________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
કથાસાગર
કાંઈ કલ્યાણ ન સાધ્યું. મુનિએ કાઉસ્સગ્ગ પાર્યો અને ગોપાળને પુછયું “આ શું બોલે છે?
ગોપાળે કહ્યું “મુનિ ! વણારસીના રાજાને કઈ મુનિ જોતાં પિતાનું જાતિસ્મરણ જ્ઞાન થયું છે. તેથી તેણે આ સમસ્યા બનાવી છે અને તેને જે પુરે તેને અધું રાજ્ય આપવાનું જાહેર કર્યું છે.” * 'एएसि धायगो जो उ, सो हुँ इत्थ समागओ"
એમને ઘાત કરનાર તે હું અહિ આવ્યો છું” બોલી પાછા મુનિ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા.
ગપાળ રાજા પાસે પહોંચે અને બધી વાત કહી આ પાદપૂર્તિ કહી.
રાજા ખુબ આનંદ પામે ગોપાળને તેણે સાથે લીધે અને મુનિને ખમાવી પૈર આલેચી નિમુક્ત થવા નીકળે. મુનિની પાસે આવતાં રાજાને ભય લાગ્યું અને લાગ્યું કે ભવભવની અમારી વૈર પરંપરા છે અને રખે અહિ પણ હું વૈરને વધારનાર ન બનું તેથી તે ભયથી કંપતે મુનિ પાસે આવ્યા.
મુનિ બોલ્યા “રાજન ! બીક ન રાખ. તું ઉત્તમ કેટિને છે મારું તપ અને સંયમ દ્વેષને લઈને એળે ગયું. આ બધું પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ નુકશાન દેખ્યા પછી કયે મૂર્ખ માણસ તેમાં રાચે. રાજન્ ! ખરેખર સમસ્યાને બને તેં તારા પૂર્વભવ જણાવી મને ક્રોધ માગેથી વાળે છે અને તું પણ વન્ય છે.
આ પછી મુનિ અને રાજા બનેએ પાપને આલેચી વધતા ટ્રેષની પરંપરાની વેલડીને ત્યાંજ અટકાવી બંનેએ કલ્યાણ સાધ્યું.
( પ્રસ્તાવશતક)
For Private And Personal Use Only