Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 462
________________ નવેમ્બર ૧૯૫૦ જેન યુગ વિવિધતા અને વિશેષતા જાણવા માટેના જે સંકેતો છે, તે આપણે જાણવા જેવા અને નોંધવા જેવા છે. સામાન્ય રીતે આપણી લોકભાષાની દૃષ્ટિએ કૃતિઓમાં આટલી બધી વિવિધતા હોવાનો ખ્યાલ બહુ ઓછાઓને હશે. જૈન કવિઓ આદિએ આ ક્ષેત્રમાં જે વિવિધતા આણી છે તેનાં નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવે છે–૧. સંધિ, રાસ, ચતુષ્પદીચઉપઈ-ચુપચુપદી-ચોપઈ પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા. ૨. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલો, લોકો, હમચી-હમચડી, નીસાણી, ગથ્થરનીસાણી, ચંદ્રાઉલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, લુઆરી, વેલી, ગૃહલી, હાલરડું, નિશાલગરણું, જમણિયા-ભોજનિયાં, હરિઆલી-હીઆલી, ગરબા. ૩. ફાગ, વસંત, હોરી, ધમાલ = ધમાર, ચર્ચરી, નવરસો, રાગમાળા, બારમાસા. ૪. ચિત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિ-યુઈ-ધોય, ચોવીસી, વીસી, વિજ્ઞપ્તિકાવિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મંગળ દીવો. ૫. સજઝાય, ઢાળ, ઢાળિયાં, ચોઢાળિયાં, છઢાળિયાં, બારદ્રાળિયાં, ચારભાલ, ચોક, બારભાવના. ૬. ૫દ, કવિત, સવૈયા, છપ-છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુહા-દોધક-દુગ્ધઘટ. આમાંનાં મધ્યકાલીન પદ્ય સ્વરૂપોનું નિરૂપણ ડૉ. મંજુલાલ ર. મજમુદારે “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્ય વિભાગ) તથા ડૉ. ચંદ્રકાંત મહેતાએ “મધ્યકાળના સાહિત્ય પ્રકારો એ નામના ગ્રંથમાં કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો ઉપર અનુવાદરૂપે જે ગદ્ય સાહિત્ય રચાયું છે તેને તેના પ્રકારો મુજબ સ્તબક-સ્તિબુક, ટબો, બાલાવબોધ, બોધ, વાર્તિક, વચનિકા, અવચૂરી, આદિ નામોથી ઓળખવામાં આવે છે. ઉપર ગુજરાતી આદિ ભાષાના સાહિત્યની વિવિધતાનો નિર્દેશ કર્યા પછી સાથે સાથે આપણા જ્ઞાનભંડારો સંસ્કૃત, પ્રાત, આદિ ભાષાનો જે ગ્રંથરાશિ છે તે ઉપરની વ્યાખ્યાઓનાં જે ભિન્ન ભિન્ન નામો અને સંકેતો છે તે પણુ જાણવા જેવા છેઃ-૧. નિયુક્તિ, ભાષ્ય, મહાભાષ્ય. બૃહદ્ભાષ્ય, સંગ્રહણી. ૨. ચૂણિ-વિશેષચૂર્ણિ. ૩. વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, વિવરણુ, વિકૃતિ, લઘુત્તિ, બ્રહવૃત્તિ, ન્યાસ, ટુટિકા. ૪. દીપક, દીપિકા, પ્રદીપિકા, પંજિકા, અવશ્રી-અવચૂર્ણિ. ૫. પિનક, વિષમપદપર્યાય, દુર્ગપદપ્રબોધ, દુર્ગપવિવૃતિ, પદ-ભંજિકા. ૬. ટિપ્પણી, પર્યાય. ૭. બીજક. આ વિવિધ વ્યાખ્યાઓ જેના ઉપર રચાયેલી છે તેને મૂળ, મૂળસૂત્ર, મૂલગ્રંથ, આદિ નામથી ઓળખવામાં આવે છે. આ પછી લેખનની પદ્ધતિને લઈ આપણી હાથપોથીઓને અંગે જે સંકેતો છે તેમજ એની સાથે સંબંધ ધરાવતાં લેખન આદિ સાધનોનાં ઘણાં નામો, સંકેતો અને શબ્દો છે જે આપણા કોઈ કોશમાં મોટે ભાગે નહિ મળે; જેવા કેન્ગશૂઢ, પંચપાઠ, ત્રિપાઠ, ક્રિપાઠ, રિક્તલિપિચિત્ર, ચિત્રકૃપ્તિકા, ઠંડી, હાંસિયો, ચોરઅંક, મોરપગલું કે હંસપગલું, ગ્રંથાગ્રંથ, પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાઠાન્તર-વાચનાતર, ઓળિઉં-ફાંટિઉં, કાઠાં-બર, વતરણ, જુજવળ, પ્રાકાર, કંબિકા,આંકણી, ગ્રંથિ, પાટી, પાઠાં, ચાબરચંગી-ચાબખીચંગી, ઝલમલ, વીંટામણ-રૂમાલ, કલમદાન, સાપડો-ચાપડો, ઈત્યાદિ. અહીં જે વિવિધ નામો આપવામાં આવ્યાં છે તેના અર્થો કે વિસ્તૃત સમજ આપવાનું આ સ્થાન નથી. પરંતુ આ ઉપરથી એ ખ્યાલ આવશે કે આપણા વિશાળ જ્ઞાનભંડારોનું અવલોકન કરનારે એને લગતી વિશિષ્ટ પરિભાષા અને સંકેતોનું ઊંડું જ્ઞાન મેળવવું જોઈએ; તો જ આપણા જ્ઞાનભંડારોની યાદીઓ, સૂચિઓ કે ટીપો, એનું અવગાહન અને પૃથક્કરણ વ્યવસ્થિત બનશે. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી, આદિ લિપિઓનો વિકાસ કેમ થયો અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપ કેમ સર્જયા–એ જાણવા માટે આ જ્ઞાનભંડારોમાંની જુદા જુદા પ્રદેશોના લેખકોને હાથે સંકાવાર જુદા જુદા મરોડ અને આકાર-પ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે. મેં જોયેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં મોટે ભાગે બારમા સૈકાના પ્રારંભથી લઈને આજ સુધીની સૈકાવાર અને દશકાવાર લખાયેલી હાથપ્રતો જ વિદ્યમાન છે. પરંતુ જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રીજિનભદ્રસૂરિના જ્ઞાનભંડારમાં બારમા સૈકાના પ્રારંભથી લખાયેલી પ્રતિઓ ઉપરાંત, લિપિના આકાર-પ્રકારને આધારે આપણે જેને પ્રાચીન માની શકીએ તેવી લિપિમાં લખાયેલી, આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિરોઘાવવામામડ્ઝની તાડપત્રીય પ્રતિ છે. આ પ્રતિના અંતમાં લેખનનો કોઈ નિશ્ચિત સમય નથી, એમ છતાં એની લિપિ જોતાં એ પ્રતિ વિક્રમના દશમાં

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524