________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ: જનું ૨૦, નવું ૨ | વીરાત સં, ૨૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ ૬ તા. ૧ ઑક્ટોબર ૧૯૫૯ ૬ અંક ૧૨
भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद्भयं, मौने दैन्यभयं, बले रिपुभय, रूपे जराया भयम् । शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतान्ताद्भयं,
सर्व वस्तु भयान्वितं भुवि नृणां, वैराग्यमेवाभयम् ।। ભોગોને વિષે રોગોત્પત્તિનો, કુલને વિષે ભ્રષ્ટ થવાનો, પૈસાને અંગે રાજાનો, મૌનમાં દીનતાનો, બલમાં શત્રુગણનો, રૂપને વિષે વૃદ્ધાવસ્થાનો, શાસ્ત્રનિપુણતાને વિષે વાદવિવાદનો, ગુણને વિષે દુર્જન પુરુષોનો, દેહને અંગે યમરાજાનો; એ પ્રમાણે પૃથ્વીપીઠને વિશે મનુષ્યોને સર્વ વસ્તુ ભયવાળી છે. અભય–ભયરહિત હોય તો તે એકમાત્ર વૈરાગ્ય–અધ્યાત્મ રસ છે.
– વૈરાગ્યશતક
પ લ ટા તો
યુ ગ
અ ને
આ
પ ણે
મહાન સમ્રાટ નેપોલિયન, પોતાની સામ્રાજ્યક્ષુધાને
એક પછી એક યુદ્ધમાં વિજયી બનતી આગળ વધતી હતી. એ યુદ્ધમાં કંઈક પ્રદેશો વેરાન બની ગયા હતા. એવા જ એક વેરાન પ્રદેશમાં એક દરબારગઢ આવેલો હતો. દાવાનળ સમા યુદ્ધથી પોતાનો જીવ બચાવવા એનો રાજા અને એના બધા નોકરચાકરો નાસી છુટ્યા હતા. મોટો મહેલ જાણે વેરાન બનીને એકલો ઊભો ઊભો આંસુ સારતો હતો.
ત્યાંથી કોઈ વટેમાર્ગ પસાર થતો અને એ તરફ નજર નાખતો તો એને એ મહેલ અને એ ગઢ સાવ નિર્જન લાગતા; અરે, ચકલાને ય એ તરફ ફરકવાનું મન ન થતું. પણ એ ગઢની પાછળ એક દ્વાર હતું; અને ત્યાં એક વૃદ્ધ સંત્રી હમેશાં પહેરો ભર્યા કરતો; અને જાણે અંદર રાજાસાહેબ રહેતા હોય એમ નિરંતર આંટા માર્યા
કરતો, અને સમયે સમયે આલબેલ પણ પોકારતો. આટલો મોટો ઉપદ્રવ, સર્વનાશ કરીને ચાલ્યો ગયો હતો, એનું તો એને કશું ભાનસાન જ નહોતું. એ તો પૂરી વફાદારીથી પોતાની નોકરી બજાવ્યું જતો અને કોઈ માનવી કે પશુ મહેલમાં ન પેસી જાય એની ખબરદારી રાખ્યા કરતો. બિચારો વૃદ્ધ સંત્રી !
એક દિવસની વાત છે. કુતૂહલનો પ્રેર્યો કોઈ વટેમાર્ગ એ દરબારગઢની આસપાસ નિરીક્ષણ કરવા પહોંચી ગયો. ફરતો ફરતો એ પેલા પાછલા દ્વારે જઈ પહોંચ્યો. એણે ભારે અજાયબી વચ્ચે ત્યાં જોયું કે એક વૃદ્ધ સંત્રી, ખભે બંદૂક મૂકીને, આમ તેમ ફરાફર કરતો પહેરો ભરી રહ્યો છે ! આવો વેરાન બનેલો ગઢ અને એમાં આવો સંત્રી ! પ્રવાસીનું કુતૂહલ ઔર વધી ગયું.
એ પેલા મંત્રી તરફ આગળ વધ્યો અને ગઢના દ્વાર પાસે પહોંચી ગયો. ત્યાં તો પિલા સંત્રીએ એને