Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 465
________________ જન યુગ ૧૭ નવેમ્બર ૧૯૫૦ ફાવી ગ્રન્થ કે જે પ્રાકૃત અને ચોવીસ હજાર શ્લોક પ્રમાણુ મહાકાય ગ્રન્થ છે તેના મુદ્રણની શરૂઆત “પ્રાકૃત ટેસ્ટ સોસાયટી” તરફથી બે ત્રણ મહિનામાં જ થશે. આશા છે, આ આખો ગ્રન્થ એકાદ વર્ષમાં તૈયાર કરી અમે આપની સેવામાં હાજર કરીશું. આ સિવાય આપણા ભંડારોમાં અપ્રસિદ્ધ ઐતિહાસિક સામગ્રી ઘણી છે. આચાર્ય મલવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી પાદલિપ્તસૂરિ, આદિના પ્રાકૃત પ્રબંધો અદ્યાવધિ અપ્રગટ જ છે. મહાકવિ શ્રી રામચંદ્રકત કુંભારવિરૂારાત#ઝરાપ્તિ જેવું જ એક બીજું પ્રશસ્તિકાવ્ય મળી આવ્યું છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. ઐતિહાસિક સામગ્રીપૂર્ણ પ્રાચીન મંદિરો અને ઉપશ્રયોની પ્રશસ્તિઓ પણ હજુ કેટલીયે અપ્રસિદ્ધ જ છે. આપણું વિશાળ જ્ઞાનભંડારોમાંના સાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક ઐતિહાસિક, આદિ સામગ્રીનો ટૂંક નિર્દેશ કર્યા પછી હસ્તલિખિત ગ્રન્થોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓને આપણે વીસરવી જોઈએ નહિ. મોટા મોટા રાજાઓ, અમાત્ય, આદિની તેમ જ કેટલાંક મોટાં મોટાં ગામ-નગરદેશ, આદિ વિશેની માહિતી આપણને અમુક પ્રબંધ ગ્રન્થાદિમાંથી મળી રહેશે, કિન્તુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયોગી વિશાળ સામગ્રી તો આપણી આ પ્રશસ્તિઓ અને પુપિકાઓમાં જ ભરી પડી છે. નાનાંમોટાં ગામનગરો-દેશો તથા ત્યાંના રાજાઓ, અમાત્યો, તેમની ટંકશાળાઓ, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુલ, જ્ઞાતિઓ, કુટુંબો સાથે સંબંધ રાખતી ઘણી ઘણી હકીકતો આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થશે. વડગચ્છીય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત રિટ્સનેમિવાર૩-અપભ્રંશની પ્રશસ્તિમાં ગ્રન્થકારે વિમલમંત્રીના વંશનું વર્ણન કરતાં ચાપોત્કટ અને ચૌલુક્ય રાજાઓની વિગત આપી છે, તેમાં લશ્કરી સામગ્રી અને ટંકશાળ, આદિ વિશેની હકીકત નોંધી છે, ત્યારે આજે આપણને ચાવડા અને સોલંકી રાજાઓના સિક્કાઓ એકાએક મળતા નથી. ભાઈ શ્રી. અમૃત વસંત પંડ્યાને કેટલાક સિકાઓ મલ્યા છે જેના પર જયસિંહદેવનું નામ વંચાયા છે. પરંતુ આ રાજા ચૌલુક્ય નરેશ સિદ્ધરાજ જયસિંહદેવ હોવાની પૂરી ખાતરી થઈ નથી. ટંકશાળના અસ્તિત્વ વિશેનો આ ઉલ્લેખ ચૌલુક્ય રાજાઓના સિક્કાઓ વિશે વધુ જિજ્ઞાસા પ્રગટાવે છે. આ પછી લખનાર લખાવનારની પ્રશસ્તિને લગતી કેટલીક પુપિકાઓ વિશે વિચારીએ : ૧. જેસલમેરના કિલ્લાના જ્ઞાનભંડારમાં ક્રમાંક ૨૩૨ માં, વિ. સં. ૧૨૪૦માં લખાયેલી માલધારી શ્રી હેમચંદ્રવિરચિત મવમાવનાપ્રારા વસતિની તાડપત્રીય પ્રતિ છે, જે વડોદરા પાસેના પાદરાના શ્રેષ્ઠી આમ્રપ્રસાદની પુત્રી અને વાસપથ (વાસદોના બાલપ્રસાદની પત્ની હતી તેણે લખાવેલી હોઈ પાદરા અને વાસદને લગતી કેટલીક હકીકત આ પ્રશસ્તિમાં છે. (જુઓ પરિશિષ્ટોલેખ)* ૨. ખંભાત–શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં ક્રમાંક ૨૧૪માં, વિ. સં. ૧૨૧રમાં લખેલી શ્રી શાંતિસૂરિકૃત પ્રાકૃત પૃથ્વી દ્રરિત્રની તાડપત્રીય પ્રતિના અંતની પુષ્પિકામાં ટાટરામં મરી-મુનયોરન્તર આ પ્રમાણે મહી નદી અને દમણના વચલા પ્રદેશને “લાદેશ” તરીકે જણાવ્યો છે. આ જ પુષ્પિકામાં ત્યાંનો સો વાસરિ હતો, તેમ જ મહારાજા શ્રી કુમારપાલના નામોલેખ સાથે કર્ણાટકરાયમાનમાં , wiાક્ષરાષ્ટ્રवनदहनदावानलं, मालवे राष्ट्रे निजाज्ञया संस्थापनकर, ઇત્યાદિ વિશેષણોનો ઉલ્લેખ છે, તે ઉપરથી ગુર્જર ધરોની રાયસીમાં ક્યાં સુધી પથરાયેલી હતી તે પણ જાણવા મળે છે. એ પુપિકામાં આવતાં મદણસિંહનયર અને અણેર, એ બે કયાં આવ્યાં અને આજે તેમનું શું નામ છે-હશે, એ પ્રાચીન-અર્વાચીન ભૂગોળના નિષ્ણુતોએ શોધવાનું છે. ૩. જેસલમેર કિલ્લામાં વંવારા પ્રારા સટીકની તાડપત્રીય પ્રતિના અંતની પુપિકામાં સપ્તોત્તરસૂર્યને १२०७ विक्रम संवत्सरे त्वजयमेरौं। पल्लीभनेत्रुटितं પુસ્તકમિમાહીન તનું છે અર્થાત “વિ. સં. ૧૨૦૭માં ગમે તે કારણે પાલીનગર ભાંગ્યા પછી ખંડિત થયેલા પુસ્તકને અજમેરમાં લીધું-ખરીશું” આમ જણાવ્યું છે તે ઉપરથી વિ. સં. ૧૨૯૭ માં મારવાડનું પાલનગર ભાંગ્યું હતું—એ જણાય છે. ૪. જેસલમેરમાં વિ. સં. ૧૨૦૦માં લખાયેલી તવ્યનવ્રુતિષ્ઠા-પાટમાષ્યની પ્રતિ છે, જે સિદ્ધપુરમાં લખાયેલી છે. તેમાં ત્યાંના મૂત્રનારાયોટ્રેવર મઠનો ઉલ્લેખ છે. આ પ્રમાણે હસ્તલિખિત ગ્રન્થોના અંતમાં લખનાર-લખાવનારાની પુપિકાઓમાં ઘણું જ આ સુધી આવતાં તેમનું છે.

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524