Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 469
________________ મા ક ત અને જૈ ન અ ધ્ય ય ન ની પ્ર - તિ ડૉ. ભોગીલાલ જ સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. [ભુવનેશ્વર (ઑરિસા )માં ઓકટોબર, ૧૯૫૯માં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ' (ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સ)ના વીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના પ્રમુખસ્થાનેથી ભાઈશ્રી ડૉ. સાંડેસરાએ “પ્રોગ્રેસ ઑફ પ્રાકૃત એન્ડ જૈન સ્ટડીઝ' એ વિષય ઉપર અંગ્રેજીમાં મનનીય વ્યાખ્યાન આવ્યું હતું. આ રસપ્રદ વ્યાખ્યાનને સર્વત્ર સારો સત્કાર મળતાં તેનો ગુજરાતી અનુવાદ “નયુગ માં ક્રમશઃ પ્રગટ કરવા નિર્ણય કર્યો, જે અનુસાર જેનયુગ'ના ઑકટોબરના અંકમાં પ્રારંભિક વિભાગ પ્રગટ કરેલ છે. તેના અનુસંધાનમાં બીજે થોડો ભાગ અત્રે રજૂ કરેલ છે. અનુવાદનો બાકીનો ભાગ ક્રમશઃ પ્રગટ થશે. – સંપાદક, “જૈનયુગ”]. વળી આ તબકકે જ્ઞાનની પ્રસ્તુત શાખામાં બીજા બે સન્દર્ભગ્રન્થોની આવશ્યકતા વિષે હું થોડુંક કહીશ-એક જૈન સંસ્કૃત નો શબ્દકોશ, અને બીજો પ્રાકૃત ભાષાનો વિસ્તૃત શબ્દકોશ. બૌદ્ધ સરકૃત ગ્રન્થોની “ગાથા સંસ્કૃત' જેને ડૉ. એજને “બૌદ્ધ મિશ્ર સંસ્કૃત” (“બુદ્ધિસ્ટ હાઇબ્રિડ સંસ્કૃતમ્) એવું નામ આપ્યું છે, એની જેમ પશ્ચિમ ભારતના-ખાસ કરીને જે પ્રદેશોમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ બોલાય છે તે પ્રદેશોના મધ્યકાલીન જૈન લેખકોએ એક વિશિષ્ટ પ્રકારની મિશ્ર સંસ્કૃત ખિલવી હતી. જર્મન વિદ્વાન ડૉ. હર્ટલે એને લોકભાષામય સંસ્કૃત ”(“વર્નાક્યુલર સંસ્કૃતમ્) કહી છે, કેમકે એવા એક સાહિત્યિક માધ્યમનું એ ઉદાહરણ છે કે જેમાં સંસ્કૃત જાણે કે લોકભાષામય બની ગઈ છે ! આચાર્ય હેમચંદ્રત “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' જેવો જૈન પુરાણકથાનો આકરગ્રન્થ; જૈન કવિઓએ રચેલાં જુદા જુદા તીર્થકરોનાં ચરિત્રો; ઈસવીસનના આઠમા અને અઢારમા સિકા વચ્ચે રચાયેલી આગમગ્રન્યો ઉપરની સંસ્કૃત ટીકાઓ તેમજ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કાવ્યનાટકો ઉપર, એનું ઉત્સાહ પૂર્વક અધ્યયન -અધ્યાપન કરનારા જૈન વિદ્વાનોએ લખેલી ટીકાઓ; ગદ્ય અને પદ્યમાં રચાયેલું વિપુલ કથાસાહિત્ય; પ્રબન્ધ' નામે ઓળખાતું ઐતિહાસિક અને અર્ધ– ઐતિહાસિક કથાસાહિત્ય; તેમજ જૈન ધર્મસિદ્ધાન્ત, વિશ્વવિદ્યા અને તે સંબંધ ધરાવતા વિધ્યના સંખ્યાબંધ ગ્રન્થો-આ “જૈન સંસ્કૃતમાં રચાયેલા છે. વિરલ અને પ્રચારલુપ્ત શબ્દો તેમજ છાયારૂપ (Back-formations) એમાં પુષ્કળ આવે છે. કેટલીક વાર અતિસંસ્કૃત શબ્દો (Hyper sanskritisms) પણ એમાં દેખાય છે. બોલાતી પ્રાદેશિક ભાષાઓમાંથી માત્ર શબ્દો જ નહિ, પણ એની વ્યાકરણ અને વાક્યરચનાની લાક્ષણિકતાઓ પણ બહુ સ્વાભાવિક રીતે આ સંસ્કૃતમાં દાખલ થઈ ગયેલી છે. પ્રાકૃતના તેમજ પ્રાદેશિક ભાષાના જૂના સ્વરૂપના થોડાક જ્ઞાન વિના એનો અર્થ બરાબર સમજવાનું અશક્ય નહિ તો મુશ્કેલ તો છે જ. સર્વે જૈન પારિભાષિક શબ્દો અહીં એમના સંસ્કૃત રૂપમાં દેખાય છે, અને આપણું ચાલું સંસ્કૃત શબ્દકોશોને તદ્દન અજ્ઞાત એવા અર્થો વ્યક્ત કરે છે. આ વિષયના અભ્યાસના મહત્વ પ્રત્યે સૌ પહેલું ધ્યાન દોરનાર વિદ્વાન ડૉ. મોરિસ લૂમફિલ્ડ હતા. એને લગતો એમનો અભ્યાસ લેખ “જૈન સંસ્કૃતનાં કેટલાંક અંગો” (“સમ આસપેકટ્સ ઓફ જૈન સંસ્કૃતમ્) જર્મન વિદ્વાન યાકોબ વાકરનાગલને અર્પણ થયેલા અભિનન્દન ગ્રન્થ (પૃ. ૨૨૯-૨૩૦)માં ગટિંગન ખાતે સને ૧૯૨૩ માં પ્રકટ થયો હતો. ડૉ. હર્ટલે હાર્વર્ડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રગટ થયેલી, પૂર્ણભદ્રકૃત પંચાખ્યાનની (ઈ. સ. ૧૧૯૯) પોતાની વાચનામાં (પૃ. ૨૯૧-૨૮૫) તથા ડૉ. એ. એન. ઉપાધેએ સિંઘી જૈન સિરીઝમાં પ્રકટ થયેલ હરિણકૃત બહત્કથાકોશ” ના (ઈ. સ. નો ૧૦મો સેકો) સંપાદનની પ્રસ્તાવનામાં (પૃ. ૧૦૧-૧૧૦) તે તે ગ્રન્થોમાંથી જૈન સંસ્કૃતના વિશિષ્ટ શબ્દોની સૂચિ આપી છે. શ્રી. મોહનલાલ દલીચંદ દેશાઈ એ શકવર્તી ગુજરાતી સન્દર્ભગ્રન્થ “જૈન ગુર્જર કવિઓ,' ભાગ ૧ (પ્રસ્તાવના, પૃ. ૨૨૭–૨૩૪)માં મેરૂતુંગાચાર્યકૃત)

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524