________________
પ્રતિમાઓ, પુષ્પગુચ્છો અને હાંડીઓથી શોભાયમાન મંદિરોમાં ૨૪ તીર્થંકરો બિરાજમાન છે. આકાશમાંથી પરીઓ પુષ્પવૃષ્ટિ કરી રહી છે. સામે મહેલ છે. નીચે સુવર્ણરથની ધજાઓ ફરકી રહી છે. મોર નૃત્ય કરી રહ્યા છે. દશસ્કંધ રાવણ વીણા વગાડી રહ્યો છે અને મંદોદરી નૃત્ય કરે છે. મોર પુષ્પમાળા લઈ ઊભા છે, હરણાં આમતેમ દોડી રહ્યાં છે.
બીજા વિભાગમાં સુવર્ણમંડિત સોપાનો છે. ભગવાન સૂર્યનારાયણ સોળે કળાએ પ્રકાશી રહ્યા છે. ગૌતમસ્વામી સૂર્યનાં કિરણોને સ્પર્શ કરતા ભગવાન તરફ જઈ રહ્યા છે. નીચે અનેક સાધુઓ અનેક પ્રકારની યોગક્રિયાઓ કરી રહ્યા છે. આ સાધુઓમાં કબીરજી, તુલસીદાસજી, ગોપાલગીર ઇત્યાદિ છે. વાઘ પર હાથ રાખી એક ઋષિ ઊભા છે. આસપાસના પહાડો વૃક્ષોથી છવાયેલા છે. વ્યાઘ્રચર્મસ્થિત ઋષિઓ છે. હરણાં, સસલાં, તથા વાઘ જેવા પ્રાણીઓ ફરી રહ્યાં છે એક તીર્થંકર સર્પથી લપેટાયેલા છે, જ્યારે એક સાધુ કૂવામાંથી પાણી ખેંચી રહ્યા છે.
ત્રીજા વિભાગમાં વાલી મુનિરાજને રાવણ નમસ્કાર કરે છે. ગૌતમસ્વામી તપસ્વીને ખીર આપે છે. સૂરજગીર, જયગીર, મેગસગીર વગેરે છે. અહીં તપસ્વીઓ જુદી જુદી પ્રક્રિયામાં રત છે. કોઈ શીર્ષાસન, પદ્માસન, પ્રાણાયામ કરે છે. કોઈ ખીર પણ ગ્રહણ કરે છે. કેટલાક લોકો પહાડ પર ખોદકામ કરી રહ્યા છે. નીચે વહાણો સમુદ્રમાં તરી રહ્યાં છે. મોટાં મોટાં માછલાં પાણીમાં તરી રહ્યાં છે.
એક બીજા પટમાં આબુજીની યાત્રા નિરૂપાઈ છે. પહેલા વિભાગમાં વિશાળ મંદિરો અને તીર્થંકરોની પ્રતિમાઓ છે. સુવર્ણકળશ, ધજાઓ તથા ઘંટડીઓવાળાં મંદિરો છે. તીર્થંકરો પદ્માસન અને ધ્યાનમુદ્રામાં સ્થિત છે, તેમનાં વદન સુસ્મિત છે. શ્રાવક-શ્રાવિકાઓ ચામર ઢાળી રહ્યાં છે. બીજા વિભાગમાં મધ્યે ત્રણ શિખરોવાળું મંદિર છે. તેમાં તીર્થંકરોની પ્રતિમા છે. આસપાસ મંદિરો અને દેરીઓ ઉપરાંત પહાડો ચઢતા શ્રાવકશ્રાવિકાઓ છે. અંબાડી પર રાજપુરુષો છે. મહાદેવ, દેવીઓનાં મંદિરો, તળાવો અને વૃક્ષોથી શોભતાં પહાડ છે તથા ખૂબ સુંદર નજાકતભરી સ્ત્રીઓ સુવર્ણપુષ્પોની વર્ષા કરી રહી છે. આ પટમાં અતિસુંદર સ્ત્રીઓ આભૂષણો ને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત છે. ત્રીજા વિભાગમાં
અચલગઢ ગામના મકાનોમાં નરનારીઓ, માતાજીનું મંદિર, પહાડ ચઢતા સાધુઓ, શ્રાવકો-શ્રાવિકાઓ છે. એક તરફ બંદૂકધારી સૈનિકો વગેરે છે ને આદીશ્વર ભગવાનનું દેરું બતાવ્યું છે. સાથે જ આબુ ગામનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં ગામને ફરતો કોટ, વિશાળ દરવાજા, ભવ્ય મહાલયો, વિશાળ વૃક્ષો, ઘોડેસવારો વગેરે શોભે છે. બીજી તરફ પાલખીમાં કોઈ શ્રેષ્ઠી જઈ રહ્યા છે. નીચે સુંદર અંબાડીથી સુશોભિત મહાકાય હાથી છે જેની મધ્યમાં મહારાજા બિરાજે છે. એની આગળ બે સુસજ્જ ઘોડેસવારો ચાલી રહ્યા છે.
brittlin
પાંચમા પચિત્રમાં તીર્થરાજ શત્રુંજય આલેખાયો છે. પહેલા વિભાગમાં મધ્યે પાંચ શિખરનું ભવ્ય દેરાસર તેને ચોમુખજીનું મંદિર કહેવામાં આવે છે. તેમાં ચાર તીર્થંકરોની નષ્ટપ્રાય સુવર્ણ પ્રતિમાઓ છે. આ પટમાં છડીધારી દ્વારપાળો છે પરંતુ તેમની આકૃતિઓ પ્રમાણમાં લાંબી છે. નીચે હાથી અને વાઘનું રેખાંકન ખૂબ સુંદર, અતિ સૂક્ષ્મ અને સુકોમળ છે. આખા પટમાં આ બે સર્વશ્રેષ્ઠ રેખાંકનો છે. બીજા વિભાગમાં ‘નરશીનાથ’નું મંદિર છે. અને તેમાં મારુદેવી માતા છે. આ બીજો વિભાગ સૌથી જૂનો લાગે છે. સ્ત્રીપુરુષોની આકૃતિઓમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ જોવા મળતી નથી. કોઈ ઠેકાણે નવેસરથી સોનેરી રંગ લગાડાયો નથી. સ્ત્રીઓનાં આભૂષણો અને પહેરવેશ તેમ જ વસ્ત્રોની ભાતવાળું ઝીણવટભર્યું નાજુક રેખાંકન જળવાયેલું છે. સંપ્રતિ રાજાનું મંદિર પાંચ શિખરોવાળું છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૭
www.jainelibrary.org