________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
કથાસાગર
વંકચૂલે ઠેરઠેર ખલાસીઓને નદીમાં ફેરવ્યા પણ બીજી પ્રતિમા અને રથ તેને હાથ ન લાગ્યાં પણ કઈ કઈવાર આખી પલ્લી ગાજી ઉઠે તે નાટારંભ વંકચૂલ સાંભળતે અને પ્રતિમા દેખે ત્યાં તે બધું અદશ્ય થઈ જાય.
વંકચૂલ આ મંદિરને પરમપૂજક બને. તેનું તીર્થ મહાવીર ભગવાનનું હતું પણ બહારના મંડપમાં પધરાવેલ પાર્શ્વનાથની પ્રતિમા મહાવીરની પ્રતિમાથી નાની હોવાથી તેને લોકોએ ચલણ–બાળક પાર્શ્વનાથ નામ પાડયું. અને તેથી તે તીર્થ જતે દીવસે ચેલ્લણ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયું.
જતે દીવસે વંકચૂલની પલ્લીની જગ્યાએ મટી નગરી વસી તે સ્થાન અતિસમૃદ્ધ યાત્રાનું સ્થળ થયું. ગામેગામના સંઘે યાત્રા કરવા આવવા લાગ્યા અને ચર્મવતી નદીના કાંઠે ચેલણ પાર્શ્વનાથ નામનું તીર્થ મહિમાવંતુ ગવાયું.
વંકચૂલ દીવસો ગયા એટલે તે મહા લુંટારા તરીકે પંકાવા લાગે. પહેલાં તે તે નાના ગામડા પછી મેટા ગામ અને હવે તો શહેર અને રાજાની હવેલીઓમાંથી પણ ચોરી કરતે અને આબાદ છટકી જતો. આમ છતાં તેનું હૃદય તે કુણું જ હતું.
એક રાત્રિએ ઉજજૈનીપતિના રાજાની પાછલી બારીથી ચંદન ઘેની મદદથી વંકચૂલ રાજાના શયન ગૃહમાં દાખલ થયું. તેણે હીરા મોતી અને સોનાના દાગીના ઉપાડયા. ત્યાં રાજરાણીએ તેને દેખ્યો અને પુછયું ‘એ કેણું છે ?” અને કેમ અહિં આવ્યું છે?”
For Private And Personal Use Only