________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ક્યાં વિશ્વાસ મુકવો?
યાને
ચંદનબ્રેષ્ઠિ કથા
કમલ શેઠ વણારસી નગરીના એક ધનાઢય હતા. સંતાનમાં તેમને એકની એક પુત્રી પદ્મિની હતી, પદ્મિનીનું જેવું નામ હતું તેવી જ તે સુલક્ષણી અને રૂપવાન હતી.
પદ્મિનીની ઉંમર ચૌદ વર્ષની થઈ. તેના અંગ પ્રત્યે ખીલી ઉઠયાં. શેઠને પુત્રીની ઉંમર વધતાં ચિંતા વધી. પુત્રીને પરણાવ્યા વિના છૂટકે ન હતો સાથે જ પુત્રીને પરણાવ્યા પછી પિતાનું ઘર શૂન્ય બનશે તેની કલપના તેમને અકારી લાગતી હતી. આ ગામમાં કેઈ યુવાને પદ્મિની માટે તલસતા હતા. આ યુવાને રૂપવાન કુલવાન, અને સમૃદ્ધિવાન્ હતા છતાં તેમાંથી એકે શેઠને ઘેર રહી ઘરજમાઈ રહેવા તૈયાર ન હતે.
એક વખત કોઈ પરદેશી ચંદન નામને વણિકપુત્ર કાશીમાં આવ્યું. આ ચંદન સ્વભાવે ચંદન જે શીતળ અને શાણે હ. શેઠે પદ્મિનીને તેની વેરે પરણાવી અને તેને ઘરજમાઈ તરીકે રાખે.
For Private And Personal Use Only