________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ ભૂલનો પશ્ચાત્તાપ
યાને ગુણવળીની ભક્તિ
(૧) સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં હતું. આકાશ ચારે બાજુ લાલ હતું. આ લાલાશથી પણ ચડે તેવી આંખમાં અને ચહેરા ઉપર લાલાશ ધરતી ખુલી તલવાર લઈ વીરમતી કટકટ કરતી મહેલની એક બાજુની પગથારથી ઉપરના માળે આવી. અને ગોખે બેઠેલા ચંદ્રરાજાને એકદમ જમીન ઉપર પછાડી છાતી ઉપર ચડી બોલી “એ ચંદ્ર! મેં તને નહોતું કહ્યું કે તું મારી પુંઠ જઈશ નહિ. છતાં તું મારી પંઠ જુવે છે. તું શકયને પુત્ર છે છતાં મેં તને મારા પુત્ર તરીકે માન્ય હતે. આ મોટા રાજ્યને તને રાજવી બનાવ્યા એટલે તું મને હવે વૃદ્ધપણામાં રંજાડવા માગે છે કેમ?
અરે દુષ્ટ પાપિઠ શી કહી વહુને વાત
ચંદ્રરાજા ક્ષત્રિય હતો, ભડવીર હતા. બુદ્ધિશાળી હતે પણ આ વખતે તેનું દૈવ વિપરીત હતું. રણમાં ભલભલા શત્રને એક આંચકે ફેંકી દેનારે તે વીરમતીને ફેંકી શકો નહિ. તે ડઘાઈ ગયે અને અક્ષર પણ બોલી શક્યો નહિ.
ગુણવળી ધમાલ દેખી એકદમ ત્યાં આવી પહોંચી અને વિકરાળ વીરમતીને પગે લાગી કહેવા લાગી “ બાઈ !
For Private And Personal Use Only