Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 411
________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ: જનું ૨૦, નવું ૨ | વીરાત સં, ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ ૬ તા. ૧ ઑક્ટોબર ૧૯૫૯ ૬ અંક ૧૨ भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद्भयं, मौने दैन्यभयं, बले रिपुभय, रूपे जराया भयम् । शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतान्ताद्भयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ।। ભોગોને વિષે રોગોત્પત્તિનો, કુલને વિષે ભ્રષ્ટ થવાનો, પૈસાને અંગે રાજાનો, મૌનમાં દીનતાનો, બલમાં શત્રુગણનો, રૂપને વિષે વૃદ્ધાવસ્થાનો, શાસ્ત્રનિપુણતાને વિષે વાદવિવાદનો, ગુણને વિષે દુર્જન પુરુષોનો, દેહને અંગે યમરાજાનો; એ પ્રમાણે પૃથ્વીપીઠને વિશે મનુષ્યોને સર્વ વસ્તુ ભયવાળી છે. અભય–ભયરહિત હોય તો તે એકમાત્ર વૈરાગ્ય–અધ્યાત્મ રસ છે. – વૈરાગ્યશતક પ લ ટા તો યુ ગ અ ને આ પ ણે મહાન સમ્રાટ નેપોલિયન, પોતાની સામ્રાજ્યક્ષુધાને એક પછી એક યુદ્ધમાં વિજયી બનતી આગળ વધતી હતી. એ યુદ્ધમાં કંઈક પ્રદેશો વેરાન બની ગયા હતા. એવા જ એક વેરાન પ્રદેશમાં એક દરબારગઢ આવેલો હતો. દાવાનળ સમા યુદ્ધથી પોતાનો જીવ બચાવવા એનો રાજા અને એના બધા નોકરચાકરો નાસી છુટ્યા હતા. મોટો મહેલ જાણે વેરાન બનીને એકલો ઊભો ઊભો આંસુ સારતો હતો. ત્યાંથી કોઈ વટેમાર્ગ પસાર થતો અને એ તરફ નજર નાખતો તો એને એ મહેલ અને એ ગઢ સાવ નિર્જન લાગતા; અરે, ચકલાને ય એ તરફ ફરકવાનું મન ન થતું. પણ એ ગઢની પાછળ એક દ્વાર હતું; અને ત્યાં એક વૃદ્ધ સંત્રી હમેશાં પહેરો ભર્યા કરતો; અને જાણે અંદર રાજાસાહેબ રહેતા હોય એમ નિરંતર આંટા માર્યા કરતો, અને સમયે સમયે આલબેલ પણ પોકારતો. આટલો મોટો ઉપદ્રવ, સર્વનાશ કરીને ચાલ્યો ગયો હતો, એનું તો એને કશું ભાનસાન જ નહોતું. એ તો પૂરી વફાદારીથી પોતાની નોકરી બજાવ્યું જતો અને કોઈ માનવી કે પશુ મહેલમાં ન પેસી જાય એની ખબરદારી રાખ્યા કરતો. બિચારો વૃદ્ધ સંત્રી ! એક દિવસની વાત છે. કુતૂહલનો પ્રેર્યો કોઈ વટેમાર્ગ એ દરબારગઢની આસપાસ નિરીક્ષણ કરવા પહોંચી ગયો. ફરતો ફરતો એ પેલા પાછલા દ્વારે જઈ પહોંચ્યો. એણે ભારે અજાયબી વચ્ચે ત્યાં જોયું કે એક વૃદ્ધ સંત્રી, ખભે બંદૂક મૂકીને, આમ તેમ ફરાફર કરતો પહેરો ભરી રહ્યો છે ! આવો વેરાન બનેલો ગઢ અને એમાં આવો સંત્રી ! પ્રવાસીનું કુતૂહલ ઔર વધી ગયું. એ પેલા મંત્રી તરફ આગળ વધ્યો અને ગઢના દ્વાર પાસે પહોંચી ગયો. ત્યાં તો પિલા સંત્રીએ એને

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524