________________
જૈન યુગ
૩૨
સપ્ટેમ્બર ૧૯૫૯
ઉપરથી જવાબ મળ્યો: “ખરીદીને ભંડારમાં નાખી દે ને મા ! હું કદી ખરીદી કરતો નથી. તેને ગમે તો ભંડારીને કહીને લઈ લે! મને પૂછવાની શી જરૂર છે?”
રાજા શ્રેણિક તો સાંભળીને દિંગ થઈ ગયા. ભદ્રાને થયું કે ક્યાંક આડુંઅવળું ન થઈ જાય. તે તરત જ જોરથી બોલીઃ “દીકરા, આ કોઈ સાર્થવાહ નથી; આપણું પોતાના નાથ છે. આજે આપણે આંગણે આવ્યા છે. દીકરા, તને જોવા માટે !”
“નાથ...! શું મારા પણ કોઈ નાથ છે? આ તે કેવી વિચિત્ર વાત છે? આટલા દિવસ સુધી તે ક્યાં હતા ?” આશ્ચર્યચકિત શાલિભદ્રે કહ્યું અને તે ધીમાં ડગલાં ભરતો નીચે આવ્યો.
મહારાજા શ્રેણિકે સામે જોઈને તેને આલિંગન આપ્યું. ઉપરથી નીચે આવવાના શ્રમના કારણે શાલિભદ્રને થાક જણાતો હતો. તેમનું કોમળ શરીર કુમળાઈ ગયું હતું. મહારાજા શ્રેણિકે તેને મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો. ભદ્રા શેઠાણી આજે શ્રેણિકને પોતાને ત્યાં આવેલા જોઈને ધન્ય થઈ તેણે શાલિભદ્રને કહ્યું : “પુત્ર, આ જ આપણી નગરીના રાજા શ્રેણિક છે; આપણુ બધાના નાથ છે.”
શાલિભદ્ર તેમને પ્રણામ કર્યા. શ્રેણિકે આશીર્વાદ આપ્યા અને ત્યાંથી વિદાય થયા. બંનેના હૃદયમાં આકુળતા હતી..શ્રેણિકને થતું હતું કે તેનાથી પણ વધુ સમૃદ્ધ અને સંપન્ન કોઈ દેવાંશી નગરજન તેના નગરમાં છે...એની ઋદ્ધિ-સંપત્તિ આગળ તેને મગધનું રાજ્ય ઝાંખું લાગવા માંડયું.
શાલિભદ્રને થતું હતું કે આજ સુધી તે પોતાનો જ નાથ હતો.. પણ આજે તેને ભાન થયું કે તેનો પણ
કોઈનાથ છે અને તેની આજ્ઞામાં તેને રહેવું પડે છે... એ તેના માટે અસહ્ય હતું...
તે ચિંતનયુક્ત મુદ્રા સાથે પોતાના ભવનમાં ચડ્યો... ભદ્રા શેઠાણીએ તેને જતો જોયેલો...તે શ્રેણિકને વળાવવા ગયેલી...કારણ કે ક્યાંક રાજાને ખોટું લાગે તો......!
શ્રેણિકને વળાવીને તે પાછી ઉપર આવી ત્યારે તેણે શાલિભદ્રને સાદ દીધો : “દીકરા! આ તને શું થયું...!”
શાલિભદ્ર જવાબ ન આપ્યો. તેના મનમાં ઠં ચાલતું હતું કે શું એવી પણ કોઈ વસ્તુ છે, જેનાથી તેના ઉપર કોઈનાથનો અંકુશ ન હોય...! પોતે ક્યાંથી અહીં આવી ચડ્યો હતો...તેનું કંઠ ચાલતું રહ્યું...તેના આંતરચક્ષુઓ ખુલ્લાં થયાં...ગયા જન્મની તસ્વીરો નજર આગળ તરવરવા લાગી.એક કઠિયારો...એક મુનિ...જમવાનું ટાણું...રાંધેલી ખીર...ભાગ પાડેલી ખીર પણ મુનિને વહોરાવી દીધી... અને તેના ફળસ્વરૂપે આ ઋદ્ધિ સિદ્ધિને તે વયોં હતો...એ જ મુક્તિનો પંથ હતો. જ્યાં કોઈની ગુલામી નહોતી. કોઈનો અંકુશન હતો...મુક્ત આત્માની મુક્તિનો ઉજજવળ માર્ગ હતો..
ઊંડી નિદ્રામાંથી જાગૃત થઈને બોલતો હોય તેમ શાલિભદ્રે કહ્યું : “મા.મને મળી ગયો છે એ મુક્તિનો પંથ સંયમનો માર્ગ...!”
શું બોલે છે દીકરા..!”
હા મા...એ જ સાચો માર્ગ છે...જયાં કોઈ નાથ નથી, કોઈનો અંકુશ નથી. હું એ જ ત્યાગ માર્ગે જઈશ..એ જ મુક્તિનો પંથ છે...!”
ભદ્રા શેઠાણી અવાક્ થઈને જોઈ રહ્યાં...મુક્તિને પંથે જવા માટે શાલિભદ્રને ન સમૃદ્ધિ કે સંપત્તિ રોકી શકી કે ન બત્રીશ સુંદરીઓ અટકાવી શકી......