Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 401
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાઘર ચરિત્ર ૩૮૩ કરે. જેણે નજરો નજર સંસારનું કારમું ચિત્ર દેખ્યું હોય તે જાણીબુઝીને કેમ પાપમાં પડે. અને તે ક્ષણને પણ વિલંબ કેમ સહન કરે. સુખેથી તે પ્રવજ્યા લે. મારી સંમતિ છે. અને હું પણ પ્રવજ્યા લઈશ. અમારા લગ્ન મંડપ દીક્ષા મંડપ બનવા દે.” (૧૦) વિનયંધર રાજાએ રાજકુમાર યાધરને દીક્ષાની સંમતિ આપી. આ દીક્ષા નિમિત્તે તેણે છૂટે હાથે દાન આપ્યું. સર્વ ચમાં પૂજા રચાવી. અને પોતે પણ નાના પુત્ર યશવર્ધન કુમારને રાજ્ય ઉપર સ્થાપી દીક્ષા લેવા તૈયાર થયો. - લગ્નેત્સવથી ગાજતું અધ્યા તુર્ત દીક્ષેત્સવથી ગાજવા માંડયું.મેહ અને વિષયને ઉત્સવ વૈરાગ્યને ઉત્સવથ. લગ્નના હાથીને બદલે પાલખી આવી. નર્તકીઓના નાચને બદલે છે. રાજક જિનેશ્વર ભગવંતની ભક્તિનાં નૃત્ય થયાં. સુવાસિનીઓનાં સંસારત્તેજક ગીતેને બદલે દીક્ષાની મહત્તા અને કઠિનતા સૂચક મંગલગીતે ગવાવા માંડયાં. એશઆરામમાં રાચતું સાજન ગંભીર વદને વૈરાગ્ય માર્ગને અનમેદનમાં રાચવા માંડયું. નગર બહાર ઉદ્યાનમાં સુધમ નામના મુનિ ભગવંત પાસે વિનયંધર રાજાએ યશોધર કુમાર વિનયમતી અને બીજા ઘણા પ્રજાજને સાથે ભાવથી પ્રવ્રયા સ્વીકારી. યશધરમુનિ તે દીવસે વિદ્યાભ્યાસ કરી યશોધરસુરિ થયા. અને તેમના સંસર્ગથી ચોથાભવે સમાદિત્યને જીવ જે ધનદ હતું તે વૈરાગ્યવાસિત બની તેમની પાસે દીક્ષિત થયે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403