________________
શબ્દ છે. તેથી જૈન' થવા માટે વણિક બનવાની જરૂર નથી એવું વાડીલાલે વારંવાર લખ્યું છે.
મધ્યકાલીન કવિઓ ભોજા ભગત અને અખા ભગતની જેમ ચાબખા મારીને સૂતેલાને જાગ્રત કરવાનું કાર્ય એમણે સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું એટલે જૈન સમાચાર' સાપ્તાહિક અને જૈન હિતેચ્છુ માસિક, અનેક તખલ્લુસો ધારણ કરી અનેકવિધ વિષયો પર લેખો લખી ચલાવ્યાં હતાં. એમણે નમીરાજ,
સ્થૂલભદ્ર, કપિલમુનિ’, ‘ચક્રવર્તી બ્રહ્મદત્ત' જેવા ઘણા ચરિત્રલેખો આપ્યા છે તો કેટલીય ધાર્મિક કથાઓને બોધાત્મક આગવી શૈલીમાં રજૂ કરી છે. જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિોનું Thus spake zarathustra' વાંચ્યા બાદ મહાવીર કહેતા હવા' (૧૯૨૧) અને “The Gospel of Supermanના અભ્યાસ પછી “મહાવીર સુપરમેન દીર્ઘનિબંધ એમણે લખ્યો હતો. મહાવીર કહેતા હવામાં મહાવીરના કથન દ્વારા પોતાના મનમાં ઘોળાતા સમાજસુધારણા અને ધર્મસુધારણાના વિચારો પ્રગટ કર્યા હતા. આ ઉપરાંત મૃત્યુના મહોમાં અથવા અમૃતલાલ શેઠનું અઠવાડિયું (૧૯૨૧) નવલકથા, રાજકીય તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતો ગ્રંથ “Politcal Gita' (૧૯૨૧), તત્ત્વજ્ઞાનને હળવી વાર્તાઓ સ્વરૂપે રજૂ કરતો માસ્ટરપીસ ગ્રંથ “મસ્તવિલાસ' (૧૯૨૬), તો “જનતામાંથી જેન' બનવાની સંપ્રદાયનિરપેક્ષ સાધનાપ્રક્રિયાનો સંદેશ આપતો ગ્રંથ જૈન દીક્ષા (૧૯૨૯) પુનઃમુદ્રિત – ચેતનવાદની શોધમાં સંપાદક : ત્રિભુવન વીરજી હેમાણી) જેવા ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પચાસથી વધુ પુસ્તકો આપ્યાં છે. આ તીખા સર્જક વાડીલાલને તત્કાલીન જૈન સમાજે એમની આકરી, તેજાબી, સુધારાવાદી કલમને કારણે ઉવેખ્યા તો એમના જૈન' શબ્દના અતિઆગ્રહને કારણે જૈનેતરોએ અવગણ્યા, તેથી ભુલાયા, પરંતુ જૈન સમાજે ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે પંડિતયુગના વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક બ. ક. ઠાકોરે ગુજરાતના દસ ગદ્યપ્રભાવકોમાં એમની ગણના કરી છે અને ઝવેરચંદ મેઘાણીએ તો ‘ચિંતનગદ્યના જનક કહ્યા છે. વાડીલાલ પોતે પણ જાણતા હતા કે તેઓ ખોટા’ નહિ પણ “ઘણા વહેલા’ હતા.
હવે સ્મરણમાં આવે છે મોહનલાલ દલીચંદ દેસાઈ, જેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના ૧૯૧૫માં થઈ ત્યારે એના સ્થાપક સભ્યોમાંના એક હતા. એમણે જૈન ઐતિહાસિક રાસમાળા' ભા. ૧, ૨, જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, ૨, ૩; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', જેનો ને તેમનું સાહિત્ય' જેવા અભ્યાસપૂર્ણ ગ્રંથો આપ્યા છે તો જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ', ગૂર્જર સાહિત્ય સંગ્રહ' ભા. ૧ અને સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાય વિરચિત ભાનુચન્દ્રમણિચરિતનું
16