________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થશેાધર ચરિત્ર
૩૬૫ કરવા લાગ્યા અને જાણે પાળે કુતરે પિતાના માલીકને રીઝવવા આમ તેમ પગ હલાવે, માથું ઉંચું નીચું કરે તેમ તે બધા પ્રસનતાને બતાવતા હાથ પગ ઉંચા કરી સુનિને પગે લાગી શાણું માનવીની પેઠે એક પછી એક સામે બેઠા.
મારિદત્ત ! આ દેખાવ જોઈ ગુણધર રાજાની જે આંખ લાલ થઈ હતી તે આંખમાંથી લાલાસ એકદમ પલટાણી. તે વિચારવા લાગે. “આ કૂતરા એવા ભયંકર છે કે દૂર રહેલા ગમે તેવા વેગવંતા પશિને ગળપ કરી જનારા અને ધાર્યું નિશાન પાડનારા છે. આ બધા કુતરાઓને શું થયું કે મદારીની મોરલીથી સાપ નાચે તેમ બધા એકી સાથે હાથપગ હલાવી વિનીત શિની માફક બેસી ગયા. જરૂર આ સાધુ કઈ લબ્ધિવંત હવે જોઈએ. તેનામાં કે સુંદર દિવ્ય પ્રભાવ હવે જોઈએ કે જે પોતાની છાયામાં આવે તેને ઉપદેશ આપ્યા વિના હૃદય પરિવર્તન કરાવી શકે. કહેવું જોઈએ કે આ શિકારી કુતરા ભાગ્યશાળી છે કે જેઓ મુનિની છાયાથી પવિત્ર થઈ વિનીત થયા. હું પ્રતાપી સુરેન્દ્રદત્ત રાજાને પુત્ર ગણાઉં છું. પિતાની સુંદર સોરભને મેં મારા પાપી જીવનથી દુગધમય બનાવી છે. જે પિતા મહાગુણી અને દયાળુ હતા તેને પુત્ર હું કલ્યાણકારી જગવંદ્ય આ ત્યાગી મુનિને મારવા તૈયાર થયે. કુતરા કરતાં પણ ખરેખર હલકો છું. કુતરાઓએ પ્રેરણા કર્યા છતાં મુનિને ઉપસર્ગ ન કર્યો. જ્યારે મેં મુનિને હણ્યા નહિ પણ મનથી તે તેને ભુંડી રીતે હણવાની ઈચ્છા કરી એટલે ખરી રીતે હું મુનિહત્યારેજ છું. આ મુનિ પુરેપુરા સમતાના સાગર છે તેમને શત્રુ મિત્ર ઉપર સમાન દૃષ્ટિ છે.
For Private And Personal Use Only