________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
વીરમતી પિતાના આવાસે ગઈ. આ પછી ગુણવળીને ચંદ્રની વિરહવાળા માળવા લાગી તેણે મન ઘણું વાળવા પ્રયત્ન કર્યો પણ તેને સ્વામિ યાદ આવ્યા વિના રહેતા નહિ છેવટે તે મન વાળી આશીર્વાદ આપી બેલી. પિયુ સુરગિરિ સમજીવજો, વધજે વડ વિસ્તાર મેળાવે સંભારજો અહે જીવન આધાર
આ પછી તેણે તેનું જીવન તપ અને ધ્યાનમાં પરોવ્યું કેમકે ધર્મ એજ દુઃખનું ખરું ઔષધ છે.
શિવકુંવર નટને કાલે એક રાજાના કાફલા જે બન્યા હતે. કેમકે કુર્કટનું પાંજરું રહેતું તેની આસપાસ ચામર વિંજનારા ચામર વિજતા હતા અને ઘણી ખમ્માના પકાર કરનારા પોકાર કરતા હતા.
ગામે ગામ નટે નાટક કરતા તેમાં જે ભેટ મળતી તે બધી સૌ પ્રથમ તેઓ કુર્કટ રાજાને ધરતા અને પછી જ તેને તે ઉપયોગ કરતા.
પ્રયાણ કરતાં કરતાં નાટકીયાઓ પૃથ્વીભૂષણ નગરમાં આવ્યા. આ નગરના રાજા અરિમર્દને જાયું કે કુર્કટ એ ચંદ્રરાજા છે તેથી તેણે કુટરાજાની અત્યંત ભક્તિ કરી અને તેણે અનેક ભેટે નાટકીયાઓને આપી. ખુદ રાજા ઘણે દૂર સુધી તેઓને વળાવવા ગયે.
નાટકીયાઓ આ પછી સિંહલદ્વીપ ગયા. અહિના રાજાની રાએ નાટકીયાઓ પાસે કુકડાની જ માગણી કરી. નાટકીયા
For Private And Personal Use Only