરના અવયવો પુરુષ યોગ્ય હોય તો તે પુરુષલિગ, શરીરના અમુક અંગોપાંગો સ્ત્રીસંબંધી અને અમુક અંગોપાંગો પુરુષસંબંધી હોય તો તે નપુંસકલિંગ કહેવાય છે.પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિમાં જયાં સુધી ચૈતન્ય છે ત્યાં સુધી તે બધાય નપુંસકલિંગી છે. બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉન્દ્રિય પણ પ્રત્યેક નપુંસકલિંગી છે. નરકમાં વર્તતા સર્વ નારકો નપુંસક છે. મનુષ્ય તેમજ પશુપક્ષી વગેરે તિર્યોમાં સ્ત્રી-પુરૂ અને નપુંસક ત્રણેય લિંગ હોય છે, તેમજ સ્વર્ગલોકમાં પુરુષ અને સ્ત્રી (દેવદેવી) એમ બે જ લિંગ છે પણ કોઈ નપુંસકલિંગી નથી. આ પ્રમાણે સર્વ સંસારી જીવોમાં શરીરની આકૃતિ કિંવા અંગોપાંગોની અપેક્ષાએ લિંગ વ્યવસ્થા અનંત જ્ઞાનીઓએ વર્ણવી છે. વ્યવહારમાં પૃથ્વી કેવી, પાણી કેવું, પવન કેવો, કીડી કેવી, મંકોડો કેવો આમ અનેક રીતે તે તે જીવાત્માઓ માટે નરાતિ-નારીજાતિ અને નાન્યતરજાતિ રૂપે ગુજરાતી વગેરે ભાષામાં શબ્દપ્રયોગો થાય છે, પરંતુ એ પ્રયોગો સ્થૂલ અથવા ઔપચારિક છે. વાસ્તવિક દૃષ્ટિએ સચેતન પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના સર્વ જીવાત્માઓ નપુંસકનાન્યતર જાતિવાળા છે. અને તે કારણે જ અગ્રેજી ભાષામાં તે પ્રાણીઓ માટે Her અને His નો પ્રયોગ ન કરતાં it નો પ્રયોગ કરવામાં આવે છે. લિંગ અને વેદમાં તફાવત શરીરની આકૃતિ એ ભિન્ન વસ્તુ છે, અને વાસના એ ભિન્ન વસ્તુ છે. શરીરની આકૃતિ અને વાસનાને . ખાસ સંબંધ નથી. કર્મના મુખ્ય આઠ પ્રકારો પૈકી શરીરની આકૃતિ અથવા સ્ત્રી-પુરુષ નપુંસક યોગ્ય અંગોપાંગોની પ્રાપ્તિ નામ કર્મજન્ય અને વાસના અથવા વેદોદય મોહનીય કર્મજન્ય છે. મોહનીય કર્મના દર્શન મોહ અને ચારિત્રમોહ એ બે વિભાગો પૈકી ચારિત્રમોહના પુનઃ બે વિભાગ છે. ૧ કષાય મોહ અને ૨ નોકષાય મોહ, એમાં નોકષાય મોહના નવ પ્રકારોમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારો છે. જે કર્મોદયના કારણે વાસનાની ક્ષણિક નિવૃત્તિ માટે પુરુષ સંગની અભિલાષા જાગૃત થાય તે વેદ. જે કર્મોદયજન્ય વાસનાની નિવૃત્તિ માટે સ્ત્રી સંગની અભિલાષા થાય તે પુરુષ વેદ, અને જે કર્મોદયજન્ય તીવ્ર વાસનાની તૃપ્તિના કારણે સ્ત્રી-પુરુષ ઉભયના સંગની અભિલાષા થાય તે નપુંસકવેદ છે. પુરુષવેદજન્ય વાસના દેખાવમાં કોઈવાર મંદ અથવા માં ફરજ પ્રમાણે આ લિંગ છે (લેખાંક છઠ્ઠામાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સ્થૂલ સત્તાવીશ ભવો પૈકી અઢારમા ત્રિપૃઇ વાસુદેવના ભવનો પ્રારંભ થયેલો છે. ત્રિપૃષ્ઠ વાસુદેવનો જેમને ત્યાં જન્મ થયો છે તે રાજા પ્રજાપતિ અને રાણી મૃગાવતીના ગાંધર્વ લગ્નની વિચિત્ર પ્રસંગ વર્ણવાયો છે. હવે ત્યાંથી આગળનો અધિકાર શરૂ થાય છે. – સંપાદક, જૈન યુગ”]

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524