Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 480
________________ જૈન યુગ એમને સમજાવી. ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે એ વાત પણ કરી જણાવી અને છેવટે ધર્મની નિર્મળ સરિતાને ચૈત્યવાસે સર્જેલી શ્રમણવર્ગની શિથિલતાના કચડે કેવી પંકિલ બનાવી મૂકી છે એનું ચિત્ર પણ દોરી બતાવ્યું. બન્ને શિષ્યોને એ સમજતાં વાર ન લાગી કે સાધુ જીવનમાં પ્રવેશી ગયેલાં આ દૂષણો સૂરિજીના મનને કેટલો સંતાપ પહોંચાડી રહ્યાં હતાં; અને એમના આત્માને શાસનના ભાવી અંગે કેટલો ચિંતિત બનાવી રહ્યાં હતાં એટલે એ બન્ને પોતાના ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરવા તૈયાર થઈ ગયા. એક દિવસ વર્ધમાનસૂરિજીએ આજ્ઞા કરી; “ મહાનુંભાવો, હવે તમે તૈયાર થઈ ગયા છો, અને શાસનની રક્ષાનું કામ આરંભવાનો તમારો સમય પાકી ગયો છે.” બન્ને શિષ્યો નતમસ્તકે ગુરુઆજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા. સુરિજીએ આગળ કહ્યું, પાટણ આજે શ્રમણોની શિથિલતાનું ધામ બન્યું છે, અને એના ચેપ અન્યત્ર વિસ્તારી રહ્યું છે. માટે તમે વિના વિલંબે પાટણ પહોંચી જાઓ, અને જે કષ્ટો વેઠવાં પડે અને જે પરીષહ સહન કરવા પડે એ વેઠીને પણ સંયમજીવનની સ્થાપના કરો. મારી આ જ તમને અંતિમ આજ્ઞા છે, એ જ મારી તમારે પાસેથી અંતિમ ઈચ્છા છે. ધર્મનો જય કરો અને પાપનો ક્ષય કરો. " * . શિષ્યોએ કહ્યું : “ ષ્ટિ અને પરિષહ સહન માટે તો આ જીવનનો સ્વીકાર કર્યો છે. આપની આજ્ઞા અમારે શિરોધાર્ય છે. આપની કૃપા અમને સાચના માર્ગે દોરો !” અને એક દિવસ ગુરુની આજ્ઞા લઈને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણને માર્ગે વિહરી ગયા. ’’ વૃદ્ધ સૂરિજી એ બન્નેને લાગણીપૂર્વક નીરખી રહ્યા. ૭ વસતી (ઉતારા)ની શોધમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણની શેરીએ શેરીએ ફરી રહ્યા છે; પણ કોઈ ઠેકાણે એમને આવકાર મળતો નથી. ચૈત્યવાસનો ગઢ જાણે એમને બધેથી જાકારો ભણી રહ્યો. આત્માના ઊંડા ભેદ સમજાવે એવું જ્ઞાન અને હંસની પાંખો જેવું શુભ્ર ચારિત્ર આજે જાણે પાટણમાં કોઈ ને ખપતું નથી; અને કોઈના મનને એ ભાવી જાય છે, તો એ ચૈત્યવાસની ધાકે પોતાના અંતરને ઉઘાડી ૩ર નવેમ્બર ૧૯૫૯ શકતો નથી. અન્ને આચાર્યો ઠેર ઠેર ફરતા જ રહ્યા, અને નગરના વિકૃત રંગઢંગનો તમાશો જોતા જ ગયા. કોઈ ને પહેલે પગલે અવળાં ગણેશ મંડાયા જેવો લાગતો આ અનુભવ બન્ને શ્રમણોને ભારે લાભકારક બની ગયો. પોતાને કેવું કપરું અને કહ્યુ કામ પાર પાડવાનું છે એનો જાણે એમને બોધપાઠ મળી ગયો. ગુરુના અંતસ્તાપને એ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા, અને પોતાના અંતરને વધુ સજ્જ બનાવી રહ્યા. હજી પણ એ ફર્યાં કરે છે, અને કામની કમ્નિતા વધુને વધુ સમજતા થાય છે. પણ જો આ કામ ગજવેલ જેવું કઠણ હતું તો એ ય કાંઈ કાચી માટીના ન હતા. એમના નિશ્ચયમાં અને એમની સંકલ્પશક્તિમાં સાત ગજવેલની કે વજ્રની તાકાત ભરી હતી. ગમે તેમ થાય, પણ એ પાટણમાંથી પીછેહઠનાં પગલાં ભરવાના ન હતા. કાયાનું ગમે તે થાય; કામ પાર પાડીને ગુરુઆજ્ઞાને ચરિતાર્થ કર્યે જ છૂટકો છે. છેવટે એમને થયું : કોઈ સહય વિદ્યાપ્રેમી મળી આવે એ આપણી વાત જરૂર સમજી શકશે અને આપણને આશ્રય પણ આપશે. અને એમણે પાટણના પુરોહિત સોમેશ્વરના મકાનનો માર્ગ લીધો, અને થોડીવારમાં એના પ્રાંગણમાં આવીને ખડાથયા. સોમેશ્વરે જોયું કે મધ્યાહ્નના આકરા તાપમાં બે શ્રમણો પોતાના આંગણે આવીને ખડા છે. ધરતી તપી રહી છે, સૂરજ તપી રહ્યો છે, અને અસહ્ય તાપને કારણે એમની કાયા પણ સંતપ્ત થઈ રહી છેઃ બન્ને પરસેવાથી રેબઝેબ બની ગયા છે. એ ઉદાર બ્રાહ્મણે તરત જ બન્ને શ્રમણોને ભાવપૂર્વક આવકાર દીધો; અને એમની પાસેથી બધી વાત જાણીને પોતાને ત્યાં નિરાકુલપણે રહેવાની વિનંતી કરી. વિદ્યાના પ્રેમી સોમેશ્વર દેવને એ સમજતાં વાર ન લાગે કે આ બન્ને શ્રમણો જેમ જીવનના સાધક છે એમ જ્ઞાનના પણ બળિયા છે. એ તો અંતરમાં આનંદ આનંદ અનુભવી રહ્યો. એ જાણતો હતો કે ચૈત્યવાસીઓના નાયકની અનુ મતિ વગર સુવિહિત સાધુને ઉતારો આપવો એ ગુનો

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524