________________
જૈન યુગ
ખબરદાર ' કહીને પડકાર્યો અને એ પોતાની બંદૂક સજ્જ કરીને એની સામે આવીને ટટાર ખી થયો. એણે પ્રવાસીને રોકાઈ જવાનો હુકમ કર્યો અને એની સામે કળા વિકાસીને એ જોઈ રહ્યો. પળવાર તો પેલો પ્રવાસી પણ શેહ ખાઈ ગયો અને એના મનમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો ઃ ‘ માર્યાં !
*
એટલામાં પેલા સંત્રીએ એને ચેતવણી આપતાં કહ્યું ઃ “ ચુપ રહો ! ગાભા મત કરો! શો મત મચાઓ! મહલમેં રાજાસાહેબ આરામ કર રહે હૈં! ચહીં ક જાઓ!' અને પળવારમાં એ. વટેમાર્ગુને સમજાઈ ગયું. કે આ ડોસાનું ખસી ગયું છે ઃ ક્યાં આ વેરાન અને ખંડેર અનેલ રાજમહેલ અને કયાં રાજાસાહેબ ! પછી તો એણે પેલા વૃદ્ધ સંત્રીને ખેલાઈ ગયેલ ભયંકર યુદ્ધની, એણે વેલા સર્વનાશની, દરબારગઢ ઉજ્જડ બન્યાની, રાજાસાદૅબ અને બીન ભાગી ગયાની અને એ વાતને મહિનાઓ વીતી ગયાની વાત સમજાવવા ઘણી ઘણી કોશિશ કરી; પણ વ્યર્થ ! એ સંત્રી તો એની ધૂનમાં જ મસ્ત હતો—જાણે ભૂત વળગ્યું હોય એમ! છેવટે એણે એટલું જ કહ્યું : “ હમકો તુમ ભુલા નહીં સકતે. રાજબહાદુર અંદરહી હૈ. હમકો ઉલ્લુ મત ખનાઓ ! " અને બિચારો વટેમાર્ગુ! માથું ખંજવાળતો ચાલતો થયો. આટલા વિનાશ અને ભાટલા પરિવર્તન પછી પણ પોતાને દરબારગઢનો પહેરદાર માની રહેલો એ ધરડો સંત્રી એનાથી ભૂલ્યો ભુલાતો ન હતો! કેવો યામણો એ માનવી !
આ કથાપ્રસંગમાં ભાવના એ મૃત અને ધૂની સંત્રીની જડના કે સ્થિતિસ્થાપકતા માટે એની નિન્દા કરવાની એનો ઉપાસ કરવાની જરૂર નથી; વર્ષો સુધી એકધારું અને એક જ કામ કરવાથી વનમાં આવી જતી યાંત્રિકતા, પરેડ અને રસ્તાને કારણે ઘણાનું વન પૂતળાં–માનવી જેવું બની જતું જોવામાં આવે છે. એટલે આમાંથી બોધ લેવો એ જ એનો ખરો ઉપયોગ છે.
અત્યારને તબક્કે આ બનાવ યાદ આવ્યાનું અને અને અહીં રજૂ કરવાનું ખાસ કારણ તો એ છે, કે ઘણીવાર ભાપણા પોતામાં, આપણી ખાસપાસની વ્યક્તિોનાં અને મુખ્યત્વે કરીને કેટલાક સમાોમાં અત્યારે પણ આવી જડતા અથવા પલટાતા યુગનાં પગમાં પારખવાની તત્પરતા કે દીર્ધદષ્ટિનો અભાવ જોવા મળે છે; ત્યાં તો તેને પણ જાણે દાયકાઓ કે
ર
ઑક્ટોબર ૧૯:૫૯
ક્યારેક તો સૈકાઓ પહેલાંનો સમય પ્રવર્તતો હોય એવું જોવામાં આવે છે. કાળ જાણે એમને કશી જ સર કરતો નથી!
પણ, આપણે જાણીએ છીએ કે કાળબળે બાળક કુમાર થાય છે, કુમાર યુવાન થાય છે, યુવાન આધેડ થાય છે, આધેડ વૃદ્ધ થાય છે, અને વૃદ્ધ પુનર્જ મ માટે પ્રયાણ કરી જાય છે. માનવીને ન તો યૌવન છોડવું ગમે કે ન ધરા થવું પસંદ પડે; છતાં બે વૃદ્ધ થાય જ અને મરવું તો કોઇને ગમતું જ નથી, છતાં કોઈ તે પણ મરણને શરણુ ગયા વગર પણ ચાલતું જ નથી. બરાબર આ જ વાત વ્યક્તિ, સમાજ, ધર્મ, રાષ્ટ્ર અને દુનિયાને લાગુ પડે છે; અને એમાં પરિવર્તનની ધારા ચાલ્યા જ કરે છે; કયારેક એ પરિવર્તન આવકારદાયક થાય છે, તો ક્યારેક અનિષ્ટકારક; અને કયારેક એ વેગીલ હોય છે તો ક્યારેક વળી ધીમું. પણ એ તો જુદી વાત થઈ. મુખ્ય કહેવાનો મુદ્દો એ છે કે આ ધામાં સતત પરિવર્તન ચાલ્યા જ કરે છે, અને એની સામે માનવી સદા સર્વદા જાગતો અને એને અનુરૂપ નવાનવા રૂઢિ અને નિયમોને ધડતો, જૂનાનું પરિમાર્જન કરતો અને એનો અમલ કરતો હોવો જોઈએ. દર્દી અનુરૂપ દવા હોય તો જ એં કારગત નીવડી શકે!
"
આજે આપણા દેશમાં અને દુનિયામાં અનેક પ્રકારે કેવું જોરદાર પરિવર્તન, મહા ઝંઝાવાતની જેમ, પોતાનો પ્રસાર કરી રહ્યું છે તે માટે વિશેષ કહેવું કે સમજાવવું પડે એમ નથી. આમ છતાં એનો સાચો તાગ મેળવીને જીવન જીવવાની પ્રક્રિયાઓમાં આવસ્યક એવો કાર કરવાની જરૂર છે, એ વાત તરફ સૌનું ધ્યાન જાય. એ જરૂરી છે.
આમ તો જાણે દુનિયાનો ખૂણેખૂણો અને એકએક ક્ષેત્ર આ પરિવર્તનની અસરથી લેપાઈ ગયાં છે, અને લેપાઈ રહ્યાં છે. એ પરિવર્તનના એક પરિણામ રૂપે જૂનાં મૂલ્યો બદલાતાં જાય છે, અને નવાં મૂલ્યો સરનતાં નય છે; અથવા એ જૂનાં ધડપ ાની ગયેલ મૂલ્યોના સ્થાને નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા થવી જોઈ એ એમ ઘણાંને ઉત્કટ રીતે લાગવા માંધ્યું છે.
પૈસાદાર જ નોટો. એ જૂના મૂલ્યાંકનમાં તો જાણે આજે ધરમૂળથી ફેરફાર થવા લાગ્યા છે. મોટામાં મોટો શ્રીમંત પણ જાહેરમાં પોતે એ રીતે ઓળખાવાનું ભાગ્યે જ પસંદ કરે છે; કદાચ એવું પણ હોય કે ક્ષારની