Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 495
________________ ન યુot x 2 + 1 + O P H , છે. 'છી ન વેતર વચ્છર શ. મુસ્લપત્ર, વર્ષ: જનું ૨૨, નવું ૩ વીરાત સં. ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૬ * તા. ૧ ડિસેમ્બર ૧૯૫૯ * અંક ૨ प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथन चाप्युपकृतेः। अनुन्सेको लक्ष्म्यां निरभिभवसारा परकथा श्रुते चासन्तोषः कथमनभिजाते निवसति ॥ ગુપ્તપણે દાન આપવું, આંગણે આવેલાનો આદરસત્કાર કરવો, કોઈનું ભલું કરીને મૂગા રહેવું, આપણા ઉપરના કોઈ પણ ઉપકારનો જાહેરમાં ગુસ્વીકાર કરવો, લક્ષ્મી મળવા છતાં નિરભિમાની બનવું, બીજાનું હલકું ન દેખાય એવી જ બીજાની વાત કરવી અને શાસ્ત્રશ્રવણમાં હમેશાં નવું નવું જાણવાની અસંતુષ્ટવૃત્તિ દાખવવી–આ બધા ગુણો જે કુળવાન ન હોય એમાં શી રીતે રહી શકે? ओक वीस मुं अधिवेशन આપણું કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન પંજાબમાં ભરવાનો નિર્ણય લેવાઈ ગયો છે; એ વાતની જાણ કોન્ફરન્સના સભ્યોને અને જેને સમાજને થઈ ચૂકી છે. આ નિર્ણય મુજબ આ અધિવેશન આવતા માર્ચ–એપ્રિલ મહિનામાં અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે, પંજાબમાં ભરાશે. આ સંબંધમાં વિષેશ નોંધપાત્ર બીના તો એ છે કે કોન્ફરન્સનું અધિવેશન ભરવાનું આ નિમંત્રણ કોઈ એક શહેરના જૈન સંઘે નહીં, પણ આખા પંજાબના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમાજને એકસૂત્રે બાંધી રાખનાર અને સમયે સમયે પંજાબના જૈન સમાજને પ્રગતિને માર્ગે ચાલવામાં માર્ગદર્શન આપનાર શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) જેવી સંગતિ, શક્તિશાળી અને સમાજસેવાની ધગશ ધરાવતી સંસ્થા તરફથી મળ્યું છે. એટલે કોન્ફરન્સના આ અધિવેશનના યજમાન તરીકે પંજાબનો આખો જૈન સમાજ કામ કરવાનો છે, એ વિશેષ આનંદ ઉપજાવે એવી વાત છે. જેઓના હૈયે સમાજનાં દુ:ખી ભાઈ-બહેનોની ચિંતા હમેશાં વસેલી હતી, અને એ માટે જેઓ સદા કૉન્ફર સને શક્તિશાળી અને પગભર બનાવવાની પ્રેરણા આપ્યા કરતા હતા અને જેઓની કૃપાદૃષ્ટિ હંમેશને માટે મેળવવાને કોન્ફરન્સ ભાગ્યશાળી થઈ હતી, તે સત યુગવીર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની લાંબા વખતથી એ અભિલાષા હતી કે કૉન્ફર સનું અધિવેશન પંજાબમાં ભરવામાં આવે; કારણકે કૉન્ફરન્સનું આઠમું અધિવેશન છેક સને ૧૯૧૩ (સં. ૧૯૧૯) સાલમાં ભરવામાં આવ્યું હતું; અને એ વાતને આજે તો છેંતાલીસ જેટલાં વર્ષ થયાં, પણ પૂ આચાર્ય મહારાજની હયાતીમાં પણ એ વાતને બે વીશી જેટલાં વર્ષ તો થઈ જ ગયાં હતાં. આજે તેઓશ્રીની એ

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524