Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક ] નિવેદન [૫] અમે એ જાણીએ છીએ કે સમિતિએ જે કંઈ કાર્ય કર્યું છે તેના કરતાં ઘણું કરવાનું બાકી છે, છતાં આ છ વર્ષ દરમ્યાન સમિતિ જે કંઈ કરી શકી છે તે સમિતિને ગૌરવ લેવા રૂપ અને સમિતિની ઉપયોગિતા સિદ્ધ કરે એવું છે એ ચોકકસ છે. અમારી ભાવના તે એ છે કે અમે અમારા કાર્યક્ષેત્રને વધુ ને વધુ વિસ્તૃત કરી શકીએ અને એ રીતે આપણા વિપુલ સાહિત્ય, પુરાતત્વ, ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને વધુ ને વધુ પ્રકાશમાં લાવી શકીએ; જેથી જેનધર્મ અંગેની ગેરસમજે જનસમાજમાંથી વિલીન થઈ શકે. પણ અમારે કહેવું જોઈએ કે અમારી આ ભાવનાને સફળ કરી શકીએ એટલું આર્થિક બળ અમારી પાસે નથી. કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની વાત તો દૂર રહી, પણ પાંચમા વર્ષ પછી આ છઠું વર્ષ પણ અમે મહામુશ્કેલીઓ પૂર્ણ કરી શક્યા છીએ. અને એ જ સ્થિતિ આ સાતમા વર્ષની છે. જે અત્યાર જેવી પરિસ્થિતિ ચાલુ રહી તે આગળ ઉપર કાર્ય શી રીતે ચલાવવું એને ગંભીરપણે વિચાર કરવો પડશે. અને સમિતિને અને માસિકને ચાલુ રાખવાં કેમ એનો નિર્ણય શ્રીસંઘે-સર્વ પૂજ્ય મુનિમહારાજેએ (જેમણે આ સમિતિની સ્થાપના કરી છે) અને આગેવાન જેને સદગૃહસ્થાએ કરવો પડશે. અત્યારની સ્થિતિ પ્રમાણે આગળ કામ ચાલવું મુશ્કેલ છે. પરિસ્થિતિ આવી હોવા છતાં અમે અમારી શ્રદ્ધા ગુમાવી નથી. દર વર્ષે જેના હાથે લાખો રૂપિયા ધાર્મિક કાર્યોમાં ખર્ચાય છે તે શ્રી આણંદ કલ્યાણ સંઘ, સમિતિની આવી નાની સરખી જરૂરિયાત ન પૂરી પાડી શકે એમ અમને નથી લાગતું. આ માટે જરૂરત છે માત્ર મુનિસમેલનને ઠરાવ યાદ કરીને પૂજ્ય મુનિ મહારાજેએ ઉપદેશ આપવાની અને આગેવાન સદ્દગૃહસ્થાએ અને શ્રીસંઘની સંસ્થાઓએ એ ઉપદેશ અપનાવીને સમિતિને ઉદાર હાથે મદદ કરવાની. અમારી નમ્ર વિનંતી છે કે સર્વ પૂજ્ય મુનિમહારાજે અને જૈન સદગૃહસ્થ અમારી આ વાત ઉપર ગંભીરપણે વિચાર કરે અને સમિતિને એની આર્થિક સંકડામણમાંથી મુક્ત કરે. ગયા વર્ષ દરમ્યાન સમિતિ માટે ઉપદેશ આપીને, લેખ મોકલીને કે સમિતિ પ્રત્યે સભાવ દર્શાવીને પૂજ્ય મુનિ મહારાજેએ જે સહાનુભૂતિ બતાવી છે તે માટે નતમસ્તકે અમે તેમને આભાર માનીએ છીએ, અને એ જણાવવા રજા લઈએ છીએ કે આ સમિતિ તે પૂની જ છે અને એનો નિભાવ તે પૂના જ ઉપદેશથી થવાનું છે. આ ઉપરાંત જે જે સગ્ગહસ્થોએ ઉદારતા પૂર્વક અમને સહાયતા કરી છે તેમજ જે જે વિદ્વાનોએ લેખ મોકલ્યા છે તે સાના પણ અમે જણ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 263