________________
સંપાદન કરી આ સમયગાળામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વતની દલસુખભાઈ માલવણિયાને કેમ ભુલાય ? જૈન ગુરુકુળોમાં રહીને એમણે જૈન વિશારદ અને ન્યાયતીર્થનો તથા મુનિશ્રી જિનવિજયજી પાસે જેન આગમોનો અભ્યાસ કર્યો. ગુજરાતી તેમ જ હિંદી બંને ભાષાઓમાં ધર્મદર્શનગ્રંથોનું સંશોધન અને વિવેચનકાર્ય કરતાં એમણે ભગવાન મહાવીર’, ‘આત્મમીમાંસા', જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવનસંદેશ', પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, જૈન દાર્શનિક સાહિત્ય કે વિકાસકી રૂપરેખા’, ‘આગમ યુગકા અનેકાંતવાદી, જૈન દાર્શનિક સાહિત્યકા સિંહાવલોકન” જેવા ગ્રંથોની રચના કરી; જૈન આગમગ્રંથો અને ભારતીય દર્શનોની પાંડિત્યપૂર્ણ વ્યાપક તેમ જ તલાવગાહી સમીક્ષા કરી એમણે જૈન સાહિત્યને સમૃદ્ધ કરવામાં માતબર યોગદાન કર્યું છે.
આપણે યાદ કરીએ રાજસ્થાનના બિકાનેરના વતની, જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના પ્રખર અભ્યાસી અગરચંદજી નાહટાને, જેઓ મૂર્ધન્ય સારસ્વત તો હતા જ પરંતુ જૈન સાહિત્યના સંશોધન માટે જીવતી જાગતી વોકિંગ એન્સાઇક્લોપીડિયા જેવા હતા. રમણલાલ ચી. શાહે નોંધ્યું છે કે “નાહટાજીએ છ દાયકા જેટલા સમયમાં છ હજારથી વધુ લેખો લખ્યા છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી અને જૂની ગુજરાતીના અનેક ગ્રંથોના અભ્યાસી હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફગુસાહિત્ય ક્ષેત્રે સંશોધન કરી પ્રાચીન ગુર્જર રાસસંચય', “સીતારામ ચોપાઈ તેમ જ “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ જેવા ગ્રંથો આપી એમણે અમૂલ્ય પ્રદાન કર્યું છે તો મરુ ગુર્જર કવિઓ અને એમની રચનાઓ' શીર્ષકવાળો ગ્રંથ, ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો તપાસીને એના અભ્યાસ બાદ રચ્યો છે. સાહિત્યમાં સંશોધન કરનારને કેટલા ખંત, ધીરજ અને શ્રમપૂર્વક વિષયમાં અવગાહન કરવાનું હોય છે તેનો ઉત્તમ માપદંડ નાહટાજીએ આપ્યો છે.
ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીથી જેઓ ઘણા જ પ્રભાવિત હતા એવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસથી વધુ વર્ષ કાર્યરત રહેનાર પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાને તથા ગુજરાતી અને અંગ્રેજી પર અસાધારણ પ્રભુત્વ ધરાવતા બહુકૃત વિદ્વાન, ચિંતનશીલ લેખક અને કુશળ વહીવટકર્તા, સુખ્યાત ધારાશાસ્ત્રી ચીમનલાલ ચકુભાઈ શાહને આ ક્ષણે યાદ કરવા જ પડે.
સર્જનકાર્યની સાથેસાથે સંશોધનકાર્ય કરનાર વિદ્વાનોને પણ આ ગ્રંથમાં આપણે સમાવ્યા છે ત્યારે સંસ્કૃત, અર્ધમાગધી અને પ્રાકૃતના પ્રખર અભ્યાસી,