________________
મુકાતી તકતીઓ માટે આક્રોશ પણ પ્રગટ કરતા. એમનો મૂળ હેતુ જૈન કળાને બચાવી લેવાનો હતો. આજે જૈન સમાજને ખ્યાલ નહીં આવે, પરંતુ આવનારો સમય એમને માફ નહીં કરે, એમ અનેક વાર કહેતા.
હવે આ જૈન ચિત્રકળાના ઓછા નમૂના પ્રાપ્ય છે ત્યારે અને બસો વર્ષથી વધારે સમયના કળાના નમૂનાઓ ખાસ વિદ્યમાન નથી ત્યારે એમણે એકલપંડે કરેલો પુરુષાર્થ નોંધનીય છે. એમની સાથેનો મારો સહવાસ પાંત્રીસથીય વધારે વર્ષોનો રહ્યો છે. ૧૯૭૭માં મથુરામાં કુસુમ સરોવર ગોવર્ધનનાં ભીંતચિત્રોની અનુકૃતિઓ કરવાથી માંડીને ૧૯૯૪-૯૫માં ચન્દ્રપ્રભુ જિનાલયનાં પટ ચિત્રોની અનુકૃતિઓ ન કામ સુધી સહાયક તરીકે મેં કાર્ય કર્યું છે. એમણે કરેલા વિશાળ કામ આગળ મારું કાર્ય તો ખૂબ જ નગણ્ય છે. પરંતુ એમની સાથેના સતત સહવાસને લીધે, કળાકૃતિઓની અનુકૃતિ કે ટ્રેસિંગ્સ કરતી વખતે એના કળાકીય રસવૈવિધ્યને માણવાનો એક વિશિષ્ટ પ્રકારનો ‘ધર્મલાભ’ મને થયો છે અને તે માટે હું એમનો આજીવન ઋણી છું. મારી કળાયાત્રાના વિકાસમાં આ સર્વ પૂરકબળ બની રહેશે એમ મને લાગે છે.
ચિત્રકળામાં શ્રી વાસુદેવ સ્માર્ટે મેળવેલા પ્રાવીણ્યમાં જૈન કળાની લયાન્વિત રેખાઓ, ઇન્ડિયન રેડ, બ્રાઉન, યલો ઓકર (પીળી માટી), ગળી જેવા ભૂરા-કોબાલ્ટ બ્લ્યુની સાથે અલંકરણનું ખાસ મહત્ત્વ રહ્યું છે. એ જૈન ચિત્રકળાનું સબળ અંગ છે. જૈન કળાકૃતિઓ આ તત્ત્વને કારણે ‘ઐશ્વર્યવાન’ લાગે છે. એ કામમાં સમૃદ્ધિ છે. કાનનાં કુંડળ, મુકુટ, આભૂષણો, પહેરવેશ, ખેસ, ધોતિયાની કોર, સ્ત્રીઓનાં ચોળી, ઘાઘરા, લાંબો ચોટલો, વેણી, વિશાળ આંખો, આ સાથે ફૂલ-વેલ-પત્તીથી ચિત્રને એક સૌંદર્યબોધ મળે છે. શૃંગારને પણ શ્રી વાસુદેવ સ્માર્તે બરાબર પચાવ્યો હતો. પોતાની કળાશૈલીમાં તેમણે એનો ખાસ્સો ઉપયોગ પણ કર્યો છે.
શ્રી વાસુદેવ સ્માર્ત ચિંતામણિ જૈન દેરાસરના પટ, ચન્દ્રપ્રભુ જિનાલયની છતનાં ચિત્રો, ભરૂચના સુવ્રતસ્વામી મંદિરના પટ, અંકલેશ્વરના ‘અઢાઈ દ્વીપ’ વગેરેની રંગીન આબેહૂબ અનુકૃતિઓ પોતાની સિદ્ધ પીંછી વડે કરી છે, જેના પરિપાક રૂપે આજે આ સચિત્ર ગ્રંથ પ્રકટ કરવાનું શક્ય બન્યું છે.
વાક્બારસ તા. ૧૨ નવેમ્બર ૨૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
- જગદીપ સ્માર્ત
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૫
www.jainelibrary.org