Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 476
________________ અન ન્ય અ વ લ બ ન કુ. ચંદ્રરેખા નિમિત્ત પરદ્રવ્યોને વબુદ્ધિએ અને મમબુદ્ધિએ ગ્રહણ શ્રી પદ્વજિન, ગુણનિધિ રે લોલ, જગતારક જગદીશ રે વાલેસર. જિન ઉપગાર થકી લહે રે લોલ ભવિજન સિદ્ધિ જગીશ રે વાલેસર તુજ દરિસણ મુજ વાલહો રે લાલ (૧) હવે અહીં પદ્મપ્રભ તીર્થકર, ભવ્યનું અતીન્દ્રિય સુખ તેનું નિમિત્ત કારણ, તેમની ભક્તજન યથાર્થ સ્તવના કરે છે. પ્રભુ અનંત કલ્યાણમય સ્વયંપ્રકાશ ગુણોના ભંડાર છે જગતના તારનાર છે. જગતના વડેરા છે, કારણ કે અવિઘાના આવરણમાંથી નીકળી તેમણે પૂર્વે જ શાશ્વતસ્થાન પ્રાપ્ત કરી લીધેલું છે. જિનદેવનો ઉપકાર અંતઃકરણમાં વિચારનારો જીવ મોક્ષરૂપ જગીશ અર્થાત સંપદાને અવશ્ય પામે છે. તુજ દરિસણ મુજ વાલો રે દરિસણ શુદ્ધ પવિત્ત રે વાલેસર, દરિસણ શબ્દનયે કરે રે લોલ, સંગ્રહ એવંભૂતરે વાલેસર. તુજ દરિસણ મુજ વાલો રે લાલ (૨) તારું દર્શન કહેતાં શાસન, ઉપાદન કારણપણે દર્શન કહેતાં સમત્વ, તે તત્ત્વરુચિરૂપ શુદ્ધ અને પવિત્ર છે. છવદ્રવ્ય એટલે આપ, પોતાના નિર્મળ જ્ઞાનાનંદનો કર્તા છે, તેમાં પુગલના અનાદિ સંયોગને નિમિત્તે શાતાઅશાતાના ભાવિક અર્થાત વિકારી ભાવ જીવના અનુભવમાં આવે છે. આથી તેને પોતાનો નિર્મળ જ્ઞાતા-દષ્ટા–પણાનો ભાવ નજરમાં આવતો નથી અને તેથી આ જીવ શાતાનાં કારણોમાં રાગ કરે છે અને અશાતાનાં કારણોમાં ઠેષ કરે છે. રાગનાં સંતાન માયા અને લોભ છે. માયા એ ઈષ્ટવિષયને પ્રાપ્ત કરવાની યુક્તિપ્રયુક્તિ છે. દેશનાં સંતાન ક્રોધ અને માન છે બીજાને હીન ઠરાવવામાં આનંદ એમાં માનનો પ્રવાહ મુખ્યપણે વહે છે. આ કષાયોનાં ચાર સ્તરો આગમમાં જણાવેલાં છે તેમાં જીવ એકરૂપ થઈને ઇયિતૃપ્તિનાં બિચારાને ખબર નથી પડતી કે આ ઈચ્છાની ઉત્પત્તિ એ જ દુઃખ છે અને ઈચ્છાની તૃપ્તિમાં જે સુખ ભાસે છે તે દુઃખનું માત્ર હળવાપણું છે. શાંત, નિર્મળ અને અવિચલ આનંદ તો અરિહંતના આગમ પર શ્રદ્ધા રાખીને ઉદયજન્યભાવોની વચ્ચે પણ ભિન્નરૂપે પોતાનો શુદ્ધ શાંતિમયે જ્ઞાનપ્રવાહ નિહાળવામાં છે. એવું જ્ઞાનભાન જીવને દર્શનમોહના ઉદયથી થઈ શકતું નથી. જે આત્માને સ્વરૂપ રુચિરૂપ સ્વશાંતિનો નિર્ણય થયો તે જીવ મોહમલ્લનો મોટોમાં મોટો દુર્જય કિલ્લો નષ્ટ કરે છે. તેથી તે પરમપવિત્ર બને છે. તે જીવનાં ઉદયનાં સ્થાન આવનાં સ્થાન મટીને સંવરનાં સ્થાન બને છે. તારે જે દર્શન એટલે દેખવું તે અંતરંગ અરિહંતના સ્વરૂપભાસન, આસ્વાદન સહિત પ્રભુતાનું અવલોકન તે શબ્દનયે પ્રભુનું દેખવું થયું. મનવચનકાયાના અપર યોગ સવરી માત્ર નેત્ર અને મનને પ્રભુમાં એકાગ્ર કરવાં તે નગમનયે દર્શન થયું. વંદન, નમન, અર્ચન અને સ્તવન તેમજ આશાતનાવર્જન સહિત ઉપાસના તે વ્યવહારને પ્રભુદર્શન થયું હર્ષસહિત પ્રશસ્તરાગની મુખ્યતાએ સર્વ ઈદ્રિયો વડે અને મન વડે પ્રભુને જુએ, અનુભવે તે ઋજુસૂત્રનયે દર્શન થયું. સલઅરિહંતનો ભાવ અંતરંગમાં ભરવાનો ઉત્સાહ એ સંગ્રહાયે દર્શન થયું, અને આ પ્રકારે નિમિત્તકારણ મળતાં પોતાની જ્ઞાનજયોત અવશ્ય પ્રકાશે તે એવંભૂત નયથી દર્શન થશે. બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂ-જલ યોગ રે વાલેસર, તિમ મુજ આતમ સંપદા રે લોલ, પ્રગટે પ્રભુ સંયોગ રે વાલેસર, તુજ દરિસણ મુજ વાલો રે લાલ. (૩) બીજમાં અનંતવૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ છે. ૨૮

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524