________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહુબલિ
ભરતેશ્વરે ચૌદ રત્ન અને અક્ષૌહિણી સેના સાથે બહલી દેશ ઉપર આક્રમણ કર્યું.. ( બાહુબલિ અને ભરતેશ્વરનાં લશ્કરો સામસામાં બાટયાં. બાર વર્ષ યુદ્ધ ચાલ્યું પણ કેઈએ મચક ન આપી. કોડે દેવતાઓ આકાશમાં આ જનસંહારક યુદ્ધ જેવા ઉભા રહ્યા. ઇન્દ્ર વિચારમાં પડયા “આ કેવું આશ્ચર્ય ? જેના પિતાએ ક્રોડેનું કલ્યાણ કરનાર જગતની વ્યવસ્થાને સ્થાપી તેના આ શાણા ગણાતા પુત્ર શું લઈ બેઠા છે?”
ઈન્દ્ર ભરતેશ્વર પાસે આવ્યા અને બોલ્યા. “રાજન ! રાષભદેવના મોટા પુત્ર ભરતને આ હજારે માનવીને સંહાર શેભે છે? જગતમાં સંયમના બીજ એક પછી એક માનવીમાં જગતપિતા રેપે છે અને તેના પુત્રે તે માનવેને સંહાર કરી લેહીની નદીઓ વહેવરાવે છે તે શું સારું છે?”
ભરતેશ્વરે કહ્યું “ઈન્દ્ર મહારાજ! મારે બાહુબલિ ઉપર સત્તા જમાવવી નથી. ચકરત્ન આયુધ શાળામાં પેસતું નથી તેટલાજ પુરતું મારું બાહુબલિને કહેણ હતું. પણ તે તેણે ન માન્યું માટેજ મારે આ કરવું પડયું છે. આપ તેને સમજાવે કે ભરત તારું રાજ્ય લેવા માગતું નથી. અને કદાચ ભરત ચકી થાય છે તેમાં તેનું પણ ગૌરવજ છે ને?” - ઈન્દ્ર બાહુબલિ પાસે ગયા અને બોલ્યા “બાહુબલિ! તમારૂં બળ અતુલ છે. તમારું રાજ્ય લેવાની કેનામાં તાકાત છે? અને આ તમે યુદ્ધ કોની સામે કરે છે? પિતાતુલ્ય મોટા ભાઈની આજ્ઞા માનવી જોઈએ કે તેની સામે રણશીંગુ કુંવું જોઈએ?”
સાર તાર
માં તેનું પાડ્યું છે
For Private And Personal Use Only