________________
જૈન યુગ
ઑકટોબર ૧૯૫૯
પલટાયેલી દુનિયાની ભાવનામાં “શ્રીમંત' કહેવાવું એ ગૌરવપ્રદ ન લેખાતું હોય. પૈસાનું મૂલ્ય સૌ પિછાણે છે, છતાં શ્રીમંતાઈના ઠઠારાથી સૌ દૂર રહેવા માગે છે.
આ જ રીતે વર્ણ, જ્ઞાતિ, જન્મ કે વારસાગત મોટાઈનો વિચાર પણ લગભગ જરીપુરાણું બની ગયો છે. અને “ગાય વાળે તે ગોવાળ” ની જેમ જે “મોટાં કામ કરે તે મોટો • એ વાત લોકસમૂહમાં દમૂલ બનતી જાય છે. એટલે ગૌરવશાળી વડવાઓને નામે આપણું વહાણ ઝાઝો વખત હંકારી શકીએ એવી સ્થિતિ હવે રહી નથી. એ માટે તો હવે આપણી જ શાખ ઊભી કરવી પડશે.
–અને મોટાં સામ્રાજ્યો અને રાજ્યોનાં રાજ્યો ઊથલી પડ્યાં, અને સમ્રાટો, મહારાજાઓ અને રાજાઓ કેવળ ઇતિહાસની કે ભૂતકાળની કથાઓ બની ગયા, એ તો આપણી નજરની સામેની જ ઘટના છે. “રાજા વગરની ધરતી ન હોય' એ કહેવત જાણે ખોટી ઠરી છે;
અને આજે તો અનેક દેશોમાં તે તે દેશની પ્રજાઓ જ રાજ્યતંત્રનું સુકાન સંભાળે છે. આ પરિવર્તન તો જાણે આખી દુનિયાની કાયાપલટ જેવું કે એના વહીવટના પુનર્જન્મ જેવું જ બની ગયું. દુનિયાએ કદી ભાગ્યે જ અનુભવી હોય એવી આ ઘટના. એનું પૂરેપૂરું મૂલ્ય સમજાતાં હજી ઘણી વાર લાગે એ સંભવિત છે. પણ એની ઉપેક્ષા તો કેવળ અદૂરદર્શિતાં જ લેખાય !
આ રીતે આખી દુનિયાના રાજકારણ અને અર્થ કારણમાં જે પરિવર્તનનો વેગ જાગ્યો છે, તે દુનિયાની સુરતમૂરત અને વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કર્યા વિના નથી રહેવાનો, એ નકકી સમજવું.
વળી રાજકારણ અને અર્થકારણના આ વેગવાન પરિવર્તનને ક્યાંય વટાવી જાય એવી વિજ્ઞાનની નવી નવી શોધો રોજ-બ-રોજ થવા લાગી છે. જેમની પાસે વૈજ્ઞાનિક દષ્ટિ છે અને એ માટેનાં પૂરતાં સાધનો છે, તેઓ તો પોતાની સમગ્ર શક્તિ અને સંપત્તિ આ માર્ગે જ લગાવી રહ્યા છે. વળી રાજકીય અને આર્થિક સત્તા મેળવવાની હરીફાઈને લીધે આ શોધોમાં જે ઝાપ અને નવીનતા આવવા લાગી છે, તે જોતાં વિજ્ઞાનની આ ભૌતિક શોધોનો છે કેવો આવશે, એની તો કલ્પના પણુ આવવી મુશ્કેલ છે. જે વાતનો આપણને વિચાર પણ ન આવ્યો હોય, અને જેની કલ્પના સરખી ન કરી હોય એવી વાતો આજે નકરરૂપે આપણી સામે
ખડી થઈ જાય છે. ચંદ્ર અને ચંદ્રલોક અંગે આપણે કેવી કેવી કલ્પનાઓ ધરાવતા હતા! અને આજે તો આ ધરતી ઉપરની વસ્તુ માનવીએ ચંદ્ર ઉપર મોકલીને પોતાની વિશિષ્ટ શકિત બતાવી આપી છે, અને સૌને ચકિત બનાવી દીધા છે !
આવાં અનેક જાતનાં પરિવર્તનો ઘોડાપૂરે આગળ વધી રહ્યાં છે; અને પોતાની અસર દુનિયાની વ્યવસ્થા અને એના માનવીઓ ઉપર અમુક રીતે પાડી રહ્યાં છે. એ સ્થિતિમાં જેઓ પેલા મંત્રીની જેમ બેખબર, ગાફેલ અને જડ રહેશે તેઓની દશા કેવી થશે તે સમજાવવાની જરૂર નથી. “જાગે સો પાવે અને સોવે સો ખો ' એ તો જમાનાજૂની વાત છે.
આજે સમાજમાં શ્રીમંતો વધારે શ્રીમંત થતા હોય એમ લાગે છે. પણ એ વાત ઝાઝો વખત ચાલી શકવાની નથી. અને ખરી વાત તો એ છે કે અત્યારે આપણું સમાજમાં જે ગરીબાઈ વ્યાપક રીતે પ્રસરી રહી છે તેનો બરાબર તાગ મેળવીને એના અનુસંધાનમાં આપણા રીત-રિવાજો અને આવક ખર્ચનું નવનિર્માણ કરવાની જરૂર છે. જે આ બધાં પરિવર્તનોને ઝીલી શકે એવા નવા આધારો ઊભા કરીને આપણે સમાજનું સંગોપન અને સંવર્ધન કરવાનું ચૂકીશું તો કાળના મોટા પ્રવાહમાં ક્યાં ગરક થઈ જઈશું, આપણી સંસ્કૃતિ ક્યાં ખોવાઈ જશે અને આપણું ગૌરવશાળી ભૂતકાળ કયાં ખોવાઈ જશે એની તો કેવળ કલ્પના જ કરવી રહી.
કહે છે, કુંભકર્ણને જ્યારે ઘારણ ચતું ત્યારે નગારાં, ત્રંબાળાં અને ભેરી-શરણાઈના નાદો પણ એને જગાડવામાં ઓછા પડતા. આપણી પણ કંઈક આવી જ સ્થિતિ હોય એમ લાગે છે. દુનિયામાં ઝડપથી સતી નવી સ્થિતિમાં અબાધિત રીતે કેવી રીતે જીવવું, એ નવી પદ્ધતિ શોધી કાઢવાનો આપણે વિચારસરખો નથી કરતા. આપણું મન નવા વિચારોને ઝીલવા જાણે અશક્ત બની બેઠું છે.
પણ આપણે ઈચ્છીએ કે ન ઈછીએ અને જાગીએ કે ન જાગીએ-કાળ કોઈની વાટ જોવા થોભવાનો નથી; એ તો પોતાનું કામ કરીને રહેવાનો છે. એમાં કેવી રીતે ટકી રહેવું અને આપણું બહુમૂલા વારસાને કેવી રીતે જાળવી રાખવો, એ શોધી કાઢવાનું કામ આપણું છે.