Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 457
________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૦ સાતમું સ્વર્ગલોક અને અઢારમા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ પ્રાપ્ત કરે છે. જીવનમાં જેટલો જેટલો પાપનો ત્યાગ તેટલો તેટલો દ્રવ્યધર્મ અને તેના ફલસ્વરૂપે પુન્યોદયના કારણે સ્વર્ગાદિ બાહ્ય સુખની પ્રાપ્તિ થાય તે જ પ્રમાણે જીવનમાં જેટલા અંશે ભાવપાપનો ત્યાગ તેટલે અંશે ભાવ ધર્મ અને તેના પ્રભાવે આત્માને સમ્યગ્દર્શન, વગેરે અન્યત્તર ગુણોની અનુકલતા પ્રગટ થાય છે. ત્રિપ િશલાકા પુરુષો અઢીદ્વિપમાં ૫ ભરત, ૫ એરવત અને ૫ મહાવિદેહ એમ કર્મભૂમિના ક્ષેત્રો ૧૫ છે. એ પંદર કર્મભૂમિ પૈકી પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં તીર્થકર ચક્રવર્તી વગેરે શલાકા પુરુષોનો વિરહકાળ નથી. પરંતુ પાંચ ભરત અને પાંચ ઐત્રિત ક્ષેત્રોમાં કાળચક્રનું પરિવર્તન હોવાના કારણે તીર્થંકર ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષોનો સદાય સદ્ધાવ નથી હોતો. અવસર્પિણીમાં તૃતીય આરાના પર્યન્ત ભાગથી ચતુર્થ આરાના પર્યન્ત ભાગ સુધીમાં અને ઉત્સર્પિણીમાં તૃતિય આરાના પ્રારંભથી ચતુર્ય આરાના પ્રારંભ પછી અમુક કાળ સુધીમાં ચોવીશ તીર્થંકરો, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બલદેવ એમ બેસઃ શલાકા પુરુષો શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે અવશ્ય થાય છે. તીર્થકરો અને ચક્રવર્તીઓ - તેમાં તીર્થકર ભગવંતો ધર્મતીર્થના પ્રવર્તક મહાગો:મહાનિર્ધામક, મહા માયણ મહા સાર્થવાહ યથાવત ધર્મચક્રવતી હોય છે. તીર્થકરે પ્રવર્તાવેલા ધર્મતીર્થના આલંબનથી અસંખ્ય આત્માઓ મુક્તિસુખના અધિકારી બને છે. તીર્થકર ભગવંતો પોતે પણ આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. અશોકવૃક્ષ વગેરે અષ્ટ મહાપ્રતિહાર્યો, વગેરે બાહ્ય અત્યંતર એકવર્ય એ તીર્થંકર દેવો સિવાય કોઈને પણ સંભવતું નથી. અને એ કારણે જ એ ભગવંતો ધર્મદેવ ગણવામાં આવ્યા છે. ચક્રવર્તીઓ ભાનવગણના ઈન્દ્ર અથવા નરદેવ તરીકે ગણાય છે. છ ખંડનું ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થયેલ હોય છે. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ ચક્રવતીની આજ્ઞાને આધીન હોય છે. ચૌદ રત્ન અને નવવિધાનની પુન્યોદયથી તેમને પ્રાપ્તિ થાય છે. હજારો યક્ષદેવો ચક્રવર્તીની સેવામાં હાજર રહે છે. આ અપૂર્વ વૈભવ પ્રાપ્ત થયા પછી–જે ચક્રવર્તીઓ વૈરાગ્યવાસિત બની ચારિત્ર ગ્રહણ કરે છે તે મહાનુભાવો મોક્ષ અથવા સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે, પણ જે ચક્રવર્તઓ પાપાનુબંધી પુન્યોદયવાળા હોવાથી વિયાયની તીવ્રતાના કારણે વૈરાગ્ય રંગથી વંચિત રહે છે. તે ચક્રવર્તઓ આયુષ્ય પૂર્ણ કરી નરક ગતિના અધિકારી થાય છે. આ અવસર્પિણી કાળે ભરત ક્ષેત્રમાં થયેલા ભરત વગેરે બાર ચક્રવર્તીઓમાંથી આઠ મોક્ષે ગયા છે. બે સ્વર્ગલોકમાં ગયા છે અને સુબૂમ તથા બ્રહ્મદત્ત બંને ચક્રવર્તીઓ સાતમી નરકે પહોંચ્યા છે. વાસુદેવો તથા પ્રતિવાસુદેવો અને બક્ષદેવો વાસુદેવી નિશ્ચિતપણે પૂર્વભવમાં નિયાણું કરીને જ વાસુદેવપણું પ્રાપ્ત કરે છે. અને વાસુદેવપણામાં અનેક દુષ્કમાં કરવા દ્વારા નરકગતિમાં જ જાય છે. વાસુદેવોને નરકગતિ સિવાય બીજી ગતિનો અભાવ હોય છે. પ્રતિવાસુદેવ અનેક રણસંગ્રામો વગેરે કરીને ત્રણ ખંડનું સામ્રાજ્ય ભેગું કરે. દરમિયાન વાસુદેવને તે પ્રદેશમાં જન્મ થાય. યોગ્ય વચ્ચે વાસુદેવ પ્રતિવાસુદેવનો વધ કરી તેના ત્રિખંડ સામ્રાજ્યનો ભોક્તા બને. સોળ હજાર સામંતરાજાઓ તેની આજ્ઞાને શિરોમાન્ય કરનારા હોય, સાત રત્નની પણ તેમને પ્રાપ્તિ થાય. તે કાળના માનવીઓમાં સર્વથી વધુ ફાયબલ તેમને વર્તતું હોય અને બધી ભોગપભોગની સામગ્રી પાછળ મસ્ત બની અનેક પ્રકારના પાપાચરણ સેવી નરકમાં ચાલ્યા જાય. વાસુદેવો માટે શાસ્ત્રકથન આ પ્રમાણે છે. પ્રતિ વાસુદેવ અને વાસુદેવ બંને પરસ્પર પૂર્વ જન્મના અવશ્ય વેરી હોય છે. પ્રતિ વાસુદેવ પોતાની શક્તિથી વ પર્યત અનેકપ્રકારની જહેમત ઉઠાવી ત્રણુખંડનું ઐશ્વર્ય ભેગું કરે. પણ પોતાને એ એશ્વર્યનો ભોગવટો કરવાનો સમય આવે તે પહેલાં જ યૌવનવયે પહોંચેલા વાસુદેવ ગમે તે કારણે પ્રતિવાસુદેવ સાથે રણસંગ્રામ કરી, તેના ચક્રવડે તેનો શિરચ્છેદ કરી, પ્રતિવાસુદેવને યમસદનનો અતિથિ બનાવે. અને રૌદ્રધ્યાનમાં પરવશ બનેલો પ્રતિવાસુદેવ નરકગતિમાં ચાલ્યો જાય. બલદેવ અને વસુદેવ બંને સગા ભાઈ હોય. બંનેના પિતા એક પણ માતાઓ જુદીજુદી હોય, એમ છતાં બંને-ભાઈઓમાં અનન્ય સ્નેહસંબંધ વર્તતો હોય. એકબીજા, એકબીજા વિના રહી ન શકે. એટલી પરિપર પ્રીતિ હોય પરંતુ બંનેના અંતરંગજીવનમાં આભ-જમીનનું અંતર હોય છે. વાસુદેવનું જીવન જેટલું પાપમાં પરાયણ હોય બલદેવનું જીવન તેટલુંજ ધર્મપરાયણ હોય એટલું જ નહિ પણ અવસરે બલદેવનો આત્મા વેરાગ્યરંગથી રંગાય-દીક્ષા ગ્રહણ કરે. જ્ઞાન-ધ્યાનઅને સંયમનપની આરાધના કરી સકલકર્મનો ક્ષય

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524