________________
કાવી નીર્વ
મહી નદીને પશ્ચિમ કાંઠે આવેલું કાવી પણ જૈન તીર્થ તરીકે એક કાળે ાણીતું હતું. આ સ્થળે જૂની ઇમારતોના અવશેષો છે. અહીં તાજેતરમાં બે મંદિરો બંધાયાં છે. ખંભાતના વેપારીઓએ પોતાને ત્યાં થયેલાં લગ્નની ખુશાલીમાં એ બંધાવ્યાં છે. એકને સાસુનું મંદિર અને બીજાને વહુનું મંદિર કહેવામાં આવે છે. સાસુમંદિરનું ગર્ભગૃહ ૧૨ ફૂટ ઊંચું છે. તેનું પ્રવેશદ્વાર ૬ ફૂટ ઊંચું અને ૩.૫ ફૂટ પહોળું છે. અહીંની આરસની મૂર્તિઓ પ્રભાવક છે. અહીં યાત્રા માટે કોઈ ચોક્કસ દિવસ ઠરાવાયો નથી. પાલીતાણા, ગિરનાર જવા નીકળેલા યાત્રાસંઘો ઘણી વખત કાવીથી પસાર થાય છે.
K
આ બે મંદિરો વિશે જૈન કથા અનુસાર એક ધનાઢ્ય કુટુંબની સાસુએ પહેલું મંદિર બંધાવ્યું. બાંધકામ પૂરું થયું એટલે તે વહુને લઈ મંદિર જોવા ગઈ. વહુ ઊંચી હતી એટલે અંદર દાખલ થતી વખતે તેનું માથું ભટકાયું. તેણે બારણું નીચું હતું તે બદલ સાસુને ઠપકો આપ્યો. સાસુએ વહુને બીજું મંદિર બંધાવી લેવા કહ્યું. વહુ પિયર ખંભાત ગઈ અને મંદિર બાંધવા બાપ પાસે પૈસા માગ્યા, બાપે હા પાડી અને સાત વહાણ દ્વારા ચાલતા વેપારનો નફો આપવાનું વચન આપ્યું. આમ અગિયાર લાખની જે રકમ મળી તે વડે બીજું મંદિર બંધાવવામાં આવ્યું.
ઉપસંહાર
જૈન મંદિરોનાં ચિત્રો ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય. સર્વ પ્રથમ ભીંતચિત્રો, બીજા વિભાગમાં લાકડા પરનાં પચિત્રો અને ત્રીજીમાં કાપડ પર ચિત્રિત પચિત્રો તેમ જ મૂળનાયકની પાર્શ્વભૂમિના જરીકામના પટો. ઘણો જૈન મંદિરોની મુલાકાત પછી જાણવા મળ્યું છે કે ભીંતચિત્રો આજે લગભગ લુપ્ત થઈ ગયાં છે. ફક્ત આદીશ્વર ભગવાનના મંદિર, રાંદેરમાં ૧૨૫ વરસ જૂનું વિશાળ ભીંતચિત્ર છે, પણ તે નષ્ટપ્રાય છે. નવા બંધાયેલા મંદિરોમાં આરસના પથ્થરમાં ઊભા૨ેલા પટો, કાચની રંગીન કપચી અથવા પથ્થરની રંગીન કપચીથી કરેલાં ભીંતચિત્રો અને તૈલરંગમાં કરેલાં ચિત્રો જોવા મળે છે, જે જૂની પરંપરાગત શૈલીથી તદન ભિન્ન છે.
જૂનાં મંદિરો પ્રમાણમાં બહુ ઓછા જોવા મળે છે. આ મંદિરોમાં લાકડાનાં ચિત્રપટો ભીંતોમાં જડી દેવામાં આવ્યાં છે, કાષ્ઠસ્તંભો પર કોતરણીકામ ઉપરાંત વિવિધ વાદ્યો વગાડતી માનવાઆકૃતિઓ અને ભાતચિત્રો છે. ઘુમ્મટ, છતો અને બારસાખો તથા દ્વારો પણ ચિત્રોથી સુશોભિત છે. ગર્ભગૃહ, રંગમંડપ, અને પ્રદક્ષિણાપથ સુંદર રીતે ચિત્રિત છે. સ્તંભો પર વાજિંત્રો વગાડતી પરીઓ સુવર્ણ રંગથી શોભે છે.
પટ ચિત્રોના વિષયોમાં પંચતીર્થોના ચિત્રો અવશ્ય હોય છે. શત્રુંજય મહાતીર્થ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને આબુનાં તીર્થધામો ચિતરાયેલાં હોય છે. દરેક મંદિરનાં ચિત્રોમાં ચિત્રસંયોજનનું વૈવિધ્ય અવશ્ય જોવા મળે છે; જેમાં ચિત્રકારોની મૌલિકતા ઉભરી આવી છે. આ મંદિરોની જૈન ચિત્રકળાના ચિત્રસંયોજનમાં બન્ને બાજુ સરખાપણું જોવા મળે છે. આકારોમાં ચોરસ, વર્તુળ અને ત્રિકોના કાર લગભગ સામાન્ય હોય છે. ચિત્રોમાં (સ્થાપત્યમાં) અલંકરણોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. નાનાં નાનાં બિન્દુઓથી આકૃતિઓને ઉભારવામાં આવી હોય છે. માનવાકૃતિઓના વસ્ત્રોમાં ભાતોનું વૈવિધ્ય વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, તેમ જ આભુષણનો ઉપયોગ પણ સારા પ્રમાણમાં થયેલો હોય છે. સબળ ગતિશીલ રેખાંકન ચિત્રનો આત્મા છે. સીમિત રંગો આ બધાં ચિત્રોમાં સામાન્ય છે. લાલ, પીળો, નારંગી, ભૂરો, લીલો, સફેદ, કાળો, સોનેરી જેવા રંગોનો ઉપયોગ થયો છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાષ્ઠકામ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. સ્તંભો પર, બારસાખો અને દ્વારો પર ઘણી ઝીણવટભરી કોતરણી છે. જેમાં પશુ, પક્ષી, ફૂલવેલ અને માનવ આકૃતિઓ કંડારવામાં આવી છે. અન્ય મંદિરોમાં પણ કાષ્ઠકામ જોવા મળે છે.
૫૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org