Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 473
________________ જૈન યુગ ૨૫ નવેમ્બર ૧૯૫૦ बाद तथा पूना आदि नगरों में होता तो बहुत अच्छा होता। क्यों कि वहां ज्ञानभण्डारों में प्राचीन प्रतियों का संग्रह विपुल मात्रा में मिल जाता है। इधर उत्तर प्रदेश आदि में इस प्रकार का प्राचीन संग्रह नहीं हैं।" ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોમાંથી એક પણ પાઠાન્તર સંપાદકોએ નોંધ્યું નથી ! ગમે તેમ, પણ આવો મહત્વનો ગ્રન્થ સુમુદ્રિત સ્વરૂપમાં, અનેક શબ્દસૂચિઓ સાથે ભારતીય વિદ્યાના અભ્યાસીઓને ઉપલબ્ધ થયો છે એ આનંદની વાત છે. આ પ્રકાશનનું સૌથી મહત્ત્વનું અંગ તે શ્રી. દલસુખ માલવણિયાની હિન્દી પ્રસ્તાવના છે, જેની નકલ છપાયા પહેલાં મને વાંચવા માટે મળી હતી. આ ગ્રંથના સમય તથા ગ્રંથકર્તા સાથે સંબંધ ધરાવતા તમામ ઐતિહાસિક પ્રશ્નો ઉપરાંત એમાં નિરૂપાયેલ ઉત્સર્ગો અને અપવાદોની શ્રી. માલવણિયાએ સમર્થ ચર્ચા કરી છે અને તત્કાલીન સમાજસ્થિતિના સન્દર્ભમાં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એમની પ્રસ્તાવના એ, ખરું જોતાં, “નિશીથ સૂત્ર” વિષેનું એક નાનું પુસ્તક જ છે. ગયા બે વર્ષમાં નીચેના આગમ ગ્રન્થો પણ પ્રસિદ્ધ થયા છે-“કલ્પસૂત્ર” (રાજકોટ, ૧૯૫૮), “પપાતિક સત્ર” (રાજકોટ, ૧૯૫૯), “ઉત્તરાધ્યયન સૂત્ર' (રાજકોટ, ૧૯૫૯), “આવશ્યક સૂત્ર” (૨જી આવૃત્તિ, રાજકોટ, ૧૯૫૮), “અંતકૃદ્ દશા સૂત્ર' (રજી આવૃત્તિ, રાજકોટ, ૧૯૫૮). અખિલ ભારત વેતાંબર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિનાં આ પ્રકાશનો છે, અને એમના પ્રત્યેક ગ્રંથ સાથે એક અર્વાચીન સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાંતર છે. શૈલાના (મધ્ય પ્રદેશ) અખિલ ભારત સાધુનાગ જૈન સંસ્કૃતિરક્ષક સંઘ તરફથી બીજાં કેટલાંક આગમો, હિન્દી ભાષાન્તર સહિત પ્રકટ થયાં છે. સ્પષ્ટ છે કે આગમોનાં પ્રકાશનો એક સાથે અનેક સ્થળેથી થઈ રહ્યાં છે, અને એમાંનું કેટલું કામ તો અવ્યવસ્થિત રીતે થઈ રહેલું છે. ધાર્મિક ભાવનાથી પ્રેરાયેલી આ પ્રવૃત્તિ પાછળ મોટી રકમોનો વ્યય પણ થતો હશે. આ જુદાં જુદાં મંડળો પોતાનાં સાધનો એકઠાં કરી શકે અને પ્રાકૃત ટેસ્ટ સોસાયટી જેવી સંશોધન સંસ્થાના સહકારમાં કામ કરી શકે તો સારું. આગમ-અધ્યયનને લગતી બે ગુજરાતી પુસ્તિકાઓ પ્રકટ થઈ છે–શ્રી. રતિલાલ મફાભાઈ શાહકૃત ભગવાન મહાવીર અને માંસાહાર' (પાટણ, ૧૯૫૯) અને મુનિશ્રી ન્યાયવિજ્યજીકૃત “ભગવાન મહાવીરનું ઔષધગ્રહણ” (પાટણ, ૧૯૫૯). ભગવાન મહાવીરે માંસભક્ષણ કર્યું હોવાના મતનો પ્રતિવાદ લેખકોએ કર્યો છે અને કેટલાંક આગમોમાં આવતા કુકુર, પોત, ===ાર આદિ શબ્દો, ટીકાકારોને અનુસરીને, વનસ્પતિઓના અર્થમાં તેમણે સમજાવ્યા છે. આગમોને લગતા કેટલાક નોંધપાત્ર નિબંધો પ્રસિદ્ધ થયા છે. પ્રાકૃત અને જૈન ધર્મના એક અગ્રગણ્ય વિદ્વાન ડૉ. એ. એન ઉપાધેએ આગમોમાં અનુપ્રેક્ષાના તાત્વિક તેમ જ આચારશાસ્ત્રીય અર્થની ચર્ચા કરી છે (જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ', પૃ. ૭, અંક ૧, સપ્ટેમ્બર ૧૯૫૮). પ્રાકૃત અને જૈન ધર્મના નામાંકિત યુરોપીય વિદ્વાન ડૉ. એલ. આલ્સ “સૂત્રકૃતાંગસૂત્ર'ના પહેલા શ્રુતસ્કલ્પના ચોથા અધ્યયન “ઈથીપરિણા નો સમીક્ષિત અભ્યાસ રજૂ કર્યો છે. (“ઈન્ડો-ઈરાનિયન જર્નલ , પુ. ૨, અંક ૪, ૧૯૫૮). ડૉ. આસડો આ કૃતિને, યોગ્ય રીતે જ, જૈન શ્રમણકવિતાના નમૂના તરીકે વર્ણવી છે, અને પાઠાન્તરો, અંગ્રેજી ભાષાન્તર અને મૂલ્યવાન નોંધો સાથે તેની વાચના તૈયાર કરી છે. એ જ વિદ્વાને બીજા એક લેખમાં (‘બેલ્વલકર ફેલિસિટેશન વૉલ્યુમ', દિલ્હી, ૧૯૫૭) જાતક નં. ૪૯૮ અને “ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૧૩માં મળતી ચિત્ત અને સંભૂતની કથાની વિગતવાર તુલના કરી છે, તથા એ જ કથાનો અભ્યાસ કરનાર હ્યુમન અને શાર્પેટિઅર જેવા પુરોગામી વિદ્વાનોના કામમાં સુધારા સૂચવ્યા છે અથવા પૂર્તિ કરી છે. પ્રાચીન ભારતીય સાહિત્યના સાંસ્કૃતિક અધ્યયન માટે જાણીતા છે. વાસુદેવશરણુ અગ્રવાલે “અંગવિજજામાં ઉલિખિત સિકકાઓનો અભ્યાસ કર્યો છે ('ઉત્તર ભારતી', આગ્રા યુનિવર્સિટી, પુ. ૪, અંક ૧, ડિસેમ્બર ૧૯૫૭) અને આચાર્ય વિજયેન્દ્રસૂરિએ જૈન આગમમાં ઇન્દ્ર વિષે એક રસપ્રદ નિબંધ લખ્યો છે (વિશ્વયોતિ, પુ. ૭, અંક ૨, જાન્યુઆરી ૧૯૫૯). ડૉ. ઉમાકાન્ત શાહે પ્રાચીન જૈન સાહિત્યમાં સિક્કા વિષે માહિતીપૂર્ણ લેખ લખ્યો છે (“રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રંથ', ખુડાલા, ૧૯૫૭). મુનિશ્રી પુણ્યવિજ્યજીએ નષ્ટ આગમગ્રંથ પ્રથમનુયોગ ”ના પ્રશ્નનો અભ્યાસ કર્યો છે અને બતાવ્યું છે કે એ ગ્રંથની સંકલના કાલકાચાર્યે કરી હતી. પ્રથમાનુયોગ'ના વસ્તુની રૂપરેખા પણ તેમણે આપી છે (૧ આચાર્ય

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524