________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
કથાસાગર
આવ્યા. આ ફળો સુંદર હતાં, તેની સુગંધ પણ સરસ હતી અને ખાનારા ખુબ ભૂખ્યા થયા હતા. ચારે જણ ખાવા બેઠા ત્યાં વંકચૂલ બેલ્યા “ઉભા રહે. આ ફળનું નામ શું ?” ત્યારે કોઈ કહે પપૈયા જેવું લાગે છે પણ પપૈયું નથી. બીજે કહે આતો જંગલની કાકડી લાગે છે. ત્રીજે કહે નારે ના આતો બધા ફળથી વધી જાય એવું સુંદર હોવાથી અમૃતફળ આમ્રફળ હશે. વંકચૂલ બેલે એમ નહિ ! હું અજાણ્યું ફળ નથી ખાતે માટે નહિ ખાઉં ? બીજાઓએ કહ્યું “તમારે ન ખાવું હોય તે કાંઈ નહિ અમે તે ખાઈશું.” ત્રણે જણ તે ફળો ખાઈ ગયા. અને થોડી જ વારે તેમની આંખે ઘેરાઈ અને એક પછી એક ત્યાંજ પટકાઈ મૃત્યુ પામ્યા. પછી વંકચૂલને ખબર પડી કે આ ફળ કિંપાક ફળ છે કે જે દેખાવમાં સરસ પણ ખાતાં તત્કાળ પ્રાણ હરે છે.
વંકચૂલને આ વખતે આચાર્ય મહારાજ યાદ આવ્યા કેવા ઉપકારી પુરુષ! નિયમ કે સરસ આપ્યો કે અજાણ્યું ફળ ન ખાવું. પણ મને તે આ નિયમ મારું જીવતર બચાવનારે થયે. વંકચૂલ બે “ધન્ય ઉપકારી ગુરુ !'
(૪) બરાબર મધ્ય રાત્રિ હતી. ગાઢ જંગલમાં પહલીની મધ્યમાં વંકચૂલની કુટીર હતી. વંકચૂલ મધ્ય રાત્રિએ પેઠે
ત્યાં સામે પડેલા પલંગ ઉપર તેણે પોતાની સ્ત્રીને કોઈ પર પુરુષ સાથે ઘસઘસાટ ઉંઘતી જોઈ. વંકચૂલની આંખ લાલ થઈ. તેણે મ્યાનમાંથી તરવાર કાઢી અને એક જ ઝાટકે બેને ખલાસ કરવાને વિચાર કર્યો ત્યાં ગુરુને સાત ડગલા પાછા ફરવાને
For Private And Personal Use Only