Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 464
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૦ અગિયારમા અધ્યયનમાં તે તે માર્ગોનું એના સ્થળનિર્દેશ સાથે વર્ણન છે. ચારુદત્તની આ મુસાફરીનું વર્ણન ઘણું રસપૂર્ણ છે, જે જાણવા ઈચ્છનારે વસુદેવહિંદી ગ્રંથ અથવા ડે. સાંડેસરાએ કરેલું એનું ભાષાંતર જોવું જોઈએ. આ કથા-ગ્રંથ હિંડી–મુસાફરીને લગતો હોઈ એમાં જુદી જુદી ઘણી જાતની માહિતી છે. સંવિના ગ્રંથ સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણો જ મહત્ત્વનો છે. આ ગ્રંથ માનવઅંગોની વિવિધ ચેષ્ટાઓ અને ક્રિયાઓને આધારે ભૂત-ભવિષ્ય-વર્તમાન પ્રશ્નાદિ અંગે ફલાદેશ કરતો હોઈ એમાં માનવ અંગોનું ઍક રીતે સુક્ષ્મ વિભાજન અને વર્ણન કરવામાં આવ્યું છે, એટલે અંગશાસ્ત્રના જ્ઞાતાઓની દષ્ટિએ આ ગ્રંથ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત માનવોની પલાંઠી વાળવી, બેસવું, ઊઠવું, જવું, ઊભા રહેવું, નીકળવું, પડવું, સુવું, પ્રશ્ન કરવો, નમન કરવું, રોવું, હસવું, શોક કરવો, આક્રંદ કરવું આદિ વિવિધ ક્રિયાઓના પ્રકારો દર્શાવેલા છે. અર્થાત્ પલાંઠીના બાવીસ, બેસવાના બત્રીસ, ઊભા રહેવાના અઠ્ઠાવીસ ઈત્યાદિ પ્રકારો બતાવેલા છે. મનુષ્યજાતિ સાથે સંબંધ ધરાવતા ગોત્ર, નામ, સગપણ, રતિવિલાસ, વેપાર, ગામ, નગર, પ્રાકાર, ઘર, શાલા, જલયાન, સ્થલયાન, વાહન, શયન, આસન, ભજન, ભોજન, પિય, વસ્ત્ર, આભૂષણ, અલંકાર, તેલ, ઉત્સવ, રોગ, સિકકાઓ આદિ વિશે વિભાગશઃ વિસ્તૃત ઉલ્લેખો છે, જે આપણને કેટલીયે નહિ જાણેલી વિગતો સ્પષ્ટ રીતે પૂરી પાડે છે. દા. ત. સિકકાઓમાં વત્તા સિકકાનું નામ આવે છે તે આજ સુધી બીજે ક્યાંય જોવામાં નથી આવ્યું. માયા પટમાં વપરાયેલો માયાના શબ્દ આ ગ્રંથમાં મળી આવે છે. તિર્યજાતિ સાથે સંબંધ ધરાવતા પશુ-પક્ષી-સૂક્ષ્મ જીવજંતુ અને વૃક્ષ-લતાગુલ્મ-ફલ-ધાન્ય, આદિ વનસ્પતિના વિવિધ પ્રકારો અને નામો પૂરાં પાડે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ આ વિશેનું કેવું જ્ઞાન ધરાવતા હતા–એ આપણને આથી જાણવા મળે છે. પ્રસાધનોપાંગ સૂત્રમાં પણ આ વિષયને લગતી ઘણી જ માહિતી છે. અહીં ઉદાહરણ તરીકે ત્રણ ગ્રંથોમાંની વિગતો નોંધવામાં આવી છે. આ જ રીતે પ્રત્યેક જૈન આગમમાંથી આપણને અનેક વિષયને લગતી વિવિધ સામગ્રી મળી આવશે. જૈનકથા સાહિત્ય આપણુ ચાલુ જીવન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુઓ પૂરી પાડે છે. તે તે યુગની પ્રજાની સાંસ્કૃતિક સંપત્તિ શી હતી, રીત-રિવાજે કેવા હતા, જીવનસરણી કેવી હતી, તે તે યુગની પ્રાદેશિક વ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાઓ, લોકવ્યવસ્થાઓ કેવી હતી, એની માહિતી આપણને આમાંથી મળી આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જન્મોત્સવ, વિવાહોત્સવ, આદિ વિશે શી શી રીત હતી, વિવાહિત વરકન્યા, ઘરનો વહીવટ સ્વીકારતા પુત્રો, રાજ્યારોહણ કરતા રાજપુત્રો અને પ્રજા, આચાર્યપદ સ્વીકારતા આચાર્યો અને મુનિગણું આ સર્વને માટે શિક્ષાના પ્રકારો શા હતા, વગેરે ઘણું ઘણું મળી આવે છે. આજની આપણી પ્રજાના જીવનઘડતર માટેની ઘણી સામગ્રી આ કથા-સાહિત્યમાં વર્તમાન છે, જેનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરી નવીન દષ્ટિએ આલેખવામાં આવે તો પ્રજાજીવનના ઘડતર માટેની વિશિષ્ટ સામગ્રી તૈયાર થાય. ઉપર જણાવ્યું તેમ આપણા કથાસાહિત્યમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રીની જેમ એમાં પ્રસંગે પ્રસંગે નોંધાયેલી ઐતિહાસિક સામગ્રી પણ આપણું લક્ષ ખેંચે છે. જૈન આગમો ઉપરના પ્રાચીન નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, આદિ ગ્રંથોમાં ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવા છતાં આપણા વિદ્વાનોમાંના મોટા ભાગના વિદ્વાનોએ ઐતિહાસિક પ્રશ્નોની છણાવટ કરતાં ઘણું વાર પ્રાચીન સામગ્રીને બદલે આચાર્ય શ્રી હેમચંદ્રના રિદિપર્વ અને પ્રવંધëપ્રહ, આદિનો જ ઉપયોગ કર્યો છે. પરંતુ આચાર્ય શ્રી હેમચંદ્ર એમના પરિશિgવર્ષમાં જે સામગ્રી એકઠી કરી છે તેનું મૂળ સ્થાન ઉપર જણાવેલ જૈન આગમો ઉપરના વ્યાખ્યાગ્રંથો જ છે. આચાર્ય શ્રી હેમચંદ્રને રિgિવર્વ રચવાની કલ્પના સંભવતઃ ભદ્રેશ્વરસૂરિકૃત વાવી ગ્રંથને આધારે ફુરી હશે એમ લાગે છે. આ ગ્રન્થ આચાર્ય શ્રીશીલાંકકત ૩ઘનમરાપુરણચરિયું પછીનો અને અનુમાને અગિયારમા સૈકાની રચનારૂપ છે. એના અંતમાં આચાર્ય શ્રી ભદ્રેશ્વરે પરિશિષ્ટ તરીકે યાકિનીમહત્તરાસૂનુભવવિરહાક આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ સુધીના ઈતિવૃત્તનો સંગ્રહ કર્યો છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વનો છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આચાર્ય શ્રી શીલાંકકૃત ૪૩વનગરપુરિવર્થિનું સંપાદન પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી” વતી પાટણના વતની ભાઈ શ્રી અમૃતલાલ મોહનલાલ પંકિત કરી રહ્યા છે. એ આખો ગ્રંથ બે એક મહિનામાં પ્રસિદ્ધ થઈ જશે અને

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524