Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 400
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ કથામર શંખવદ્ધન વિનયમતીના આવાસે આવ્યું. રાજપુત્રીએ વૃદ્ધ અમાત્યને સત્કાર્યા અને પુછયું “આપની શી આજ્ઞા છે? અમાત્યે કહ્યું “રાજપુત્રિ ! હૃદય મક્કમ કરે. હું કહું તેને બહુ સાવધાનતાથી સાંભળે. આજે વરઘેડ નીકળે અર્થે માગું આવ્યું ત્યાં કુમારે એક સાધુને દેખ્યા. સાધુને દેખતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે બોલ્યા “આજથી નવમા ભવે હું સુરેન્દ્રદત્ત ઉર્ફે યશધર નામને રાજા હતે મારી માતા ચન્દ્રમતી ઉર્ફે યશેધરી હતી. ભાર્યા નયનાવલી હતી. એક વખત મને કુસ્વપ્ન આવ્યું.' આ સાંભળતાં કુંવરીનું મગજ ભમવા લાગ્યું. અમાત્ય કહ્યું “રાજકુમારી! શામાટે ગભરાઓ છે? સ્વસ્થ થાઓ.” મન સ્વસ્થ કરી રાજપુત્રી બેલી “મંત્રી ! સંસાર વિચિત્ર છે. આ કથા રાજકુમારની એકલાની નથી મારી, પણ આજ કથા છે. ચંદ્રમતી. યશેધરા તે હું પોતે પૂર્વ ભવમાં આ કુમારની હું માતા હતી. ભેળા રાજકુમારને મેં જીવહિંસાને માગે હઠ કરી પ્રેર્યો. જેને પરિણામે તે અને હું બને નવભવથી સંસારમાં રખડીએ છીએ.” આ બેલતાં બોલતાં વિનયમતીની આંખમાં આંસુ આવ્યાં. વૃદ્ધ અમાત્ય બે “રાજકુમારી ! આ જાતિસ્મરણ જ્ઞાનથી કુમારનું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે. તે લગન કરવા નથી માગતું. તેને દીક્ષા લેવા માટે આગ્રહ છે. હવે આ મંડાયેલા લગ્નોત્સવનું શું કરવું ? આપજ આમાં માર્ગ, દર્શક બને.” વિનયમતી બોલી “આમાન્ય પ્રવર ! શી રીતે તે લગ્ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403