________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
કથાસાગર
સંશય થાય ને? આજસુધી તે ધર્મની જિજ્ઞાસા જ ન હતી તેથી સંશય જેવું શું હોય? ભગવંત ! મારા પિતા અને પિતામહી અત્યંત ધર્મનિષ્ઠ અને ઉત્તમ હતાં તેમના જીવનની ઉજવળતા અત્યારે પણ આખા માળવામાં ઘેરઘેર ગવાય છે. ભગવંત! તે મૃત્યુ પામી હાલ કયાં હશે? મારે મારા સંબધમાં તે પુછવા જેવું છેજ નહિ, કેમકે જન્મ ધરીને મેં તે કેઈ સુકૃત કર્યું જ નથી. " મુનિ બેલ્યા “રાજન ! માનવીને તેની વિચાર ધારા ઘડીક અનુત્તર વિમાને લઈ જાય છે. અને ઘડીક પછાડી નરકમાં પટકે છે. તારા પિતાને અવિહડ સંયમને રાગ હતું. તે રાજ્ય અને સત્તા બનેને બંધન રૂપ માનતા હતા. પણ કઈ
એક અધન્ય પળે એમને ખરાબ સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નને નિષ્ફળ કરવા તેમણે લેટને કુકડો હશે અને એ પાપથી તેમની જીવનની આખી સીધી બાજી પલટાણ. નયનાવલી તારી માતાએ દીક્ષાના આગલાજ દીવસે તેમને ભેજનમાં ઝેર આપ્યું. આ ઝેરથી તેમનું મૃત્યુ થયું. મૃત્યુ વખતે સારા અધ્યવસાય ન હેવાના કારણે ઝેરવેરથી તે અને તારા પિતામહી બને મૃત્યુ પામી પશુપંખીમાં રખડયાં. પહેલે ભવ મેર અને કુતરાને કર્યો. એ બને તારા રાજદરબારમાં આવ્યાં અને બને તારી સમક્ષ અશરણ રીતે મૃત્યુ પામ્યાં. ગુણધર ! આ પછી તે બન્ને બીજા ભવમાં નેળીયે અને સર્ષ થયાં. અહિ પણ પરસ્પર લડી તે બનેનું મૃત્યુ થયું. તીજા ભવમાં તારા પિતા રહિત મસ્ય થયે અને પિતામહી ગ્રાહ બની. ગ્રાહને તારી દાસીના રક્ષણ માટે તારા સેવકોએ માર્યો. અને રોહિત મત્સ્યને તો તે
For Private And Personal Use Only