________________
એવું તેમનું પ્રદાન તો છે દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાં જ મહદંશે ઉપલબ્ધ અથવા સચવાયેલી ચિત્રકલાને તેમણે કલાજગત સમક્ષ અનાવૃત-પ્રસ્તુત કરી તે આ મંદિરોનાં કાઇફલકો પર આલેખાયેલાં બહુમૂલ્ય ચિત્રોની અનુકૃતિઓ તથા રેખાંકનો કરીને તે ચિત્રકલાની પિછાન કલાજગતને સૌ પ્રથમવાર કરાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. બીજી રીતે જોઈએ તો, આ મંદિરોમાંના સૈકાઓ જૂનાં આ ચિત્રાંકનો આજે ઝડપભેર નષ્ટ થઈ રહ્યાં છે; ઘણાંક તો હવે નામશેષ જ છે; તેવે સમયે તે ચિત્ર સામગ્રીને, પોતાની પીંછી દ્વારા, ભીંતો કે છત ઉપરથી પોતાની ચિત્રપોથીઓની મંજૂષામાં સાચવી રાખીને તે કલાનું સંરક્ષણ-સંવર્ધન કરવાનો યશ માત્ર વાસુદેવ સ્માર્તને જ છે. એ સામગ્રીના સંચિત ખજાનાનાં જ થોડાંક મૂલ્યવાન આભરણો આ ગ્રંથમાં ઉપલબ્ધ થઈ રહ્યાં છે. આ ગ્રંથ હશે ત્યાં સુધી તેના દર્શકને તથા અભ્યાસીને, દક્ષિણ ગુજરાતનાં ભવ્ય, ઐતિહાસિક તથા દસ્તાવેજી કલાવારસાનાં દર્શન, અધ્યયન તથા અસ્તિત્વનાં બોધનો લાભ મળ્યા કરશે, તે નિશ્ચિત છે.
આપણે આ ઉત્તમ ગ્રંથનું ભાવભીનું સ્વાગત કરીએ, આનંદભેર.
વિ.સં. ૨૦૫૮, કારતક સુદ ૧ નૂતન વર્ષ, સુરત
- શીલચન્દ્રવિજય
US)
૨ : જૈન કાઇપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org