________________
શ્રી સુવ્રતસ્વામી મંદિરના કાષ્ઠના પંચતીર્થ પટનું વર્ણન
અહીં વિશેષરૂપથી બે ચિત્રપટોનું વર્ણન કરવું યોગ્ય લેખાશે. આ બે પચિત્રો પંચ તીર્થોના છે. મોટા પટની લંબાઈ ૮',૩' x ૭’ ની છે.
૧. સમેત શિખરજીના ચિત્રમાં ૧૮ મંદિરો આલેખાયાં છે. દરેક મંદિરમાં ભગવાનનાં પગલાં છે, દર્શનાર્થે આવતાં શ્રાવકોશ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીઓ છે. ચારે બાજુની પ્રકૃતિમાં પહાડો અને આમ્રવૃક્ષો છે. વાઘ, હરણ, સસલાં, મોર, બગલાં અને સારસ જેવાં પશુપક્ષીઓ છે. સ્ત્રીઓના પહેરવેશ ગુજરાતી અને રાજસ્થાની અર્થાત્ ચોળી, ચણિયો, ઓઢણી, સાડી છે. ખાસ કરીને વિવિધ ભાતની બાંધણીઓ ખૂબ આકર્ષક છે. સ્ત્રીઓનાં આભૂષણોમાં દામણી, નથણી, વાળી, કાનનાં કુંડળ, ચૂડી, કંદોરો છે. આવી અલંકૃત સ્ત્રીઓએ બાળકોને તેડેલાં છે. તેઓ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ભક્ત શ્રાવિકાઓના હાથમાં ફૂલમણિ, ફૂલ છે.
પુરુષોના પહેરવેશમાં શેરવાની (લાંબો કોટ), ધોતિયું, પાઘડી, ઉપવસ્ત્ર છે. તેમના ફેંટા મરાઠી શૈલીથી પ્રભાવિત છે. હાથમાં ફૂલ રાખીને તેઓ પ્રાર્થના કરે છે. સાધુસાધ્વીઓએ એક વસ્ત્ર પહેરેલું છે, બગલમાં પીંછી અને લાકડી છે. સુવર્ણ કળશોથી સુશોભિત વિશાળ ઘુમ્મટોવાળાં મંદિરો સુવર્ણ ઘંટડીઓથી ગુંજે છે, તેમની સોનેરી ધજા ફરફરી રહી છે. પહાડો લીલા અને ભૂખરા રંગના છે, લાલ રંગની પાર્શ્વભૂ છે. મટોડિયા પીળો (યલો ઓકર), ઝાંખો સફેદ, આછો કથ્થઈ, લીલા જેવા રંગો છે. આકૃતિઓને ઝીણાં બિંદુથી અલંકૃત કરવામાં આવી છે. જમણી બાજુ પર વહેતા ઝરણામાં જળચર પ્રાણીઓ અને તરંગો દર્શાવાયા છે.
અષ્ટાપદજીનું મંદિર શિખરવાળું છે. તેમાં સાત તીર્થંકર ભગવાન બિરાજમાન છે. ૭ અન્ય મંદિરો છે અને તે બધાં મંદિરો સુવર્ણના કળશો, ધજાઓ અને ઘંટડીઓથી સુશોભિત છે તથા તેમાં ભગવાનનાં પગલાં છે. હનુમાનજી, મારદેવીમાતા, હાથી પર બિરાજમાન લક્ષ્મીજી અને મહાદેવનાં મંદિર છે. આ ઉપરાંત શ્યામળા પારસનાથજી છે, બાજુમાં મેવાળચંદની ધર્મશાળા છે.
પટની વચ્ચે પંશિખર દેરાસરમાં આદીશ્વરની પ્રતિમા ઉપરાંત ચાર તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ છે. ચામરધારીઓ છે, દ્વારપાળો પટના ચારે ખૂણે છે, મહેલોની અટારીઓમાં રાજા, રાણી દરવાન છે, મધુબન ગામની પાસેથી રાજપુરુષો હાથી પર સાવર થઈને જઈ રહ્યા છે. સ્ત્રીપુરુષો પહાડ પરથી ચઢઊતર કરે છે. પાસે કૂવામાંથી પાણી ખેંચતી પનિહારીઓ છે અને નીચે વહેતાં ઝરણામાં માછલીઓ છે.
૨. બીજા પટમાં ગિરનારજીની યાત્રા નિરૂપાઈ છે. પહેલા વિભાગમાં પહાડો, વૃક્ષો અને વહેતાં ઝરણાં, અનેક તળાવો, મંદિરો, મોર, બગલાં ઇત્યાદિ જોવા મળે છે. શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ-સાધ્વીઓ તથા બ્રાહ્મણ સાધુઓની અવરજવર છે. નેમિનાથનાં પગલાં ધરાવતા મંદિર ઉપરાંત અંબાજીનું મંદિર અને રાજુલમતીની ગુફા છે. બીજા વિભાગમાં નેમિનાથનું ભવ્ય મંદિર, દેરીઓમાં તીર્થંકરોની પ્રતિમાઓ, મધ્યમાં નેમિનાથજીની પ્રતિમા, સુવર્ણશિખરો, ધજાઓ, ઘંટડીઓથી શોભતા મંદિરમાં ભગવાન છે, લક્ષ્મીદાસ નામના શ્રાવક છે. નીચે - પગલાં, પ્રત વાંચતા સાધુ અને ધર્મશાળામાં શ્રેષ્ઠીઓ છે અને તળાવડી છે. ત્રીજા વિભાગમાં વિષ્ણુ અને મહાદેવનાં મંદિર છે, બીજી તરફ ઉપાશ્રય, વ્યાખ્યાન આપતા સાધ્વીજી છે. નીચે નેમિનાથનો વરઘોડો, નેમિનાથનો લગ્નમંડપ છે. સાસુ નેમિનાથને તિલક કરે છે, આભૂષણો અને વસ્ત્રપરિધાનસજજ સ્ત્રીપુરુષ જાનૈયા છે, વરરાજા નેમિનાથ ઘોડા પરથી ઊતરે છે, ઢોલનગારાં વાગે છે અને એમનો સત્કાર કરવામાં આવે છે. બીજા એક ભાગમાં નેમિનાથના કેશલુંચન અને દીક્ષાગ્રહણ નિરૂપાયાં છે. આ ભવ્ય પ્રાસાદની નીચેના ભાગમાં પશુપક્ષીઓ અને આમ્રવૃક્ષો ચિત્રિત છે.
આ ઉપરાંત બીજા પટ પણ જાણીતા છે. એમાંના એક પચિત્રના પહેલા વિભાગમાં પાંચ શિખરોથી સુશોભિત વિશાળ દેવમંદિરની મધ્યમાં ચાર તીર્થંકર ભગવાન છે. મંદિરના દ્વાર પર ચાર હાથવાળી પુરુષાકૃતિઓ ચામર, પુષ્પ, કુંભ વગેરે લઈને ઊભી છે. તીર્થંકરોની
૪૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org