________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર અને સેમ
- ૫૩
રાણી વિચારવા માંડી “અહો આવી ભાઈઓની જોડલીને ધન્ય છે. એક રાજા બની રાજ્ય પાળતા છતાં નિરીહ મુનિ જેવા છે, બીજા ખાતા છતાં હંમેશના ઉપવાસી છે, કેવું તેમનું મન અને કેવી તેમની અડગતા. મન એજ પાપ બંધનું કારણ છે. અને તે મનને આ બન્ને ભાઈઓએ કે સરસ નિગ્રહ કર્યો છે જવાબદારીથી રાજાને રાજ્ય પાળવું પડે છે એટલે પાળે છે અને ગૃહસ્થવાસ સેવ પડે છે માટે સેવે છે આ બધું કર્યા છતાં મનને અલગ રાખવું શું ઓછું દુષ્કર છે? હું તેમને જે માર્ગમાં તેમનું મન છે તેમાં કેમ સહાચભૂત ન થાઉં. તેમનું મન ખરેખર દીક્ષામાં છે તે તે પણ દીક્ષા લે અને હું પણ દીક્ષા લઉં.'
બીજે દીવસે રાજા રાણી બનેએ દીક્ષા લીધી. અનાસત મનવાળા સુર અને સોમ મુનિ કાળાન્તરે મેક્ષે ગયા. પણ જગમાં આજે પણ ગૃહસ્થવાસમાં રહ્યા છતાં સાચા પ્રશ્નચારી અને રોજ ભેજન કર્યા છતાં ઉપવાસીપણુના દષ્ટાન્તમાં તેમના નામને જગત્ આગળ આદર્શ મુકતા ગયા.
स्नातं मनो यस्य विवेकनीरैः स्यात्तस्य गेहे वसतोऽपि धर्मः यत्सूरसोमो व्रतभृद्गृहस्थौ । मुक्तिं गतौ द्वावपि च क्रमेण ॥१॥
જેઓનું મન વિવેકરૂપ પાણી વડે ન્હાયેલું છે તેઓને ઘરમાં રહ્યા છતાં પણ ધર્મ છે. સુર અને સેમ આ નિર્મળ મનથી અનુક્રમે મેક્ષે વર્યા છે.
(પ્રસ્તાવશતક )
For Private And Personal Use Only