Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 474
________________ જન યુગ નમ્બર ૧૯૫૯ જ જો સકદશાંગ સામગ્રી રજુ કરી સ્મારક ગ્રન્ય શ્રીવિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ', મુંબઈ, ૧૯૫૬). શ્રી. અગરચંદ નાહટાએ કાલગણનાની જૈન પદ્ધતિ વિષે લખ્યું છે તથા શ્રી. નરેન્દ્રકુમાર ભનાવતે “ઉપાસકદશાંગ સૂત્રમાંથી કેટલીક સામગ્રી રજૂ કરી છે(“રાજેન્દ્રસૂરિ રમારક ગ્રન્થ', ખુડાલી, ૧૯૫૭). દિગંબર આગમના ક્ષેત્રમાં, ભગવાન ભૂતબલિત મહાબધ'ના સાતમા ગ્રન્થ સાથે “પખંડાગમ'ના પ્રકાશનની સમાપ્તિ એ ઘણી મહત્ત્વની ઘટના છે. હિન્દી અનુવાદ સહિત આખું યે “પખંડાગમ” ૨૩ ગ્રન્થોમાં પૂર્ણ થયું છે. “ધવલા' ટીકાનો પહેલો ગ્રન્થ ૧૯૩૯માં પ્રકટ થયો હતો, અને “મહાબલ્વ'ના સાતમા ગ્રન્થ સાથે એનો સોળમો ગ્રન્થ હમણાં બહાર પડ્યો છે. એના સંપાદકો અને પ્રકાશકોને–ખાસ કરીને ડો. હીરાલાલ જૈનને આ સિદ્ધિ માટે અભિનંદન ઘટે છે. મુખ્ય સંપાદકને ઘણો સમય લેનારી બીજી અનેક કામગીરી બજાવવાની હતી, તેમ છતાં આ વિપુલ સાહિત્યનું સમીક્ષિત સંપાદન, સુન્દર અનુવાદ સહિત, બે દસકામાં બહાર પડી શક્યું એ ખરેખર આનંદની વાત છે. આ સાહિત્યનો વિવેચનાત્મક અભ્યાસ હવે શરૂ થવો જોઈએ. આ ગ્રન્થનો મુખ્ય વિષય કર્મસિદ્ધાન્ત છે, જે જૈન ફિલસૂફીનો આત્મા છે. આ રચનાઓમાં–પ્રાકૃત સૂત્રોમાં તથા એની ટીકાઓમાં એ વિષય અત્યંત સૂક્ષ્મતાપૂર્વક અશેષ રીતે ચર્ચાયો છે. દિગંબર તેમજ શ્વેતાંબર પરંપરાના બીજા અનેક ગ્રન્થોમાં કર્મસિદ્ધાન્તનાં વિવિધ પાસાંની ચર્ચા છે; આ સમગ્ર સાહિત્યનો ઐતિહાસિક અભ્યાસ થવો જોઈએ, જેથી કર્મ-સિદ્ધાન્તનો તથા એમાંથી નિષ્પન્ન થતી બીજી અનેક બાબતોનો વિકાસ સમજી શકાય. ડૉ. એ. એન ઉપાએ અને ડૉ. હીરાલાલ જૈન સંપાદિત અને પં. બાલચન્દ્રના હિન્દી ભાષાન્તર સહિત છપાયેલો “જિંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિસંગ્રહ” (સોલાપુર, ૧૯૫૮) એ બીજી એક મહત્વની કૃતિ છે. “ત્રિલોક પ્રજ્ઞપ્તિ’ના ગણિત વિષે પ્રો. લક્ષ્મીચન્દ્ર જૈનનો વિસ્તૃત હિન્દી અભ્યાસલેખ એમાં છે. “જંબુદ્વીપ પ્રાપ્તિસંગ્રહ' એ જૈન વિશ્વવિદ્યા વિષેનો ૨૪૯૯ પ્રાકૃત ગાથાઓમાં રચાયેલો ગ્રન્થ છે, અને તેની રચના ઘણું કરીને રાજસ્થાનમાં ઈ. સ. ના ૧૦મા અથવા ૧૧મા સિકામાં થઈ હતી. “ત્રિલોક પ્રજ્ઞપ્તિ” પછી તુરત જ આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરાયું એ યોગ્ય છે. અર્ધમાગધી આગમમાં આ વિષયના “સૂર્યપ્રાપ્તિ', “ચંદ્ર પ્રજ્ઞપ્તિ', “જબુદીપ પ્રજ્ઞપ્તિ” અને “જ્યોતિષ્કરંડક’ એ ગ્રંથો છે તથા આગમેતર સાહિત્યમાં ઉપા ધ્યાય વિજયવિજયકૃત “લોકપ્રકાશ” આદિ છે. આ વિષયના શ્વેતાંબર તથા દિગબર ગ્રન્થોનો તુલનાત્મક અભ્યાસ ઘણો રસપ્રદ થશે. “ત્રિલોક પ્રજ્ઞપ્તિના ગણિત વિષેનો ૧૧૦ પૃષ્ઠનો વિસ્તૃત નિબંધ આધુનિક ગણિતશાસ્ત્રના સન્દર્ભમાં પ્રાચીન ગણિતને તપાસવા અને મૂલવવાનો સમર્થ પ્રયાસ છે, અને એ પ્રકારનાં વધારે અધ્યયનો થવાં જોઈએ. આગમેતર પ્રાકૃત સાહિત્યમાં પ્રમાણ તેમજ ગુણદષ્ટિએ સારું કામ થયું છે. રામચરિતવિષયક પ્રાચીન જૈનકૃતિવિમલસૂરિકૃત ‘પઉમચરિયરનું શ્રી. શાંતિલાલ શાહે કરેલા હિન્દી અનુવાદ સહિત, મુદ્રણ પ્રાકૃત ટેસ્ટ સોસાયટીએ લગભગ પૂરું કર્યું છે. ડૉ. યાકોબીનું સંપાદન (ભાવનગર, ૧૯૧૪), જે લાંબા સમયથી મળતું નથી તેનું એ પુનમુંદ્રણ છે, પણ બે વધુ હસ્તપ્રતો સાથે એનું કાળજીપૂર્વક પાઠસંતુલન કરવામાં આવેલું છે. પ્રાચીનતમ ઉપલબ્ધ તાડપત્રીય પ્રતોને આધારે શીલાંકકૃત “ચઉપમહાપુરિસચરિય”નું સમીક્ષિત સંપાદન પ્રાકૃત ટેસ્ટ સોસાયટીના ઉપક્રમે ૫. અમૃતલાલ ભોજકે તૈયાર કર્યું છે. મૂલપાઠ અને પરિશિષ્ટો પૂરેપૂરાં છપાઈ ગયાં છે, અને આ વ્યાખ્યાન અપાય છે એ અરસામાં કદાચ એ પુસ્તક બહાર પડ્યું હશે. જૈન પુરાણકથાનો એ દળદાર ગ્રન્થ છે, અને એનું ગ્રન્થાગ્ર ૧૧૦૦૦ શ્લોકનું છે. સાધારણ રીતે માનવામાં આવે છે તેથી ઊલટું જ, આચારાંગ” અને “સૂત્રકતાંગ' ઉપર ટીકાઓ લખનાર શીલાંકથી આ કૃતિના લેખક ભિન્ન છે. રચનાવર્ષ એમાં આપ્યું નથી, પણ જૈન ગ્રંથોની એક મધ્યકાલીન સૂચિ “બહથ્રિપનિકા” અનુસાર, એની રચના સં. ૯૨૫ (ઈ. સ. ૮૬૯)માં થઈ હતી. પ્રાકૃત થાભાગની વચ્ચે એમાં અવારનવાર અપભ્રંશ પણ આવે છે. આ પ્રાકૃત ગ્રંથ વિષેના ડો. કલાઉઝ બુનના જર્મન મહાનિબંધમાંથી (હેમ્બર્ગ, ૧૯૫૪) કેટલાક પ્રસ્તુત ભાગોનો અંગ્રેજી અનુવાદ ડૉ. અરુણોદય જાનીએ કર્યા છે. અને તે આ સંપાદનમાં છપાય છે. મહાન મનીષી આચાર્ય હેમચંદ્ર જન પુરાણકથાનો પોતાનો આકર ગ્રન્થ “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' રચતાં ઉપયોગમાં લીધેલાં સાધનો પૈકી એક મહત્ત્વનો ગ્રંથ

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524