Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન કાષ્ઠપટ-ચિત્ર
દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં પટચિત્રો સંશોધન-અનુકૃતિ-આલેખન
વાસુદેવ સ્માર્ત
......
For Private & Personal Use Or
*
',
www.jainlibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
કલામર્મજ્ઞ ચિત્રકાર શ્રી વાસુદેવ સ્માત
(૧૯૨૫ - ૧૯૯૯)
મુંબઈની સર જે જે સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી જી.ડી.એ.ની ઉપાધિ ૧૯૪૯ થી ૧૯૫૧ સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સ માં ફેલો. ૧૯૫૮ થી ૧૯૬૦ ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતા વારાણસી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં શ્રી જગન્નાથ અહિવાસીના હાથ નીચે કામ કર્યું. ભારતીય ચિત્રક ળાનો ઊંડો અભ્યાસ, ભીંતચિત્રોની વિવિધ રૌલીઓ અને ટેકનિકની જાણકારી, અજંતા, બાધ, બાદામી, સિત્તનવાસલ, ઓરછા, ગોવર્ધન, કુસુમ સરોવર વગેરે સ્થળોનાં ભતચિત્રોની અનુકૃતિઓ કરી તથા દક્ષિણ ભારતીય શિ૯૫ અને ચિત્રોની રેખાકૃતિઓ કરી.
ગુજરાતમાં 'કલા દર્પણ' નામનું કલાના ઇતિહાસનું પુસ્તક પ્રગટ કર્યું. 'રૂપસંહિતા' બે હાર થી વધુ ભારતીય અલંકરણને સમાવતા સચિત્ર 'રૂપસંહિતા’ સંપાદન કર્યું અને તેની સંવર્ધિત આવૃત્તિ પણ પ્રકાશિત કરી. કલા વિષયક અને ક લે ખો ઉપરાંત ભારતના ભીંતચિત્રો’ પુસ્તક પ્રગટ કર્યું.
પ્રવાસનો ઊંડો રસ, જે તે સ્થળોની પારંપરિકકળા અને લોકસંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ‘ભરત નાટય શાસ્ત્ર’ આધારિત સંસ્કૃત નાટકોમાં કલા દિગ્દર્શન કર્યું..
ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમીમાં ૧૯૬૦ થી માનદ્ સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા. બનારસ હિંદુ યુનિવસટીમાં કળા પ્રાધ્યાપક તરીકે પાંત્રીસ વર્ષ સુધી સેવા આપી. 'ભારતકલા ભવન બનારસનો માનદ્ સભ્ય પણ રહ્યા.
જીવનના છેલ્લાં વર્ષોમાં દક્ષિણ ગુજરાતના જૈન મંદિરો પર સંશોધન કાર્ય કર્યું. સૂરત, ભરૂચ, અંકલેશ્વરનાં ભીંતચિત્રો અને પટચિત્રોની અનુકૃતિઓ કરી જેન કલાના સંવર્ધનનું એક મહત્ત્વનું કાર્ય કર્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
જેન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #4
--------------------------------------------------------------------------
________________
Plan
23.
Jain Education Interational
For Private & Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
AAAAA
864
10 BEEA
ARAMAL
132
For Private Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
in Education International
For Private
Personal use only
www.janabary.om
Page #7
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી ઢંઢંકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ – ૨૦
કે Of
ન કાષ્ઠપટ-ચિત્ર
દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં પટચિત્રો
સંશોધન-અનુકૃતિ-આલેખન
વાસુદેવ સ્માર્ત
સંપાદક જગદીપ સ્માર્ત
પ્રક
આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવન, સુરત
શ્રી વાવ જૈન સંઘ, વાવ (બનાસકાંઠા)
on
matonal
For Private
Personal use only
www.jabatan
Page #8
--------------------------------------------------------------------------
________________
Page #9
--------------------------------------------------------------------------
________________
17
અર્પણ ગુરુજનોનાં ચરણોમાં સાદર
Page #10
--------------------------------------------------------------------------
________________
દીક્ષા શતાબ્દી વર્ષ પ્રારંભે
(વિ.સં. ૨૦૫૮, વૈશાખ સુદ ૧૫થી વિ.સં. ૨૦૫૯, વૈશાખ સુદ ૧૫
પૂજ્યપાદ, સંપસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં વંદના
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૪મી પુણ્યતિથિના પાવન અવસર પર
(વિ.સં. ૨૦૫૮, વૈશાખ સુદ ૫)
પૂજ્યપાદ, શાસનધુરીણ, વાવપથક ઉદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજી મહારાજનાં
ચરણ કમળમાં વંદના
Jain Education Intemational
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન કાષ્ઠપટ-ચિત્ર દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં પટચિત્રો, સંશોધન-અનુકૃતિ-આલેખન : વાસુદેવ માર્ત સંપાદક : જગદીપ સ્માર્ટ
Jain Kashtha Pat-chitra by Vasudeo Smart Survey and Documentation of Mural Paintings in the Jain Temples of South Gujarat Edited by : Jagdeep Smart
© જગદીપ સ્માર્ત
લેખન પરિમાર્જન : શિરીષ પંચાલ જયદેવ શુક્લ
તેજસ્ શાહ, વડોદરા
છબિકલા : રાજન શાહ, સુરત પ્રથમ આવૃત્તિ : ઈ.સ. ૨૦૦૨
મૂલ્ય : રૂા.૧૦૦/
પ્રત : ગુજરાતી - ૭૫૦ પ્રકાશક : આચાર્ય શ્રી કુંકારસૂરિ આરાધના ભવન, ગોપીપુરા, સુરત - ૩૯૫૦૦૧ અને શ્રી વાવ જૈન સંઘ, વાવ. બનાસકાંઠા (ઉ. ગુજરાત) મુદ્રણ અને પુસ્તકસજ્જા : આર્ચર, અમદાવાદ ફોન : ૯૧ - ૭૯ - ૭૪૧૩૫૯૪ પ્રાપ્તિસ્થાન : આચાર્ય શ્રી ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર, સુભાષચોક, ગોપીપુરા, સુરત - ૩૯૫૦૦૧ ફોન : ૭૪૨૬૫૩૧
Jain Education Intemational
ate & Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મકલાની ગૌરવાન્વિત પરંપરાના પગલે પગલે ..
ભારતની વિશ્વપ્રભાવી મુખ્ય ધર્મધારાઓ હિન્દુ, બૌદ્ધ અને જૈન. વસ્તીની દષ્ટિએ જૈનો તદ્દન અલ્પ સંખ્યક હોવા છતાં જૈન ધર્મ અત્યંત પ્રભાવક ધર્મધારા.
માનવીને મોક્ષગામી બનાવવાના એક માત્ર શુભહેતુથી જૈન ધર્મપરંપરાએ જગતને સ્પષ્ટ, સુરેખ, અનેકાંતદર્શી શાસ્ત્રો (ધર્મગ્રંથો), જીવવિજ્ઞાન, ખગોળ અને ભુગોળ વિજ્ઞાન, જ્યોતિષ, ચિકિત્સા વિજ્ઞાન અને સમૃધ્ધ સાહિત્ય આપ્યું. વિશ્વમાન્ય વિચારકોએ જૈન પરંપરાના આ પ્રદાનને “વર્તમાન વિશ્વ સંસ્કૃતિનો પાયા” તરીકે સ્વીકાર્યું છે.
જૈન પરંપરાએ શિલ્પ, સ્થાપત્ય, ભીંતચિત્રો સહિત ચિત્રકલાની વિવિધ શાખાઓ સાથે તમામ દેશ્યકળાઓમાં કરેલ પ્રદાન આ ક્ષેત્રે સીમાચિહ્ન છે.
શ્રેષ્ઠ સિધ્ધાંતો રજૂ કરવા માત્રથી જૈનો અટક્યા નથી જે તે ક્ષેત્રે સીમાચિહ્નો વિશ્વ સમક્ષ મૂકી જૈનોએ ધર્મકલાની ગૌરવાન્વિત પરંપરાઓ સદીઓ પૂર્વે, ભારતના તમામ પ્રદેશોમાં સર્જી છે. શિલ્પની શ્રેતાનો પર્યાય એટલે દેલવાડા (આબુ)નાં જિનાલયો, વિવિધતાભર્યા બહુ સંખ્યક સ્તંભો પર ઊભેલું રાણકપુર (રાજસ્થાન)નું જિનાલય સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણી જ શકાય, સિત્તન્નવાસલ (દ. ભારત)ની ગુફાઓનાં ભીંતચિત્રો (ઈ.સ. ૭મી સદી) અજંતાની કલા-પરંપરાના ઉજ્જવલ સ્થાને જ, દેવશાનાપાડા (પાટણ)નાં કલ્પસૂત્રોનાં ચિત્રો, ચિત્રાંકનકલાના તમામ આયામની ટોચ પર. જ્યાં જ્યાં પ્રભુમંદિર, ઉપાશ્રય કે આરાધના સ્થળ હોય ત્યાં પ્રભુમય થવામાં સહાયરૂપ થાય તેવાં કલાસર્જનો પાછળ અઢળક દ્રવ્યસવ્યય એ જૈન પરંપરા અને તે કારણે જ જૈનોએ ધર્મસ્થાનો અને કલાસ્થાનોને અલગ ગયાં જ નથી. આ પરંપરાએ જિનાલયોમાં કાષ્ઠપટ ચિત્રોનું કલાત્મક સર્જન, ધર્મકલાસર્જન.
અનેક અનન્ય કાષ્ઠપટ ચિત્રો જૈન મંદિરોમાં સર્જાયો છે, સચવાયાં છે. તેમાંથી માત્ર દક્ષિણ ગુજરાતનાં - વાપીથી આમોદ-ભરૂચનાં જિનાલયોને આવરી લેતો આ કલાગ્રંથ આપ સૌ સમક્ષ મૂકીએ છીએ.
Jain Education Intemational
Page #14
--------------------------------------------------------------------------
________________
કલા રસિક આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજી અને ગુજરાતના કલાગુરુશ્રી વાસુદેવ સ્માર્તની એક વહેલી સવારની કલા ભાવન સભામાં સદ્ભાગ્યે ઉપસ્થિત હતો. જૈનો દ્વારા થયેલાં અભુત કલાકાર્યોની ચર્ચા ચાલી, દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોનાં કાષ્ઠપટ ચિત્રોની બન્ને ભાવકો ઊંડાણ ભરી કલાચર્ચા સાથે “હવે જળવાશે?”ની વેદનાને ઘૂંટતા હતા. “કંઈક કરીએ આ કલા સમૃધ્ધિને સાચવવાનો વિચાર રમતો થયો. મેં શ્રી સંઘના ટ્રસ્ટી સાથીદારોને આ વેદનાની અને કંઈક કરવાની વાત કરી, સૌએ વિચાર વધાવ્યો અને પરિણામ આપના કરકમળમાં છે.
શ્રી વાસુદેવ માર્તની વિશાળ, અનુભવી કલા અને તે પ્રાજ્ઞષ્ટિ સાથેનું કલા સર્જન તે તેમનું જીવન. અમારે આજે એ સુરત રત્નને “જૈન કલા વારસાના ખરા હિતચિંતક તરીકે આદર અંજલિ આપવી જ રહી. વાસુદેવભાઈએ જૈન કલા વારસાના સંરક્ષણ માટે કરેલ ચિંતન તેમ જ જહેમત અને તે દ્વારા તેમણે જૈન સંઘની કરેલી સેવાને આ કલાગ્રંથ અંજલિ છે.
આ ધર્મકલાસંગ્રહગ્રંથ શ્રી જૈન સંઘ અને વિશ્વ સમક્ષ મુકાઈ રહ્યો છે, તે માત્ર અને માત્ર આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજીએ આ ગ્રંથ માટે ત્રણ વર્ષ સુધી કરેલ પરિશ્રમનું પરિણામ છે. આચાર્યશ્રીએ પોતાની ધર્મપરંપરાના મહાન વારસાને જગત સમક્ષ મૂકવાનું એક અનિવાર્ય કાર્ય સંર્વાશે પૂર્ણ કર્યું. આ કાર્યમાં અમને સાથે રાખવા માટે અમો તેઓશ્રીના ખુબ જ ઋણી છીએ.
આચાર્ય શ્રી ભદ્રસૂરિજીના ૧૦૦માં દીક્ષા વર્ષની મંગળ ઘડીએ, પૂ.આચાર્ય ભગવંત શ્રીૐકારસૂરિ મહારાજના દિવ્ય આશિષ અને આચાર્યશ્રી યશોવિજયસૂરિજીના સતત પ્રેરણા બળે આ કાર્ય સંપન્ન થયું છે.
શ્રી જગદીપ સ્માર્તની ઉદારતાને આ ક્ષણોએ સ્નેહથી યાદ કરું છું.
જ્ઞાનપંચમી ૨૦૫૮, સુરત
(સેવંતીલાલ અ. મહેતા)
ટ્રસ્ટી ગણવતી
Jain Education Intemational
ation Intermational
Page #15
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
ગૌરવાન્વિત પરંપરાને પગલે પગલે - સેવંતીલાલ મહેતા આનંદ કી ઘડી આઈ - શ્રી શીલચન્દ્રવિજયસૂરિજી
૧
રૂપથી અરૂપ સુધી - આચાર્ય યશોવિજયસૂરિજી
૩
આશીર્વચન - આચાર્ય અવિર
૫
સંપાદકીય - જગદીપ સ્માર્ત
の
શ્રી વાસુદેવ સ્માર્ત : જૈન ચિત્રકળાના સંવર્ધક અને કળામર્મજ્ઞ - જગદીપ સ્માઈ
૧૧
જૈન શિલ્પ સ્થાપત્ય અને ચિત્રા
૧૯
જૈન કળાની વિશેષતા
૨૨ જૈન પચિત્ર ૨૩
સુરતનાં જૈન મંદિ
૨૫
ભરૂચ, ભરૂચનાં જૈન તીર્થ ધામો
૪૨
અંકલેશ્વરનાં જૈન મંદિર ૪૯ ઉપસંહાર ૫૪
પરિશિષ્ટ ૫૮
અન્યચિ
૬૦
પરિચત્રનું દસ્તાવેજી કરણ અને છબીઓ
૬૧
*
Page #16
--------------------------------------------------------------------------
________________
alive
Jain Education Intemational
Page #17
--------------------------------------------------------------------------
________________
આનંદ કી ઘડી આઈ...
શ્રી વાસુદેવ સ્માર્ત. ગુજરાતના કલાગુરુ. દક્ષિણ ગુજરાતની જૈન ચિત્રકલાને જગતના ચોકમાં રજૂ કરનાર એક કલાવિદ્રકલાકોવિદ.
દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં ચિત્રોનો એમનો અભુત ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે અંગત રીતે મારા માટે, એક અકથ્ય આનંદાનુભૂતિની સંતર્પક ઘટના છે.
ધર્મ એ મારી જીવનસાધના છે, કલા એ જીવન-પ્રીતિ. આ બંને વાનાંનો સુરેખ સમન્વય થતો હોય તેવા આ
આ સ્વરૂપના આવિર્ભાવની સુખદ ઘટનામાં સહભાગી - સહયોગી કે પછી ખરેખર તો નિમિત્ત, બનવાનો સુયોગ મને મળ્યો, એ પણ એક ભવ્ય અકસ્માતુ લાગે છે.
રોમહર્ષ, મોટે ભાગે, વાણીને મુદ્રિત કરી મૂકનારી સંવેદના છે. એટલે બીજું કાંઈ પણ ન કહેતાં, શ્રી વાસુદેવભાઈના મારા પરના એક પત્રનો નાનકડો અંશ જ આ સ્થળે ટાંકું :
આપનો સુંદર, ભાવભીનો પત્ર મળે છે ત્યારે મારી જાતને ધન્ય માનું છું. આપણો કોઈ ભવ ભવનો અતૂટ સંબંધ લાગે છે. મને તમને મળવાની ઘણી ઇચ્છા છે. જેવી પ્રભુની ઇચ્છા.
આપણે દક્ષિણ ગુજરાતના જૈન મંદિર પર મારું કામ પ્રકાશિત કરવાની યોજના બનાવી છે. આમ બધું તૈયાર છે, પરંતુ પ્રકાશિત કરવું છે તો થોડી હકીક્ત ઉમેરવી અને ફરી ચોક્કસ જોઈ જવું જોઈએ. આ અંગે પણ મારા મનમાં રમ્યા કરે છે. થોડું મેં ઉમેર્યું પણ છે. પરંતુ હવે કામ કરવા નિશ્ચય કરીશ. મારી પાસે ભાવ છે ભાષા નથી. પ્રેમ છે પત્ર નથી. એટલે આ પત્રને પ્રેમપત્ર માનશો. અસ્તુ.” (૨૫-૩-૯૯)
કલાકાર તરીકે વિચારીએ તો શ્રી વાસુદેવ સ્માર્ત એ ભારતના, વિશેષતઃ ગુજરાતના મૂર્ધન્ય ગણાતા કલાવિદો પૈકી એક છે. એક કલાકારમાં જ સંભવી શકે તેવાં કલા પ્રત્યેની નિષ્ઠા અને પ્રીતિ, કલાનાં મૂલ શાસ્ત્રોનું ઊંડુ અવગાહન, ચિંતન, અલગારી પ્રકૃતિ અને તેવી પ્રકૃતિને જ અરઘે તેવી રખડપટ્ટી-કલાયાત્રા, ગાંધી મૂલ્યોમાં પાકી નિષ્ઠા, આ બધાં તત્ત્વો વાસુદેવભાઈમાં સહેજે જોવા મળતાં. કલાક્ષેત્રે તેમણે હિન્દ-સમગ્રની કલા-શૈલીઓને પોંખી છે, પોતાની પીંછીમાં અવતારી છે અને તે રીતે તેનું સંરક્ષણ-સંવર્ધન કર્યું છે. પરંતુ, તે બધાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ગણાય
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧
Jain Education Intemational
Page #18
--------------------------------------------------------------------------
________________
એવું તેમનું પ્રદાન તો છે દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાં જ મહદંશે ઉપલબ્ધ અથવા સચવાયેલી ચિત્રકલાને તેમણે કલાજગત સમક્ષ અનાવૃત-પ્રસ્તુત કરી તે આ મંદિરોનાં કાઇફલકો પર આલેખાયેલાં બહુમૂલ્ય ચિત્રોની અનુકૃતિઓ તથા રેખાંકનો કરીને તે ચિત્રકલાની પિછાન કલાજગતને સૌ પ્રથમવાર કરાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. બીજી રીતે જોઈએ તો, આ મંદિરોમાંના સૈકાઓ જૂનાં આ ચિત્રાંકનો આજે ઝડપભેર નષ્ટ થઈ રહ્યાં છે; ઘણાંક તો હવે નામશેષ જ છે; તેવે સમયે તે ચિત્ર સામગ્રીને, પોતાની પીંછી દ્વારા, ભીંતો કે છત ઉપરથી પોતાની ચિત્રપોથીઓની મંજૂષામાં સાચવી રાખીને તે કલાનું સંરક્ષણ-સંવર્ધન કરવાનો યશ માત્ર વાસુદેવ સ્માર્તને જ છે. એ સામગ્રીના સંચિત ખજાનાનાં જ થોડાંક મૂલ્યવાન આભરણો આ ગ્રંથમાં ઉપલબ્ધ થઈ રહ્યાં છે. આ ગ્રંથ હશે ત્યાં સુધી તેના દર્શકને તથા અભ્યાસીને, દક્ષિણ ગુજરાતનાં ભવ્ય, ઐતિહાસિક તથા દસ્તાવેજી કલાવારસાનાં દર્શન, અધ્યયન તથા અસ્તિત્વનાં બોધનો લાભ મળ્યા કરશે, તે નિશ્ચિત છે.
આપણે આ ઉત્તમ ગ્રંથનું ભાવભીનું સ્વાગત કરીએ, આનંદભેર.
વિ.સં. ૨૦૫૮, કારતક સુદ ૧ નૂતન વર્ષ, સુરત
- શીલચન્દ્રવિજય
US)
૨ : જૈન કાઇપટ-ચિત્ર
Jain Education Intemational
Page #19
--------------------------------------------------------------------------
________________
રૂપથી અરૂપ સુધી
પ્રસ્તુત ગ્રન્થના મનોહર રૂપાકૃતિઓથી મઢ્યાં પૃષ્ઠો સોંસરવા ચાલીશું. લટાર લગાવીશું. ક્યાંક અતિ સુન્દર ભાવવિન્યાસવાળી રૂપાકૃતિઓને જોઈને સ્તબ્ધ બનીશું. અવા... રૂપનો એ સાગર, અવતાની એ ક્ષણોમાં, અરૂપની સીમા ભણી આપણને લઈ જશે. ભીતરને ઝકઝોરનારી એ ક્ષણો. એક વિરલ અનુભવ. તમે એને માણી શકો. શબ્દોમાં મૂકી ન શકો.
કાગળ પર અંકિત થયેલી આ રૂપાકૃતિઓ આટલી મોહક લાગે છે, તો એ જે પરિસરમાં હશે, શાન્ત જગ્યાએ આવેલ દહેરાસરના એક ભાગ રૂપે, ત્યાં તો એ કેવી લાગતી હશે... શબ્દો સરી પડે અને અનુભૂતિનો પ્રદેશ જેમને જોવા માત્રથી શરૂ થાય તેવા આ ઘુમ્મટો, ગવાક્ષો, સ્તંભો, પુત્તલિકાઓ, શિલ્પાકૃતિઓથી ખચિત કાપટ્ટિકાઓ...
પાટણનાં કાષ્ઠશિલ્પોથી મંડિત દહેરાસરોમાં આ અનુભવ કર્યો છે. હું જોતો જ રહેલો એ ઘુમ્મટોને, ગવાક્ષોને... જેસલમેરની હવેલીઓના અંલકાર-શિલ્પ (ઑર્નામેન્ટલ લ્પચર)ની પડખોપડખ ઊભી રહે તેવી આ સૂક્ષ્મ કોતરણી. કલાકો સુધી હું જોતો રહેલો....
જેસલમેરની ધૂલિધૂસર હવેલીઓમાંય કલાકો સુધી ઘૂમીને ધૂળની સુગંધ – કહો કે તે કાળની સુગંધ સાથે એ શિલ્યોને નીરખ્યા જ કર્યો છે.
એ પછી, શ્રી ભોળાભાઈ પટેલની પ્રવાસકથા ન ભૂલતો હોઉં તો, ‘વિદિશા' જ)માં જેસલમેરના પ્રકરણને વાંચતા ફરીવાર, આંખો બંધ કરી, એ શિલ્પસૃષ્ટિને જોઈ આવ્યો.
ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી રઘુ રાયના પુસ્તકોમાં જેસલમેરની હવેલીઓને જોતાં પુનઃ તે અનુભવમાંથી પસાર થવાનું બન્યું છે.
સદીઓ પુરાણું દહેરાસર પોતાની ભીતર ઘણા બધા અનુભવોને ધરબીને બેઠેલું છે. સ્પન્દનો, આન્દોલનો જે અનુભૂતિને તાજી કરે...
હું એક ગામમાં ગયેલો. ભોંયરામાં આવેલું રૂપકડું દહેરાસર. નયનાભિરામ પરમાત્મા. થોડીવાર બેઠો અને એવાં સરસ સ્પન્દનો મળ્યાં કે મારી ભક્તિધારા સશક્ત રીતે પ્રવાહિત બની. લાગ્યું કે આન્દોલનોની પૃષ્ઠભૂ પર બહુ જ અનાયાસ રીતે મારી સાધના દોડતી હતી.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩
Jain Education Intemational
Page #20
--------------------------------------------------------------------------
________________
બપોરે સંઘના અગ્રણીઓ મને પૂછવા આવ્યા કે નવું દહેરાસર તેઓ બાંધવા માંગે છે; મારો એ માટે શો અભિપ્રાય ?
મેં કહ્યું : તમે દહેરાસર નવું બનાવશો, પણ આ સ્પન્દનો ક્યાંથી લાવશો ?
વણોદ (શંખેશ્વર તીર્થ પાસે) જેવા પ્રાચીન, ઐતિહાસિક ધરોહરથી સભર સ્થાનમાં જાઉં છું ત્યારે ઊતરવાનું ભલે બીજા ઉપાશ્રયમાં હોય; આચાર્ય શ્રી શીલગુણસૂરિજીની પોસાળમાં થોડીવાર બેસવાનું મન તો થાય જ. દેશી નળિયાંથી છાયેલા, લાકડાના થાંભલાવાળા એ અપાસરામાં બેસવાનું સુખ હોય છે અતીત સાથે પોતાને સાંકળવાનું.
કેમ જાણે, એ પ્રાચીન વાતાવરણ બહુ જ ગમતું હોય છે... અણજાણ અતીતનો કો'ક છેડો ત્યાં પહોંચે તો છે જ. જોકે આ રહસ્યાવૃત્તતા પણ ઓછી મોહક તો નથી જ.
મંદિરનું ભોંયરું, ત્યાંનું ઘેરું અંધારું, ગાયના ઘીના દીવાનો ઝીલમિલાતો પ્રકાશ; એક અપાર્થિવ વાતાવરણમાં આપણને લઈ જાય છે. સદીઓની અનુભૂતિની ધારા પર આ સ્થાપત્યોની મોહક માંડણી હતી.
ગર્ભગૃહમાં રહેલી ચાંદીની મંડપિકાઓ (માંડવીઓ), પીત્તળની કમનીય દીપિકાઓ, મંડપમાં રહેલાં ઝુમ્મરો અને હાંડીઓ, ભીંતચિત્રો, પીત્તળનાં કમનીય દ્વારો અને દ્વારશાખો, એક નવી જ દુનિયામાં એ ભાવકને લઈ જાય છે.
ખંભાત અને રાધનપુરના દહેરાસરોને મન ભરીને જોયાં છે. રાધનપુરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય અને શ્રી આદિનાથ જિનાલયમાં આરસ પરનું સોનેરી ચિત્રકામ... શો ભાવવિન્યાસ ! રાધનપુરના જ ભાની પોળના શ્રી શાંતિનાથ જિનાલય અને અખી દોશીની પોળના જિનાલયની છતનું ઉપસેલું સોનેરી ચિત્રકામ (જિર્ણોદ્ધારની પ્રક્રિયા પછી હવે એ નથી.) આ બધું જ સંમોહક લાગ્યા કરતું. આજે બંધ આંખે પણ રાધનપુર(ઘણો સમય ત્યાં પસાર કરેલ હોઈ)નાં દહેરાસરોનાં તે મોહક પરિસરોને અનુભવી શકું છું. ત્યાંના જ, ભોંયરા શેરીના શ્રી અજિતનાથ જિનાલયમાં આવેલ કાષ્ઠનું વિશાળ સમવસરણ... કેવી કેવી કલાકૃતિઓ આપણા પાસે હતી...
વાસુદેવભાઈ સ્માર્તનું નામ, કળાજગતમાં, એવડું મોટું છે કે એ નામની આગળ કે પાછળ કોઈ વિશેષણ કે પરિચય સૂચક લખાણની જરૂરત ન રહે. આવા કળામવિદ્નો આવો સંગ્રહ મેળવવો તે આપણા માટે આનંદની વાત
છે.
રૂપકડા પ્રકાશનની પાછળની પ્રેરણા છે વિદ્વર્ય આચાર્યપ્રવર શ્રી શીલચન્દ્રસૂરિજીની. પ્રસ્તુતિ પાછળની કળાસૂઝ છે શ્રી સેવંતીભાઈ મહેતાની. સુંદ૨ મુદ્રણ છે આર્ચરનું.
કાર્તિક સુદિ ૧, વિ.સં. ૨૦૫૮ પાલનપુર
૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
-
::
આચાર્ય યશોવિજયસૂરિ
Page #21
--------------------------------------------------------------------------
________________
Y/
/
STUTTITIIIIIIII
\ રોજ
આશીર્વચન
દક્ષિણ ગુજરાતના જિનાલયોનાં કાષ્ઠ શિલ્પોનાં ફોટોગ્રાફ્સથી સમૃદ્ધ આ પુસ્તક આપણા અતીતની યશ:પ્રોજવલ સ્મૃતિ કરાવે છે.
શ્રી વાવ જૈન સંઘ અને આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધન ભવન, સુરત દ્વારા આ કલાગ્રન્થનું થઈ રહેલું પ્રકાશન આપણા ભવ્ય વારસાનું આછું દિગદર્શન કરાવશે.
સમર્પિત શ્રદ્ધાનું આ દર્શન આટલું મોહક છે, તો તે સ્થળોમાં જઈ તે કળાકૃતિઓનું થતું દર્શન તો કેવું પ્રેરક, ભક્તિધારાનું ઉત્તેજક બની રહેવાનું.
આવાં પ્રકાશનો શ્રી સંઘો દ્વારા પ્રકાશિત થતાં રહે તે ખૂબ આવકારદાયક છે.
કાર્તિક સુદિ-૨, ૨૦૫૮ વાંકડિયા વડગામ
- આચાર્ય વિજયઅરવિન્દસૂરિ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫
Jain Education Interational
Page #22
--------------------------------------------------------------------------
________________
Page #23
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
શ્રી વાસુદેવ સ્માર્ત દ્વારા સંશોધિત-આલેખિત-ચિત્રિત દક્ષિણ ગુજરાતની જૈન કળાપરંપરા પર આધારિત આ કળાગ્રંથ સહૃદય ભાવકોના હાથમાં મૂક્તાં હું આનંદની લાગણી અનુભવું છું. તે સાથે મને પૂ. વાસુદેવકાકાની ગેરહાજરી ખૂબ સાલે છે. ૧૯૯૩-૯૪ દરમિયાન સંશોધન-અનુકૃતિનું આ મહત્ત્વનું કાર્ય ખૂબ જ રસપૂર્વક એમણે કર્યું. દક્ષિણ ગુજરાતમાં વાપીથી માંડીને આમોદ-ભરૂચ સુધીનો પ્રવાસ એમણે કર્યો, નોંધ કરી, ચિત્રો જોયાં, સ્કેચ કર્યા, ફોટોગ્રાફ કર્યો, લેખ કર્યા અને સમગ્ર અવલોકન પછી બે ટાઈપ કરેલા પુસ્તકો જાતે રસ લઈને તૈયાર કર્યો. તેઓ પોતે ઇતિહાસકાર ન હતા, પરંતુ ચિત્રકાર હતા, એટલે એમનો મૂળ રસ, નષ્ટ થઈ જતાં ચિત્રોની અનુકૃતિ કરી જૈન કળાના અદ્ભુત નમૂના સાચવી લેવાનો હતો. સુરત, ભરૂચ, અંકલેશ્વરનાં જૈન મંદિરોનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કરવાનો એમનો આ કલાકીય અભિગમ હતો. તેઓ ધર્મની કલાથી નહીં, તેટલા કળાના ધર્મથી પ્રેરાયા અને આ અમૂલ્ય વારસાને સાચવી લીધો.
આ કાર્યના અનુમોદન માટે જૈન ધર્મ અને કળાનાં પાસાંઓના વિદ્વાન, આચાર્ય ભગવંત આદરણીય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજી અને આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમનવિજયસૂરિજી મહારાજ સાહેબે પૂ. વાસુદેવ- કાકાના આ સમગ્ર કળા-ખજાનાને જોયો, વધાવ્યો અને કાર્ય આગળ ધપાવવા શુભ આશીર્વાદ સાથે પ્રોત્સાહનબળ પૂરું પાડ્યું. સવિશેષ આનંદની વાત એ કે આચાર્ય ભગવંત શ્રી વિજયશીલચન્દ્રસૂરિ મહારાજ સાહેબે આ કાર્યને પ્રકાશિત કરવાનો વિચાર દર્શાવ્યો. ૧૯૯૮ની વહેલી સવારે શ્રી વિજયશીલચન્દ્રસૂરીજીએ શ્રી વાસુદેવ માના ઘરના ચિત્રખંડની મુલાકાત લીધી ત્યારે ફરી વાર પ્રકાશનની વાત કરી. અને પૂ. કાકાની હાજરીમાં જ ગુણીજન - કલારસિક શ્રાવક શ્રી સેવંતીભાઈ મહેતાએ પ્રકાશનના આહ્વાનને સ્વીકારી લીધું. આમ જૈન ધર્મની ઉત્કૃષ્ટ કળા પરંપરાને સાચવવાની એક મોટી ઘટનાના સાક્ષી બનવાની સુભગ તક મને સાંપડી.
કશુંક નક્કર થાય, એ પહેલાં જ ૨૪મી ઓગસ્ટ ’૯૯ના રોજ શ્રી વાસુદેવ સ્માર્તનો અચાનક દેહવિલય થયો. પૂ. કાકાના મૃત્યુ બાદ આશ્વાસનપત્રમાં ફરી વાર આચાર્ય શ્રી શીલચન્દ્રજીએ ગ્રંથ પ્રકાશનની અને મને પૂ. કાકાના અધૂરા રહી ગયેલા કાર્યને આગળ ધપાવવાની પ્રેરણા આપી. ૨૦૦૧માં એમનો ચાતુર્માસ સુરતમાં જ હોવાથી આ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૭
Jain Education Intemational
Page #24
--------------------------------------------------------------------------
________________
કાર્યને અત્યંત વેગ મળ્યો. ગ્રંથ કોઈ પણ રીતે પ્રગટ કરવાના દઢ સંકલ્પ પાછળ એમની કળાપ્રીતિ અને પૂ. વાસુદેવકાકાએ કરેલા કાર્ય માટેનો આદર વારંવાર માણવા મળ્યાં એ મારું સૌભાગ્ય છે. આ કાર્ય એમની પ્રેરણા અને આશીર્વાદથી જ શક્ય બન્યું છે, જે માટે હું એમનો અત્યંત ઋણી છું.
સંશોધનની ચકાસણી, જૈન મંદિરોનાં અવલોકનો, ક્યાંક કોઈ ફેરફાર અને કંઈ પણ ન રહી જાય એ હેતુથી પૂ. કાકાના સંશોધનને સાથે રાખીને ભરૂચથી માંડીને વાપી સુધીના જૈન મંદિરોની વિગત જાણી, એ સ્થાનોનો પ્રવાસ કર્યો, નોંધ કરી અને કળાકીય રીતે શ્રી વાસુદેવ સ્માર્તની પુનર્નિર્માણકળા અને દસ્તાવેજીકરણની પ્રક્રિયામાંથી પસાર થયો. આ સમય દરમિયાન મારા આ કાર્યમાં સહભાગી થવા અને સમગ્ર સંશોધનને પરિમાર્જિત કરવા સુપ્રસિદ્ધ સર્જકવિવેચક ડૉ. શિરીષ પંચાલ અને કવિ-વિવેચક શ્રી જયદેવ શુક્લ પણ જોડાયા. અત્યંત વિકટ પરિસ્થિતિમાં એમણે ફાળવેલા સમયની નોંધ લઈ, આ કાર્ય સુપેરે પાર પાડવા માટે હું એમની અત્યંત આભારી છું. અંગ્રેજી આવૃત્તિ માટે લગભગ સર્જનની કક્ષાએ અનુવાદનું ઉચ્ચકક્ષાનું કાર્યત્વરાથી કરી આપવા માટે હું પ્રોફસેર શ્રી સનતુ ભટ્ટનો ખૂબ ખૂબ આભારી છું. ગ્રંથના ઐતિહાસિક સંદર્ભો જોઈ જઈ એમાં શુદ્ધિ-વૃદ્ધિ કરી આપવા માટે ડૉ. મોહન મેઘાણીનો પણ ઋણી
પૂ. કાકાની ગેરહાજરીમાં આ ગ્રંથનું સંપાદનકાર્ય અત્યંત વિકટ હતું. એમણે પટની ચારિત્રાત્મક વિશેષતાઓ નોંધી છે, પરંતુ પાછલાં વર્ષોમાં સામાજિક અને આર્થિક કરાણોસર જે અનેક પરિવર્તનો થયાં છે, એની નોંધ આવશ્યક છે. સુરતનાં બે-ત્રણ મંદિરોમાં જૂના પટને “રી-ટચ કરી નવા કરવાની ઉતાવળમાં એની બહુમૂલ્યતા અળપાઈ ગઈ છે. દૂરથી ખૂબ સુંદર લાગતો પટ, પાસે જઈને જોતાં આઘાત આપે છે. પટના ચિત્રકારની કલમની ઝીણવટ “રી-ટચ'ને કારણે ખંડિત થઈ, લાકડાના પટોને ઊધઈ લાગવાથી ખવાયા, નષ્ટ થયા. અંગત માવજતના અભાવથી જૈન કળાના આ ઉત્કૃષ્ટ નમૂનાઓને ખૂબ જ નુકસાન થયું છે. કાષ્ઠપટોમાં રાજસ્થાન અને મરાઠા શૈલીની અને સાથે ક્યાંક લોકશૈલીની અસર ધ્યાનપાત્ર છે.
૮: જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #25
--------------------------------------------------------------------------
________________
કાષ્ઠપટની સાથે જ જૈનકળાના બે નમૂના જે ‘ફ્રેસ્કો’ પદ્ધતિ ભીંતચિત્ર તરીકે કરવામાં આવ્યા હતા, એની અનુકૃતિ પણ શ્રી વાસુદેવ સ્માર્ત કરી છે, જે પટ તરીકે આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે. મૂળ તો “જૈન મંદિરોનાં મ્યુરલ ચિત્રો' વિષય હેઠળ એમણે નોંધ કરી છે. એટલે નેવું ટકા કાષ્ઠપટની જ પરંપરામાં ચિત્રો થયા છે એમ કહી શકાય. ફક્ત બે મંદિરોમાં જ આ ‘ફેસ્કો” પેઈન્ટીંગ્સ મળ્યાં. એક, રાંદેરના આદીશ્વરનાથના દહેરામાંથી “નંદીશ્વર દ્વીપ અને બીજું અંકલેશ્વરમાંથી ‘ઢાઈ દ્વીપ'. દસ્તાવેજ અને ચિત્રકળાની રીતે ઉત્કૃષ્ટ બંને ચિત્રોની વિગત, આથી અહીં સમાવવામાં આવી છે. બંને ચિત્રો હવે લગભગ નષ્ટપ્રાય થવાની દિશામાં છે.
છેલ્લે, આ કાષ્ઠપટની પરંપરા કેવી રીતે બદલાય છે એ નોંધીએ તો ખ્યાલ આવશે કે કળાની મૂળભૂત સંવેદના લુપ્ત થઈ છે અને એને બદલે સામાજીકરણ અને સંપત્તિનો ઠઠારો વધુ દેખાય છે. સમકાલીન પટ “આમોદના શીર્ષક હેઠળ બે પટચિત્રોની છબિઓ સાથે છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં બનેલ, પટમાં ચિત્રકામને બદલે આરસ કે લાકડાનું કોતરકામ છે એટલે પટનું માધ્યમ બદલાય છે. અર્ધ શિલ્પ છે. વિષયમાં એ જ પરંતુ ઝાડ અને પહાડ વધારે, માનવીય આકૃતિઓ ઓછી થતી જાય છે અને વિગતાલેખન ઓછું થયું છે. તીર્થયાત્રાના રસ્તા પર મોટર-ગાડી, આધુનિક અંગ્રેજ અસરના પહેરવેશ જોવા મળે છે અને રંગો પણ એકદમ ઓછા થઈ ગયા છે, એટલે શહેરી અસર દેખાય છે. છેલ્લાં પચાસ વર્ષમાં જૂના જૈન મંદિરો તૂટ્યાં અને આરસનાં મંદિરો બંધાયાં જેની અસરમાં આરસના પટો બન્યા, મૂળ કળાનો એકાએક ધ્વંસ થયો. મોટાભાગનાં મંદિરોમાં આ રીતે આરસના પટ અથવા કાચના રંગીન ટુકડાઓથી મોઝેઈક સ્ટાઈલના ભદાં ચિત્રો જોવા મળે છે.
જે કાંઈ સચવાયું છે, તે બધું જ લગભગ આ કળાગ્રંથમાં મૂકવાનો નમ્ર પ્રયાસ છે. શ્રી વાસુદેવ સ્માર્તના કાર્યને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી, જે તે મંદિરોની છબિઓ મૂકીને, દસ્તાવેજીકરણ વધારે સઘન કરવું અત્યંત આવશ્યક હતું અને તે શક્ય બન્યું છે. હવે જ્યારે આ કળાકૃતિઓ હવે થોડે ઘણે અંશે સચવાયેલી છે ત્યારે એને સાચવવા આ કળાકારે ભવ્ય પુરુષાર્થ આદર્યો અને એ રીતે જૈન ધર્મની મોટી સેવા કરી છે, જેની નોંધ સમગ્ર ભારત કે દુનિયાએ લેવી પડશે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૯
Jain Education Intemational
ucation Intermational
Page #26
--------------------------------------------------------------------------
________________
પોતાના કળાસંગ્રહમાંથી ભરૂચના મંદિરના પટની છબિઓ અને શ્રી વાસુદેવ સ્માર્તની ચિત્ર-અનુકૃતિઓ આ ગ્રંથમાં છાપવાની સમંતિ આપવા બદલ માનનીય શ્રી પ્રફુલ્લભાઈ શાહ અને શિલ્પાબેન શાહ(ગાર્ડન સિલ્ક મિલ્સ, સુરત)નો આભારી છું.
આ ગ્રંથના સમગ્ર આયોજનની તથા કલાત્મક મુદ્રણની જવાબદારી ઉમળકાથી સ્વીકારનાર મિત્ર અનિલ રેલિયા ને બિમલ રેલિયા(આર્ચર, અમદાવાદ)નું પણ હૃદયપૂર્વક સ્મરણ કરું છું.
આ પ્રકાશનની જવાબદારીમાં અત્યંત રસ લઈને સમગ્ર કાર્યમાં અડગ રીતે સાથ આપવા માટે શ્રી સેવંતીભાઈ મહેતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તે સાથે શ્રી ૐકારસૂરિ આરાધના ભવન અને શ્રી વાવ જૈન સંઘના ટ્રસ્ટીઓનો આભારી છું.
આ કાર્યમાં દક્ષિણ ગુજરાતનાં દિગમ્બર અને શ્વેતામ્બર જૈન મંદિરોના અનુયાયીઓ, શ્રાવકો, ગુણીજનો, જે કોઈએ મદદ કરી હોય તે સર્વનો આભાર.
આ પ્રસંગે પ્રિય નીતા, રાજર્ષિ અને કૃષ્ણપ્રિયાનું સ્મરણ.
શ્રી વાસુદેવ માર્તની સાથે અને ત્યાર બાદ એમના વગર આ પુસ્તકની તૈયારી માટે મારે પણ દક્ષિણ ગુજરાતનાં અનેક જૈન મંદિરો અને જૈનકળાના દર્શનની તક મળી. એ વેળા અનેકવાર એવું અનુભવ્યું છે કે તેઓ મારી સાથે જ છે. એમના કળાકાર ચૈતન્યને નમન કરી આ ગ્રંથ કલાજગતને અર્પતાં આનંદ,
વારસ - ૧૨ નવેમ્બર ૨૦૦૧
- જગદીપ સ્માર્ત
૧૦ : જૈન કોઇપટ-ચિત્ર
Jain Education Intemational
Jain Educătion International
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસુદેવ સ્માર્ત જૈન ચિત્રકળાના સંવર્ધક અને કલામર્મજ્ઞ
ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી વાસુદેવ સ્માર્તનું જૈન ચિત્રકળાના સંવર્ધક અને કળામર્મજ્ઞ તરીકે બહુ મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. તેઓ પોતે ભારતીય ચિત્રકળાના પુરસ્કર્તા અને એ પથ પર ચાલનારા કળાકાર હતા. એમણે આજીવન, ભારતીય ચિત્રકળા-પંરપરાને ઉપાસી, આત્મસાત કરી, સંશોધનો કર્યા અને પોતાની નિજી શૈલી પણ સર્જી.
વાસુદેવ માર્સે પોતાનું બાળપણ, ગોપીપુરાના કાયસ્થ મહોલ્લામાં વીતાવ્યું. આ શેરીમાં કાયસ્થો ઓછા અને શ્રાવકો વધારે રહેતા હતા. શાળામાં પાટલી પર બેસીને ભણવામાં પણ જૈન મિત્રો અને શેરીમાં સાથે રમવામાં પણ જૈન મિત્રો. તે જમાનાની સુપ્રસિદ્ધ શાળા શ્રી નગીન ઘેલા જૈન હાઈસ્કૂલમાંથી એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિવાસસ્થાનની આસપાસ જૈન મંદિરો, ગૃહમંદિરો તથા શ્રાવકો જ વધુ હતા. આ જૈન વાતાવરણને કારણે બાળપણથી જ તેમને આ ધર્મ માટે આકર્ષણ રહ્યું હતું. ક્યારેક નાનપણમાં જિનાલયોમાં જઈ ચંદનનો ચાંલ્લો કરતા, કેસરની અમીરાતભરી સુંગધ લેતા કે આરસપહાણના અપાસરાની ઠંડક માણવાની સાથે અંદર શોભતાં ચિત્રો કે આરસમાં કંડારેલાં શિલ્પો જોતા.
દક્ષિણ ગુજરાતમાં જૈન શ્રાવકોની વસ્તી ખાસ્સી હતી. ધનાઢય શ્રાવકો દ્વારા બંધાવવામાં આવેલા અપાસરા, જિનાલયો, ગૃહમંદિરોની ખ્યાતિ ભારતભરમાં પ્રસરી હતી. એમાં સચવાયેલી કળામાં લાકડાનું કોતરકામ, કાષ્ઠનાં પટચિત્રો, આરસનું કોતરકામ, મંદિરોનું વૈવિધ્યસભર સ્થાપત્ય, ચાંદીના દરવાજાઓ, હાંડીઝુમ્મરોનું સુશોભન મુખ્ય
હતાં.
શ્રી વાસુદેવ સ્માર્ત શાળાના અભ્યાસ પછી મુંબઈની સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભારતીય ચિત્રકળા પરંપરાના કલાગુરુ શ્રી જગન્નાથ અહિવાસીજીના વર્ગમાં જોડાયા અને એ વિશેનું બહુમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચિત્રકાર શ્રી ગોકુળદાસ કાપડિયાનો જૈન ધર્મ આધારિત ચિત્રસંપુટ બની રહ્યો હતો. પરંપરાગત પશ્ચિમી ભારતીય કળા, જેને વિવેચકો જૈન સ્કૂલ ઑફ પેઈન્ટીંગ્સ કહે છે તેનાં મૂળ ઘણાં ઊંડાં છે. શ્રી વાસુદેવ સ્માર્ત શરૂઆતનાં વર્ષોથી જ એના અભ્યાસી હતા. માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ ભારતનાં પ્રાચીન ગુફા મંદિરો, કળાધામો, કળા-સંગ્રહાલયો જોવા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં એ કળાની અનુકૃતિઓ કરવા, સંશોધનો કરવા વિવિધ શહેરોમાં અને ગામડેગામડે તેઓ રખડ્યા હતા.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૧
Jain Education Intemational
nal
Page #28
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં કળામહાશાળાનો અભ્યાસ પૂર્ણ કરી આજીવિકા અર્થે અને સંસારમાં સ્થાયી થવા તેઓ સુરત પાછા આવ્યા. તેઓ કળાનો અભ્યાસ કરીને આવ્યા હતા તેથી અને જૈન સંસ્કારો ચિત્તમાં પડ્યા હતા એ કારણે સુરતના સુપ્રસિદ્ધ ચિંતામણિના જૈન દેરાસર તરફ તેઓ આકર્ષાયા. તે જમાનામાં જિનાલયના પ્રવેશદ્વારના પટ, થાંભલાઓ પરની માનવ આકૃતિઓ, ભારોઠિયા પરનાં હાથીઘોડા ને ફૂલવેલની ભાતોની તેમણે અનુકૃતિઓ કરી, ટ્રેસિંગ્ન કર્યા. આ રેખાંકનોની એમની કળાશૈલી પર પણ ઘેરી અસર પડી. જૈન ચિત્રકળામાં લયાન્વિત સબળ રેખાઓનું લાલિત્ય દેખાય છે તેનો પ્રભાવ વાસુદેવ સ્માર્તની શૈલીમાં પણ દેખાય છે.
આ અનુકૃતિઓ કરતી વખતે એમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે પોતે ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જૈન કળાના ભેખધારી, અભ્યાસુ અને સંવર્ધક બનશે. ૧૯૪૦-૫૦ દરમિયાન ચિંતામણિ જૈન દેરાસરનાં તેમણે રેખાંકનો કર્યા. બનારસ વિશ્વવિદ્યાલયમાં કળા-અભ્યાસ માટે ૧૯૫૮માં એમને ભારત સરકારની ફેલોશીપ મળી અને એમણે સુરત છોડ્યું. બનારસમાં ભારતીય ચિત્રકળાના સુપ્રસિધ્ધ કલામર્મજ્ઞ શ્રી રામકૃષ્ણદાસજી અને શ્રી વાસુદેવશરણ અગ્રવાલના સંપર્કમાં આવ્યા. શ્રી રામકૃષ્ણદાસજી વાસુદેવ સ્માર્ત પોતે સ્થાપેલા ભારત કળાભવનમાં લઈ ગયા. આ કળાસંગ્રહાલયમાં દેશવિદેશની કળાપંરપરાના ચિત્રશિલ્પોનો અભુત ખજાનો હતો તે તેમને ખૂબ જ નજીકથી જોવા મળ્યો. પોતાના બનારસ નિવાસના લગભગ પાંત્રીસ વર્ષ દરમિયાન વિશ્વવિદ્યાલય અને ભારતકળાભવન દ્વારા યોજાતા પરિસંવાદો, વ્યાખ્યાનો, પ્રદર્શનોનો શ્રી વાસુદેવ સ્માર્ત ખૂબ જ લાભ લીધો. કંઈક એ પ્રકારનો જ સંયોગ રચાતો ગયો કે તેઓ ભારતીય ચિત્રકળાની વધારે ને વધારે નિકટ આવતા ગયા અને એમાંથી કળાપંરપરાનાં મૂળ અંગો, શૈલીઓ વિશે જાણતા ગયા, અનુભવતા ગયા અને એ બધું આત્મસાત થતું ગયું. આ અભ્યાસને કારણે એમની નિજી શૈલીની સર્જનનો વિકાસ-પિંડ પણ બંધાયો. આ સર્વને લીધે તેઓ આધુનિક કળાપ્રવાહમાં તણાયા નહીં; પરંતુ ભારતીય કળાને વધુ ને વધુ વળગી રહ્યા.
૧૯૮૫માં બનારસ વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત થઈ સુરત પાછા ફર્યા. ઠરીઠામ થાય એ પહેલાં જ ધર્મપત્ની શ્રીમતી પ્રમિલા સ્માર્તનું દુઃખદ અવસાન થયું. બેચાર વર્ષ ઘેરી નિરાશામાં વિતાવ્યાં. ૧૯૯૦ પછી તેમણે ફરી પાછા શ્રી ચિંતામણિ દેરાસર, અજંતા, સિત્તનવાસલની ગુફા, ઓરછા દતિયા કે બીજાં મંદિરોનાં પોતે કરેલાં ટ્રેસિંગ્સના વીંટળા બહાર કાઢયાં. ટ્રેસિંગ્સ કે અનુકૃતિઓ જોતા જાય, રેખાના લાલિત્યને માણતા જાય, પોતે કેવી કઠિન પરિસ્થિતિમાં આ કામ કર્યું હતું એના પ્રસંગો કહેતા જાય અને ભારતીય કળાનાં રસકીય પાસાંઓની ચર્ચા કરતા જાય. તેઓ ભારત સરકારના ‘વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર'ના માનદ્ સભ્ય પણ નિમાયા હતા અને એ દરમિયાન તેમને જૈન ચિત્રકળાના સંશોધન અર્થે ફ્લોશીપ પણ પ્રાપ્ત થઈ હતી. આથી એમનામાં રહેલો રખડુ સંશોધક, ચિત્રકારઆત્મા ફરી સળવળ્યો અને એમણે ભરૂચથી માંડીને વાપી સુધીનાં અનેક મંદિરોની મુલાકાત લીધી, નોંધ કરી અને કામ શરૂ
3 . જૈન ૮૧૮vટ-ગિન
Jain Education Intemational
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસુદેવ સ્માર્ત કળાપ્રવાસ દરમિયાન કરેલી પોતાની નોંધને આધારે લખેલા વિવિધ લેખોનું પુસ્તક ‘ભારતનાં ભીંતચિત્રો’ પ્રકાશિત કર્યું. ભારતભરમાં ગુફામંદિરો, દેવસ્થાનો, જિનાલયો, જ્યાં જ્યાં તેઓ ફર્યા તે તે જગ્યાની વિશેષતાઓ, ધ્યાન પર લઇ જરૂર લાગે ત્યારે, અનુકૃતિ પણ કરતા. એ બધું જ આ ગુજરાતી ગ્રન્થમાં સચવાયું છે. દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં મ્યુરલ ચિત્રો એ એમને ખૂબ જ ગમતો વિષય હતો. ભારતીય ચિત્રકળાના એક મહત્ત્વના અંગ રૂપ કથનાત્મક શૈલી વિષે તથા તેની વર્ણનાત્મકતા વિષે તેઓ વિચારતા રહ્યા.
પાછલી ઉમરમાં ભરૂચ, અંકલેશ્વર, સુરતનાં ચિંતામણિ કે રાંદેરના આદિનાથના દેરાસરમાં ચિત્રની અનુકૃતિ કરવા તેઓ વહેલી સવારે નીકળી પડતા. કલાકો સુધી ઊભા રહી તેઓ જૈનકળાની અનુકૃતિ કરતા, પટ પર ટ્રેસિંગ કરતા, સ્કેચબૂકમાં સીધું માપસરનું રેખાંકન કરતા. કળાકૃતિના મૂળભૂત તત્ત્વને સાચવી લેવાનો ભારે અજંપો એમનામાં હતો. ઉંમર કે ઘડપણનો થાક તેઓ આ ચિત્રકાર્યમાં વિસરી જતા.
ચિત્રની અનુકૃતિ-રેખાંકન કરતી વખતે તેઓ ચિત્રની જે તે સ્થિતિને અને રંગરેખાની વિશેષતાઓને વળગી રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા. જૂના ઊખડી ગયેલા પોપડા જેવાં જૈન ચિત્રો કે ભીંતચિત્રો પર સાચવીને ટ્રેસિંગ લગાડતા, પેન્સિલથી પાતળી રેખામાં કરેલાં ટ્રેસિંગ્સ ઘરે લાવતા, જેના પરથી બીજું પાકું ડ્રેસિંગ કરતા. તે ટ્રેસિંગ્સ પરથી વિશિષ્ટ કાપડ લગાડેલા કાગળ પર એની ફરી અનુકૃતિ કરતા. પછી ‘ઇન્ડિયન રેડ’ રંગમાં એ રેખાઓને સ્પર્શ આપતા. ફરીથી એ જ જગ્યાએ જઈ મૂળ જેવી જ રંગપૂરણીથી એ ચિત્રને સંપૂર્ણ કરતા. જળરંગમાં વૉશ ટેકનિકથી મૂળ શૈલી, માનવીય આકૃતિઓ, પહેરવેશ, પૃષ્ઠભૂમિના રંગો અને એ શૈલીની મહત્ત્વની વિશેષતાને આલેખવામાં દિવસો વીતાવતા. સિત્તેર વર્ષની ઉંમરે રાંદેરના આદિનાથ મંદિરમાં ‘પાલખ” પર ઊભા રહીને કામ કરતા કે વહેલી સવારે ટ્રેસિંગ્સ કે કાગળનો વીંટો બગલમાં વાળી, બગલથેલામાં રંગ પીંછી લઈ દેરાસર જવા નીકળતા ત્યારે કળાકાર જૈન મુનિ જેવા લાગતા. ૧૯૯૩-૯૪-૯૫નાં ત્રણેક વર્ષ શ્રી વાસુદેવ સ્માર્ત જૈન ચિત્રકળાના અભ્યાસ માં જ વીતાવ્યાં.
જૈનકળાની અસરને કારણે એમની શૈલી પણ કથનાત્મક(Narrative Style) શૈલી બની છે. શ્રી વાસુદેવ સ્માર્ટ જ્યારે પોતાનાં ચિત્રો કરતા, ત્યારે પણ ખૂબ જ ઝીણવટ રાખતા. એમણે કરેલાં કેટલાંક ચિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં છે. તેમનાં ચિત્રોમાં ભારતીય પરંપરાનું લાવણ્ય અને તુલિકા પરનું પ્રભુત્વ અપાર હતું. કેન્દ્રવર્તી ચિત્ર સંયોજન, સપાટ-પરિપ્રેક્ષ્ય, સબળ રેખાઓ, ભારતીય વિષય કે પરંપરા કે લોકજીવનને ખૂબ જ નિકટ જઈને ચીતરનારા ચિત્રકાર હતા. જૈન અને રાજસ્થાની કળા પરંપરાને આત્મસાત કરી હોવાથી એમનાં ચિત્ર સંયોજનમાં એ વિશિષ્ટતા પણ સ્પષ્ટ દેખાય છે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૩
Jain Education Intemational
For Private & Personal use only
Page #30
--------------------------------------------------------------------------
________________
માનવીય આકૃતિઓ પોતાના ચિત્રોમાં ખીચોખીચ ગોઠવવાની અને એકબીજાને ઢાંકતી આકૃતિઓની પટ પરંપરાની એમની ચિત્રપદ્ધતિ પણ નયનરમ્ય હતી. ૧૯૪૮માં “પ્રથમ પંદરમી ઓગસ્ટ ૧૯૫૮માં “કૃષ્ણ નવરસ દર્શન', ૧૯૬૦માં “સીતા ચરિત્ર' કર્યું. ત્યાર પછી કવિ કુલગુરુ કાલિદાસના સાહિત્યના અને રામચરિત માનસના પ્રભાવમાં “મેઘદૂતમ” ને “પુષ્પવાટિકા' જેવાં ચિત્રો સર્યા. ‘નવરસદર્શન'માં કૃષ્ણજીવનને કથનાત્મક રીતે મૂકવાની ઊંડી સૂઝ દેખાય છે. અને “પુષ્પવાટિકા' એ ત્રણસોથી વધારે ભારતીય વૃક્ષવેલીનું સુંદર આલેખન કરતું અદ્ભુત ચિત્ર
પ્રવાસના શોખને કારણે સિત્તનવાસલ, અજંતા-ઈલોરા, દક્ષિણનાં મંદિરો, નર્મદા નદીનો કેનવાસ બોટ પ્રવાસ ને હિમાલય ટ્રેકીંગ એમણે કરેલા. અને જ્યાં જ્યાં જે જે ધર્મનાં મંદિરોમાં ચિત્રો હતાં, તેની સબળ અનુકૃતિ એમણે રેખાઓમાં કરેલી, જેનાં કેટલાંય નમૂનાઓ ભાવકોને આ પુસ્તકમાં જોવા મળશે.
સિત્તેર વર્ષે પણ થેલામાં સ્કેચબુક તો હોય જ. ગંગાનો ઘાટ હોય, રામલીલા હોય, રાજસ્થાનનાં ગામડાનું તળાવ હોય, તરણેતરનો મેળો હોય, ગંગા કુંભસ્નાન હોય, દક્ષિણનું ફૂલબજાર હોય, સુરતનું પતંગ બજાર હોય કે ચિંતામણિ સ્વામીનું દેરાસર હોય, સતત મનમાં કંઈક આલેખી લેવાનો ઉત્સાહ તેમનામાં સતત રમ્યા કરતો. કશુંક કરવાનું રહી જાય છે તેવું સતત અનુભવતા અને તેથી જ મને લાગે છે કે જીવનના પાછલાં વર્ષોમાં જૈન ચિત્રકળા સાચવવાની એક દિશા એમને મળી. “રૂપ સંહિતા' નામના સમૃદ્ધ ભારતીય-રૂપ-રચનાના કલાકોશમાં બે હજારથી વધારે ડિઝાઈનો સંગ્રહિત છે, એનાં બીજ કદાચ ચિંતામણિ પાર્શ્વનાથની જાળીની લાકડાની ફ્રેમ પરની અનેક ભાતો રેખાઓથી આલેખી ત્યારે જ રોપાયાં હશે. “ભારતનાં ભીંતચિત્રો' ને “કલાદર્પણ' ગ્રંથોમાં ને “કુમાર”માં દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોની કળાનો વિશેષ પરિચય કરાવવાનો કદાચ પહેલો પ્રયાસ શ્રી વાસુદેવ સ્માર્સે કર્યો હતો.
તેઓ જ્યાં જ્યાં ફર્યા, તે તે સ્થળોની નોંધ ડાયરી સ્વરૂપે પણ પ્રાપ્ત થઈ છે. કેટલીકવાર તૂટી જતાં જૈન મંદિરોને બચાવી લેવા તેઓ ટ્રસ્ટીઓને સમજાવતા, છાપાંમાં લેખ લખી એ વિશે જનજાગૃતિ આવે એ માટે પ્રયત્ન કરતા. ભંગારમાં એન્ટીક પીસ તરીકે કશુંક વેચાવાનું હોય તો સાચવી લેવા કે વેચાતું લઈ લેવા મિત્રોને કહેતા. દક્ષિણ ગુજરાતની કાષ્ઠકળા, જૈન ચિત્રોના ઉત્કૃષ્ટ નમૂનાઓ ઓછા બચાવી શકાયા છે. આરસપહાણનાં મંદિરોમાં નામની
૧૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #31
--------------------------------------------------------------------------
________________
મુકાતી તકતીઓ માટે આક્રોશ પણ પ્રગટ કરતા. એમનો મૂળ હેતુ જૈન કળાને બચાવી લેવાનો હતો. આજે જૈન સમાજને ખ્યાલ નહીં આવે, પરંતુ આવનારો સમય એમને માફ નહીં કરે, એમ અનેક વાર કહેતા.
હવે આ જૈન ચિત્રકળાના ઓછા નમૂના પ્રાપ્ય છે ત્યારે અને બસો વર્ષથી વધારે સમયના કળાના નમૂનાઓ ખાસ વિદ્યમાન નથી ત્યારે એમણે એકલપંડે કરેલો પુરુષાર્થ નોંધનીય છે. એમની સાથેનો મારો સહવાસ પાંત્રીસથીય વધારે વર્ષોનો રહ્યો છે. ૧૯૭૭માં મથુરામાં કુસુમ સરોવર ગોવર્ધનનાં ભીંતચિત્રોની અનુકૃતિઓ કરવાથી માંડીને ૧૯૯૪-૯૫માં ચન્દ્રપ્રભુ જિનાલયનાં પટ ચિત્રોની અનુકૃતિઓ ન કામ સુધી સહાયક તરીકે મેં કાર્ય કર્યું છે. એમણે કરેલા વિશાળ કામ આગળ મારું કાર્ય તો ખૂબ જ નગણ્ય છે. પરંતુ એમની સાથેના સતત સહવાસને લીધે, કળાકૃતિઓની અનુકૃતિ કે ટ્રેસિંગ્સ કરતી વખતે એના કળાકીય રસવૈવિધ્યને માણવાનો એક વિશિષ્ટ પ્રકારનો ‘ધર્મલાભ’ મને થયો છે અને તે માટે હું એમનો આજીવન ઋણી છું. મારી કળાયાત્રાના વિકાસમાં આ સર્વ પૂરકબળ બની રહેશે એમ મને લાગે છે.
ચિત્રકળામાં શ્રી વાસુદેવ સ્માર્ટે મેળવેલા પ્રાવીણ્યમાં જૈન કળાની લયાન્વિત રેખાઓ, ઇન્ડિયન રેડ, બ્રાઉન, યલો ઓકર (પીળી માટી), ગળી જેવા ભૂરા-કોબાલ્ટ બ્લ્યુની સાથે અલંકરણનું ખાસ મહત્ત્વ રહ્યું છે. એ જૈન ચિત્રકળાનું સબળ અંગ છે. જૈન કળાકૃતિઓ આ તત્ત્વને કારણે ‘ઐશ્વર્યવાન’ લાગે છે. એ કામમાં સમૃદ્ધિ છે. કાનનાં કુંડળ, મુકુટ, આભૂષણો, પહેરવેશ, ખેસ, ધોતિયાની કોર, સ્ત્રીઓનાં ચોળી, ઘાઘરા, લાંબો ચોટલો, વેણી, વિશાળ આંખો, આ સાથે ફૂલ-વેલ-પત્તીથી ચિત્રને એક સૌંદર્યબોધ મળે છે. શૃંગારને પણ શ્રી વાસુદેવ સ્માર્તે બરાબર પચાવ્યો હતો. પોતાની કળાશૈલીમાં તેમણે એનો ખાસ્સો ઉપયોગ પણ કર્યો છે.
શ્રી વાસુદેવ સ્માર્ત ચિંતામણિ જૈન દેરાસરના પટ, ચન્દ્રપ્રભુ જિનાલયની છતનાં ચિત્રો, ભરૂચના સુવ્રતસ્વામી મંદિરના પટ, અંકલેશ્વરના ‘અઢાઈ દ્વીપ’ વગેરેની રંગીન આબેહૂબ અનુકૃતિઓ પોતાની સિદ્ધ પીંછી વડે કરી છે, જેના પરિપાક રૂપે આજે આ સચિત્ર ગ્રંથ પ્રકટ કરવાનું શક્ય બન્યું છે.
વાક્બારસ તા. ૧૨ નવેમ્બર ૨૦૦૧
- જગદીપ સ્માર્ત
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૫
Page #32
--------------------------------------------------------------------------
________________
圖
Jain Education Intemational
ઋણસ્વીકાર
આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસુરિજી
આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી
ડૉ. શિરીષ પંચાલ, પ્રો. જયદેવ શુક્લ, પ્રો. સનત્ ભટ્ટ, ડૉ. મોહન મેઘાણી
શ્રી અનિલ રેલિયા, ડૉ. ઈશ્વરલાલ જરીવાલા
શ્રી પ્રફુલ્લ શાહ અને શ્રીમતી શિલ્પા શાહ (ગાર્ડન સિલ્ક મિલ્સ, સુરત)
શ્રી રાજન શાહ (ફોટોક્રોમી, સુરત), શ્રી તેજસ્ શાહ (ફોટોફ્લેશ, વડોદરા)
શ્રી ભરતભાઈ શાહ (અંકલેશ્વર), શ્રી રમેશચંદ્ર અંકલેશ્વરિયા
શ્રી રમેશભાઈ બી. શાહ (સુરત), શ્રી શાન્તિલાલ શાહ, શ્રી જિતેન્દ્ર શાહ
શ્રી સેવંતીભાઈ મહેતા અને સૌ ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી ૐૐકારસૂરિ આરાધના ભવન, સુરત શ્રી વાવ જૈન સંઘના સૌ ટ્રસ્ટીશ્રીઓ
શ્રી બાબુભાઈ અમરચંદ શાહ અને સૌ ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર, સુરત
શ્રી માર્શલ મારફતિયા અને સૌ ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ચંદ્રપ્રભુસ્વામી મંદિર, સુરત.
શ્રી હર્ષદભાઈ અને ધનસુખલાલ અક્કલવજીર અને સૌ ટ્રસ્ટીશ્રીઓ શ્રી નેમિનાથ મંદિર, રાંદેર, સુરત
શ્રી આદીનાથ મંદિર, રાંદેર સુરતના સૌ ટ્રસ્ટીશ્રીઓ
ભરૂચ અંકલેશ્વર અને આમોદના શ્વેતાંબર, દિગંબર મંદિરના સૌ ટ્રસ્ટીશ્રીઓ અને
સમગ્ર દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોના સૌ ટ્રસ્ટીશ્રીઓ
૧૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Page #33
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
Page #34
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
Page #35
--------------------------------------------------------------------------
________________
TIMIANWAMKAMAMANININ
જૈન શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકળા ભારતવર્ષની સમસ્ત કળામાં ભાવના અને ઉદેશનું ઐક્ય રહ્યું છે. આચારવિચારની દૃષ્ટિએ ભારતીય કળા ભવ્ય છે. ભારતીય કળામાં સામાન્ય રીતે ઉદાત્ત ભાવનાઓ અને જીવનના ઉચ્ચતમ ધ્યેયોનો સમન્વય કરવામાં આવ્યો છે. જુદા જુદા સમયગાળાના ભારતીય શાસકો પોતપોતાના ધર્મને અનુસરીને જે તે કળાને આશ્રય આપતા રહ્યા. અને એ રીતે કેટલાક શાસકો, ધાર્મિક સંપ્રદાયો, આશ્રયદાતાઓના સમયમાં અલગ અલગ કળાશૈલીઓનું નિર્માણ થયું છે, દા.ત. હિન્દુકળા, જૈન, બૌદ્ધ, રાજપૂત, ઈસ્લામી અથવા મુઘલ કળા ઇત્યાદિ.
ભારતનાં પ્રાચીન જૈન તીર્થધામોમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ આજે પણ વિદ્યમાન છે. અજંતા એટલે બૌદ્ધયુગનાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાનો ઉત્તમ સમય.
એલૂર-ઈલોરાના ભવ્ય શિલ્પાચારોમાં મુખ્ય ત્રણ મંદિરો છે. કૈલાસનાથ, લંકેશ્વર, ઇન્દ્રસભા અને ગણેશલેણનાં મંદિરોમાં છૂટાછવાયાં ભીંતચિત્રો નષ્ટપ્રાય દશામાં મળી આવ્યાં છે. આ ચિત્રો આઠમી સદીના ઉત્તરાર્ધમાં હોવાનો સંભવ છે. એ ચિત્રોનાં ત્રણ ચતુર્થાશ દેખાતા અણીદાર ચહેરા પરનાં બે દીર્ઘ નેત્રોમાંથી અલગ પડતા એક નેત્ર વાળી માનવાકૃતિ, તીણી નાસિકા, અક્કડ શરીરરચના, અલંકારો ઇત્યાદિ અજંતા શૈલીથી ભિન્ન છે. પછીની શતાબ્દીઓમાં જોવા મળતાં જૈન ચિત્રોનાં મૂળ આ ચિત્રોમાં છે. કેટલાક વિદ્વાનો જૈન ચિત્રકલાને અપભ્રંશ શૈલી, ગુજરાતી શૈલી પણ કહે છે.
ભારતવર્ષના મૂળ ત્રણ મહાન સંપ્રદાયો તે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ છે. જૈન સંપ્રદાયનાં શિલ્પ, સ્થાપત્ય અને ભીંતચિત્રોની નોંધ લઈએ તો એના બે ફાંટાઓ જોવા મળે છે : દિગંબર અને શ્વેતાંબર. ઉત્તર ભારતમાં શ્વેતાંબરનો પ્રભાવ વધુ છે જ્યારે દક્ષિણ ભારતમાં દિગંબર સંપ્રદાયનો પ્રભાવ વધુ જોવા મળે છે. એમાંનાં થોડાં પ્રાચીન સ્થાનોનો પ્રત્યક્ષ પરિચય મેં કર્યો છે. ત્યાંના સિત્તનવાસલ ગુફાનાં ચિત્રોની અનુકૃતિ ઈ.સ. ૧૯૫૬માં મેં કરી છે. તેના નમૂનાઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, દિલ્હીમાં છે.
જૈન કાપટ-ચિત્ર : ૧૯
Jain Education Intemational
Page #36
--------------------------------------------------------------------------
________________
કમળતળાવ સિત્તનવાસલ
સિનનવાસલ એટલે સિદ્ધોને રહેવાનું સ્થળ. દક્ષિણ ભારતમાં મદ્રાસથી ૩૫૦ માઈલ, અને ત્રિચિનાપલ્લીથી ૩૩ માઈલ દૂર, પુરા શહેરથી ૧૨ માઈલ ઊંડાણમાં, પ્રગાઢ જંગલમાં, કાળા પથ્થરના વિશાળ પહાડમાં આ નાનકડું દિગંબર જૈન ગુફામંદિર આવેલું છે. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો જૈન સંપ્રદાયનો હતો. ઈ.સ. ૯૪૦-૬૭૦માં આ ગુફામંદિરનું નિર્માન્ન થયું હતું. ગુહામંદિરના અંદરના ભાગમાં ચિત્રો અને શિલ્પો છે તથા તેના બારના ભાગમાં મૂર્તિઓ છે. ધ્યાનમુદ્રામાં સર્પ પર સ્થિત તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ અને સામેની દીવાલમાં જૈન આચાર્યનું શિલ્પ છે. ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ છે. રંગમંડપની માં ભાતચિત્ર છે તથા બહારના ભાગમાં કમળો ને કમળપત્રોથી સુશોભિત સરોવરમાં જળચર પ્રાણીઓ, માછલીઓ, મગરમચ્છ, મહિષી, હાથીઓ, ક્રીડા કરતાં હંસયુગલોનું વંતનું આલેખન છે, બે દિવ્ય પુરુષો પણ છે. સ્તંભો પર નર્તકીઓ છે, જે ભારતીય ચિત્રકળામાં આકારિત થતી આવતી ઉત્કૃષ્ટ નર્તકીઓની પ્રતિનિધિ સમી છે.
શ્રવણ બેલગોડા ઘણું જૂનું જૈન તીર્થસ્થાન છે. લગભગ ત્રીજી શતાબ્દીથી તે જાણીતું છે. દસમી સદીમાં ગંગવંશના રાજમંત્રી ભડવીર શાસક ચામુંડરાયે ઇન્દ્રગિરિ પહાડ પર બાહુબલિની વિશાળકાય મૂર્તિનું નિર્માણ કરાવ્યું. એક જ પથ્થરમાં ૬૦ ફૂટ ઊંચી વીતરાગની મૂર્તિ ઈ.સ. ૯૮૧માં રચાઈ. ભારતીય શિલ્પશાસ્ત્રનું આ અદ્ભુત સર્જન છે, જેની પૂરી રચના જૈન શિલ્પવિધાન અનુસાર છે. નીચે જૈન મંદિર છે, એમાં સુંદર ભીંતચિત્રો છે, ગંધાગાર પણ છે. અમૂલ્ય નવ રત્નની જુદી જુદી અઢી ઈંચના કદની મહાવીરની મૂર્તિઓ છે અને ત્યાં આચાર્ય ચારુકીર્તિ ભટ્ટાર્ક નામના વિદ્વાન જૈન યતિ રહે છે.
Malik
જૈન કાંચી : તિરુપતિકુમુ
વેગવતી નદીને દક્ષિણ કિનારે કાંચીથી ૧૨ માઈલ દૂર આ એક નાનકડું ગામ છે. એ જૈન કાંચીને નામે જાણીતું છે. આ પણ દિગંબર પંથીઓનું મંદિર છે. આ મંદિરની પરસાળની છતમાં ભગવાન મહાવીર, તથા અન્ય તીર્થંકરોના જીવનપ્રસંગો ઉપરાંત રામાયણ, મહાભારત, કૃષ્ણજીવનનાં સુંદર ચિત્રો છે, જેની શૈલી લંકાના સિંહહંગર અર્થાત્ સિગિરિયાને મળતી આવે છે. તેમાં અજંતા શૈલીની છાયા પણ વરતાય છે. આ ચિત્રો વિજયનગરનો પૂર્વકાળ (૧૪મી સદી દર્શાવે છે. થોડાં ચિત્રો ૧૬-૧૭મી સદીનાં પણ છે. ઊંચાં તથા લીલાં વૃક્ષો, સાદી સરળ છતાં સુડોળ આકૃતિઓ, ઓછુંછતાં સુંદર અલંકરણ, સુદૃઢ રેખાંકન, રંગોમાં સફેદ, કાળો, ગેરુ, અને પીળી મટોડીનો વપરાશ જોવા મળે છે.
૨૦ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Page #37
--------------------------------------------------------------------------
________________
.
0
(O)
TAT વાળા ને
ગુજરાતની જૈનકળા ગુજરાતમાં જૈનકળાનો જે વિકાસ થયો એના આશ્રયદાતા જૈનધર્મી હતા. જો કે કળાકારો પોતે કયા ધર્મના હતા તેનો નિર્ણય કરી શકાતો નથી. વળી વૃદ્ધ યતિઓ અને મુનિઓ પણ ચિત્રોનું નિર્માણ કરતા એવા ઉલ્લેખો છે. એવું અનુમાન કરી શકાય કે મોટા ભાગના કળાકારો જૈનેતર હશે.
| જૈન કળાનું શિલ્પ ગુજરાતી શિલ્પ છે. આ શિલ્પ જે રૂપ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિષયો અને જૈનધર્મના આશ્રયદાતાઓની રૂચિ નિયામક બન્યાં છે. આ શિલ્પો સમજવામાં જૈન વિષયોને લગતી તથા આશ્રયદાતાઓ વિશેની માહિતી ઉપકારક થઈ પડે છે.
ગરવી ગૂર્જર ભૂમિ સૌંદર્ય અને સમૃદ્ધિ માટે જગતના ઇતિહાસમાં પ્રારંભકાળથી સુવિખ્યાત છે. રસવતી ભૂમિ, વહેતી નદીઓ, વૃક્ષોથી છવાયેલી, સુધાન્યોથી લહેરાતી ધરા અહીં છે. ઉત્તરે અર્બદચલ. મકુટશિરોમણિ રૂપ પર્વત, વક્ષ:સ્થળ પર સરસ્વતી, શ્વભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી નદીઓ તથા પશ્ચિમને સ્પર્શતો લહેરાતો રત્નાકર છે. શ્રી ઋષભનાથ, શ્રી નેમિનાથ, ભગવાન શ્રીકૃષ્ણ જેવા દિવ્ય પુરુષનો પાદસ્પર્શ આ ભૂમિ પર થયો છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન, જરથોસ્ત, ખ્રિસ્તી અને ઇસ્લામ વગેરે અનેક ધર્મો અહીં સ્થાન પામ્યાં છે.
જૈન કાંચી : તિસ્પતિકુન્દમ્ જગતના સર્વ પ્રધાન ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપનારી આ પવિત્ર ભૂમિ છે. આમ પૃથ્વીતલ પર પર્વત, સિંધુ, વનરાજિ, રણ અને સરિતાઓથી પરિવૃત્ત આ ભૂમિ દિવ્યશક્તિધારિણી દેવી તરીકે શોભાયમાન છે.
ધનોપાર્જન કરનારા વૈશ્યોએ પણ આ ભૂમિની આરાધના કરી છે. ચીન, ગ્રીસ, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વૈશ્યો તેમ જ ડચ, વલંદા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ અને અમેરિકન-આવા અર્વાચીન સોદાગરો પણ આ ભૂમિ પર વ્યાપાર અર્થે આવ્યા હતા અને વસ્યા હતા.
જૈનોએ આ ભૂમિને શણગારી છે. ભવ્ય દેવપ્રાસાદો, રાજપ્રાસાદો, શિલ્પ-સ્થાપત્ય આ ભૂમિને આપ્યૉ છે. સમસ્ત ગુજરાતી પ્રજાના નૈતિક જીવનમાં જૈન ધર્મની ઊંડી અસર છે.
ચન્દ્રગુપ્ત મૌર્ય, ત્યાર બાદ વલભીપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્ય, વલભીપુરના પતન પછી પંચાસરના ચાવડા શાસકો આવ્યા. તેમણે જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિના આશ્રયથી રાજધાની પાટણ શહેર વસાવ્યું. મહારાજા, વનરાજને જૈનાચાર્ય દેવચન્દ્રસૂરિના આશીર્વાદ મળ્યા. એમની ઇચ્છાથી પાટણમાં પંચાસર પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર બંધાયું. મહારાજાધિરાજ સિદ્ધરાજ જૈન ધર્મને આશ્રયે આવ્યા, ગૂર્જરેશ્વર કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો, અનેક જૈન સૂરિઓના આશિષ પામ્યા. એમના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમ' વ્યાકરણ રચ્યું અને ઠેર ઠેર ચૈત્યો બંધાવ્યા, ગ્રંથભંડારો સ્થાપ્યા જે જગતભરમાં વિખ્યાત છે.
મુસલમાનોના આક્રમણ પછી ગુજરાતમાં મુસ્લિમ રાજસત્તાની સ્થાપના થઈ. સર્વત્ર ઘણો વિનાશ થયો (ભીમદેવ બીજાના વખતમાં). વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના પ્રયત્નોને પરિણામે ગુજરાત ફરી સ્વતંત્ર બન્યું. સેંકડો પ્રાસાદો બંધાયા.
જૈન કાઇપટ-ચિત્ર : ૨૧
Jain Education Intemational
Page #38
--------------------------------------------------------------------------
________________
કાળક્રમે જૈનધર્માનુયાયીઓનો ફરી વિકાસ શક્ય બન્યો. મુઘલ શહેનશાહ અકબર જૈન આચાર્યોનાં સંયમ, તપ, ચારિત્ર્ય, તથા શ્રદ્ધા ઉપર મુગ્ધ થયા. શ્રી હીરવિજયસૂરિને ગુજરાતથી પોતાના દરબારમાં બોલાવ્યા. એમને ‘જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું અને શત્રુંજય, ગિરનાર, સમેતશિખરજી, તારંગાજી વગેરે તીર્થો હંમેશ માટે બક્ષિસ આપ્યાં. જહાંગીર પણ જૈનાચાર્યોથી પ્રભાવિત હતા પરંતુ ઔરંગઝેબની ઝનૂની ધર્માધ નીતિથી ફરી એક વાર બધું નાશ પામ્યું. જૈન કળાની વિશેષતા : ગુપ્ત અને અનુગુપ્ત કાળમાં જે પ્રકારની કળાકારીગરી પાંગરી હતી તેવી જ જૈન કળામાંય જોવા મળે છે. આમ છતાં હિંદુ કળાના સુવર્ણયુગની સિદ્ધિઓથી પર રહીને જૈન કળા પોતાની રીતે પાંગરી છે.
એલૂર-ઇલોરાનાં શૈલઉત્કીર્ણ મંદિરોમાં ભવ્ય જૈન મથક છે, તેનો સમય ઈ.સ.ની આઠમી સદીનો છે. અહીં હિન્દુ શૈલીના દેવરાજ ઇન્દ્ર એક નવું સ્વરૂપ ધારણ કરે છે. એ શિલ્પ ચાલુક્ય શૈલીના બદામીની, રાષ્ટ્રકૂટના એલિફન્ટાની અને પલ્લવોના મહાબલિપુરમની યાદ આપે છે. અહીં ભવ્ય વિરાટ સ્તંભોની સાથે કલાકારીગીરીનું
ખૂબ ઝીણવટપૂર્વકનું કામ, ચોક્કસ પ્રમાણ સાથે જોવામાં આવે છે. આ શિલ્પોમાં ઝીણી ઝીણી કોતરણી દ્વારા ફૂલપાંદડીથી લદાયેલા હાથી પર આરૂઢ થયેલા શૂળદેહી ઈન્દ્ર પણ જોવા મળે છે.
જૈન શિલ્પ ઊંચાઈમાં વામન સરખાં બટુકડાં હતાં. શરૂઆતની શૈલીનાં શિલ્પોમાં યોગમુદ્રામાં સ્થિત તીર્થકરો અથવા કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા તીર્થકરો જોવા મળે છે. આ શિલ્પો સીધા સટાક, હલનચલન વગરનાં, બન્ને હાથ એકદમ સીધા, ઘૂંટણ પણ સીધાં અક્કડ છે. તીર્થંકરના આદર્શ શરીરને સિંહ સાથે સરખાવવામાં આવે છે. ઊંચી અને સશક્ત છાતી, સીધા હાથ, સપાટ અને વિશાળ સ્કંધપ્રદેશ, એક જ સીધી રેખામાં જોવા મળતા ખભા સુંવાળા છે. આ પ્રકારની પવિત્ર વ્યક્તિને વીર કહેવામાં આવે છે. આ બધું યોગના નિયમોને અધીન રહેતી શ્વાસોચ્છવાસની ગતિ સૂચવે છે.
જૈન કળાને પોતાની એક શૈલી છે. તીર્થકરોનાં શિલ્પો રૂઢ શૈલીનાં, ભરાવદાર અને ઊભેલાં હોય છે. કદાચ જૈન કળાનું મૂળ ભારતીય ન હોય એવી કોઈ ભૂતકાળની કળામાં છે. જૈન મંદિરના સ્થાપત્યમાં જૈનોએ ઘણું કરી હિન્દુ ધર્મનાં મંદિરોની રચનાનું અનુસરણ કર્યું છે. ગુજરાત-રાજસ્થાનનાં જૈન મંદિરો ઉત્તર ભારતના ભવ્ય હિંદુ સ્થાપત્યને મળતાં આવે છે, ખાસ કરીને મુસલમાનોના આક્રમણ પહેલાંના એટલે કે ઈ.સ. ૧૦મીથી ૧૩મી સદી સુધીનાં ખજૂરાહો જેવાં મંદિરોને મળતાં આવે છે.
ભારતીય સ્થાપત્યની મુખ્ય વિશેષતા તે અલંકરણપ્રાધાન્ય છે. જેમાં લાકડા પરની કે હાથીદાંતની કોતરણી જેવું સ્થાપત્ય જોવા મળે છે. આનાં જ્વલંત ઉદાહરણો હિન્દુ સ્થાપત્યમાં નહિ, પરંતુ ગુજરાતનાં જૈન મંદિરોમાં જોવા મળે છે. આબુનાં મંદિરો એની સુંદર કળામય કોતરણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિરો ઈ.સ. ૧૦૩૨થી ઈ.સ. ૧૨૩૨ એટલે બસો વરસમાં બંધાયાં હતાં. બીજી રીતે કહેવું હોય તો આબુનાં મંદિરોનો નિર્માણકાળ મહંમદ ગઝનીના સોમનાથ આક્રમણ પછીનાં સાત વરસનો હતો. ઈ.સ. ૧૨૯૭માં તો શિલ્પગારો બંધાઈ ગયા હતા.
આ સ્થાપત્યો ભારતીય રાષ્ટ્રીય જીવનની પરિવર્તનશીલતાના મહાન યુગનું પ્રતીક છે. સોમનાથની ભવ્ય જાહોજલાલીનો ગઝનીએ નાશ કર્યો. એની આ જંગલિયત સામે વિરોધ તરીકે ઉત્તર ભારતમાં ઘણી ઈમારતો બંધાઈ. આ સમય દરમિયાન કળાને આશ્રય આપવાનું વેપારીઓ અને આમ જનતાના અધિકારમાં આવ્યું હતું. એ રીતે જોતાં આબુનાં મંદિરો આમ જનતાના સ્થાપત્યનું ઉદાહરણ છે; નહી કે રાજાઓના આશ્રયનું. આબુનું અત્યંત મહત્ત્વનું મંદિર દેલવાડા(મંદિરોનો પ્રદેશ) ઋષભનાથ તીર્થંકરનું છે, અને તે વિમલ શાહે ઈ.સ. ૧૦૩૧માં શ્વેતામ્બર વર્ધમાનસૂરિની આજ્ઞાથી બંધાવ્યું હતું. આ દેવપ્રાસાદ શ્વેત આરસપહાણનો બનેલો છે. અહીંની અદ્ભુત કોતરણી, કારીગરી જગતના શિલ્પ-ઇતિહાસમાં અનોખી છે. ભવ્ય કલ્પવૃક્ષો, ઝુમ્મર જેવાં છતોનાં શિલ્પો, નજાકત ભરેલી દિવ્ય અપ્સરાઓ અને મનુષ્યાકૃતિઓ - આ કળાસૌંદર્યને સ્વર્ગની ઉપમા આપી શકાય. આ દેવપ્રાસાદની સામે ૨૨મા તીર્થંકર નેમિનાથનું મંદિર ઈ.સ. ૧૨૩૨માં તેજપાલ અને વસ્તુપાલે બંધાવ્યું હતું. અઢળક ધન છપાવવાને બદલે અથવા ભોંયમાં ભંડારી દેવાને બદલે શ્રેષ્ઠીઓએ આબુ. શત્રુંજય, ગિરનાર પર્વતનાં મંદિરો બંધાવી તેનો ઉચિત ઉપયોગ કર્યો.
૨૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત, સુરતનાં જૈન મંદિરોમાં લાકડાનું સુંદર સ્થાપત્ય તેમ જ ચિત્રકામ આજે પણ વિદ્યમાન છે. ગુજરાતનું સ્થાપત્ય ભીંતો, સ્તંભો, તોરણો, દરવાજાઓ એની સુંદર કોતરણી, ચિત્રો, પદચિત્રોથી મંડિત છે. સૂક્ષ્મ કોતરણી, સુંદર ચિત્રસંયોજનો, રેખાંકનો, રંગો, સોનેરી રંગનો ઉપયોગ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. જૈન પટચિત્ર પ્રાચીન ભારતીય સાહિત્યમાં વસ્ત્ર પર ચીતરવામાં આવેલાં ચિત્રોના અનેક ઉલ્લેખો મળે છે. સામાન્યપણે ધાર્મિક કે સાંપ્રદાયિક વિષયને નિરૂપતા ગ્રંથોમાં પટ કે પટચિત્રના | ઉપયોગના ઉલ્લેખો મળી આવે છે. જેમ કે બૌદ્ધ ધર્મગ્રંથ “સંજુત્તનિકાય'માં “દૂષ્ણપટ', પોલીશ કરેલી ‘ચિત્રપટ્ટિકાઓ'નો ઉલ્લેખ છે. હવે જો પટચિત્રની પરિભાષા સ્પષ્ટ કરવી હોય તો એમ કહી શકાય કે વસ્ત્ર પર ચિત્ર ચીતરવામાં આવે છે તે પદચિત્ર. એના ચાર પ્રકાર છે : ધૌત-ધોયેલું, ઘટિત-ઘસીને ચળકતું કરેલું, લાંછિત-ખેંચીને લાંબું કરેલું અને રંગિત-રંગ કરેલું.
લાંબા અને સાંકડા પટને એક લાંબા વાંસ પર લટકાવવામાં આવતો અને એનો ઉપયોગ સામાન્ય લોકસમૂહને અમુક ચોક્કસ વિષયનું જ્ઞાન આપવા માટે કરવામાં આવતો. દા.ત. “સંસારચક્ર પટ’, ‘પાપપુણ્ય પટ” ને “સ્વર્ગનરક પટ' ઇત્યાદિ.
પ્રાચીન સમયમાં પટનો ઉલ્લેખ મળે છે પરંતુ ૧૪મી સદી પૂર્વેના કોઈ પટ મળતા નથી. એનું કારણ એ છે કે કાપડ લાંબો સમય ટકી શકતું નથી તથા આ પ્રકારની સાંસ્કૃતિક સામગ્રીનો વિનાશ વિદેશીઓના આક્રમણોને કારણે પણ થયો હોય. | ડૉ. મોતીચન્દ્ર એમના “Jain Miniature Paintings From Western India' ગ્રંથમાં ત્રણ પટોનો ઉલ્લેખ કરે છે. આ ત્રણે પટોનો સમય ઈ.સ. ૧૪મી સદીનો છે. એ પછીનાં સંશોધનોને પરિણામે જૈનમંદિરો, સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી અનેક જૈન-જૈનેતર વસ્ત્રપટો, વિજ્ઞપ્તિપત્રો મળી આવ્યાં છે. તે બધાંનો સમય ૧૪થી ૧૮મી સદીનો માની શકાય. વસ્ત્ર-પટ નિર્માણની પ્રક્રિયા : આ પટ બનાવવા માટે ખાદીના કાપડના ટુકડાને ઉપયોગ લેવામાં આવતા. આ ટુકડાને પ્રથમ ઘઉં કે ચોખાના લોટની લાહી બનાવી તેનાં છિદ્રો પૂરી દઈ લાહીનો પુટ આપવામાં આવતો. તે સંપૂર્ણપણે સુકાઈ જાય પછી તેને પથ્થરના “ધૂટા' વડે ઘૂંટીને એટલું સુંવાળું બનાવવામાં આવતું કે તેના પર ચિત્રકામ થઈ શકે. ત્યાર બાદ ગેરૂઆ રંગની રેખાઓથી રેખાંકિત કરવામાં આવતું અને પછી તેમાં જુદા જુદા રંગો પૂરવામાં આવતા. અને જરૂર મુજબ રૂપેરી અને સોનેરી રંગોથી સુશોભન પણ કરવામાં આવતું.
આ પટોને ચાર વર્ગોમાં વહેંચી શકાય :
૧. જૈન ખગોળ-ભૂગોળના આલેખો કે નકશાઓ ૨. આધ્યાત્મિક તાંત્રિક પટો ૩. તીર્થ પટો ૪. પ્રકીર્ણ વિજ્ઞપ્તિ પટો, ધજા પતાકાઓ વગેરે
પ્રથમ વર્ગમાં નીચે પ્રમાણેના આલેખો કે નકશાઓનો સમાવેશ થાય છે :
૧. જંબદ્વીપનો નકશો (પૌરાણિક જંબુદ્વીપ) ૨. અઢી દ્વીપનો નકશો (પૌરાણિક બે અને અડધો દ્વીપ) ૩. અષ્ટ દ્વીપ અથવા નંદીશ્વર દ્વીપ પટ (પૌરાણિક આઠ દ્વીપનું દર્શન કરાવતો) ૪. લોકપુરુષ
આ પટોનો મુખ્ય ઉદ્દેશ સાધુ સાધ્વી અને શ્રાવકોને જૈન ખગોળ-ભૂગોળનાં જ્ઞાન અને સમજણ આપવાનો છે. આવા પટ સર્વ રીતે પ્રતીકાત્મક અને રૂઢ સ્વરૂપના હોય છે. આ પટ પશ્ચિમ ભારતની ચિત્રશૈલીમાં ચીતરવામાં આવ્યા છે. સામાન્ય રીતે સફેદ રંગની પૃષ્ઠભૂમિ પર વાદળી, લાલ પીળો અને કાળા રંગોનો ઉપયોગ થયો છે.
બીજા વિભાગમાં આધ્યાત્મિક કે તાંત્રિક પટોનો સમાવેશ થાય છે : ૧. સૂરિમંત્ર પટ ૨. વર્ધમાન વિદ્યા પટ ૩. પાર્શ્વનાથ ચિંતામણિ પટ ૪. પાર્શ્વનાથ પદ્માવતી પટ ૫. ડ્રીંકાર પત્ર પટ વગેરે
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૩
Jain Education Intemational
Page #40
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારના પટ સામાન્ય રીતે ચોરસ, લંબચોરસ અને ગોળ જેવી ભૌમિતિક આકૃતિઓમાં રજૂ કરવામાં આવે છે. એમાં સમવસરણ, સુશોભન અને અચૂકપણે કેન્દ્રમાં બેઠેલા તીર્થંકરની આકૃતિ ચીતરવામાં આવે છે. પ્રતીકોને મંત્રાવર(મંત્રના અક્ષરો) સાથે લાલ દેવનાગરી લિપિમાં આલેખવામાં આવે છે. યંત્ર તરીકે ઓળખાતી આ ગૂઢ કૃતિઓનું મુખ્ય પ્રયોજન આધ્યાત્મિક તેમ જ ભૌતિક શ્રેય પ્રાપ્ત કરવાનું હોય છે.
ત્રીજા વર્ગના પટોમાં તીર્થપટોનો સમાવેશ થાય છે: ૧. પંચ તીર્થ પટો ૨. વિવિધ તીર્થ પટો ૩. શત્રુંજય તીર્થ પટો અને અન્ય પટો
જૈન માન્યતા અનુસાર દરેક શ્રાવકે જ્ઞાનપ્રાપ્તિ અર્થે જીવનમાં ઓછામાં ઓછી એક વાર શત્રુંજય તીર્થની યાત્રા કરવી જોઈએ. સાથે સાથે તેણે મુખ્ય પાંચ તીર્થોની પણ પૂજા કરવી જોઈએ. અર્થાત્ દરરોજ આબુ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને શત્રુંજયની ચિત્રમય આકૃતિઓની એક સાથે પૂજા કરવી જોઈએ. આ પ્રયોજન અર્થે જ આ વર્ગના પટો બનાવવામાં આવે છે. પંચતીર્થ પટના પ્રાચીન નમૂનામાં જૈન ચિત્રકળાની રૂઢ અને પરંપરાયુક્ત વિશિષ્ટ શૈલીનાં દર્શન થાય છે. પરંતુ સોએક વર્ષ પછી શીર્ષકવાળા કળાત્મક નકશાની કક્ષાએ તે જઈ પહોંચે છે. આને અનુસરીને વીસમી સદીમાં બે કે ત્રણ પરિમાણયુક્ત પટ પણ મળે છે. આવા પરિમાણવાળા અને તીર્થો દર્શાવતા પટ પથ્થર કે લાકડાના માધ્યમમાં કોતરેલા કે કંડારેલા હોય છે. અત્યારે જુદા જુદા રંગની ઝીણી કપચી તથા કાચની રંગીન કપચીથી તૈયાર થતા વિશાળ પટો પણ જોવામાં આવે છે. વિવિધ તીર્થપટોમાં મુખ્ય પાંચ કરતા વધારે તીર્થ પણ ચીતરેલા હોય છે. અમદાવાદમાં ઈ.સ. ૧૬૪૧માં ચીતરાયેલા પટોનું મહત્ત્વ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, પણ તે તે સમયની જૈન ચિત્રશૈલીનાં ઉત્કૃષ્ટ નિદર્શનો મળતાં હોવાથી કળાની દૃષ્ટિએ પણ છે. શત્રુંજય તીર્થ પર સારા પ્રમાણમાં જુદા જુદા માપના અને જુદા જુદા માધ્યમમાં પટ મળી આવે છે. એમાં તે તીર્થની યાત્રા કરતી વખતે માર્ગમાં આવતાં ઝરણાંઓ, ટેકરીઓ નદીઓ, શિખરમંડિત ફરફરતી ધજાવાળાં મંદિરો, નાનાં મંદિરો, મકાનો, ધર્મશાળાઓ, વૃક્ષો, કુંડો, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સુંદર રીતે રેખાંકિત છે. તથા એ સર્વ રંગવૈવિધ્યથી, શોભાશણગારથી ચિત્રિત હોઈ કળાત્મકતાની દષ્ટિએ આકર્ષક છે.
છેલ્લા અને ચોથા વર્ગમાં નીચે પ્રમાણેના વસ્ત્રપટોનો સમાવેશ થાય છે. : ૧. વિજ્ઞપ્તિ પત્રો : જૈન મુનિઓને ચાતુર્માસ ગાળવા માટે પધારવા વિનંતી કરતા પત્ર. ૨. ક્ષમાપના પત્રિકા ૩. ચિત્રકાવ્ય પટ ૪. જ્ઞાનબાજી-સાપસીડીની રમત જેવો પટ ૫. જન્મકુંડળીઓ ૬, અન્ય જુદા જુદા વિષયના પટ ૭, વહીવંચાનો ઓળિયો, જૈન વંશાવલિનો પટ
વિજ્ઞપ્તિ પત્રો પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં ખાસ્સા લાંબા હોય છે. આ પત્ર કાગળ પર ચીતરી કપડા પર ચીપકાવવામાં આવેલા હોય છે અને તેમાં પોતાના નગરનાં મહત્ત્વનાં, સુંદર જોવાલાયક સ્થળોનું કાવ્યમય વર્ણન કરેલું હોય છે. આ પટો રૂઢ, પરંપરાગત શૈલીમાં જ બનાવવામાં આવે છે. મોટે ભાગે આ પટ જે તે સ્થળના સ્થાનિક ચિત્રકારો તૈયાર કરી આપતા.
આ પ્રકલ્પ દરમિયાન મેં જુદે જુદે સ્થળે શ્વેતાંબર તેમ જ દિગંબર જૈન મંદિરોમાં ભીંતચિત્રો અને પટચિત્રો જોયાં. ભીંતચિત્રો અને વસ્ત્રપટો પરનાં ચિત્રો લુપ્ત થઈ ગયાં છે. ફક્ત બે મંદિરોમાં જૂનાં ભીંતચિત્રો જોવા મળ્યાં, જે અત્યારે લગભગ નષ્ટપ્રાય દશામાં છે. આશરે સવાસો વરસ જૂનાં ભીંતચિત્રો ચિત્રકળાના ઉત્તમ નમૂના સમા છે. લઘુચિત્રોની પરંપરાનો ખ્યાલ આપતાં આ ચિત્રોમાં શ્રેષ્ઠ ચિત્રસંયોજન, સીમિત રંગો, લાવણ્યમય આકૃતિઓ, અલંકારો અને વેશભૂષાથી સજ્જ માનવ આકૃતિઓ, સુદેઢ રેખાંકન, પ્રકૃતિનું વૈવિધ્યપૂર્ણ દર્શન, પર્વતની વિવિધ સંરચના, જળચર અને ભૂચર પ્રાણીઓ પ્રાચીન પરંપરાના ખૂબ જ મહત્ત્વનાં ઉદાહરણો છે અને તેની મેં અનુકૃતિઓ પણ કરી છે. તાંત્રિક અને રહસ્યમય અંશો દર્શાવતા, વાંકી અને સીધી રેખાઓની અદ્ભુત લીલા પ્રગટ કરતા, જૈન ભૂગોળ, ખગોળનું રહસ્ય સમજાવતા પટ પણ ભીંતચિત્રોમાં ચીતરાયલા છે.
ખાસ કરીને તો લાકડાના પટ ખૂબ ધ્યાન ખેંચે એવા છે. જોકે મંદિરોનો પુનરુદ્ધાર થતાં આ કળાકારીગરી લુપ્ત થઈ છે. ઘણું જ સુંદર અને નજાકતભરેલું કાષ્ઠ શિલ્પકામ અને તેના ઉપરનું ચિત્રકામ પણ લુપ્ત થયું છે એ એક દુઃખદ ઘટના છે. પરંતુ આજે થોડાંક મંદિરોમાં એ જૂની પરંપરાની ઝલક પ્રત્યક્ષ જોવા મળે છે. જૈન પૂજનવિધિનાં ઉપકરણો, પ્રાચીન પંચધાતુની અસંખ્ય સુંદર મૂર્તિઓ, પાષાણની દિવ્ય પ્રતિમાઓ, ઘુમ્મટ, છત, સ્તંભો અને ભારોઠિયા પરનું સુંદર ચિત્રકામ આજે પણ જોવા મળે છે, એમાં વિશેષ આકર્ષણ લાકડા પર ચિત્રિત પંચતીર્થના પટો છે. ઘણાં મંદિરોમાં સુરક્ષિત રહેલા આ પટો જૂની ચિત્રપરંપરાની સાક્ષી પૂરે છે. એ જમાનાની સમૃદ્ધિ, લોકજીવન, સામાજિક જીવન, ધાર્મિક ભાવના, તીર્થકરોની દિવ્ય આકૃતિઓ સાધુ-સાધ્વી અને શ્રાવકો, આધ્યાત્મિક પરિવેશ, સુવર્ણમંદિરો, ઘુમ્મટો-શિખરોથી શોભાયમાન છે. કાઇસ્તંભો પર વાજિંત્રો વગાડતી દિવ્ય અપ્સરાઓ-પૂતળીઓ, સુંદર કોતરણીવાળા સ્તંભો ઉપર ચિત્રિત વિવિધ મુદ્રામાં આકૃતિઓ – આ બધું ઉત્કૃષ્ટ કળાનું દ્યોતક છે. સોનેરી રંગનો સુંદર વિનિયોગ કરીને પ્રાચીન જૈન ચિત્રશૈલીમાં જે આલંકારિક સુશોભન કરવામાં આવતું હતું કે આ બધા પટોમાં જળવાઈ રહ્યું છે.
૨૪: જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
Page #41
--------------------------------------------------------------------------
________________
TryTryTm tryini rrrrh Territ Mility in L istinguistirrin TIMLInt,
સુરતનાં જૈન મંદિરો સુરત વિશે પ્રાચીન દસ્તાવેજો મળતા નથી તેમ છતાં મધ્યયુગીન સંસ્કૃત કવિતા અને ગુજરાતી કવિતાના સંદર્ભો પરથી તથા પંદરમીથી ઓગણીસમી સદી સુધીનાં જૈન મંદિરોની ધાતુપ્રતિમાલેખો તથા અન્ય માહિતી પરથી અનુમાન કરી શકાય કે છેક શરૂઆતથી જ સુરત સૂર્યપુર તરીકે ઓળખાતું હતું. સુરતની આસપાસનાં સ્થળનામો પણ પરસ્પર સંકળાયેલાં છે :
૧. તપતી - તપનતનયા તાપી : સૂર્યપુત્રી ૨. રન્નાદે, રાંદલ - રાંદેર : સૂર્યપત્ની ૩. અશ્વિનીકુમાર : સૂર્યદેવના પુત્રો ૪. સુરત : સૂર્યપુર ૫. ઉત્રાણ : ઉત્તરાયન. સુરત શબ્દ સૂર્યપુત્રી > સૂરપુત્રી > સૂરઉત્તી > સુરુતી > સૂરતી > સુરત એ રીતે વ્યુત્પન્ન થયો છે. રાંદેરની ચડતીપડતી અને જૈનોનાં સ્મૃતિચિહ્નો : સુરતની વાત કરતા પહેલાં તેની પાસે આવેલા અને આજે તો સુરતનો જ વિસ્તાર બનેલા રાંદેર પર દૃષ્ટિપાત કરવો જરૂરી છે. રાંદેર નગરનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. પૌરાણિક કથાને આધારે સૂર્યની પત્ની રન્નાદેવી-રન્નાદેનું મૂળ સ્થાન અને તપોભૂમિ રાંદેર ગણાય
રાંદેરમાં સૂર્યપત્ની રન્નાદેનું સ્થાનક આજે પણ અંગ્રેજી ફળિયામાં મોજૂદ છે. આ દેવી ‘રાંધણી’ માતાને નામે પણ ઓળખાય છે. આ નગરનું નામ સં. “રત્ના” પ્રાકૃત રન્ના + 3ર (નગર) ઉપરથી રન્નેઅર > રન્નેર > રાનેર> રાંદેર બન્યું છે.
રાંદેર ખૂબ સમૃદ્ધ નગર હતું. એ સમયે સુરતમાં માછીમારોનાં થોડાં ઝૂંપડાં જ હતાં. રાંદેર નગરનો ઇતિહાસ જૈન અનુશ્રુતિ પ્રમાણે મહાન અશોકના વંશજ સંપ્રતિ રાજા સાથે સંકળાયેલો મનાય છે. ઈ.સ. ૨૦૦થી ૨૨પના અરસામાં ઘણાં જૈન દેરાસરો રાંદેરમાં બંધાયાં હતાં. એ પછીના સમયમાં રાંદેરમાં જૈન દિગંબર અને શ્વેતાંબરોની મોટી વસતી હોવાના પુરાવા જૈન ગ્રંથોમાંથી મળે છે. તાપી કાંઠાનાં
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૫
Jain Education Intemational
Page #42
--------------------------------------------------------------------------
________________
બંદરોનો ઇતિહાસ જોઈએ તો કામરેજ ને વરિયાવનાં બંદરો તાપી નદીનું વહેણ બદલાતાં અને નદીમાં પુરાણ થતાં તૂટ્યાં અને રાંદેર વેપારી કેન્દ્ર તરીકે વિકસતું ગયું. આજે પણ આ હકીકતની સાક્ષી ઐતિહાસિક ડક્કા ઓવારાના અવશેષો પુરાવે છે.
સૂર્યપુરની આસપાસ ગાઢ જંગલોમાં વસેલું ગામ તે કતારગામ, જ્યાં સૂર્ય ભગવાને તપ કર્યું હતું એમ મનાય છે. પછી સૂર્ય કુટુંબ ત્યાં જ વસી ગયું. દેવોના વૈદ્યો તરીકે ઓળખાતા સૂર્યના પુત્રો અશ્વિનીકુમારો સાથે સંકળાયેલું મનાતું, તાપી કાંઠે આવેલું, વૈદ્યનાથ ક્ષેત્ર આજે પણ અસ્તિત્વમાં છે. સામે પાર, સૂર્યના ઉત્તરાયન સાથે ઉતરાણ ગામનો મેળ બેસે છે. આ પુરાણકથામાં તથ્ય વરતાય છે.
ઈ.સ. ૧૦૩૦માં ભારતમાં આવેલા અરબી વિદ્વાન અલબીરૂનીએ આ નગરને “રાહનજૂલ’ તરીકે વર્ણવ્યું છે. અલબીરૂનીને આધારે ઈ.સ. ૧OOOમાં રાંદેર લાટ મુલકનું એક મહત્ત્વનું નગર હતું. એ પછીની બે સદીમાં ત્યાં જૈનોનો ઘણો પ્રભાવ હતો અને ત્યારે નગર સમૃદ્ધ હતું. કવિ પદ્મનાભે નોંધ્યા પ્રમાણે સુરત નગરનું અસ્તિત્વ વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં હતું. કવિ પદ્મનાભે તેની કાવ્યરચના અલ્લાઉદ્દીન ખીલજીના ગુજરાત ઉપરના આક્રમણ પછી ૧૫૮ વર્ષે કરી હતી. તેમના નિર્દેશ મુજબ સુરત પાસેના રાંદેરનું અસ્તિત્વ તેરમી સદીમાં હતું. તે વિષેના આધારો પ્રાપ્ત થાય છે. ઈ.સ. ૧૨૨પમાં અરબસ્તાનના કુફાની અબ્બાશી ટોળીના આરબોએ રાંદેર ઉપર સત્તા સ્થાપી હતી. આ આરબો મૂળ કુફાના શિયાઓ હતા. તેઓ રાંદેરમાં નવા આવેલા હોવાથી નવાયતા કે નાયતા કહેવાયા. આ નવાયતા વેપારીઓ મલક્કા, ચીન, તેનાસરીમ, પેગુ અને સુમાત્રા સાથે વેપાર કરતા હતા. જર્મન મુસાફર મેન્ડેસ્લો ઈ.સ. ૧૬૩૮માં સુરત આવ્યો હતો ત્યારે પણ રાંદેરના નવાયતા’ કુશળ વેપારીઓ હતા એવી તેણે નોંધ કરી છે. આ અરબ જૂથના આગમનને પગલે રાંદેરની સ્થાનિક જૈન વસતી પર જુલમ થયો અને દેરાસરોની ભાંગફોડ થઈ. આ અંગે સુરતના કવિ નર્મદ પણ નોંધ કરેલી છે. નાયતાઓના આગમન પછી જૈનો રાંદેરમાં ટકી રહ્યા. ઈ.સ. ૧૪૦૫માં દેવેન્દ્રકીર્તિએ દિગંબરોના ભટ્ટાર્કોની ગાદી જ્યારે ગાંધારથી ખસેડી રાંદેરમાં આણી ત્યારે રાંદેર ઘણું જ સમૃદ્ધ અને સલામત હશે એમ લાગે છે. 1 સુરતના દિગંબર જૈન સંપ્રદાયની ‘બલાત્કારગણ'ની જૂની ગાદી સં. ૧૫૧૮ (ઈ.સ. ૧૪૬ ૨)માં ભટ્ટારક વિદ્યાનંદજીએ રાંદેરથી સુરતમાં ખપાટિયા ચકલા પાસે આવેલા ‘દાંડિયા'ના દેરાસરમાં ખસેડી હતી એવી માહિતી મળે છે. ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ રાંદેર લૂંટ્યું અને બાળ્યું પછી જૈનોની સ્થળાંતરની પ્રક્રિયા વધારે ઝડપી બની. આ જ કારણે ત્યાર પછી રાંદેર કદી પણ સમૃદ્ધ બની શક્યું નહિ.
દિગંબર જૈનોનું એક મંદિર રાંદેરમાં છે. ૪00 વર્ષ જૂના હોવાની શક્યતાવાળાં જૈન મંદિરોમાં રાંદેરની, નાની ગલીમાં આવેલાં નેમિનાથ અને આદીશ્વરનાં મંદિરો તથા નિશાળ ફળિયામાં આવેલું આદિનાથ ભગવાનનું મંદિર આજે પણ અસ્તિત્વમાં છે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજય વિ.સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૯૮૨)માં રાંદેરમાં ચાતુર્માસ રહ્યા તે વખતે સંઘના આગ્રહથી એમણે ‘શ્રીપાલ રાજાનો રાસ’ રચવો શરૂ કર્યો. પરંતુ ૭૫૦ ગાથાઓ રચી તે વર્ષે રાંદેરમાં જ તેઓ સ્વર્ગવાસી થયા. પછી એ રાસની પૂર્ણાહુતિ એમના વિશ્વાસભાજન ન્યાયાચાર્ય યશોવિજયગણિએ થોડા સમયમાં કરી હતી.
મહામહોપાધ્યાય’ વૈયાકરણી શ્રી વિનયવિજય ઉપાધ્યાય સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. લગભગ પચાસ વર્ષ સુધી વિવિધ કક્ષાની, બુદ્ધિશાળી અને રુચિપૂર્ણ – જેનો ઉપયોગ માર્ગદર્શક થઈ પડે એવી વિવિધ સાહિત્યિક કૃતિઓ તેમણે રચી, પોતાને જે સત્ત્વશાળી સાહિત્ય અને આર્ય સંસ્કૃતિનો ઉત્તમ વારસો મળ્યો હતો તેમાં વૃદ્ધિ કરી વિ.સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૬૮૨)માં નિર્વાણ પામ્યા. રાંદેરના નેમિનાથ જિનાલયમાં જિનાદિ આરતી સામે એમની પાદુકા ૧૦” X ૭.૫”ની છે અને તેના પર લેખ છે. એમણે લખેલી સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં, તેરમી સદીના રાંદેરના ત્રણ જિનમંદિરના એકેક મૂળ નાયક તરીકે નેમિનાથ, શામળાજી અને ઋષભદેવનો ઉલ્લેખ છે.
પ્રવાસી બારબોઝાની નોંધ મુજબ રાંદેરની જાહોજલાલી અને સમૃદ્ધિથી આકર્ષાઈ ફિરંગી નૌકાદળના સેનાપતિ એન્ટોનિયો ડી. સિલ્વેરિયાએ ઈ.સ. ૧૫૩૦માં ગાંધાર બંદરની લૂંટ પછી રાંદેરની પણ લૂંટ ચલાવી હતી. પ્રસિદ્ધ ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ
SSC ] 811
//
WITTINGIN
૨૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
Page #43
--------------------------------------------------------------------------
________________
જોટેએ આ લૂંટનું વર્ણન કર્યું છે તે મુજબ અઢળક લક્ષ્મીથી ઊભરાતા રાંદેર નગરમાં ફિરંગીઓએ દિવસો સુધી લૂંટ ચલાવી હતી. રાંદેર પર ફિરંગીઓના આવા એક નહિ પરંતુ બલ્બ હુમલા થયા હતા. આ હુમલાઓથી રાંદેર બિસ્માર થઈ ગયું અને સદીઓ સુધી ઊભું થઈ શક્યું નહીં.
મુઘલકાળમાં રાંદેર નગરની સ્થિતિ અંગેના ઉલ્લેખોમાં મુઘલ શહેનશાહ જહાંગીરે રાંદેરની મુલાકાત ઈ.સ. ૧૯૨૪માં લીધી હતી. રાંદેરના નગરશેઠે જહાંગીર બાદશાહનું દબદબાભર્યું સ્વાગત કર્યું હતું. કહેવાય છે કે હાલના જહાંગીરપુરા પાસે જહાંગીર બાદશાહનો મુકામ હતો. ત્યાંથી રાંદેર સુધી રેશમના ગાલીચા પાથરી બાદશાહને નગરમાં લાવવામાં આવ્યા હતા. આજે પણ તે વિસ્તાર જહાંગીરપુરા નામે ઓળખાય છે.
રાંદેરની પુરાણી મસ્જિદોનું કળાત્મક બાંધકામ દર્શાવે છે કે ઇસ્લામધર્મી પ્રજા પણ અહીં વસી હતી. એ પ્રજા સમૃદ્ધ હતી અને વેપારી શાહ સોદાગર તરીકે વખણાતી હતી.
@
@
@
@G) DIG
SK
G |
H ||K D]E
A TC n Kg || E | |
k ) -
રાંદેરનાં મંદિરો રાંદેરમાં શ્વેતાંબરોનાં પાંચ મંદિરો છે અને દિગંબરોનું એક મંદિર છે. શ્વેતાંબરનાં મંદિરો : ૧. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, ઉત્તમરામ શેરી ૨. શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર, નાની ગલી, લાલા ઠાકોરની પોળ ૩. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, નાની ગલી ૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ (નવું) નિશાળ ફળિયા, ભગુભાઈની પોળ ૫. શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર ૬. શ્રી ચંદ્રપ્રભુજીનું દિગંબર મંદિર આદીશ્વર ભગવાનનું મંદિર ઉત્તમરામ શેરી રાંદેરમાં આવેલું આ મંદિર ઘણું જૂનું અને પ્રથમ કક્ષાનું છે. મંદિરની બાંધણી પાછળની સદીઓમાં બંધાયેલા અન્ય જૈન મંદિરો જેવી છે, એટલે કે શિખરમંદિર નથી પરંતુ સામાન્ય ઘર જેવું મંદિર છે. ગર્ભગૃહ, રંગમંડપ અને ઉપરનો માળ છે. ગર્ભગૃહમાં મૂળનાયક આદીશ્વર ભગવાન મધ્યમાં બિરાજે છે. એમની આસપાસ શાન્તિનાથ સ્વામી, વિમલનાથ સ્વામી, મુનિવ્રત સ્વામી, વારીખેણ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૭
Jain Education Intemational
For Private & Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્વામી અને વિષ્ણેશ્વર પાર્શ્વનાથની આરસની દિવ્ય પ્રતિમાઓ છે. તદુપરાંત પંચ ધાતુની મૂર્તિઓ તથા સિદ્ધચક્ર પણ છે. વિશાળ રંગમંડપ સુંદર કાઇકામથી સુશોભિત છે. તેનાં છત અને સ્તંભો પર વિવિધ વાજિંત્રો વગાડતી પાંખોવાળી પરીઓ છે. ઉપરના કક્ષમાં ચોમુખજી અને અન્ય તીર્થકરોની પ્રતિમાઓ, લાકડાની સુંદર કોતરણી અને ભીંતમાં જડેલાં પચિત્રો છે. ત્રીજે માળે પણ તીર્થકરોની પ્રતિમાઓ, લાકડાની કોતરણીવાળો મંડપ, લઘુચિત્રો અને અલંકરણોથી સજ્જ ગોખલાઓ છે.
આ મંદિર વિશે એક કિંવદન્તિ છે કે સૌરાષ્ટ્રના ઘોઘા બંદરેથી કોઈ કારણવશાત્ ઘાસમાં લેપટી બાંધી બે મૂર્તિઓ દરિયામાં પધરાવી દેવામાં આવી હતી. આ મૂર્તિઓ કોઈ માછીમારને ઓલપાડ નજીક મળી આવી હતી. માછીમારને આ મૂર્તિઓ જૈનોના ભગવાનની લાગવાથી જૈનોને સોંપી. જૈનોએ આ મૂર્તિઓ સમક્ષ ચિઠ્ઠી મૂકતાં નક્કી થયું કે આદીશ્વર ભગવાનની મૂર્તિ રાંદેરમાં અને શાન્તિનાથ ભગવાનની પ્રતિમા ઓલપાડમાં પધરાવવી. તે પ્રમાણે આદીશ્વર ભગવાનની પ્રતિમા આ મંદિરના ગર્ભગૃહ મધ્યે પ્રસ્થાપિત છે. કલાકારીગરી અને ચિત્રકામ ગર્ભગૃહમાં ઉત્તર તરફની ભીંત પર વિશાળ વર્તુળાકાર નંદીશ્વર દ્વીપનું ચિત્ર છે. ચિત્ર લગભગ નષ્ટપ્રાય સ્થિતિમાં છે. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુજરાતીમાં લખાણ છે : “નંદીશ્વર દ્વીપ સંવત ઓગણીસો ત્રેવીસ, ફાગણ સુદ ૧૧ને વાર શનિ, કારભારી સેટ ભીખા જેસંગ, ચિતારો આનંદરાવ વડોદરા.” એટલે આ ચિત્ર લગભગ ૧૨૭ વરસ જૂનું છે. સદ્ભાગ્યે આ ચિત્રમાં કોઈ પ્રકારનો સુધારો કે સમારકામ થયું નથી. આ ચિત્રનો વ્યાસ ૬ ફૂટનો છે. અહીં, ક્યાંય જોવા ન મળે કે જવલ્લે જ જોવા મળતું ચિતારા - ચિત્રકારનું નામ ઉલ્લેખવામાં આવ્યું છે. ઐતિહાસિક સન્દર્ભમાં આ મુદો મહત્ત્વનો બની રહે છે. તે સમયના ચિત્રકારો, તેમની સ્કૂલ - ઘરાનો, રંગસંયોજનશૈલી વગેરે વિષેના અનેક તથ્યો ચિત્રકારના નામોલ્લેખથી સામે આવે છે એ નોંધવું જોઇએ.
નંદીશ્વર દ્વીપ આઠમો દ્વીપ છે. આ ચિત્રના મધ્યમાં વિશાળ ઘુમ્મટ અને ફરફરતી ધજાથી શોભિત મંદિરમાં તીર્થકરોની પ્રતિમા છે. દેવો હાથ જોડીને એમની સ્તુતિ કરે છે. આકાશમાં ઊડતી પાંખોવાળી પરીઓ શહનાઈ (ભૂંગળ) જેવું વાજિંત્ર વગાડી રહી છે. મંદિરની બન્ને બાજુએ વિશાળ, ઉત્તુંગ શિખરોવાળા પર્વતો છે, જે સઘન વૃક્ષોથી છવાયેલા છે. પર્વતની કંદરામાં વાઘ વગેરે હિંસક પ્રાણીઓ અને હરણાં, મૃગ, સસલાં જેવા અહિંસક પ્રાણીઓ છે. નીચેની બંને બાજુએ ત્રણ ત્રણ વર્તુળાકારમાં મનુષ્યતર અને દધિમુખ પર્વતો છે. વાવડીઓ પણ ચિત્રિત છે. બન્ને બાજુએ આકાશગામી સજ્જ રથોમાં દેવતાઓ ભગવાનનાં દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં સાત અશ્વારોહી સૂર્યનારાયણ, વિશાળ સર્પ પર, હાથીના રથ પર, જંગલી ભૂંડના રથ પર પણ દેવતાઓ છે. સાત સુંઢવાળા ગજરાજ પર ઇન્દ્રદેવ પ્રણામ કરે છે. બીજી બાજુ ઐરાવત, સર્પ, નાગ, ગરુડ વગેરેના રથી પર અન્ય દેવતાઓ દેખાય છે. આ બધા રથો, ફરકતી ધજાઓ અને રણકતી ઘંટડીઓથી શોભાયમાન છે. ચિત્રના કેન્દ્રમાં મૂળનાયક ભગવાન અથવા મૂળનાયક પદ્માસન સ્થિત ધ્યાનમુદ્રામાં વિરાજેલા છે. એની આસપાસ સેંકડોની સંખ્યામાં તીર્થકરોનાં ઘુમ્મટવાળા મંદિરો બિરાજમાન છે. અહીં ૨૫૦થી વધુ તીર્થકરોનું ચિત્રાંકન છે. આસપાસ દેવતાઓ સ્તુતિ કરે છે. નીચે એક તરફ વિશાળ મત્સ્ય પર અને મોર પર દેવો છે, બીજી બાજુ હરણ અને વાઘ પર દેવો બિરાજમાન છે.
આ વિશાળ ભીંતચિત્રની વિશેષતા જોઈએ તો ચિત્રસંયોજનામાં બન્ને બાજુ સરખું સુદૃઢ
8.
ન્ની
/ • જૈન રાઠ11-રિત્ર
Jain Education Intemational
Page #45
--------------------------------------------------------------------------
________________
Mી
હ
રેખાંકન, અભ્યાસપૂર્ણ આકૃતિઓનું આલેખન, ઝીણાં ઝીણાં બિન્દુથી આખા ચિત્રમાં કરેલું સુશોભન, સીમિત રંગો - રાતા, પીળા, શ્વેત, કાળા, સોનેરી વગેરેથી ચિત્રકામ કરવામાં આવ્યું છે.
રંગમંડપમાં છ સ્તંભો છે. દરેક સ્તંભની એક બાજુએ છ ચિત્રો એટલે એક સ્તંભ પર ચોવીસ ચિત્રો છે. છ સ્તંભો મળી ૧૪૪ ચિત્રો છે. આ ચિત્રો દિવ્ય પુરુષો, દિવ્યાંગનાઓના લાગે છે. ચાર હાથવાળી આકૃતિઓએ વિવિધ પ્રકારનાં વાદ્યો અને આયુધો ધારણ કરેલાં છે. પાંખવાળી પૂતળીઓના હાથમાં કરતાલ, ઝાંઝ, ઘંટ, નાનું નગારું, શહનાઈ, સારંગી, મૃદંગ, તંબુર, વીણા, ભૂંગળ, મોટું ઢોલ વગેરે છે. દરેક થાંભલાના ઉપરના ભાગમાં રંગમંડપની છત સુંદર કોતરકામથી શોભિત છે.
ઉપરના ખંડમાં ચોમુખજીનો સુંદર મંડપ, કોતરેલી થાંભલીઓ અને અન્ય દેવતાઓ છે. મંદિરના દ્વાર પર સુંદર ફૂલપત્તીની વેલો જર્મન સિલ્વરમાં ઉભારવામાં આવી છે.
ઉત્તર તરફની ભીંત પર વિશાળ પટચિત્રો કાચમાં મઢી લેવામાં આવ્યાં છે. ૬' x ૬' માપનાં બે પટચિત્રો છે. આ પટ પંચતીર્થોના છે. તે પટ્ટ ઘણાં જર્જરિત છે. આ પટોના ચિત્રસંયોજનો અન્ય પટોથી જુદાં છે. જુદા જુદા વિભાગોમાં વિભાજિત પાંચ તીર્થો ચિત્રિત છે; જે નેમિનાથ મંદિરના પટોને મળતા આવે છે. આ પટોને ફરીથી ચીતરવામાં આવ્યા છે એથી એની જૂની શૈલી નષ્ટ થઇ છે. શ્રી નેમિનાથનું મંદિર આ પ્રાચીન મંદિર ડિસેમ્બર ૧૯૯૩માં ઉતારી નાખવામાં આવ્યું છે. જૈન મંદિરોની રચના લગભગ એકસરખી રહી છે. આ મંદિરો બહારથી ઘર જેવાં લાગે છે, એટલે કે તેમને શિખર નથી હોતાં. મંદિરોને મુસ્લિમ મૂર્તિભંજકોની નજરથી બચાવવાની ગણતરીથી આવું બાંધકામ સ્વીકારાયું હશે. મંદિરમાં ગર્ભગૃહ, રંગમંડપ અને ભોંયરું, સ્થાપત્યના આ ત્રણે અંશો સરખા જ હોય છે.
નેમિનાથના મંદિરમાં રંગમંડપ ૮' X ૮ ના કાઇસ્તંભો પર દેવતા અને ગ્રહોનાં ચિત્રો અંકિત છે. દઢ રેખાંકન, સીમિત રંગોનો ઉપયોગ આ ચિત્રોમાં જોવા મળે છે. મંડપમાં લાકડાના સ્તંભો પર સુંદર ચિત્રકારી, ગમી જાય એવી ફૂલવેલની ભાતો, ચારે થાંભલાઓને જોડતા મોભ પર વિશાળ ફૂલો તથા અંલકારયુક્ત ભાતો છે. રંગમંડપની ઉપરની ચારે પટીઓ પર નેમિનાથનો વરઘોડો ચિત્રિત છે. આ દૃશ્યમાં ઘોડેસવારો, હાથીસવારો, સૈનિકો, વાજિંત્રવાદકો, ડોળીઓ, પોતપોતાનાં વાહનો પર સુસજ્જ દેવાતાઓ, ઘોડાગાડી, પશુઓ, પક્ષીઓ વગેરે ચિત્રિત છે, તોરણેથી પાછા ફરેલા નેમિનાથ મંદિરમાં સ્થિત છે અને જૈન સાધુઓ એમની સેવા કરે છે. ઓછા રંગોમાં અને કુમાશ ભરેલી રેખાઓમાં એક ગતિમાન પ્રસંગનું નિરૂપણ થયું છે. પટચિત્રો ભીંતમાં સુસજ્જિત લગભગ ૬' x ૮ નાં પચિત્રો વિશેષ ધ્યાન ખેંચે એવાં છે. જૈન કલાનાં પટચિત્રોમાં ચિત્રસંયોજનાનું અદ્ભુત રૂપ જોવા મળે છે. રંગોમાં લાલ રંગનું પ્રમાણ તથા સફેદ અને પીળા રંગનું આયોજન દૂરથી જોતાં કલાકારોની કુશળતાનો ખ્યાલ આપે છે. મંદિરોના સ્થાપત્યમાં અષ્ટકોણ, ચતુષ્કોણ આકારોનાં મંદિરો, ધર્મશાળાઓ અને આકૃતિઓ, વિવિધ ભાતનાં અલંકારોનું સંયોજન ખૂબ જ કુનેહપૂર્વક કરેલું જણાય છે. પાલિતાણા, ગિરનાર, આબુ , અષ્ટાપદ સમેતશિખર, પંચતીર્થના આ પટો લગભગ વિષય વસ્તુની દૃષ્ટિએ એકસરખા છે. પરંતુ એના ચિત્રસંયોજનમાં વૈવિધ્ય અને જુદાપણું વર્તાય છે. આ બધા પટો લગભગ સમકાલીન છે. નેમિનાથના મંદિરના પટોમાં
જૈન કાપટ-ચિત્ર : ૨૯
Jain Education Intemational
For Private & Personal use only
Page #46
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
-
-
- - -
-
----
થોડા સુધારાવધારા થયેલા છે એટલે આકૃતિઓમાં વિકૃતિ દેખાય છે. પરંતુ દૂરથી જોતાં આ વિશાળ જૈન પંરપરાનું અદ્ભુત ઉદાહરણ જણાય છે.
રંગમંડપની છતોમાં લાકડાનું સુંદર કોતરણીકામ હતું જે મંદિર ઉતારી લેવાને કારણે નષ્ટ થયું છે. એમાં સુંદર લયાન્વિત પુનરાવર્તિત આકારની ભાતો લાલ, સફેદ, અને સોનેરી રંગથી ચિત્રિત હતી. આ મંદિરના થાંભલાઓ પર મોટા કદની પૂતળીઓ ખૂબ સુંદર અને પ્રાચીન કાષ્ઠ શિલ્પકળાના ઉત્તમ નમૂના રૂપ છે.
દિગંબર સંપ્રદાયનું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર એમાં પ્રસ્થાપિત પંચધાતુની મૂર્તિઓને કારણે નવી જ ભાત પાડે છે. તીણી નાસિકા, તીરછી આંખો, ચોરસ મુખાકૃતિ, ઉપસેલું વક્ષ:સ્થળ પ્રતિમાનું દેવત્વ અને ઓજસ ભાવકોને પ્રભાવિત કરે છે. બધાં જ મંદિરોનાં પૂજાનાં ઉપકરણો અને અન્ય વસ્તુઓ કલાકારીગરીથી ખચિત હોય છે, જે આજે પણ જોવા મળે છે.
દુઃખદ ઘટના એ છે કે જૈનમંદિરોની प्रवेश
પ્રાચીન પરંપરા લગભગ નષ્ટ થઈ ગઈ છે. નવાં મંદિરોનાં નિર્માણ થવાથી જૂની કળાત્મક વસ્તુઓ મંદિરો ઉતારતાં નાશ પામે છે અથવા વેચી દેવામાં આવે છે. નવાં મંદિરોના આરસના
પટો, તૈલરંગમાં ચિત્રોત પટો અને प्रदक्षिणा - पथ
ગ્લાસ મોઝેઇકમાં કરેલા વિશાળ ચિત્રપટો જોવા મળે છે. કેટલાક મંદિરોનું આવું વાતાવરણ કલારસિક જીવને આશ્વસ્ત કરતું નથી. જૂનાં
હાંડીઝુમ્મરો , પદચિત્રો, સ્તંભો, કુંભીઓ, गर्भगृह
પૂતળીઓ તથા જાળીઓ અને સુંદર દ્વારા વગેરેને કારણે પ્રગટતું અવર્યુ ઐશ્વર્ય હવે આ મંદિરોમાંથી અદૃશ્ય થઈ ગયું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આ મંદિર સુરતમાં મિશન હાઈસ્કૂલ પાસે શાહપોર વિસ્તારમાં આવેલું છે. એમ કહેવાય છે કે મિશન સ્કૂલથી વરીઆવી ભાગળ તરફ જવાના રસ્તે જે સામી મસ્જિદ આવે છે ત્યાં પહેલાં બાવન જિનાલયનું શ્વેતામ્બર જૈન દેરાસર હતું. મુસ્લિમોએ તે દેરાસર તોડીને ત્યાં મસ્જિદ બાંધી હતી. તોડી પડાયેલા દેરાસરન સ્થાને તેથી તેની નજીક આ નવું દેરાસર બાંધવામાં આવ્યું હતું. ‘શ્રી સંભવજિન સ્તવનાવલિ' નામના પુસ્તકમાં સુરતમાં શ્વેતામ્બર જૈન મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯૯)ની ચૈત્ર સુદ પૂર્ણિમાને ગુરુવારે મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં શ્રી વૃદ્ધિસાગરસૂરિના હસ્ત થઈ હતી. તે પછી તેનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨)ની આસપાસ
થયો હતો. મંદિરના બહારના ભાગમાંથી ઘુમ્મટ શ્રી ચિંતામણિ મંદિર સ્થાપત્યનો નકશો
ફિTT gg
----- ----
प्रदक्षिणा पथ
-
-
-
"ષ
'
|
|
प्रवेश
रणमंत
૩): જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #47
--------------------------------------------------------------------------
________________
Iકાdrift
દેખાતો નથી. અને તે અંગત માલિકીનું મકાન હોય તેવો તેનો બાહ્ય દેખાવ છે. આજે પણ દરેક બેસતે મહિને (એટલે શુક્લ પક્ષની એકમ) સુરતના ઘણાખરા જૈનો સેંકડોની સંખ્યામાં દર્શન કરવા આવે છે.
આ દેરાસર વડી પોશાળ ગચ્છનું છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે વિસર્જિત કરી મૂળનાયકના ગભારાની ચોવીસી ગોઠવવામાં આવી છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાશ્વર્વનાથ ભગવાન છે. આ મંદિરમાં રાજપૂત મોગલ અને મરાઠા સમયની ઉત્કૃષ્ટ પ્રકારની ચિત્રકળા તથા ગુજરાતની અમૂલ્ય કાષ્ઠકળાની કોતરણી સચવાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં આ મંદિર રાજપૂત, મોગલ સમયની કળાકારીગરીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. મંદિરમાં જે વ્યાલ આકૃતિ છે (એક પ્રકારનું વિચિત્ર પશુ) તેમાં ત્રણ પ્રકારના (હાથી, અશ્વ અને સિંહ) પશુઓનું મિશ્રણ છે, જે અજોડ અને વિશિષ્ટ છે. આ મંદિર વિશે ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજીએ ઘણી પ્રશંસા કરી છે અને સ્તવનો રચ્યાં છે.
સુરતની જૈન ડિરેક્ટરીમાં જણાવ્યા પ્રમાણે “અહીં શ્રી ચિંતામણી પાશ્વર્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે,’ એના વિશે સુરતના વૃદ્ધ જૈન શ્રાવકો કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મરજાન સામી મસ્જિદ છે તે પહેલાં જૈન મંદિર હતું, ત્યાં આ મૂર્તિ હતી. આ મૂર્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ અને કેવી રીતે શાહપોરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિશે જૈન અનુશ્રુતિ છે. જ્યારે મુસલમાનો દેરાસર તોડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા હતા. રાત્રે એક ગરીબ શ્રાવકને સપનું આવ્યું કે ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા કૂવામાં છે, ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તે પધરાવો.
Iml આ શ્રાવકે સ્વપ્નની વાત, તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી, માત્ર એક રૂપિયો અને કોડી છે. યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈતા રૂપિયા મળશે, તું રૂપિયો અને કોડી આ કોથળીમાં મૂકી દે. તું દેરાસર બંધાવ,
LTTI પણ એક શરત છે કે આ કોથળી કદી ઊંધી ઠાલવીશ નહિ'. પછી કૂવામાં તપાસ કરતાં મૂર્તિ મળી આવી અને આ દેરાસર
::::ણ છે જ , બંધાયું. એ કૂવો આ દેરાસરમાં આજે મોજૂદ છે. જો કે ધાર્મિક અનુશ્રુતિને કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી.
ગુજરાત સર્વસંગ્રહના કર્તા જણાવે છે કે “મેરઝા સામેની કબર ઈ.સ. ૧૫૬૦ આસપાસ રજબ રૂમીખાન ઉર્ફે ખુદાવંદખાનના વહીવટ દરમિયાન બંધાઈ હતી.’ કબર પાસે લાકડાની મસ્જિદ છે ત્યાં શાહપોરના મહોલ્લાનું જૈન દેરાસર હતું. આ ઉપરથી જણાય છે કે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પંદરમા સૈકામાં બંધાયું હોવું જોઈએ.
શ્રી વિનયવિજયજીના ઉપલબ્ધ સમયાંકિત કૃતિકલાપમાં આવો ઉલ્લેખ સૌ પ્રથમ મળે છે. સુરત શહેરના અગિયાર જિનાલયો પૈકી પ્રત્યેકના મૂલનાયકનું ભાવપૂજન નામ નિર્દેશપૂર્વક કરાયું છે. એ નામો આ પ્રમાણે છે : આદિનાથ (ઋષભદેવ), શાંતિનાથ, ધર્મનાથ, સૂરતિમંડણ પાર્શ્વનાથ, સંભવનાથ, ઉમરવાડી પાર્શ્વનાથ, અભિનન્દનનાથ, કુન્થનાથ, અજિતનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથ. રાનેર(રાંદેર)ના ત્રણ
અષ્ટાપદનું રેખાંકન
છે
છે અને HER
CITY
N/A
GS, RE+
*ત
ની
૨
Iિ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૧
Jain Education Intemational
For Private & Personal use only
Page #48
--------------------------------------------------------------------------
________________
જિનાલયોનો પણ ઉલ્લેખ છે. એના મૂળનાયક તરીકે નેમિનાથ, શામળાજી અને વૃષભદેવ છે. અહીં સુરતના જિનાલયોને પ્રાધાન્ય અપાયું હોઈ પ્રસ્તુત કૃતિના નામકરણમાં તેને સ્થાન મળ્યું છે. કર્તાએ “સૂરત' માટે “સૂરતિપૂર’ અને સૂરતિબંદર શબ્દ વાપર્યા છે.
સુરતમાં ૨૬ ઉપાશ્રયો, ૧૦ ધર્મશાળાઓ અને ૪૬ જિનેશ્વર ભગવાનના ચૈત્ય છે. ઘરદેરાસરો પણ ઘણાં હતાં. ગોપીપુરા અને નાણાવટ આ બન્ને સ્થળો નંદનવન સમા છે. ત્યાં શ્રાવકોના વૈભવશાળી મકાનો અને ભવ્ય દેરાસરો છે. ગર્ભગૃહની ત્રણે બાજુએ પ્રદક્ષિણાપથ-ભમતી છે. ભમતીમાં પૂર્વ-પશ્ચિમ છે, છ, અને ગર્ભગૃહની પાછળ બાર મળી કુલ ૨૪ ગોખલાઓ છે. એમાં ૨૪ તીર્થંકર ભગવાન બિરાજે છે. ગવાક્ષ મંડપો કાષ્ઠકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. નીચે સળંગ ઝીણવટભરી કોતરણી છે અને તેમાં અનેક પ્રકારના પશુઓ, પક્ષીઓ અને માનવઆકૃતિઓ છે. સુંદર નાનકડા સ્તંભો, તોરણો છે, નીચે ચોતરફ લાકડાનું નકશીકામ કરેલું છે. આ પ્રદક્ષિણાપથની છત કાષ્ઠની જ હશે. પરંતુ કાળાંતરે નષ્ટ પામતાં આધુનિક નિકૃષ્ટ આકૃતિઓથી ભરી દીધેલી છે. આમ છતાં પશ્ચિમ દિશાની એક છતમાં ૯૬ દિકકુમારિકાઓ અને ૪૦ દેવસ્વરૂપોનું ગતિમય અને બળવાન રેખાઓમાં અંકન છે. છત પરનાં ચિત્રોમાં વાઘકારી, દૈવી પુરુષો, વિમાનોમાં આરૂઢ દેવતાઓ, સાધુ સાધ્વીઓ, પક્ષીઓ, શ્રાવક-શ્રાવિકાઓ ઇત્યાદિનાં સુંદર ચિત્રો અંકિત છે.
ગર્ભગૃહનાં ત્રણ દ્વારો અને સ્તંભો ઉત્કૃષ્ટ કાષ્ઠશિલ્પથી ખચિત છે. ગોખલાઓમાં સુંદર ભાતથી માનવાકૃતિઓનું અભુત કોતરકામ છે. આ ત્રણે દ્વાર અને તેની આસપાસ લાલ અને સુવર્ણ રંગનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. મુખ્ય દ્વારની આસપાસ બંને બાજુએ સાધુ -શ્રાવકો, બીજી તરફ સાધ્વી-શ્રાવિકાનાં ચિત્રો છે. નીચે ઐરાવત પર ઇન્દ્રદેવ ચિત્રિત છે. આ મંદિર ઉત્તરાભિમુખ છે. તેનું મુખ્ય દ્વાર પસાર કરી અંદરના બીજા દ્વારમાં થઈને સાંકડી નેળ જેવો માર્ગ પસાર કરી, પશ્ચિમ દિશાના દ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ કરાય છે. આ દ્વારની જમણી બાજુ મહાલક્ષ્મીમાતા બિરાજે છે અને પાસે ઢાંકેલો કૂવો છે.
મંદિરના વિશાળ રંગમંડપમાં પ્રવેશતાં કાષ્ઠકળાના ઉત્તમ નમૂના સમા હાંડીઝુમ્મરો, સ્તંભો, સુંદર કોતરણીવાળી કુંભીઓ, છત પર કોની કોતરણીવાળા વિવિધ આકારોમાં ચિત્રો છે. મોભ પરનાં ચિત્રોથી વાતાવરણ દિવ્ય લાગે છે. ઝીણી કોતરણીવાળી કુંભીઓથી શોભિત ૪૦ સ્તંભો પર વિવિધ વાદ્યો વગાડતા વાદ્યકારો, નર્તકો વગેરે આલેખાયાં. આ રંગમંડપની દરેક છતમાં અષ્ટકોણ આકારની કોતરણીની મધ્યમાં દિવ્યપુરુષ, દેવાંગનાઓ, દિકકુમારિકાઓ, જુદાજુદા વાહનોના આકારોના વિમાનમાં આરૂઢ દેવતાઓ અને વિવિધ ફળફૂલથી ભરેલાં પાત્રો ચિત્રિત છે. સ્તંભોના મોભ પર અનેક ચિત્રોની હારમાળાઓ છે. ભંડારોના દ્વાર પણ એટલાં જ કળામય છે.
રંગમંડપના સ્તંભો પરના ભારપટ્ટોમાં સતી સુભદ્રાના અસતીપણાનું કલંક દૂર થવાની કથા, શ્રીપાળ-મયણા સુંદરીચરિત્ર, ઋષભદેવ ભગવાનના જીવનપ્રસંગો, દશાર્ણભદ્ર રાજાના અહંકારનું ખંડન, મેરુ પર્વત પર ભગવાનનો જન્માભિષેક, નેમિનાથજીના જીવનપ્રસંગો, સમવસરણ, વિવિધ દેવદેવીનાં સ્વરૂપો, ગાયક-વાદક અને નૃત્યકારોની મંડળીઓ વગેરેનું હૃદ્ય ચિત્રાલેખન થયેલું છે.
ગર્ભગૃહમાં પ્રવેશતાં ભવ્ય ઘુમ્મટ આવેલો છે. ઘુમ્મટની થાંભલીઓ, એને ફરતો ઘેરાવો કાષ્ઠશિલ્પની સુંદર કૃતિઓથી ખચિત છે. વિશાળ ગોળ ઘુમ્મટમાં પાંખોવાળી પરીઓ વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડી ગોળાકારે ઘૂમી રહી છે. પરીઓનાં મુકુટો, આભૂષણો, વિવિધ વાઘો તથા વસ્ત્રોમાં ભાતોનું વૈવિધ્ય, રંગોનું સામંજસ્ય, આકૃતિઓની ગતિશીલતા ચિત્રની ઉત્કૃષ્ટતાનો ખ્યાલ આપે છે. આ ચિત્રને દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાંનું શ્રેષ્ઠ ચિત્ર ગણાવી શકાય.
ગર્ભગૃહની બન્ને બાજુએ લાકડાની વિશાળ જાળીઓ છે. ચોરસ આકારે વિભાજિત આ જાળીઓ પર સોનેરી રંગની ફૂલવેલો,
૩૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
Page #49
--------------------------------------------------------------------------
________________
અનેક પશુપક્ષીઓ - હાથી, ઘોડા, વાઘ, સસલાં તથા મરઘા, મોર, પોપટ ઇત્યાદિ માણી શકાય છે.
આ જાળીની બન્ને બાજુ બે પટચિત્રો છે. ડાબી બાજુ ભીંત પર ઉપરના ભાગમાં કાષ્ઠ પર ‘અષ્ટાપદ તીર્થ'નું સુંદર ચિત્ર છે. જેમાં સાધુઓ પહાડોની કંદરામાં વિવિધ યોગમુદ્રાઓમાં અને આસનોમાં ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. જંગલી જનાવરો અને કૂજન કરતાં પક્ષીઓ છે. ડુંગરાઓ સુવર્ણ રંગથી અંકિત છે. ઘટાદાર વૃક્ષો ફૂલોથી સુશોભિત છે. સૂર્ય સોળે કળાએ પ્રગટી રહ્યો છે. સુવર્ણ રંગથી શોભતાં પગથિયાં તથા સુંદર સુવર્ણ કમળો તેમ જ ઘુમ્મટો પર ફરકતી ધજાઓવાળાં આ મંદિરોમાં તીર્થંકરો બિરાજે છે. સ્થૂળકાય ગૌતમ સ્વામી દર્શનાર્થે જઈ રહ્યા છે. આકાશમાંથી પરીઓ પુષ્પો વરસાવી રહી છે, દેવો વિમાનમાં આવી રહ્યા છે. એક તરફ દશકંધ રાવણ વીણાવાદન કરી રહ્યા છે; જ્યારે ભગવાનના સાન્નિધ્યમાં મંદોદરી નૃત્ય કરી રહી છે. એક કથા અનુસાર રાવણની વીણાનો તાર તૂટતાં મંદોદરી પોતાના પગની નસ ખેંચી તારની પૂર્તિ કરે છે. આ ચિત્રનું સંયોજન, આકૃતિઓનું સૂક્ષ્મ સુંદર આલેખન, રંગવિધાન, ગતિશીલ રેખાઓ, પહાડોની અદ્ભુત ગોઠવણી, મધ્યમાં ચમકતા સ્વર્ણિમ સૂર્યનારાયણ, દર્શાવ્યા છે. નીચે ઐરાવત પર ઇન્દ્રદેવનું આલેખન છે. સમસ્ત ચિત્રમાં ગતિશીલતા અને રંગરેખાનું અદ્ભુત સંયોજન વિષયને યોગ્ય ન્યાય આપે છે. આ ચિત્ર ઘણી જગ્યાએથી ખંડિત છે.
જાળીની જમણી બાજુ પર સમેત શિખરજીનું પચિત્ર છે. ચિત્ર તદન ઝાંખું, અસ્પષ્ટ અને નષ્ટપ્રાય દશામાં છે. ધજા પતાકાથી શોભતાં શિખરોવાળાં એક પછી એક મંદિરો આલેખાયાં છે. પ્રથમ શ્રેણીમાં ૧૫ મંદિરો સુવર્ણ રંગમાં ચમકે છે. દરેક મંદિરમાં તીર્થકરોની પ્રતિમા સ્થાપિત છે. પ્રથમ પદ્માસનસ્થ અને બીજા કાઉસગ્ગ મુદ્રામાં સ્થિર છે. ચિત્રની મધ્યના પાંચ મંદિરોમાં આ જ પ્રમાણે દેવમૂર્તિઓ પ્રસ્થાપિત છે. આ મંદિરોની આસપાસ ભક્તો - વિશેષ કરી રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને આભૂષણોથી સુસજ્જ નારીઓ પ્રણામની મુદ્રામાં છે. મંદિરોની પહેલી અને બીજી હારમાળાની વચ્ચેથી નદી વહી રહી છે અને તેમાં માછલીઓ વિહાર કરી રહી છે.
નીચે ડાબી તરફ કિલ્લાની ચાર દીવાલો ચાર દ્વારથી સુશોભિત છે. દેવીના મંદિરમાં રાજા અને રાણી દર્શનાર્થે પધારેલાં છે. ઉપર ઝૂંપડીમાં અસ્પષ્ટ આકૃતિઓ છે. રાજપુરુષ જેવી એક વ્યક્તિ પાણીના ઘડાને નદીમાં ઝબોળી રહી છે. જમણી બાજુ માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર છે, જ્યાં સ્ત્રીપુરુષો દર્શન કરે છે. ઉપર એક રાજવી જેવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ તીર્થકરોને હાથ જોડીને પ્રાર્થના કરે છે. નીચે મહાદેવનું મંદિર છે. મંડપમાં સૂતેલી સ્ત્રી દાસીને હસ્તમુદ્રાથી કાંઈ કહી રહી છે. જ્યારે નીચે હાથી પર કોઈ રાજપુરુષ જઈ રહ્યા છે, એની આગળ ઘોડેસવાર છે. આ ચિત્રમાં ઠેર ઠેર પલ્લવિત વૃક્ષો છે, મયૂરો ટહુકા કરી રહ્યા છે. ચિત્રની આસપાસ સાંકડી પટ્ટી ફૂલપાનની વેલથી શોભે છે. ચિત્ર ઘણી જગાએ નવેસરથી દોરાયેલું છે, એટલે એની પરંપરા થોડી નષ્ટ થયેલી જણાય છે. પરંતુ સુદૃઢ રેખાંકન, સુંદર વિવિધ આકૃતિઓ આભૂષણોથી સજ્જ સ્ત્રીઓ, વસ્ત્રો ઉપરની સુંદર ભાત જળવાઈ રહ્યાં છે. એનું ચિત્રસંયોજન, રંગો અને આકારોનું સુબદ્ધ આલેખન પરંપરાગત જૈન ચિત્રશૈલીનો નમૂનો છે.
D
111
=
1
જૈન કાઇપટ-ચિત્ર : ૩૩
Jain Education Intemational
Page #50
--------------------------------------------------------------------------
________________
6
હો
જ
)
$
જે
BRI
શ્રી ચન્દ્રપ્રભુસ્વામીનું મંદિર સુરત શહેરમાં સૈયદપુરાની શ્રાવક શેરીમાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીનું ભવ્ય જિન મંદિર છે. આ મંદિર વિ.સં. ૧૬૬૦ (ઈ.સ.૧૬૦૪)માં સકળચંદ નામના કોઈક શ્રાવકે બંધાવ્યાનું કહેવાય છે. એમાં ‘નંદીશ્વર દ્વીપ'ની કાષ્ઠરચના હોવાથી એને ‘નન્દીશ્વર દ્વીપનું દહેરાસર' તરીકે ઓળખાવાય છે. મંદિરમાં પ્રવેશતાં ચોકની પશ્ચિમ દિશામાં ડાબી બાજુએ એક નાનકડી ઓરડીમાં જ્ઞાનવિમલસૂરિની સમાધિ તથા પાદુકા છે. એની ઉપર આ મુજબનું લખાણ પ્રાપ્ત થયું છે : ‘સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭થી ભટ્ટારકશ્રી શ્રી વિજયપ્રભસૂરીશ્વર પટ્ટ પ્રભારક ભટ્ટારક શ્રી પં. શ્રી શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર પાદુકેભ્યો નમઃ પ્રતિષ્ઠિત ભ.શ્રી સૌભાગ્યસાગર સૂરિભિઃ શ્રી.”
આ જિન મંદિરના ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની અને એનાથી નાની નવ પ્રતિમાઓ આરસપહાણની છે. વળી એ ગભારામાં ધાતુની પણ ઘણી પ્રતિમાઓ છે. આ મૂર્તિઓમાં એક તીર્થકરની મૂર્તિના ખોળામાં અન્ય તીર્થંકરની નાની પ્રતિમા છે. મોટી પ્રતિમા આદિનાથની છે, ખોળામાંની પ્રતિમા તેમના પૌત્ર મરીચિની – ભવિષ્યમાં તીર્થકર થનાર મહાવીર સ્વામીની હોય એમ લાગે છે. આ મૂર્તિની પાછળ લખાણ કોતરાયું છે : “સંવત ૧૭૮૦ સુદ ૯ ભૌમ આદિનાથ બિબ પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સૂરિભિ.” એ ગભારામાં આરસપહાણનું સિદ્ધચક્ર છે. વળી ધાતુનું સોળ પાંખડીનું કમળ છે. પાંખડીએ પાંખડીએ તીર્થંકરની પ્રતિમા છે. ધાતુના ચોવીસ ચૌમુખજી છે. મંદિરના ભૂગર્ભમાં જૈનોના ૧૮મા તીર્થંકર શ્રીઅરનાથજીની પ્રતિમા છે, સાથે બીજી બે પ્રતિમાઓ પણ છે.
TriાઇMITUL
re a
૩૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal use only
Page #51
--------------------------------------------------------------------------
________________
આ ચન્દ્રપ્રભુસ્વામી જિનાલય, જૈન કાષ્ઠકળાનો એક સર્વોત્તમ નમૂનો છે. મંદિરના બધા જ ખૂણાઓ, પટચિત્રો, કાષ્ઠપૂતળીઓ, થાંભલાઓ વગેરે દશ્યકળાના ઉત્તમ નમૂનાઓ છે. મંદિરમાં પ્રવેશનારને ખ્યાલ પણ ન આવે કે નાની સાંકડી ગલીમાં પ્રવેશીને, મંદિરમાં જઈએ છીએ ત્યાં આટલી ભવ્ય અને ઉત્કૃષ્ટ ચિત્રકળા-કાષ્ઠકળા વિદ્યમાન છે. દૃશ્યકળાના સંદર્ભમાં આ મંદિરને નિહાળવા માટે એને કેટલાક વિભાગમાં વહેંચી શકાય અને એ રીતે એનાં જુદાં-જુદાં રસદાયક પાસાંઓને માણી શકાય.
૧. મંદિરનું સ્થાપત્ય, નક્શી બાંધકામ ૨. મંદિરનું ચિત્રકામ (વિશિષ્ટ રીતે સુશોભિત કરવાની પદ્ધતિ), છત, છત પરનાં ચિત્રો ૩. મંદિરના ચિત્રિત કાઇપટ (શત્રુંજય પટ, ચૌદ ભુવનનો પટ) ૪. મંદિરના ઉપલા માળે ગોખલાઓમાં સચિત્ર પંદર ફલક છે ૫. લાકડામાંથી બનાવેલા નંદીશ્વર દ્વીપની રચના અને સમવસરણ
Picpolc
મેલાશો
પ્રવેશદ્વાર
=
= = = =
- - -
પગથિય
ભોંયરાની
પ્રવેશદ્વાર
સીડી
પૂજારી નિવાસ
ખુલ્લો ચોક
પૂજારી નિવાસ
શ્રી જ્ઞાન વિમલ સૂરિજીનાં પગલાં
પ્રવેશ
શ્રી ચંદ્રપ્રભુસ્વામી મંદિરના સ્થાપત્યનો નકશો
શ્રાવક શેરીમાં પ્રવેશો ત્યારે અનુભવાય કે આ આખોય મહોલ્લો જૈન-વણિક પરિવારનો હશે. આજુબાજુનાં બીજાં મકાનો પર પણ કાષ્ઠકળાની કોતરણી દેખાય છે. જિન-મંદિર મહોલ્લાની લગભગ મધ્ય ભાગમાં ઊભું થયું છે. સુરક્ષાની રીતે અથવા શત્રુઓના આક્રમણ વખતે, ધર્મના કે મૂર્તિના બચાવ માટે પણ આ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે. બહારના પ્રવેશદ્વાર પરથી આ જગ્યા પર કોઈક મંદિર છે એનો ખ્યાલ આવતો નથી. લાકડાના નાના દરવાજામાંથી પ્રવેશીને અંદર આવો ત્યારે ચોક આવે અને પછી જમણી તરફ મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર આવે. મુખ્ય પ્રવેશદ્વારની અંદર નજર કરો ત્યારે જ લાકડાના કાષ્ઠકામથી અલંકૃત રંગમંડપ, છત, નર્તકી, સમવસરણ અને કાષ્ઠપૂતળીઓ આપણને જોવા મળે છે. | મુખ્ય મંદિર આટલું બંધિયાર અને ગીચોગીચ વસ્તી વચ્ચે હોવા છતાં, સૂર્ય-પ્રકાશની સપૂર્ણ હાજરી મળે એ રીતે એની બાંધણી કરવામાં આવી છે. રંગમંડપના પ્રવેશદ્વાર પર નાના કદની બાવીસ કાઠ પૂતળીઓ વાજિંત્રો વગાડી સ્વાગત કરતી જોવા મળે છે. આ કાઠપૂતળીઓમાં વિગતાલેખન અને કોતરણી ઓછાં છે. શક્ય છે કે સૂર્ય કે વરસાદની અસરને કારણે પણ એ નામશેષ થવા આવ્યાં હોય. પરંતુ એનું માળખું જળવાઈ રહ્યું છે. મુખ્ય રંગમંડપની મધ્યમાં ચાર થાંભલા છે. જેના ઉપર જાત-જાતનાં વાદ્યો સાથે કાષ્ઠપૂતળીઓ છે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૫
Jain Education Intemational
Page #52
--------------------------------------------------------------------------
________________
આ પૂતળીઓ મોટા કદની ઝીણવટથી કોતરેલી અને ચિતરાયેલી છે. સુંદર આભૂષણો, તીર્ણ મુખાકૃતિ, પહેરવેશ પર વિવિધ ભાતો તથા ફૂલવેલ પત્તીઓ છે. આ શિલ્પાકૃતિઓ વિવિધ વાજિંત્રો - કરતાલ, સારંગી, બીન, શંખ, મૃદંગ-ઢોલ વગાડી રહી છે. કેટલીક મૂર્તિઓ કરબદ્ધ મુદ્રામાં છે. કાષ્ઠશિલ્પની રચનામાં વસ્ત્રો અને પાંખોમાં એક પ્રકારની પ્રવાહિતા, લયબદ્ધતા દેખાય છે, આથી શિલ્પની ઉડાન પ્રવાહિતા જળવાઈ રહી છે. પૂતળીઓ કંડારવામાં ક્યાંય કચાશ રહી નથી. હાથની મુદ્રા, મુગટ, વસ્ત્ર બધામાં જ કોતરણી ઉત્તમ છે. કાષ્ઠશિલ્પની ઉપર ચિતરાયેલી આંખો, વાળની લટ, કાનના કુંડળ, કપાળમાં લાલ કંકુનું મોટું તિલક, સાથે સોનેરી રંગનો ઉપયોગ (મરાઠી-રાજસ્થાની શૈલીનું મિશ્રણ) ધ્યાનાકર્ષક છે.
રંગમંડપની છતમાં કરેલું ચિતરામણ નોખા પ્રકારની શૈલી ધરાવે છે. તેના પર લોકકળાનો પ્રભાવ પણ વરતાય છે. રંગમંડપની કુલ નવ છત છે. લાકડાના વિશાળ પટ પર ચિતરામણ કરવામાં આવ્યું છે. છત નીચે ઊભા રહીને જોવાથી એની ઝીણવટનો ખ્યાલ આવે છે. ચિત્રસંયોજનના કેન્દ્રના વર્તુળમાં સૂર્યના પ્રતીકનું આલેખન છે તેમ જ તેની આજુબાજુ ગોળ ફૂલવેલ પત્તીનું ચિતરામણ છે. ત્યાર બાદ રાસની વિવિધ મુદ્રાઓ આલેખાઈ છે. જૈન ચિત્રકળાની સાથે લોકકળાનાં સ્પષ્ટ એંધાણ છત પર દેખાય છે. પુરુષો અને સ્ત્રીઓનાં અલગઅલગ જૂથે રાસ કે ગરબા રમતાં દેખાય છે. આઠ-આઠના જૂથમાં ગરબા કે રાસ રમતી આકૃતિઓ છે. કેટલીક આકૃતિઓ “સન્મુખ” જોતી પણ ચિતરાયેલી છે. સોનાના પીળા મુકુટ, ગળામાં, હાથમાં અલંકાર, કપડાનો ઘેર, ચાર હાથે ગરબા કે રાસ રમતી આકૃતિઓ, તેના કપાળે લાલ તિલક, ધોતિયાં-પાટલી આદિ વસ્ત્રોની વણાટ ભાત ઉપરાંત સ્ત્રીઓના પહેરવેશમાં કાળા રંગનો ઉપયોગ વગેરે નોંધપાત્ર છે. પુરુષોની મોટી મૂછ અને કાન સુધીના રાજદ્વારી થામિયા સ્પષ્ટ વરતાય છે. બે આકૃતિઓની વચ્ચે પાંખાળી, શહનાઈ વગાડતી આકૃતિઓ, ઢોલક કે મંજીરા વગાડતી પાંખાળી સ્ત્રીઓ, વચ્ચે-વચ્ચે તીણી ચાંચવાળાં પક્ષીઓ આમ-તેમ ઊડાઊડ કરતાં દેખાય છે. માનવ આકૃતિઓના રંગોમાં હળવો મટોડિયા પીળો (યલો ઑકરો કે ખૂલતો બદામી રંગ વપરાયો છે. સમગ્ર ચિત્રની પૃષ્ઠભૂમિમાં લાલ પીળી માટી ઘેરા રંગની છે. ચિત્રની ચારે બાજુના ચોકઠામાં ફૂલવેલનું આલેખન છે. તે સાથે પાર્શ્વભૂમાં પણ વેલ-બુટ્ટાના ખૂબ મોટા આકારો ચિતરાયેલા છે.
સમગ્ર છતનું આલેખન વિશિષ્ટ કલ્પનાને આધારે થયું લાગે છે. સૂર્યની આસપાસ સ્ત્રી-પુરુષ, પાંખાળા દેવદૂતો, દેવકન્યાઓ, સંગીત વગાડતી આકૃતિઓ, પક્ષીઓ ચીતરીને ચિત્રકારે એક આકાશ - અવકાશની કલ્પનાનું દશ્ય સાકાર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનાં લોકકળા શૈલીને મળતાં, છત પર ચિતરાયેલાં ચિત્રો ભાગ્યે જ જોવા મળે છે. કદમાં મોટી આકૃતિઓ, સુદૃઢ રેખાઓ, આકૃતિમાં રહેલી સ્થિરતા, ફૂલવેલની રચનાને કારણે મળતી ગતિ અને લાલ રંગનું આધિપત્ય, આ સર્વ ચિત્રની વિશિષ્ટતા અને બહુમૂલ્યતા દર્શાવે છે. છત પરના આ પટોનું કદ પણ મોટું છે.
નંદીશ્વર દ્વીપનું રચનાવૈશિ શ્રી ચન્દ્રપ્રભુસ્વામી જિન મંદિરમાં નંદીશ્વર દ્વીપની ખૂબ જ વિશિષ્ટ અને ભારતમાં ક્યાંય ન મળે એ પ્રકારની કાષ્ઠકારીગરી વિદ્યમાન છે. શ્રી વિમલજ્ઞાનસૂરીશ્વરજીની નિશ્રામાં તૈયાર થયેલા આ જૈન મંદિરમાં “નંદીશ્વર દ્વીપ' અદ્ભુત છે. આ કૃતિના નિર્માણમાં સર્જકે સ્થાપત્ય-શિલ્પ અને ચિત્રકળા, ત્રણેના પરિમાણનો ખ્યાલ રાખી એની રચના કરી છે. નંદીશ્વર દ્વીપની રચનાની વિશેષ નોંધ પશ્ચિમ ભારતીય જૈન કળાને ધ્યાનમાં રાખીને, ક્યાંય લેવાઈ નથી. એટલે એ વિશે વિગતે લખવું જરૂરી છે. આ રચનામાં દ્વિ-પરિમાણ અને ત્રિ
*
/
૩૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal use only
Page #53
--------------------------------------------------------------------------
________________
પરિમાણનો સમન્વય કરવામાં આવ્યો છે. કોઈક બાળક પોતે કલ્પનામાં વિહરે-વિચરે, પોતાને મનગમતું સર્જે એવી રીતે કળાકારે પોતાની કલ્પનાને આધારે ખૂબ જ ઊંચી ઉડાન લીધેલી છે. જૈન ધર્માનુસાર કલ્પનાતીત નંદીશ્વર દ્વીપરચનાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો કળાત્મક અને કુશળતાપૂર્વકનો ઉપક્રમ પ્રમાણી શકાય છે. નંદીશ્વર દ્વીપની પરંપરાગત રૂપરેખા જૈન ગ્રંથોમાં વર્ણવાયેલ ભૂગોળ પ્રમાણે તિર્યલોકમાં આવેલા “જંબૂ દ્વીપને પહેલો ગણતાં આ આઠમો દ્વીપ છે. એની પહેલાં ‘ઈકુંવર’ નામનો સાતમો સમુદ્ર છે. નંદીશ્વર દ્વીપના મધ્ય ભાગની અપેક્ષાએ એની ચારે દિશામાં એકેક શ્યામ વર્ણનો અંજનગિરિ છે. આ પ્રત્યેક ગિરિ ૮૪,૦૦૦ યોજન ઊંચો છે અને એના ઉપર એકેક જિનાલય છે. ચારે “અંજનગિરિની ચાર દિશામાં એકેક લાખ યોજનને અંતરે એટલી જ લાંબી અને પહોળી સોળ વાવડી છે. પ્રત્યેક વાવડી ઉપર સ્ફટિક રત્નના વર્ણનો, ૬૪,000 યોજન ઊંચો અને “માનુષોત્તર' પર્વતની જેમ વર્તુળાકારે રહેલો ‘દધિમુખ' પર્વત છે. એમ કુલ સોળે દધિમુખ પર્વત ઉપર એકેક શાશ્વત જિનાલય છે. એક વાવડીથી બીજીએ જતાં વચમાં બબ્બે “રતિકર' પર્વત આવે છે, આવા ૩૨ રતિકર પર્વત છે અને 1000 યોજન જેટલા ઊંચા એ દરેક ઉપર એકેક શાશ્વત જિનાલય છે. આ ઉપરથી જોઈ શકાશે કે કુલ્લે ૪+૧૬+૩૨ = પર શાશ્વત જિનાલયોથી નંદીશ્વર દ્વીપ વિભૂષિત છે. દેવો શાશ્વત અતિકાઓ તેમ જ તીર્થકરોના કલ્યાણક વેળાએ જાય છે અને મહોત્સવ કરે છે. જૈન પુસ્તક પ્રમાણે આઠ દ્વીપોનાં નામો નીચે મુજબ છે : ૧ જંબૂ દ્વીપ
૫ ક્ષીરવર દ્વીપ ધાતકી ખંડ દ્વીપ
ધૃતવર દ્વીપ ૩ પુષ્કરવર દ્વીપ
૭ ઈકુવર દ્વીપ ૪ વારુણીવર દ્વીપ
૮ નંદીશ્વર દ્વીપ
કળાની દૃષ્ટિએ જોઈએ તો મધ્યની મુખ્ય ગોળ રચનામાં મેરુ પર્વત, જેની આસપાસ નીચે સમુદ્રો-નદીઓ, પર્વતો કાષ્ઠનાં સર્જેલાં છે. મુખ્ય પર્વત(મેરુ પર્વત)ની ગોળ અર્ધ મૂર્ત શિલ્પ જેવી કોતરણીમાં વૃક્ષો-વનરાજી, ખડકો અને સૌથી ટોચ પર નાનકડું સિંહાસન છે. નીચે થાળી જેવા મોટા ઘાટમાં નદી-સમુદ્રના આલેખનમાં દ્વિ-પરિમાણ અને ત્રિ-પરિમાણનો ઉપયોગ થયો છે. નદીના ચિતરામણમાં અંદર માછલી તથા તરતા મનુષ્યો વગેરે દેખાય છે. આજુબાજુના દ્વીપ-વિભાજનમાં ચાર દિશામાં મુખ્ય ચાર અને બીજા નાના ચાર દ્વીપોની કલ્પનાને પણ દ્વિ-પરિમાણી અને ત્રિ-પરિમાણી રીતે દર્શાવવામાં આવ્યા છે. ચાર મુખ્ય ગોળ નળાકારની ઉપર સુવર્ણ રંગથી શોભાયમાન દેવચિત્રો છે, ધજા અને ઘંટડીઓવાળાં દેવમંદિરો, વાદળોમાં વિહરતી દેવયોનિઓ, નીચે રાજવી, સાધુઓ, જળકુંડો આદિથી ખચિત આ રચના ખૂબ જ ભવ્ય લાગે છે. મુખ્ય ગોળ નળાકાર પર મુકુટ ધારણ કરેલા રાજવી શ્રાવકો છે. તેમની આંખો વિશાળ, મોટી મૂછ અને રાજસ્થાની પહેરવેશમાં તેઓ પ્રભાવશાળી લાગે છે. તેમની ગતિવિધિ કાર્યકલાપ પૂજાવિધિનો છે, કોઈ ચંદન ઘસે છે, કોઈના હાથમાં થાળી, વસ્ત્રાલંકાર છે, કોઈ તિલક કરે છે, કોઈક મંજીરા વગાડે છે. આ આખીય નંદીશ્વર દ્વીપની રચના જોવા માટે દર્શનાર્થીએ એની ચારે તરફ ફરવું પડે. નંદીશ્વર દ્વીપની રચનામાં ચિત્રને; ખાસ કરીને વસ્ત્ર, આભૂષણ, દેવમૂર્તિ વગેરેને સોનાથી મઢવાનું, અલંકૃત કરવાનું કામ પ્રશંસનીય છે. કળાકાર માત્ર ચિત્રકળાનું જ્ઞાન ધરાવનાર નહીં; પરંતુ શિલ્પ-સ્થાપત્ય-ચિત્રનો અદ્ભુત સમન્વય કરવાની પ્રતિભાવાળા છે તેની પ્રતીતિ ‘નંદીશ્વર દ્વીપ'ની કૃતિમાં થાય છે. રંગો પણ ખૂબ જ તેજસ્વી છે અને તે સ્વચ્છ રીતે સફાઈથી વાપર્યા છે. પીંછીની ગતિ ભાવવાહી તથા બળકટ છે, ઝીણવટ ખૂબ જ છે. દેવ મંદિરની નાનકડી ચીતરેલી પ્રતિમાઓ પરનું વિગતાલેખન અને રંગકાર્ય ઉત્કૃષ્ટ છે. નળાકારનું સંયોજન કરતી વખતે ચિત્રકારે વેલ-વનસ્પતિની નકશી વડે ફલકને બાંધવાનું કાર્ય કર્યું છે. ભગવાનની આસપાસ
જૈન કાઇપટ-ચિત્ર : ૩૭
Jain Education Intemational
Page #54
--------------------------------------------------------------------------
________________
ગાય, ખોળામાં તીર્થંકર, પછી આકાશમાં વિહરતા દેવો, નીચે મંદિરો અને રાજવી શ્રાવકોની પૂજાવિધિનું વિગત-પ્રચુર આલેખન એ નંદીશ્વર દ્વીપ'ની વિશિષ્ટતા છે. પોણી-ત્રણસો વર્ષ થયાં હોવા છતાંય એની જાળવણી સારી રીતે થઈ છે. આ મંદિર અતિ ખ્યાત નથી.
નળાકારની ઉપર ચાર સ્તંભોવાળી છત્રી અને દહેરીની રચના, જેના ઉપર સ્થાપત્યની કમાન, ગુંબજ જેવું ચિતરામણ છે. નંદીશ્વર દ્વીપના બીજા ભાગોમાં મંદિરના પ્રવેશદ્વાર પર પ્રતિહાર, દેવમૂર્તિનું આલેખન જોવા મળે છે. નંદીશ્વર દ્વીપના કળાકારોની કલમ, મંદિરસ્થિત કાઠ-પટ અને છત પર જે કામ જોવા મળે છે તેના ચિત્રકારો કરતાં જુદી, વધારે સમર્થ, ગૌરવવાળી અને ઐશ્વર્યવાળી લાગે છે. આ પ્રકારની રચના કદાચ વિરલ હશે.
ચંદ્રપ્રભુ જિન મંદિરમાં લાકડાના બે જૈન પટ વિદ્યમાન છે. એક પટ “શત્રુંજય પટ” છે. જ્યારે બીજો જૈન-ભોગોલિક માન્યતાને આધારે ચિતરેલ “ચૌદભુવનનો પટ’ છે. કળાની દૃષ્ટિએ ખૂબ જ વિશાળ માપમાં મુકાયેલો પાલીતાણા-શત્રુંજય પટ ખૂબ જ સુંદર છે. આ ૭.૫” x ૫.૫' નો છે. શત્રુંજય પટનું વિશાળ સંયોજન, મનુષ્યાકૃતિનું ઝીણવટ ભરેલું આલેખન નોંધપાત્ર છે.
पानी
नाई घरम
રાજસ્થાની લઘુચિત્રોની વ્યાપક અસર ધરાવતા આ ચિત્રફલક પર જોનારાઓની નજર ચારે બાજુ ફરી વળે છે. પટના ઉપરના ભાગમાં આકાશગામી ઊડતા પાંખાળા દેવદૂતો દર્શાવ્યા છે, જેઓ મંદિરના શિખરની ફરફરતી ધજાની દિશામાં છે. ત્યાં પાસે પાંચ પાંડવ અને વાવડીનું આલેખન છે. જોનારની આંખ મંદિરના પરિપ્રેક્ષ્ય તરફ આગળ વધે છે. મંદિર ચિતરવામાં તેની રચના સ્થાપત્યનાં કોણ માપ, ઉપર નીચે પગથિયાં, ઘુમટનો અંદરનો ભાગ, પગથિયાં કે ઉપર અંદર જતા ઓટલાઓ, દેહરીનું આલેખન પણ ગણિતની રીતે છે. પરિપ્રેક્ષ્યના નિયમોને જાળવીને મંદિર કે બીજાં સ્થાપત્યોનું ચિતરામણ કરવામાં આવ્યું છે. નાના-નાના ચોરસમાં તીર્થકરની મૂર્તિઓનું સોનામાં આલેખન છે. એ શત્રુંજય પર્વતની આસપાસના ગઢ-કિલ્લા-છતરી, દીવાલો, તળેટીમાં યાત્રાળુઓની કતાર, ડુંગર પાછળ વાવડીઓમાં સ્નાન કરતા યાત્રાળુઓ, વૃક્ષો વનરાજી, તપસ્યા કરતા સાધુ-સાધ્વીઓ, જંગલમાં વિહરતાં પશુ-પક્ષીઓ, નીચે ગામનું દૃશ્ય, નાનકડી વાવ, બગીચો, વિશ્રામ લેતી ગાયો છે. પટના મધ્ય ભાગમાં મંદિરસ્થિત મૂર્તિ અને પૂજાવિધિ સાથે શ્રાવકોની જીવનચર્યા આલેખી છે. કોઈક સુખડ ઘસે છે, કોઈ માળી પાસે ફૂલ લે છે, તો કેટલાંક પગથિયાં ચઢે છે. પટના નીચેના ભાગમાં રથ
૩૮ : જૈન કાઇપટ-ચિત્ર Jain Education Intemational
Page #55
--------------------------------------------------------------------------
________________
કે તi
હાથી-ઘોડા-પાલખીસજ્જ, ધન વૈભવ ઐશ્વર્ય મંડિત રાજવી જાત્રાએ આવે છે. મંદિરસ્થિત માળી, કરતાલ લઈ ભજન ગાનારો, ધોબી, ગોવાળ, તંબૂમાં સૈનિક, સાધુ, ધનાઢ્ય, વણિક, કૂવા પર પાણી ભરતી સ્ત્રી, રાજવીનો તંબૂ, ગામનાં ઘર, દેરાસર - આવા નાના નાના અનેક વિષયોનું ચિત્રકારે પોતાની
નજાકત ભરેલી પીંછીથી ચિતરામણ કરેલું છે. | | || _| |_|
ચિત્રગત મંદિરસ્થિત મૂર્તિ સિવાય, આખાય ચિત્રમાં ગતિ છે. આ સંયોજનની બીજી એક વિશિષ્ટતા એ છે કે ચિત્રની મધ્યના સંયોજનમાં મોટા ભાગની માનવીય આકૃતિઓ આખી જ ચિતરવામાં આવી છે. ભાગ્યે જ તેઓ એકબીજાને ઢાંકે છે. જ્યારે નીચે રાજવીના સાજન માજન, લશ્કરને ચીતરવામાં, આકૃતિના સમૂહને દર્શાવવામાં ચિત્રકારે એકબીજાને ઢાંકી દે એવી આયોજનાનો,
ઉપયોગ કર્યો છે. ચિત્ર જોનારને નીચેનું દશ્ય તો રાજસ્થાનના યુદ્ધચિત્રની યાદ અપાવે એટલું સઘન છે. આખુંય સામૈયું પ્રવેશદ્વાર છે.
પાલિતાણા પરના આ પટની વિશિષ્ટતા એ છે કે આ ચિત્રમાં માત્ર ધાર્મિક વિધિ-વિધાનના કથાનકને બદલે તે વખતની સામાજિક પરિસ્થિતિ તથા સાંસ્કૃતિક પરિવેશનું આલેખન નોંધનીય બને છે. તે વખતની સામાન્ય પ્રજા, જેમ કે ધોબી, માળી, ભજનિક, પાણી ભરવાવાળી વગેરે ખૂબ જ સરસ રીતે રૂપ પામ્યાં છે.
ચિત્રસંયોજનમાં જોવા મળતી વિશાળતા અને ગીચોગીચતા બંને પર ચિત્રકારનો સંપૂર્ણ કાબૂ છે. ચિત્રના મધ્ય ભાગમાં મંદિર મૂકી, તીર્થકરોની મૂર્તિની ભાતથી આખાય ચિત્રને બાંધી દીધું છે. આગળ-પાછળ કિલ્લાની ભીંતો અને એ બધામાં ઊપસી આવતા મંદિરનાં શિખરો જોનારની આંખને સતત ગતિ આપે છે. ચિત્રની મુખ્ય પાર્શ્વભૂમિમાં ઘેરો-બદામી, કાળો રંગ, પાઘડીમાં કેસરી-પીળા, સફેદનો સૂઝથી ઉપયોગ થયો છે. સ્ત્રીઓ કે યાત્રાળુઓના પહેરવેશમાં રાજસ્થાની રંગો દેખાય છે. મંદિરના સફ્ટ આરસપહાણનું સ્થાપત્ય, મુનિયતિ-સાધ્વીઓના સફેદ પહેરવેશ, ઘોડા કે ગાયના સફેદ રંગ દ્વારા ચિત્રની રંગસમતુલા પણ જળવાઈ છે. ચિત્રકારે મંદિરનાં શિખર, મૂર્તિ, ક્યાંક આભૂષણ, ધજા-પતાકા, હાથીની અંબાડી, પાલખીની કૂલ વગેરેની વિશિષ્ટતા દર્શાવવા સોનાના રંગનો ઉપયોગ પણ કર્યો છે. એથી આખુંય ચિત્ર દેદીપ્યમાન બને છે.
પટની કલમ-પટના ચિત્રકારનું કળાકૌશલ્ય ઉત્કૃષ્ટ છે. આ પ્રકારનું સામાજિક દર્શન ભાગ્યે જ બીજા પટમાં જોવા મળે છે. ચન્દ્રપ્રભુ જિનાલયના મંદિરમાં જમણી બાજુની દીવાલ પરનો બીજો પટ, ‘ચૌદ ભુવનની આકૃતિનો પટ છે. જૈન માન્યતા મુજબ અનંત આકાશના ‘અલોકાકાશ’ અને ‘લોકાકાશ’ એમ બે વિભાગ પડે છે. અલોકાકાશમાં કેવળ આકાશ છે, જ્યારે લોકાકાશમાં આકાશ ઉપરાંત સચેતન પદાર્થો (જીવો), પુદ્ગલો (રૂપ, રસ વગેરેથી યુક્ત પદાર્થો) ઇત્યાદિ છે. લોકાકાશ પૂરતા વિભાગને લોક કહે છે. એને સામાન્ય રીતે ‘વિશ્વ' તરીકે ઓળખાવાય છે. એની બધીયે બાજુ ફરતો અલોકાકાશ છે.
લોકનો આકાર કેડની એક બાજુએ એક હાથ રાખી પહોળા પગ કરી ટાર ઊભેલા પુરુષના જેવો છે. સમગ્ર લોકના ૧. અધોલોક, ૨. તિર્યલોક અથવા મધ્યમલોક અને ૩. ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ કરાયા છે. એ અનુક્રમે પગથી કેડ સુધીનો ભાગ, નાભિસ્થાન અને એની ઉપરનો ભાગ છે.
અધોલોકનો આકાર ઊંધા મૂકેલા શરાવ (શકોરા = કોડિયા) જેવો, મધ્યમલોકનો ઝાલર જેવો અને ઊર્ધ્વલોકનો પખાજ જેવો છે. ઝાલર
-
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૯
Jain Education Intemational
www.ainelibrary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
અને પખાજના આકારનો ભેગો વિચાર કરતાં એ ચત્તા શરાવ જેવો જણાય છે. લોકની ઊંચાઈ ચૌદ રજુ જેટલી છે. અધોલોકની ઊંચાઈ સાત રજુથી કંઈક વધારે છે; તો ઊર્વીલોકની સાત રજુથી કંઈક ઓછી છે. એ બેની વચ્ચે ૧૮૦૦ યોજનની ઊંચાઈવાળો મધ્યમલોક છે. એમાં મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૯૦૦ યોજન સુધીના નીચેના તેમ જ એ ભૂમિથી ૯00 યોજન ઉપરના ભાગનો સમાવેશ થાય છે. અધોલોકમાં ભુવનપતિના તેમ જ વ્યંતરોનાં નિવાસસ્થાનો છે. એની નીચે સાત નરકભૂમિ છે. એ સાતે એકબીજાથી ખાસ્સા અંતરે છે. એ પ્રત્યેક અંતરમાં અનુક્રમે એકેકથી નીચે ઘનોદધિ, ધાનવાત, તનુવાત અને આકાશ છે.
મધ્યમલોકમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે. એમાં સૌથી વચમાં જંબૂ દ્વીપ છે. ત્યાર બાદ ‘લવણ સમુદ્ર, “ધાતકી ખંડ દીપ', “કાલોદધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપ' વગેરે છે. પહેલા અઢી દ્વીપમાં જ આપણી મનુષ્યોની વસતી છે. આ ભાગને મનુષ્યલોક કહે છે. મનુષ્યલોકની ઉપર જ્યોતિષ-ચક્ર એટલે સૂર્યાદિ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ છે. એ ચક્રથી ખૂબ ઊંચે ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના નિવાસસ્થાન, ૧૨ દેવલોક, એની ઉપર ૯ નૈવેયક અને એની ઉપર ૫ અનુત્તર છે. એ અનુત્તર વિમાનોની ઉપર અર્ધચન્દ્રના આકારે સિદ્ધ શિલા છે. એ શિલાના ઉપરના ભાગમાં એટલે લોકના ઊંચા ભાગમાં સિદ્ધ પરમાત્માઓ છે. સમગ્ર લોકની બરાબર મધ્યમાં ઉપરથી ચૌદ રજુ જેટલો ઊંચો અને એક રજ્જુ જેટલો વિસ્તૃત ભાગ ‘ત્રસનાડી” તરીકે ઓળખાય છે. એનો આકાર ઊંચા
ભૂંગળા-નળા જેવો છે. એની બહારના ભાગમાં ત્રસની ઉત્પત્તિ નથી. ચૌદ રાજલોકનો બોધ કરાવનારું દશ્ય આ ફલક ઉપર આલેખાયું છે. કળાની દૃષ્ટિએ જોઈએ તો લીલા રંગની પૃષ્ઠભૂમિમાં પ્રવેશદ્વારની કમાન કોતરણીવાળી છે જેના પર બે પોપટ જેવાં પક્ષીઓ છે. તેની નીચે ખૂબ જ મોટા-ઊંચા પુરુષ જેવી આકૃતિ છે જેણે, કમર પર હાથ મૂક્યો છે, તેની વચમાં શરીરના ચૌદ ભાગ દર્શાવવામાં આવ્યા છે. ભૌમિતિક ચોરસ આકાર અને માનવીય આકૃતિના સંયોજન વડે મસ્તિષ્કથી પાદપદ્મ સુધી વિવિધ આંતરિક પરિસ્થિતિઓ પ્રક્રિયાઓ સરસ રીતે ચિત્રિત કરી છે. ચિત્રકારે આકૃતિમાં નાના નાના સોનેરી ચોરસમાં ફૂલની છાપ તથા સોનેરી ધજા અને મસ્તિષ્ક પર કપાળમાં ભગવાનની મૂર્તિ મૂકી, કલ્પનાશીલ સર્જન કર્યું છે. દક્ષિણ ગુજરાતનાં બીજાં જૈન મંદિરોમાં – ભરૂચથી માંડીને વાપી સુધીનાં જૈન મંદિરોમાં ક્યાંય આ પ્રકારની શૈલીનો પટ જોવા મળ્યો નથી. આ પટનું માપ ૬.૭૫” x ૨.૫' છે.
ચન્દ્રપ્રભુ જિનાલયના પહેલા માળે પાછલા વિભાગમાં પંદર ગોખલા છે. જેને કાચનાં બારણાં કરવામાં આવ્યાં છે. એ ગોખલામાં એકેક સચિત્ર ફલક છે; જેનું માપ ૩૧” x ૨૧.૫” છે, એમાં જૈન આચારવિચારનો બોધ કરાવનારી કોઈ ને કોઈ ઘટના આલેખાઈ છે.
૪૦ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
Page #57
--------------------------------------------------------------------------
________________
MAી.
જ000000
0 005
.
']
આ ચિત્રફલકોના વિવિધ વિષયો જેમ કે તીર્થકરત્વની પ્રાપ્તિનાં સ્થાનકો, એકસોસિત્તેર તીર્થંકરો, દ્વારકાનો દાહ, કૃષ્ણ વાસુદેવનું અવસાન અને બળદેવની દીક્ષા, શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવો, લગ્નમહોત્સવ અને કેવલજ્ઞાન, મહાવીરસ્વામીની બાલ્યાવસ્થા, શ્રી ઋષભદેવ આદિ ૨૪ તીર્થકરોના ગણધરપદવી”, મુનિ અને શ્રેણિક નૃપતિ, ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા અને અકબર બાદશાહ વગેરેનાં ચિત્રો છે. નાના માપનાં આ પંદર ચિત્રોની શૈલી પ્રશંસનીય છે; કિન્તુ ચિત્રો ખૂબ ઉચ્ચ કોટિનાં નથી. આ ચિત્રોમાં મહત્ત્વનું ચિત્ર ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા અને અકબર બાદશાહ છે. “અકબર બાદશાહના દરબારમાં મુનિ હીરવિજયસૂરિ-આ ચિત્ર ઐતિહાસિક ઘટના બન્યાની વાતની સાક્ષી પૂરે છે. ચિત્ર મુઘલ કલમને મળતું આવે છે. પરંતુ પ્રમાણમાં સૂક્ષ્મતા ઓછી છે એમ ચિત્ર જોતાં લાગે છે. ચિત્રનું સંયોજન, રંગ, વિષયઅનુકૂળ વાતાવરણ સર્જવામાં ચિત્રકાર નિષ્ણાત છે; પરંતુ શત્રુંજય પટ અને ચૌદ ભુવનના પટ જેવું ઉત્કૃષ્ટ કામ નથી.
મંદિરમાં પહેલે માળે, મેરુ પર્વતની લાકડાની રચના છે. ખૂબ સાદી રીતે અર્ધમૂર્ત શૈલીમાં તે કોતરેલી છે. આયોજન પહાડ જેવું લાગે છે. વચ્ચે જંગલ ઝાડી, ગુફા, હરણાં, પશુ પક્ષીઓ તથા તપ કરતા મુનિ વગેરે લોકકળાની શૈલીની અસર વાળાં છે. આ જોવા પણ ચારે બાજુ ફરવું પડે છે. મંદિરના રંગમંડપમાં મૂકેલ સમવસરણ ખૂબ જ સુંદર અને નજાકતવાળો છે. જેની ઊંચાઈ આશરે છ ફૂટની છે. એના ત્રણે ગઢ સચિત્ર છે.
આમ ચન્દ્રપ્રભુસ્વામીનું આખેઆખું મંદિર કોઈક ને કોઈક કલાકૃતિથી અલંકૃત કરવામાં આવ્યું છે. દ્વિ-પરિમાણી અને ત્રિ-પરિમાણી કાષ્ઠકળાનો આવો અદ્ભુત સમન્વય અનન્ય છે.
11
(૪
-
1
ES
1
જૈન કાપટ-ચિત્ર : ૪૧
Jain Education Intemational
Page #58
--------------------------------------------------------------------------
________________
11-11IRTHE
HE-HER
ભરૂચ મૈત્રકકાલના ઉદય સમયે ગુજરાતમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મની જેમ ઘણો પ્રચલિત હતો. સુરાષ્ટ્રમાં જૈન ધર્મનો પ્રચાર બાવીસમા તીર્થંકર નેમિનાથનાં સમયથી થયો ગણાય. આ સમય સુધીમાં નેમીનાથના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણનું ધામ ગણાતા “ઉજ્જયન્ત રૈવતક” (ગિરનાર)તીર્થ ઉપરાંત વિમલગિરિ શત્રુંજય તીર્થ, પાદલિપ્તાચાર્યના નામ પરથી વસેલું પાલિતાના (પાલીતાણા તીર્થ) શ્રેષ્ઠી ભાવડનું નિવાસ સ્થાન મધુમતી(મહુવા)તીર્થ, વીસમા તીર્થંકર મુનિવ્રતના નામ સાથે સંકળાયેલું ભરુકચ્છ (ભરૂચ) અશ્વબોધ તીર્થ, નાગાર્જુને સ્થાપેલું સ્તંભનક (થામણા)તીર્થ, શ્રીમાતાના તપોધામ તરીકે મહત્તા પામેલું અર્બુદાચલ, કચ્છનું શંખપુર તીર્થ ઇત્યાદિ અનેક જૈન તીર્થ ખ્યાતિ પામ્યાં હતાં.
જૈન લેખકોના લલિત કથા-સાહિત્યમાંયે જૈન ધર્મની પ્રચુર અસર દેખાય છે. આ કાળ દરમિયાન ગુજરાતમાં વલ્લભી, શ્રીમાલ, શત્રુંજય, ગિરનાર, ભરુકચ્છ, મોઢેરા, વઢવાણ, તારંગા જેવાં અનેક જૈન તીર્થધામોનો ગુજરાતમાં અભ્યદય થયો.
મૌર્યકાળથી ગુપ્તકાળ સુધી ભરુકચ્છ ગુજરાતનું રાજકીય ઉપરાંત સાંસ્કૃતિક કેન્દ્ર હતું. સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિના શાશનકાળમાં જૈન ધર્મનો પ્રભાવ હતો. સંપ્રતિએ શત્રુંજય પર તથા ભરુકચ્છમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં એવું ‘વિવિધ તીર્થકલ્પ’ તથા પ્રભાવક ચરિત’ જણાવે છે.
ચીની પ્રવાસી યુ અને શ્વાંગ ભારતના પ્રવાસ દરમ્યાન ભરુકચ્છ (પો-લુ-ક-છે)માં આવ્યો ત્યારે ત્યાંના રાજાઓ ઘણું ખરું ચાલુક્યોના શરણે ગયા હતા. તેણે ભરુકચ્છ વિષે નોંધ લખી છે : લોકોની રીતભાત ઉષ્માહીન અને ઉદાસીન છે તેમની મનોવૃત્તિ કુટિલ અને વક્ર છે. તેઓ વિદ્યાભ્યાસ કેળવતા નથી. ભ્રમ તથા સ્વધર્મને એક સરખા માને છે. અહીં દસેક સંઘારામ છે, જેમાં લગભગ 300 ભિક્ષુ રહે છે. લગભગ દેવમંદિરો પણ છે. જ્યાં વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ એકત્ર થાય છે.
ભીમદેવ પૂર્વે કર્ણદેવ પહેલાના વંશજો પછી સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩)નું શાસન લાટ પર પ્રવર્તવા લાગ્યું, એની પ્રતીતિ ભૃગુકચ્છમાં લખાયેલી હસ્તપ્રતો પરથી થાય છે. કુમારપાળ (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૨) ગાદીએ આવ્યો. સિદ્ધરાજ સાથેના અણબનાવને કારણે કુમારપાળ છૂપા વેશમાં ભરૂચ આવ્યો હતો. અહીંના જોશીએ તેને ટૂંક સમયમાં રાજ્ય મળશે એવી આગાહી કરેલી. રાજ્ય મળ્યા બાદ કુમારપાળે ભરૂચને ફરતો બુરજો સહિતનો કોટ બંધાવ્યો. કુમારપાળના મંત્રી આમ્રભટ્ટે પોતાના પિતાના શ્રેયાર્થે ભરૂચના સુવ્રતસ્વામીના શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કર્યો હતો.
ઈ.સ. ૧૦૪૦ના અરસામાં ભરૂચમાં કૌલ નામે વિખ્યાત કવિ થઈ ગયો. ઈ.સ. ૧૧૩૭માં જૈન મુનિ ચંદ્રસૂરિએ ભરૂચના જૈન મંદિરમાં રહીને ‘મુનિ સુવ્રતસ્વામી ચરિત’ લખ્યું. તેમાં ભરૂચ વિષેની માહિતી મળે છે.
ઈ.સ. ૧૯૧૬માં સર ટોમસ રો નામના અંગ્રેજને બાદશાહ જહાંગીરના સમયમાં ભરૂચમાં વેપાર કરવાની પરવાનગી મળતાં અંગ્રેજોએ ભરૂચમાં પહેલી કોઠી નાખી. પછી તો ઈ.સ. ૧૬૧૮માં વલંદાઓએ પણ કોઠી નાંખી. ઈ.સ. ૧૮૮૬માં મુંબઈના ગવર્નર લોર્ડ
૪૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #59
--------------------------------------------------------------------------
________________
રે એ ભરૂચની સુધરાઈની સભામાં ભાષણ કરતાં જણાવેલું કે “નદીને સામે કાંઠેથી મેં પહેલવહેલું ભરૂચ જોયું ત્યારે મને એવો વિચાર આવ્યો કે ટેમ્સ નદીના કિનારે આવેલા લંડનનો જ કોઈ ભાગ છે”.
ભરૂચનાં જૈન તીર્થધામો એક જાણીતા ભૂસ્તરશાસ્ત્રીએ કહ્યું છે કે જૈન સંપ્રદાયનો ઇતિહાસ ભારતભૂમિનો મહાન ને ભવ્ય ઇતિહાસ છે. ભારતભૂમિ પર કોઈ પણ રાજ્યમાં પાંચ માઇલનું એક કુંડાળું કરી ખોદકામ કરો તો કળા અને સંસ્કૃતિથી સમૃદ્ધ એવી પરંપરાનો નાનકડો અવશેષ પણ ન મળે તેવું બને જ નહીં. આ ગૌરવવંતી ઇતિહાસગાથામાં જૈન તીર્થોનું ગૌરવભર્યું સ્થાન છે.
ભરૂચ તીર્થનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. અહીં કયા કયા આચાર્યમહારાજ પધાર્યા, કયા કયા મહાન શાસનપ્રભાવનાં કાર્યો થયાં એનો વિસ્તૃત ઇતિહાસ જૈન સાહિત્યમાં સારી રીતે આલેખાયેલો છે. ભરૂચ જિલ્લાનાં પંચતીર્થોમાં મુખ્ય આ પ્રમાણે છે :
૧. ભરૂચ તીર્થ - શ્રી મુનિસુવ્રત સ્વામીની વિહારભૂમિ ૨. કાવી તીર્થ - શ્રી ઋષભદેવ, શ્રી ધર્મનાથ ૩. ગાંધાર તીર્થ - શ્રી પાર્થપ્રભુ, શ્રી મહાવીર પ્રભુ ૪. દહેજ તીર્થ - શ્રી મહાવીર પ્રભુ ૫. ઝગડિયા તીર્થ - શ્રી આદીશ્વર પ્રભુ
ભરૂચ નગરમાં અતિપ્રાચીન શ્રી મુનિસુવ્રત તીર્થ અને બીજાં જિન મંદિરો ખાસ્સાં છે :
૧. શ્રી આદીશ્વર પ્રભુનું જિન મંદિર - શેઠ અનુપચંદ પોળની સામે ૨. શ્રી અનંતનાથ પ્રભુનું મંદિર – શેઠ અનુપચંદ પોળની સામે ૩. શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર – શેઠ અનુપચંદ પોળની સામે ૪. શ્રી મુનિ સુવ્રતપ્રભુનું મંદિર - ઊંડી વખાર ૫. શ્રી આદીશ્વર પ્રભુનું મંદિર - વેજલપુર ૬. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર – કબીરપુરા ૭. શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર – પ્રીતમનગર સોસાયટી - ૨ ૮. શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર - ભૃગુપુર સોસાયટી ૯. શ્રી સિદ્ધાચલાદિ તીર્થપટ, પ્રભુપાદુકા, પાંજરાપોળ
સાહિત્ય-વ્યાકરણ, આગમ, સમસ્ત શાસ્ત્રો વગેરેના વિદ્વાન આચાર્ય મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે જોધપુરમાં ચાતુર્માસ દરમિયાન ભાદવા મહિનામાં એમના ગુરુવર્યશ્રી વિજયપ્રભસૂરીશ્વરજીને ઉદ્દેશીને “ઇન્દુદૂત' કાવ્ય લખ્યું હતું. આ મુનિશ્રી ત્યારે સૂર્યપુર-સુરતમાં રહેતા હતા. આ કાવ્યમાં સૂર્યપુર નગર જવાના માર્ગમાં જે જે સ્થળો આવે છે એનું તથા આસપાસની પ્રકૃતિનું કાવ્યમય વર્ણન મળે છે. મહાકવિ કાલિદાસે “મેઘદૂત'માં યક્ષ દ્વારા મેઘને ઉદ્દેશીને વર્ણન કર્યું છે એ પ્રમાણે ચન્દ્રને સંબોધીને આ કાવ્ય લખાયું છે. એમાં સોનગઢ, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, રાજનગર, અમદાવાદ, સાબરમતી નદી, વડોદરા, ભરૂચ અને નર્મદાનું પણ વર્ણન કર્યું છે. અંતે સૂર્યપુર અને તાપી નદીનું મનોરમ વર્ણન કર્યું છે. વિશેષ વાત એ છે કે એમાં સુરતના ગોપીપુરાનાં જૈનમંદિરો અને ઉપાશ્રયોનું વર્ણન પણ મળે છે. મહારાજશ્રીએ ભરૂચનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે.
अत्यासन्नं भृगुपुरमितो यास्यसि प्रौढदुर्गम्,
दुर्गन्धांशो ज्झितमतिसुरै भूरिपोरैः परीतम् ।। भूपीठे मत्सदृशमपरं वर्तते वा नवेति,
द्रष्टुं ,गान्तरमिव समारढमुच्चप्रदेशम् ।।८२।।
WE5gp>
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૩
Jain Education Intemational
Page #60
--------------------------------------------------------------------------
________________
થોડે દૂર ભૃગુપુર-ભરૂચ આવેલું છે. ત્યાં તું જજે. નગરને ફરતો મોટો કિલ્લો છે. ત્યાં જરાય ગંદકી નથી. દેવોથી રૂપાળા નગરવાસીઓ ત્યાં વસે છે. તે નગર ઊંચી ટેકરી ઉપર વસેલું છે. તે જોતાં એમ લાગે છે કે આ ભૂલોકમાં મારા જેવું બીજું કોઈ નગર છે કે નહિ તે જોવા માટે તે જાણે ઊંચે ચડ્યું ન હોય ! કવિશ્રી નર્મદા નદીનું વર્ણન કરતાં કહે છે :
तस्योपान्ते सुखयति नदी नर्मदा नर्मदोर्मि
स्तौमै रोमोद्गममतिहिमैः कुर्वती नौस्थितानाम्, क्रीडद्गन्ध द्विपमदरसो द्दामगन्धिप्रवाहा,
चञ्चत्क्रीडा वनघनतटा नाव्यनीरा गभीरा ।।८३।। તેની સમીપે જ નર્મદા - સુખદ કલ્લોલ કરતી, ઊછળતી, હોડીમાં બેઠેલાને રોમાંચ ઉત્પન્ન કરતી, ક્રીડા કરતા ગન્ધહસ્તીના મદથી ઉત્કટ ગન્ધવાળી, કિનારે કિનારે વૃક્ષ વલ્લરીઓથી શોભતી, ઊંડા જળવાળી, ગંભીર નર્મદા નદી વહે છે.
બીજા એક શ્લોકમાં ગુરુવર્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વરજીનો ઉલ્લેખ મળે છે.
વિશ્વને સુધાથી સીંચતા તને આવતો જોઈને હે ભાઈ ! તારી પુત્રી નર્મદા આનન્દ્રિત થશે. તું પણ એને નીરખી ઉલ્લાસિત થશે. સંસારમાં સંતાનનેહ સર્વશ્રેષ્ઠ છે. ત્યાં ભરૂચના કિલ્લાના ઝરુખા ઉપરથી તારી પુત્રીના ઊછળતા તરંગવાળા ગમનને જોઈ આનન્દિત બની શ્રી પૂજ્યપાદના વિહરણથી પાપ મુક્ત બનેલા સુરતની સીમમાં પ્રવેશ કરજે.
‘ઇન્દ્રદૂત'માં વર્ણવેલા ભરૂચ અને નર્મદાના વર્ણનથી આ નગરીની મહત્તાનો પરિચય મળે છે.
sીન ઉપર
*
મહાન તીર્થ અશ્વાવબોધ-શકુનિકા વિહારતીર્થ આ તીર્થ અતિ પ્રાચીન છે. જૈન અનુશ્રુતિઓ આપણને શ્રી અજિતનાથ ભગવાનના સમય સુધી લઈ જાય છે. પણ ગુજરાત અને રાજસ્થાનની-પશ્ચિમ ભારતની ભૂમિ પર આદીશ્વર ભગવાન અને નેમિનાથ પ્રભુ ઉપરાંત વીસમા તીર્થંકર પ્રભુ મુનિસુવ્રતજીની કૃપા રહી
લાખો વર્ષો પૂર્વે ભરૂચના વિશાળ સામ્રાજ્ય પર રાજા જિતશત્રુ બિરાજમાન હતા. તેમનો પટ્ટ અશ્વ અલ્પાયુષી હતો; પણ બોધને યોગ્ય હતો. પ્રભુ આ અશ્વને પ્રતિબોધવા એક જ રાત્રિમાં પ્રતિષ્ઠાનપુરથી ૬૦ યોજનાનો વિહાર કરી ભરૂચ પધાર્યા, કહો કે ભાગ્યશાળી ભરૂચને ભગવાનની ભવ્યતાનો લાભ મળ્યો. પ્રભુ પધાર્યા અને સમવસરણ પણ રચાયું. અશ્વ પણ સમવસરણના પગથારે પહોંચ્યો. પ્રભુની વાણી સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, એ બોધ પામ્યો અને હર્ષનો હષારવ કરવા લાગ્યો. | મુનિજીએ ફરમાવ્યું “આ ભાગ્યશાળી જીવ બોધ પામ્યો છે. આ જીવ સાધારણ નથી પરંતુ પૂર્વ ભવનો મારો મિત્ર છે. આજે એ સમ્યકત્વ પામ્યો છે. ત્યારથી ભૃગુકચ્છની ભૂમિ બોધતીર્થ બની. ભૃગુકચ્છ ત્યારથી અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આ જ મહાન તીર્થ આગળ જતાં શકુનિકા વિહાર બન્યું. આ અંગે પણ કથા છે કે ભૂખથી પીડાતી એક સમડી પોતનાં બચ્ચાંને ખવડાવવા ભોજન શોધી રહી હતી. ત્યાં કોઇ શિકારીનું કારમું તીર વાગ્યું. હણાયેલી સમડી ભાગ્યશાળી હતી તેથી જૈન મુનિનાં ચરણોમાં પડી. મહામુનિએ કરુણાર્ક હૈયે નવકાર મંત્ર સંભળાવ્યો. અન્તિમ ક્ષણે નવકાર મંત્રના શ્રવણથી તેનો ઉદ્ધાર થયો.
૪૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
Page #61
--------------------------------------------------------------------------
________________
‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ' આજના સમયમાં પ્રસિદ્ધ બનેલી આ કહેતી ભરૂચની ભૂતકાલીન જાહોજલાલીનો પરિચય આપે છે. આ નગરીની અતિ પ્રાચીનતાને જૈન અને જૈનેતર ગ્રન્થો પ્રમાણભૂત ઠેરવે છે. ભૃગુચક કે ભૃગુપુર નામથી તે પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ હતું.
કે
ભરૂચના ધીકતા બંદરી વ્યાપારે તેનું મહત્ત્વ ખૂબ વધાર્યું હતું. લાટ દેશનું આ મહત્ત્વનું નગર એક સમયે સમૃદ્ધિના શિખર પર હતું. આ નગરના વૈભવથી લલચાઈ અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા યુદ્ધો ર્યાં હતાં.
સિંહલદ્વીપના સિંહલ રાજાની કુંવરી સુદર્શનાએ જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતાનો સમડી તરીકેનો પૂર્વ ભવ જોયો. તેથી ધર્માનુરાગી બનીને તેણે અશ્વાવબોધ ચૈત્યનો ઉદ્ધાર કરાવી તેને ‘શકુનિકાવિહાર’ નામ આપ્યું. અને પોતાના બોધસ્થાન ભરૂચ આવી ભરૂચના રાજા જિતશત્રુ અને ધર્મપતા સમા ઋષભદત્ત શેઠની સહાયથી સાતમાળનું એક દેવવિમાન તુલ્ય ગગનચુંબી જિનમંદિરનું નિર્માણ કરાવ્યું. સમડીમાંથી સુદર્શના બનેલી રાજકુમારીએ સ્વબોધના સ્થાનને સર્વબોધનું તીર્થ બનાવ્યું.
અહીં મૂળનાયક ભગવાન મુનિવ્રતસ્વામીજીની અદ્ભુત પ્રતિમા છે.
અંબડ મંત્રીએ કાહનો આ કળાત્મક જિનપ્રાસાદ ૩૨લાખ સોનૈયાનો ખર્ચ કરી બનાવડાવ્યો. કલિકાલસર્વર શ્રી હેમચંદ્રાચાર્યના વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઈ. મહારાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમર બની. તેજપાલ મંત્રીએ આ પ્રાસાદની પચ્ચીસ દેવકુલિકાઓને સુવર્ણજથી મંડિત કરી હતી. તદુપરાંત બીજા પણ ભવ્ય જિનપ્રાસાદોના અહીં નિર્માણ પામ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. મુસ્લિમકાળમાં આ ભવ્ય જિનાલયોને ફટકો પડ્યો. તેમાંનાં કેટલાકનું મસ્જિદમાં રૂપાંતર પણ થઈ ગયું. જેનું ભવ્ય જિનપ્રાસાદ આજે અસ્તિત્વમાં નથી. હાલમાં જ ત્યાં આરસપહાણનું ભવ્ય જિનાલય અસ્તિત્વમાં આવ્યું છે. પરંતુ કાષ્ઠના ભવ્ય જિનાલયના અવશેષોમાંથી સુરક્ષિત પટ અને અન્ય સામાન સુરતના શ્રેષ્ઠી અને ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ્લ શાહના સંગ્રહમાં છે. સુંદર કાષ્ટકોતરણીથી મંડિત સ્તંભો, ટોડલા, કુંભી સેંકડો વરસની કાષ્ઠકળાના અદ્ભુત નમૂના છે.
CC111.
NITI
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૫
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી સુવ્રતસ્વામી મંદિરના કાષ્ઠના પંચતીર્થ પટનું વર્ણન
અહીં વિશેષરૂપથી બે ચિત્રપટોનું વર્ણન કરવું યોગ્ય લેખાશે. આ બે પચિત્રો પંચ તીર્થોના છે. મોટા પટની લંબાઈ ૮',૩' x ૭’ ની છે.
૧. સમેત શિખરજીના ચિત્રમાં ૧૮ મંદિરો આલેખાયાં છે. દરેક મંદિરમાં ભગવાનનાં પગલાં છે, દર્શનાર્થે આવતાં શ્રાવકોશ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીઓ છે. ચારે બાજુની પ્રકૃતિમાં પહાડો અને આમ્રવૃક્ષો છે. વાઘ, હરણ, સસલાં, મોર, બગલાં અને સારસ જેવાં પશુપક્ષીઓ છે. સ્ત્રીઓના પહેરવેશ ગુજરાતી અને રાજસ્થાની અર્થાત્ ચોળી, ચણિયો, ઓઢણી, સાડી છે. ખાસ કરીને વિવિધ ભાતની બાંધણીઓ ખૂબ આકર્ષક છે. સ્ત્રીઓનાં આભૂષણોમાં દામણી, નથણી, વાળી, કાનનાં કુંડળ, ચૂડી, કંદોરો છે. આવી અલંકૃત સ્ત્રીઓએ બાળકોને તેડેલાં છે. તેઓ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ભક્ત શ્રાવિકાઓના હાથમાં ફૂલમણિ, ફૂલ છે.
પુરુષોના પહેરવેશમાં શેરવાની (લાંબો કોટ), ધોતિયું, પાઘડી, ઉપવસ્ત્ર છે. તેમના ફેંટા મરાઠી શૈલીથી પ્રભાવિત છે. હાથમાં ફૂલ રાખીને તેઓ પ્રાર્થના કરે છે. સાધુસાધ્વીઓએ એક વસ્ત્ર પહેરેલું છે, બગલમાં પીંછી અને લાકડી છે. સુવર્ણ કળશોથી સુશોભિત વિશાળ ઘુમ્મટોવાળાં મંદિરો સુવર્ણ ઘંટડીઓથી ગુંજે છે, તેમની સોનેરી ધજા ફરફરી રહી છે. પહાડો લીલા અને ભૂખરા રંગના છે, લાલ રંગની પાર્શ્વભૂ છે. મટોડિયા પીળો (યલો ઓકર), ઝાંખો સફેદ, આછો કથ્થઈ, લીલા જેવા રંગો છે. આકૃતિઓને ઝીણાં બિંદુથી અલંકૃત કરવામાં આવી છે. જમણી બાજુ પર વહેતા ઝરણામાં જળચર પ્રાણીઓ અને તરંગો દર્શાવાયા છે.
અષ્ટાપદજીનું મંદિર શિખરવાળું છે. તેમાં સાત તીર્થંકર ભગવાન બિરાજમાન છે. ૭ અન્ય મંદિરો છે અને તે બધાં મંદિરો સુવર્ણના કળશો, ધજાઓ અને ઘંટડીઓથી સુશોભિત છે તથા તેમાં ભગવાનનાં પગલાં છે. હનુમાનજી, મારદેવીમાતા, હાથી પર બિરાજમાન લક્ષ્મીજી અને મહાદેવનાં મંદિર છે. આ ઉપરાંત શ્યામળા પારસનાથજી છે, બાજુમાં મેવાળચંદની ધર્મશાળા છે.
પટની વચ્ચે પંશિખર દેરાસરમાં આદીશ્વરની પ્રતિમા ઉપરાંત ચાર તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ છે. ચામરધારીઓ છે, દ્વારપાળો પટના ચારે ખૂણે છે, મહેલોની અટારીઓમાં રાજા, રાણી દરવાન છે, મધુબન ગામની પાસેથી રાજપુરુષો હાથી પર સાવર થઈને જઈ રહ્યા છે. સ્ત્રીપુરુષો પહાડ પરથી ચઢઊતર કરે છે. પાસે કૂવામાંથી પાણી ખેંચતી પનિહારીઓ છે અને નીચે વહેતાં ઝરણામાં માછલીઓ છે.
૨. બીજા પટમાં ગિરનારજીની યાત્રા નિરૂપાઈ છે. પહેલા વિભાગમાં પહાડો, વૃક્ષો અને વહેતાં ઝરણાં, અનેક તળાવો, મંદિરો, મોર, બગલાં ઇત્યાદિ જોવા મળે છે. શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ-સાધ્વીઓ તથા બ્રાહ્મણ સાધુઓની અવરજવર છે. નેમિનાથનાં પગલાં ધરાવતા મંદિર ઉપરાંત અંબાજીનું મંદિર અને રાજુલમતીની ગુફા છે. બીજા વિભાગમાં નેમિનાથનું ભવ્ય મંદિર, દેરીઓમાં તીર્થંકરોની પ્રતિમાઓ, મધ્યમાં નેમિનાથજીની પ્રતિમા, સુવર્ણશિખરો, ધજાઓ, ઘંટડીઓથી શોભતા મંદિરમાં ભગવાન છે, લક્ષ્મીદાસ નામના શ્રાવક છે. નીચે - પગલાં, પ્રત વાંચતા સાધુ અને ધર્મશાળામાં શ્રેષ્ઠીઓ છે અને તળાવડી છે. ત્રીજા વિભાગમાં વિષ્ણુ અને મહાદેવનાં મંદિર છે, બીજી તરફ ઉપાશ્રય, વ્યાખ્યાન આપતા સાધ્વીજી છે. નીચે નેમિનાથનો વરઘોડો, નેમિનાથનો લગ્નમંડપ છે. સાસુ નેમિનાથને તિલક કરે છે, આભૂષણો અને વસ્ત્રપરિધાનસજજ સ્ત્રીપુરુષ જાનૈયા છે, વરરાજા નેમિનાથ ઘોડા પરથી ઊતરે છે, ઢોલનગારાં વાગે છે અને એમનો સત્કાર કરવામાં આવે છે. બીજા એક ભાગમાં નેમિનાથના કેશલુંચન અને દીક્ષાગ્રહણ નિરૂપાયાં છે. આ ભવ્ય પ્રાસાદની નીચેના ભાગમાં પશુપક્ષીઓ અને આમ્રવૃક્ષો ચિત્રિત છે.
આ ઉપરાંત બીજા પટ પણ જાણીતા છે. એમાંના એક પચિત્રના પહેલા વિભાગમાં પાંચ શિખરોથી સુશોભિત વિશાળ દેવમંદિરની મધ્યમાં ચાર તીર્થંકર ભગવાન છે. મંદિરના દ્વાર પર ચાર હાથવાળી પુરુષાકૃતિઓ ચામર, પુષ્પ, કુંભ વગેરે લઈને ઊભી છે. તીર્થંકરોની
૪૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાઓ, પુષ્પગુચ્છો અને હાંડીઓથી શોભાયમાન મંદિરોમાં ૨૪ તીર્થંકરો બિરાજમાન છે. આકાશમાંથી પરીઓ પુષ્પવૃષ્ટિ કરી રહી છે. સામે મહેલ છે. નીચે સુવર્ણરથની ધજાઓ ફરકી રહી છે. મોર નૃત્ય કરી રહ્યા છે. દશસ્કંધ રાવણ વીણા વગાડી રહ્યો છે અને મંદોદરી નૃત્ય કરે છે. મોર પુષ્પમાળા લઈ ઊભા છે, હરણાં આમતેમ દોડી રહ્યાં છે.
બીજા વિભાગમાં સુવર્ણમંડિત સોપાનો છે. ભગવાન સૂર્યનારાયણ સોળે કળાએ પ્રકાશી રહ્યા છે. ગૌતમસ્વામી સૂર્યનાં કિરણોને સ્પર્શ કરતા ભગવાન તરફ જઈ રહ્યા છે. નીચે અનેક સાધુઓ અનેક પ્રકારની યોગક્રિયાઓ કરી રહ્યા છે. આ સાધુઓમાં કબીરજી, તુલસીદાસજી, ગોપાલગીર ઇત્યાદિ છે. વાઘ પર હાથ રાખી એક ઋષિ ઊભા છે. આસપાસના પહાડો વૃક્ષોથી છવાયેલા છે. વ્યાઘ્રચર્મસ્થિત ઋષિઓ છે. હરણાં, સસલાં, તથા વાઘ જેવા પ્રાણીઓ ફરી રહ્યાં છે એક તીર્થંકર સર્પથી લપેટાયેલા છે, જ્યારે એક સાધુ કૂવામાંથી પાણી ખેંચી રહ્યા છે.
ત્રીજા વિભાગમાં વાલી મુનિરાજને રાવણ નમસ્કાર કરે છે. ગૌતમસ્વામી તપસ્વીને ખીર આપે છે. સૂરજગીર, જયગીર, મેગસગીર વગેરે છે. અહીં તપસ્વીઓ જુદી જુદી પ્રક્રિયામાં રત છે. કોઈ શીર્ષાસન, પદ્માસન, પ્રાણાયામ કરે છે. કોઈ ખીર પણ ગ્રહણ કરે છે. કેટલાક લોકો પહાડ પર ખોદકામ કરી રહ્યા છે. નીચે વહાણો સમુદ્રમાં તરી રહ્યાં છે. મોટાં મોટાં માછલાં પાણીમાં તરી રહ્યાં છે.
એક બીજા પટમાં આબુજીની યાત્રા નિરૂપાઈ છે. પહેલા વિભાગમાં વિશાળ મંદિરો અને તીર્થંકરોની પ્રતિમાઓ છે. સુવર્ણકળશ, ધજાઓ તથા ઘંટડીઓવાળાં મંદિરો છે. તીર્થંકરો પદ્માસન અને ધ્યાનમુદ્રામાં સ્થિત છે, તેમનાં વદન સુસ્મિત છે. શ્રાવક-શ્રાવિકાઓ ચામર ઢાળી રહ્યાં છે. બીજા વિભાગમાં મધ્યે ત્રણ શિખરોવાળું મંદિર છે. તેમાં તીર્થંકરોની પ્રતિમા છે. આસપાસ મંદિરો અને દેરીઓ ઉપરાંત પહાડો ચઢતા શ્રાવકશ્રાવિકાઓ છે. અંબાડી પર રાજપુરુષો છે. મહાદેવ, દેવીઓનાં મંદિરો, તળાવો અને વૃક્ષોથી શોભતાં પહાડ છે તથા ખૂબ સુંદર નજાકતભરી સ્ત્રીઓ સુવર્ણપુષ્પોની વર્ષા કરી રહી છે. આ પટમાં અતિસુંદર સ્ત્રીઓ આભૂષણો ને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત છે. ત્રીજા વિભાગમાં
અચલગઢ ગામના મકાનોમાં નરનારીઓ, માતાજીનું મંદિર, પહાડ ચઢતા સાધુઓ, શ્રાવકો-શ્રાવિકાઓ છે. એક તરફ બંદૂકધારી સૈનિકો વગેરે છે ને આદીશ્વર ભગવાનનું દેરું બતાવ્યું છે. સાથે જ આબુ ગામનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં ગામને ફરતો કોટ, વિશાળ દરવાજા, ભવ્ય મહાલયો, વિશાળ વૃક્ષો, ઘોડેસવારો વગેરે શોભે છે. બીજી તરફ પાલખીમાં કોઈ શ્રેષ્ઠી જઈ રહ્યા છે. નીચે સુંદર અંબાડીથી સુશોભિત મહાકાય હાથી છે જેની મધ્યમાં મહારાજા બિરાજે છે. એની આગળ બે સુસજ્જ ઘોડેસવારો ચાલી રહ્યા છે.
brittlin
પાંચમા પચિત્રમાં તીર્થરાજ શત્રુંજય આલેખાયો છે. પહેલા વિભાગમાં મધ્યે પાંચ શિખરનું ભવ્ય દેરાસર તેને ચોમુખજીનું મંદિર કહેવામાં આવે છે. તેમાં ચાર તીર્થંકરોની નષ્ટપ્રાય સુવર્ણ પ્રતિમાઓ છે. આ પટમાં છડીધારી દ્વારપાળો છે પરંતુ તેમની આકૃતિઓ પ્રમાણમાં લાંબી છે. નીચે હાથી અને વાઘનું રેખાંકન ખૂબ સુંદર, અતિ સૂક્ષ્મ અને સુકોમળ છે. આખા પટમાં આ બે સર્વશ્રેષ્ઠ રેખાંકનો છે. બીજા વિભાગમાં ‘નરશીનાથ’નું મંદિર છે. અને તેમાં મારુદેવી માતા છે. આ બીજો વિભાગ સૌથી જૂનો લાગે છે. સ્ત્રીપુરુષોની આકૃતિઓમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ જોવા મળતી નથી. કોઈ ઠેકાણે નવેસરથી સોનેરી રંગ લગાડાયો નથી. સ્ત્રીઓનાં આભૂષણો અને પહેરવેશ તેમ જ વસ્ત્રોની ભાતવાળું ઝીણવટભર્યું નાજુક રેખાંકન જળવાયેલું છે. સંપ્રતિ રાજાનું મંદિર પાંચ શિખરોવાળું છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ છે.
Jain Education Intemational
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૭
Page #64
--------------------------------------------------------------------------
________________
ના
મંદિરમાં વિશિષ્ટ ધ્યાનકેન્દ્ર, પ્રાચીન ભવ્ય ૫૧ ઈંચના આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. દેવકુલિકાઓનાં સુંદર તોરણો અને બારીની ભાતો આકર્ષક છે. 3ૐકાર, સ્વસ્તિક, દીપક વગેરેની શૈલી વિશિષ્ટતાયુક્ત છે. પગથિયાં ચઢીએ ત્યારે મુખ્ય મંદિર આવે છે. નૃત્યમંડ૫માં જમણી તરફ ચક્રેશ્વરી દેવી તથા પદ્માવતી માતાની આકર્ષક મૂર્તિઓ છે. આ મંદિરમાં સાત ગર્ભગૃહ છે. મુખ્ય ગર્ભગૃહમાં ૨૭ ઇંચની મુનિસુવ્રતસ્વામીની પ્રાચીન પ્રતિમા છે. શ્રી પંચતીર્થ આ મંદિરને ઉપરને માથે પાંચે શિખરમાં અભુત જિન પ્રતિમાઓ છે. ૪૧ ઈંચની મુનિસુવ્રત ભગવાનની કાળા રંગની ઊભી પ્રતિમા છે. વચ્ચેના મુખ્ય શિખરમાં અલૌકિક મૂર્તિ છે. આ આખું જિનાલય પોતાની વિશિષ્ટ બાંધણી માટે પ્રસિદ્ધ છે. આ ભવ્ય મંદિર પૂર્ણ આરસપહાણનું છે અને સોમવશ શિલ્પીએ શાસ્ત્રોના અને આચાર્યોના આદેશ મુજબ બાંધ્યું છે. આ મંદિરમાં પુરાણા મંદિર જેવાં ચિત્રો નથી તથા લાકડાની ભવ્ય કોતરણી પણ નથી; છતાં નૂતન મંદિરોમાંના શ્રેષ્ઠ મંદિર તરીકે તેની ગણના થાય છે.
(ES
\| IM TI
[
Jain Education Intemational
Page #65
--------------------------------------------------------------------------
________________
उत्तर
सानिधि
अढ़ाई द्वीप
વ नकशा
ANA
=
શિર -] [ ન હબ
WaIRIક
C
મા
पश्चिम
-
ત છે.'
કૈન
ON HERAT TH
(SE
-
ન -
NAसायकल खण्डमलेछ सज्ड
દ્ધ
દરજીના
S:
)
=
જ આશાપુ
I
/
गिरे मक्षारि
* એક નજર
ગઈ ?
EN
:
-હો.
Rહી છે.
दक्षिण
અંકલેશ્વરનાં જૈન મંદિરો ભરૂચની દક્ષિણે છ માઈલ દૂર અંકલેશ્વર આવેલું છે. દેશના મોટા ભાગના વિસ્તારો સાથે જોડાયેલા આ નગરના બજારમાં આસપાસમાંથી લાકડું, ઇંધણ, વાંસ, લાખ, મધ, ચામડાં, ઔષધો અને ઇતર વન્ય પેદાશો આવતી હતી. આ સમગ્ર પ્રદેશમાં સૌથી વધુ ખેતપેદાશ કપાસની હતી. આજે તો આ એક મોટું ઔદ્યોગિક નગર બની ગયું છે. અંકલેશ્વર (અક્રૂરેશ્વર, અંકલેશ્વર) ઘણું જ પ્રાચીન નગર
અંકલેશ્વરમાં દિગંબર સંપ્રદાયનાં ચાર મંદિરો છે: ૧. મહાવીર સ્વામીનું મંદિર, ૨. આદિનાથનું મંદિર, ૩. ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અને ૪. નેમિનાથનું મંદિર
અત્રેના પ્રાચીન ચાર મંદિરોની પ્રતિમાઓના લેખો પરથી જણાય છે કે આ મૂર્તિઓ આશરે એક હજાર વર્ષ પૂર્વેની છે. યંત્રો પણ ઘણાં પ્રાચીન છે. આશરે ૧૦૦ વર્ષ પહેલાં શ્રી ગુણભદ્રાચાર્યે અહીં નિવાસ કરી ‘સિદ્ધાંતશાસ્ત્ર ધવલ’, ‘જયધવલ” પૂર્ણ કર્યા હતા. મહાધવલ' ગ્રન્થ અપૂર્ણ હતો તે પૂર્ણ કર્યો હતો. આ ગ્રંથો તાડપત્ર પર જ લખાયેલા હતા. અહીં હસ્તલિખિત શાસ્ત્રભંડાર પણ સારો
જૈન કાઇપટ-ચિત્ર : ૪૯
Jain Education Intemational
Page #66
--------------------------------------------------------------------------
________________
6 30 દર
જૈન અનુશ્રુતિ પ્રમાણે અંકલેશ્વરમાં બે મુનિ મહારાજ, પૂ. શ્રી પુષ્પદંત તથા પૂ. શ્રી ભૂતબલિ આવ્યા હતા. પ્રત્યેક જીવાત્મા ઈશ્વર છે એમ એમણે પ્રતિપાદિત કર્યું હતું. પૂ. શ્રી ધરસેનાચાર્યા ચાર અંગના ધારક હતા. આ મુનિશ્રી ૨૨૦૦ વર્ષ પૂર્વે ગિરનારમાં થઈ ગયા. જ્ઞાન ગ્રંથરૂપ પામે તો વધારે સારું એવી એમની ભાવના હતી. પૂ. પુષ્પદંત મહારાજ અને ભૂતબલિ મહારાજ દક્ષિણમાંથી ગિરનાર પહોંચ્યા ત્યારે ધરસેનાચાર્ય મુનિ મહારાજે આ મુનિઓને જ્ઞાનને પુસ્તકાકારે સંગ્રહ કરવાનું કહ્યું. એ જમાનામાં કાગળ ન હોવાથી તાડપત્ર પર ગ્રંથો લખવાનો નિર્ણય લેવાયો. અંકલેશ્વરની ઉત્તરે નર્મદા નદીને દક્ષિણ કિનારે તાડનું વિશાળ વન હતું. આ વન દરિયા સુધી વિસ્તરેલું હતું. આજે પણ આ તાડવન છે.
અંકલેશ્વર શહેરના મેવાડા ફળિયામાં આવેલા ચાર મંદિરો પૈકી એક મંદિર શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે. આ મંદિરમાં શાસનદેવી માતાનું મંદિર છે. શાસનદેવી માતાના મંદિરનો લાકડાનો સ્તંભ ચાંદીના પતરાથી મઢેલો છે. મંદિરની બાજુમાં વિશાળ ચોક છે. એમ મનાય છે કે આ બે મુનિ મહારાજો એ અંકલેશ્વરમાં આવીને ચાતુર્માસ કરીને વિશાળ ચોકમાં તાડપત્રો ઉપર પખંડાગમ શાસ્ત્રની રચના કરી હતી.
જ્યાં શાસ્ત્રની રચના થઈ હતી ત્યાં આગળ શ્રાવકોએ યાદગારી રૂપે આ સ્તંભની સ્થાપના કરી હતી. આ કારણથી અંકલેશ્વર શ્રતધામ તરીકે ઓળખાય છે. સત્તર શાસ્ત્રગ્રંથો હાલ કર્ણાટક રાજ્યના મુડબિદ્રીમાં સચવાયા છે.
અંકલેશ્વરમાં આવેલા ચાર મંદિરો પૈકી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા રેતીના પત્થરમાંથી કંડારાયેલી છે. જેના પર લેખ પણ છે. શ્રી નેમિનાથ સ્વામી તથા શ્રી આદિનાથ સ્વામીના મંદિરમાં બન્ને પ્રતિમાઓ કાળા કસોટીના પથ્થરમાંથી ઘડાયેલી છે. શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિમા પંચધાતુની બનેલી છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર આ મંદિરમાં પાષાણની, ધાતુની ઘણી મૂર્તિઓ છે તેમ જ યંત્રો મોટી સંખ્યામાં છે. એમાંની થોડી મૂર્તિઓનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે.
ખગાસન મુનિ મહારાજની મૂર્તિ સફેદ પાષાણમાં છે, તેની ઊંચાઈ ૧૯ ઈંચ છે. એક હાથમાં પીંછી અને બીજા હાથમાં કમંડળ છે. અજિતનાથની મૂર્તિ સફેદ પાષાણમાં પાંચ પ્રતિહારી સહિત છે, તેની ઊંચાઈ ૧૬ ઈંચ છે. નીચે પદ્માવતી, ૨ હાથી, ૨ વાઘ વગેરે કોતરેલા છે. મૂર્તિ ઘણી પ્રાચીન છે.
સફેદ પાષાણના નેમિનાથની ઊંચાઈ ૧૧ ઈંચ છે, સાથે લાંછન પણ છે. સફેદ પાષાણમાં ૯ ફણા સહિતના પાર્શ્વનાથની મૂર્તિની ઊંચાઈ ૧૨ ઈંચની છે. ભોંયરામાં પદ્માસનસ્થિત મૂર્તિની ઊંચાઈ ૪૮ ઈંચ છે, તપખીરિયા રંગથી લેપ કર્યો છે, રામકુંડમાંથી નીકળેલી ચોથા કાળની આ મૂર્તિ અતિ પ્રાચીન છે.
બીજે માળે શ્રી પાર્શ્વનાથની ધાતુની ૯ ફેણ સહિતની મૂર્તિની ઊંચાઈ ૧૩ ઈંચ છે. તેમ જ અનેક ધાતુની મૂર્તિઓ છે. ત્રણ રત્નોની મૂર્તિ પણ ત્યાં છે. કૃષ્ણપાષાણ ખડુગાસન પ્રતિમા ૨૨ ઈંચની અને ઘણી પ્રાચીન છે.
૫૦: જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
Page #67
--------------------------------------------------------------------------
________________
IIO.
અઢાઈ દ્વીપ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર મંદિરની દીવાલ પર અઢાઈ દ્વીપનો રંગીન નકશો છે. આ ચિત્ર લગભગ ૧૨૫ વરસ જૂનું છે. ચિત્ર ઘણું ક્ષતિગ્રસ્ત છે. ઘણી વાર સુધારાયું લાગે છે. આ ચિત્રમાં સમુદ્રો, પર્વતો, વનો અને નદીઓ ચિત્રિત છે. વળાંકવાળી રેખાઓ અને સીધી રેખાઓનું અદ્ભુત સંયોજન આ ચિત્રમાં જોવા મળે છે. અહીં પીળા, કથ્થઈ, ઘેરા લીલા અને કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિત્રમાં ક્ષેત્રો, ખંડો, પર્વતો સીધી રેખાઓમાં, નદીઓ વળાંકવાળા આકારોમાં અને સમુદ્રો વર્તુળાકારમાં છે. સમુદ્રમાં વિશાળકાય મત્સ્ય પણ ચિત્રિત છે. મધ્યમાં સુદર્શન મેરુ છે, આસપાસ વર્તુળાકારે લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રની મધ્યમાં ચારે તરફ વળાંકવાળા આકારોમાં ૧૪ મહા નદીઓ છે. એમાં ગંગા, સિંધુ મુખ્ય છે. વચ્ચે વચ્ચે ગિરિઓ, પર્વતો, ખંડો, મેદ, ક્ષેત્રો આવેલાં છે. કાલોદધિ સમુદ્રની ફરતે વર્તુળાકારમાં નદીઓ, ક્ષેત્રો, ખંડો ઇત્યાદિ નિરૂપાયાં છે. અંતિમ વલયમાં પર્વતો છે. ક્ષેત્રોમાં વિશેષ કરી ભરતક્ષેત્ર, આર્યખંડ, મલેચ્છખંડ, વિદેહક્ષેત્ર, ઇત્યાદિ છે.
અઢાઈ દ્વીપ અને જંબૂ દ્વીપ જુદી જુદી ભોગભૂમિના દ્યોતક છે. જંબૂ દ્વીપમાં ૬ અને અઢાઈ દ્વીપમાં ૩૦ ભોગભૂમિઓ દર્શાવી છે. અઢાઈ દ્વીપમાં મનુષ્યોનો વાસ છે. આગળ ચાલતાં આઠમો દ્વીપ નંદીશ્વર, દ્વીપ છે. આ દ્વીપમાં દેવદેવીઓનો વાસ છે. જેમાં સર્વ પ્રકારની સામગ્રી કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે.
ભારોઠિયા ઉપર ચારે દિશાએ નરકના દુઃખનાં રંગીન ચિત્રો છે. આ ચિત્રોમાં અનેક પ્રકારની ક્રૂર શિક્ષાઓ અંક્તિ છે : માથામાં કુહાડો મારવો, વાંસામાં ત્રિશૂળ ખોસવું, તલવારથી છેદન, ઘાણીમાં જીવને પીલવો, ગાડામાં જોડવો, જીભ ખેંચવી, ગદાના પ્રહાર, વિકૃત આસનોમાં ઊભો રાખી કરવતથી કાપવો, છાતીમાં ભાલા ખોસી ઊંચો કરવો વગેરે. આ ઉપરાંત યમદૂતો અનેક શિક્ષા કરે છે. આ સિવાય સ્વર્ગલોકનાં ચિત્રો દઢ રેખાઓ અને આછા રંગોમાં આલેખાયાં છે. આ ચિત્રોમાં લોકકળાની અસર સ્પષ્ટ જણાય છે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫૧
Jain Education Intemational
Page #68
--------------------------------------------------------------------------
________________
જળમાં સ્ટેજ II
=
=
+--
--
-
-
શ્રી મહાવીરસ્વામીનું દિગંબર મંદિર મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમા ૧૬ ઈંચ ઊંચી, સિંહ ચિહ્નઅંકિત છે. સંવત ૧૬૭૧ (ઈ.સ. ૧૬૧૫)માં આની પ્રતિષ્ઠા થયેલી. આગળ શ્રી કાષ્ટાસંઘે ૐ નમઃ લખેલું છે, તેમ જ નીચે વચ્ચે પદ્માવતી છે ને આજુબાજુ બે સિંહ ને બે વાઘ છે. આદિનાથની મૂર્તિ સફેદ પાષાણમાં છે. અને તે ૧૯ ઈંચની ઊંચાઈવાળી છે. ચાંદીની પ્રતિમા પાર્શ્વનાથની છે, અને તે ૩ ઈંચની છે. પ્રવાલ(પરવાળા)ની મૂર્તિ, ભોંયરામાં કસોટીના પથ્થરની ત્રણ સુંદર મૂર્તિઓ તેમ જ ધાતુની મૂર્તિઓ, ચાંદીનાં યંત્રો, તાંબાનાં યંત્રો, સિદ્ધચક્ર વગેરે વિપુલ પ્રમાણમાં
લાકડાની સુંદર વેદીમાં પૂતળીઓ, ચૌદ સ્વપ્નો અને અષ્ટમંગળનું સુંદર કોતરકામ છે. લાકડામાં એ સ્તંભો પર વાજિંત્ર વગાડતી પૂતળીઓ છે. આ મંદિરમાં ભારોઠિયા પર ચિત્રો છે. આ ચિત્રો કદમાં નાનાં છે અને સૂક્ષ્મ રેખાઓવાળી સુડોળ આકૃતિ ધ્યાન ખેંચે છે. ચિત્રો સીમિત રંગોમાં છે અને મરાઠા તથા યુરોપીય પ્રભાવનાં છે. વાજાંવાળા અને પોલિસો પણ છે. દરેક ચિત્ર પર વિષયનું નામ લખેલું છે જેમ કે નામકર્મ, ગોત્રકર્મ, અંતરાયકર્મ આયુકર્મ, વદનકર્મ, મોહનીકર્મ, દદર્શનાકર્મ, જ્ઞાનવર્ણાકર્મ. અને છ આંધળાઓ હાથીની પરીક્ષા કરે છે તે દેશ્ય પણ છે. શ્રી આદિનાથનું મંદિર આદિનાથના મંદિરના ભોંયરામાં મૂલનાયક આદિનાથની કાળી મૂર્તિ છે, ઊંચાઈ ૩૩ ઈંચ છે. પદ્માસનવાળી આ મૂર્તિ અતિ પ્રાચીન, બળદના ચિહ્નવાળી છે. એક બીજી મૂર્તિ પદ્મપ્રભુની છે. કાળા પથ્થરની આ મૂર્તિ ૨૯ ઈંચ ઊંચી છે.
પહેલે માળે ચંદ્રપ્રભુની અતિપ્રાચીન મૂર્તિ સફેદ પાષાણની છે, તેની ઊંચાઈ ૧૮ ઈંચ છે. આ ઉપરાંત ધાતુની મૂર્તિઓ, સિદ્ધચક્ર, યંત્રો ઇત્યાદિ છે. લાકડાની સુંદર વેદિકા છે, લાકડાની પૂતળીઓ પણ છે. સમેતશિખરનું ચિત્ર ફ્રેમમાં મઢેલું છે. શ્રી નેમિનાથનું દિગંબર મંદિર મૂળનાયક શ્રી નેમિનાથ સ્વામીની પદ્માસનસ્થિત પાષાણ મૂર્તિ ૨૮ ઈંચ ઊંચી અને ૨૦ ઈંચ પહોળી છે. તે ઉપરાંત ધાતુની મૂર્તિઓ, તાંબાનાં, ચાંદીનાં અને કાંસાનાં યંત્રો છે. વળી શાંતિનાથનું શ્વેતાંબર જૈન મંદિર પણ અહીં છે. આ વિશાળ મંદિર નવું બંધાયું છે. આ મંદિરની ભવ્યતા એના ઘુમ્મટનાં ચિત્રોમાં છે. ચોવીસ તીર્થકરોનાં તૈલચિત્રો સુંદર અને સુરેખ છે, જોકે આ ચિત્રો ઘણાં અર્વાચીન છે. મુખ્ય દ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુના ખંડમાં વિશાળ પટચિત્ર છે. આ પટની વિશાળતાને કારણે એમાં ઘણી વિગતો ચિતરાયેલી છે. આ પટની શૈલી ભરૂચના મંદિરના પટ જેવી છે અને એથી અનુમાન થાય છે કે એ બંને પટ એક જ ચિત્રકારના હશે. સજોદનું શ્રી શીતળનાથસ્વામી દિગંબર તીર્થક્ષેત્ર અંકલેશ્વર શહેરથી પશ્ચિમમાં ૯ કિ.મી.ના અંતરે સજોદ ગામ આવેલું છે. પ્રાચીન દંતકથા પ્રમાણે શ્રી શીતળનાથ સ્વામીની પ્રતિમા ૧ કિ.મી. દૂર પશ્ચિમે આવેલા રામકુંડમાંથી પ્રાપ્ત થઈ હતી. રામકુંડ એ કુદરતી ઝરણાવાળા પાણીનો કુંડ છે. જેના ખોદકામ દરમિયાન બે
પર : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal use only
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાઓ તથા એક મહાદેવનો પોઠિયો પ્રાપ્ત થયાં હતાં. આ બે પ્રતિમાઓ ચોથા કાળની મનાય છે. તે પૈકી એક પ્રતિમા શ્રી ૧૦૦૮ શીતળનાથસ્વામીની હતી અને બીજી પ્રતિમા શ્રી ૧૦૦૮ ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીની હતી. તે સમયનો જૈન સમાજ આ બન્ને પ્રતિમાઓને અંક્લેશ્વર શહેરમાં લઈ જઈ પ્રતિષ્ઠિત કરવા માંગતો હતો. તે કાળે કોઈ વાહન ન હોવાથી સુંદર પ્રતિમાઓને બળદગાડામાં મૂકી લઈ જવાના હતા. કોઈ અકળ કારણસર શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા જે ગાડામાં હતી તે ગાડાના બળદ અંકલેશ્વર તરફ આવી ન શકવાને કારણે એવો નિર્ણય લેવાયો કે બળદના અછોડા છોડી દઈ બળદ જ્યાં જાય ત્યાં જવા દઈને તે જ્યાં સ્થિર થઈને ઊભા રહે ત્યાં પ્રતિષ્ઠિત કરી મંદિરની રચના કરવી. આ પ્રમાણે શ્રી શીતલનાથ સ્વામીની પ્રતિમાવાળું બળદગાડું અંકલેશ્વર શહેરમાં મેવાડા ફળિયામાં જઈને ઊભું રહ્યું. આમ થવાથી શ્રી શીતળનાથ સ્વામીના દેરાસરની રચના સજોદમાં થઈ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીના દેરાસરની રચના અંકલેશ્વર શહેરના મેવાડા ફળિયામાં થઈ છે. એ ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાઓ બન્ને સ્થળે ભોંયરામાં પ્રસ્થાપિત કરવામાં આવી
-
L"
સન્મિા
આ 5'બરે ફળી.
મારા
શ્રી શીતલનાથસ્વામીની પ્રતિમા ઉચ્ચ આરસની છે. પ્રતિમાની રચના બદ્ધ પદ્માસનમાં છે. શ્રી શીતલનાથની શ્વેત આરસપાષાણની પ્રતિમા વગર લેખની ચોથા કાળની છે; જે અતિ આકર્ષક છે. તેનો આરસ નિર્મળ પારદર્શક છે. મૂર્તિની મુખાકૃતિના ભાવ નિર્મળ અને શાંત છે. શિલ્પીએ મનોભાવને અભુત રીતે કંડાર્યા છે. શરીરસૌષ્ઠવ પણ એટલું જ મૃદુ છે. આ ભવ્ય મૂર્તિને લીધે આ ક્ષેત્ર અતિશય ક્ષેત્ર ગણાય છે.
ગંધાર તીર્થ ઢાઢર નદીને ડાબે કાંઠે અને ખંભાતના અખાતથી ૪.૫ માઈલ દૂર તેમ જ દહેજથી દસ માઈલ દૂર આવેલું એક જમાનાનું સમૃદ્ધ નગર ગાંધાર આજે તો બિસ્માર ગામ છે. એક ખૂબ જૂનું જૈન મંદિર આજે પણ નગરના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતું ઊભું છે. આસપાસના વિસ્તારોમાં અનેક પ્રચીન સ્મારકો મળી આવે છે, જે સ્થળનું મહત્ત્વ સૂચવે છે. આ નગરની સમૃદ્ધિ જ તેના વિનાશનું કારણ બની હશે. ઈ.સ.
ઈરજન્યરિજી ૭૬૯-૭૦ના અરસામાં સિંધના સૂબાએ આક્રમણ કરીને મંદિરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો હતો. ત્યાં પાછળથી એક મસ્જિદ ઊભી કરવામાં આવી. સોળમી સદીને અંતે ગાંધારનો ઉલ્લેખ ભરૂચની સાથે સંકળાયેલા એક બંદર તરીકે કરવામાં આવ્યો હતો.
એક જમાનામાં જૈન શ્રાવકોની ધાર્મિક પ્રવૃત્તિઓનું અહીં એક મોટું કેન્દ્ર હતું. પ્રાચીન જિનાલય અમીઝરા પાર્શ્વનાથમાં એક સુંદર પ્રતિમા છે, તેની સ્થાપના ઈ.સ. ૧૬૫૯માં કરવામાં આવી હતી. ચાતુર્માસ કરવા માટે જૈનમુનિ હીરવિજયસૂરીશ્વરજી મહારાજે આ સ્થળની પસંદગી કરી હતી. અકબર બાદશાહે તેમને ફત્તેહપુરસિક્રી તેડાવ્યા હતા. મહારાજશ્રી આ આમત્રણ સ્વીકારી પગપાળા સિક્રી ગયા અને અકબરે તેમને “જગતગુરુ'નો ઈલ્કાબ આપ્યો. જૈન યાત્રાળુઓના બધા કર માફ કરવામાં આવ્યા. એ પછી યાત્રા સંઘોની સંખ્યા વધી. શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ ઈ.સ. ૧૫૯૩-૯૪માં જૈન શ્રાવક સંઘની સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી. આ બધી વિગતો પરથી સૂચવાય છે કે ગાંધાર એક સમયે ખૂબ જ સમૃદ્ધ, ઐતિહાસિક તીર્થધામ હતું. વિ.સં. ૨૦૨૮ (ઈ.સ. ૧૯૭૨)માં અહીં એક નવું મંદિર બાંધવામાં આવ્યું છે.
S
પ્રમફાજ
Timl
-----
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫૩
Jain Education Intemational
Page #70
--------------------------------------------------------------------------
________________
કાવી નીર્વ
મહી નદીને પશ્ચિમ કાંઠે આવેલું કાવી પણ જૈન તીર્થ તરીકે એક કાળે ાણીતું હતું. આ સ્થળે જૂની ઇમારતોના અવશેષો છે. અહીં તાજેતરમાં બે મંદિરો બંધાયાં છે. ખંભાતના વેપારીઓએ પોતાને ત્યાં થયેલાં લગ્નની ખુશાલીમાં એ બંધાવ્યાં છે. એકને સાસુનું મંદિર અને બીજાને વહુનું મંદિર કહેવામાં આવે છે. સાસુમંદિરનું ગર્ભગૃહ ૧૨ ફૂટ ઊંચું છે. તેનું પ્રવેશદ્વાર ૬ ફૂટ ઊંચું અને ૩.૫ ફૂટ પહોળું છે. અહીંની આરસની મૂર્તિઓ પ્રભાવક છે. અહીં યાત્રા માટે કોઈ ચોક્કસ દિવસ ઠરાવાયો નથી. પાલીતાણા, ગિરનાર જવા નીકળેલા યાત્રાસંઘો ઘણી વખત કાવીથી પસાર થાય છે.
K
આ બે મંદિરો વિશે જૈન કથા અનુસાર એક ધનાઢ્ય કુટુંબની સાસુએ પહેલું મંદિર બંધાવ્યું. બાંધકામ પૂરું થયું એટલે તે વહુને લઈ મંદિર જોવા ગઈ. વહુ ઊંચી હતી એટલે અંદર દાખલ થતી વખતે તેનું માથું ભટકાયું. તેણે બારણું નીચું હતું તે બદલ સાસુને ઠપકો આપ્યો. સાસુએ વહુને બીજું મંદિર બંધાવી લેવા કહ્યું. વહુ પિયર ખંભાત ગઈ અને મંદિર બાંધવા બાપ પાસે પૈસા માગ્યા, બાપે હા પાડી અને સાત વહાણ દ્વારા ચાલતા વેપારનો નફો આપવાનું વચન આપ્યું. આમ અગિયાર લાખની જે રકમ મળી તે વડે બીજું મંદિર બંધાવવામાં આવ્યું.
ઉપસંહાર
જૈન મંદિરોનાં ચિત્રો ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય. સર્વ પ્રથમ ભીંતચિત્રો, બીજા વિભાગમાં લાકડા પરનાં પચિત્રો અને ત્રીજીમાં કાપડ પર ચિત્રિત પચિત્રો તેમ જ મૂળનાયકની પાર્શ્વભૂમિના જરીકામના પટો. ઘણો જૈન મંદિરોની મુલાકાત પછી જાણવા મળ્યું છે કે ભીંતચિત્રો આજે લગભગ લુપ્ત થઈ ગયાં છે. ફક્ત આદીશ્વર ભગવાનના મંદિર, રાંદેરમાં ૧૨૫ વરસ જૂનું વિશાળ ભીંતચિત્ર છે, પણ તે નષ્ટપ્રાય છે. નવા બંધાયેલા મંદિરોમાં આરસના પથ્થરમાં ઊભા૨ેલા પટો, કાચની રંગીન કપચી અથવા પથ્થરની રંગીન કપચીથી કરેલાં ભીંતચિત્રો અને તૈલરંગમાં કરેલાં ચિત્રો જોવા મળે છે, જે જૂની પરંપરાગત શૈલીથી તદન ભિન્ન છે.
જૂનાં મંદિરો પ્રમાણમાં બહુ ઓછા જોવા મળે છે. આ મંદિરોમાં લાકડાનાં ચિત્રપટો ભીંતોમાં જડી દેવામાં આવ્યાં છે, કાષ્ઠસ્તંભો પર કોતરણીકામ ઉપરાંત વિવિધ વાદ્યો વગાડતી માનવાઆકૃતિઓ અને ભાતચિત્રો છે. ઘુમ્મટ, છતો અને બારસાખો તથા દ્વારો પણ ચિત્રોથી સુશોભિત છે. ગર્ભગૃહ, રંગમંડપ, અને પ્રદક્ષિણાપથ સુંદર રીતે ચિત્રિત છે. સ્તંભો પર વાજિંત્રો વગાડતી પરીઓ સુવર્ણ રંગથી શોભે છે.
પટ ચિત્રોના વિષયોમાં પંચતીર્થોના ચિત્રો અવશ્ય હોય છે. શત્રુંજય મહાતીર્થ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને આબુનાં તીર્થધામો ચિતરાયેલાં હોય છે. દરેક મંદિરનાં ચિત્રોમાં ચિત્રસંયોજનનું વૈવિધ્ય અવશ્ય જોવા મળે છે; જેમાં ચિત્રકારોની મૌલિકતા ઉભરી આવી છે. આ મંદિરોની જૈન ચિત્રકળાના ચિત્રસંયોજનમાં બન્ને બાજુ સરખાપણું જોવા મળે છે. આકારોમાં ચોરસ, વર્તુળ અને ત્રિકોના કાર લગભગ સામાન્ય હોય છે. ચિત્રોમાં (સ્થાપત્યમાં) અલંકરણોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. નાનાં નાનાં બિન્દુઓથી આકૃતિઓને ઉભારવામાં આવી હોય છે. માનવાકૃતિઓના વસ્ત્રોમાં ભાતોનું વૈવિધ્ય વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, તેમ જ આભુષણનો ઉપયોગ પણ સારા પ્રમાણમાં થયેલો હોય છે. સબળ ગતિશીલ રેખાંકન ચિત્રનો આત્મા છે. સીમિત રંગો આ બધાં ચિત્રોમાં સામાન્ય છે. લાલ, પીળો, નારંગી, ભૂરો, લીલો, સફેદ, કાળો, સોનેરી જેવા રંગોનો ઉપયોગ થયો છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાષ્ઠકામ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. સ્તંભો પર, બારસાખો અને દ્વારો પર ઘણી ઝીણવટભરી કોતરણી છે. જેમાં પશુ, પક્ષી, ફૂલવેલ અને માનવ આકૃતિઓ કંડારવામાં આવી છે. અન્ય મંદિરોમાં પણ કાષ્ઠકામ જોવા મળે છે.
૫૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Page #71
--------------------------------------------------------------------------
________________
2 કે
nai
LilUuIIIIIII
IIIt'TTTTTTTTT
કIS
%
ANNMMWWVV
ચિત્રોના વિષયો રંગમંડપની છતમાં, ભારોઠિયા પર, ભીંતો પર, તારો પર, સ્તંભો પર અને પટો પર ચિત્રો જોવા મળે છે. જૈન આચાર - વિચારના પ્રસંગો, તીર્થકરો, પંચતીર્થો, નેમિનાથનો વરઘોડો, લગ્નમંડપ, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, ઋષભદેવ અને નેમિનાથના જીવનપ્રસંગો, સમવસરણ, ગ્રામજનોની વિવિધ ક્રિયાઓ, દિગેકુમારિકા, દિવ્યપુરુષો, દેવ-દેવીઓનાં સ્વરૂપો, ગાયકવાદક છંદો, રથ અને અનેક વાહનો પર સજ્જ દેવતાઓ, પશુપક્ષીઓ આદિને આ ચિત્રોમાં સ્થાન મળ્યું છે. સઘન વૃક્ષો, કૂવાઓ, તળાવડીઓ, સરોવરો, ભવ્ય મંદિરો અને કિલ્લાઓનું સ્થાપત્ય ધ્યાન ખેંચે એવું છે. સુંદર અલંકરણયુક્ત બળદગાડી, ઘોડાગાડી, અંબાડીઓથી શોભતા હાથીઓ, ઊંટગાડીઓ, વિમાનો, ડોળીઓ પણ સુંદર રીતે આલેખાયાં છે.
શૈલી
આ ચિત્રોમાં રાજપૂત, મુઘલ અને મરાઠાશૈલીનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના મંદિરમાં શત્રુંજય પટ અને અન્ય પટો મુઘલ લઘુ ચિત્રકળાની અસરનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. છાયા-પ્રકાશ દર્શાવતું રંગવિધાન, વસ્ત્રપરિધાનનું વૈવિધ્ય, અને રંગરેખાની કુમાશ ચિત્રોને ઉભારે છે. આદીશ્વર ભગવાનના મંદિરમાં ‘નંદીશ્વર દ્વીપ'ના ભીંતચિત્ર પરના લેખ અનુસાર એ ચિત્ર ૧૨૫ વરસ પૂર્વે વડોદરાના ચિત્રકાર આનંદરાવે કર્યું હતું. મારા માનવા મુજબ બધાં મંદિરોનાં ચિત્રો લગભગ ૧૫૦ વરસ પૂર્વે આ જ ચિત્રકારે અથવા એમના સાથીઓએ કરેલાં હોવાં જોઈએ. સ્ત્રીપુરુષોના પહેરવેશ, આભૂષણો વગેરેના નિરૂપણમાં મહારાષ્ટ્રની પરંપરાની અસર જોવા મળે છે.
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીના મંદિરની છતનાં ચિત્રો ગુજરાતની લોકચિત્રશૈલી અને રાજસ્થાનની ચિત્રશૈલીથી પ્રભાવિત છે. સબળ ગતિશીલ રેખાંકન, લાલ અને સફેદ રંગથી ઓપતા શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીના મંદિરમાં ચૌદ રાજલોકની વિશાળ આકૃતિ તાંત્રિક પટની અસર ઉપજાવે છે, આ ચિત્રનું સંયોજન અદ્ભુત છે. સિદ્ધ ચિત્રકારે મુખાકૃતિ, ચૌદ લોકની આકૃતિની મધ્યનું આયોજન અને દુપટ્ટા તેમ જ
જૈન કાઇપટ-ચિત્ર : પપ
Jain Education Intemational
al
Page #72
--------------------------------------------------------------------------
________________
તંબ
વિકાસ
૫૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
મેખલાના વસ્ત્રમાં સુંદર ભાતનું રેખાંકન કર્યું છે તથા આ માનવ આકૃતિના મસ્તકની બંને બાજુએ બે પક્ષીઓ છે, જે આભૂષણોથી અલંકૃત છે.
A முடியம்
જૈન મંદિરોમાં પ્રતિમાનું વિશેષ આકર્ષણ હોય છે આરસની ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિત દેવમૂર્તિઓ ખૂબ પ્રભાવશાળી હોય છે. એનાં ચક્ષુ ચમકદાર હોય છે. કેટલીક મૂર્તિ સ્ફટિકની હોય છે. પંચ ધાતુની મૂર્તિઓ, સિદ્ધચક્ર અને યંત્રો, સમવસરણ અને અન્ય વસ્તુઓ કળાના ઉત્કૃષ્ટ નમૂના છે.
::ing
આમ જૈનમંદિરો કળા કારીગરીથી સુસજ્જ છે પરંતુ હવે ધીરે ધીરે આ બધી કળાકારીગરી લુપ્ત થઈ રહી છે. અને આધુનિક પરિવેશમાં પરંપરાનો નાશ થઈ રહ્યો છે.
H
Page #73
--------------------------------------------------------------------------
________________
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫૭
Jain Education Intemational
on Intermational
For Private & Personal use only
Page #74
--------------------------------------------------------------------------
________________
૧.
પરિશિષ્ટ પ્રકલ્પ દરમિયાન જોયેલાં મંદિરો
બીલીમોરા બીલીમોરાનું પ્રાચીન નામ બલ્વરકોટ. શાંતિનાથનું મંદિર - ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ. પ્રથમ પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૭૭ (ઈ.સ. ૧૮૨૧) જીર્ણોદ્ધાર વિ.સં. ૨૦૧૦, (ઈ.સ. ૧૯૬૪) ત્રણ શિખરોવાળું મંદિર શ્રી શાંતિનાથ જિનાલય. મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ. અંજનશલાકા વિધિ વિ.સં. ૨૦૩૩, (ઈ.સ. ૧૯૭૭) મંદિર નવું પરંતુ શિલ્પસ્થાપત્યનું સુંદર આકર્ષક કામ છે. ગણદેવી ચિંતામણિ પાર્શ્વનાથ મૂળનાયક આદિનાથ અને નેમિનાથ ૬૬૦ વરસ જૂનું મંદિર. નવસારીથી મધુમતી મૂળનાયકની મૂર્તિ કાળા પથ્થરમાં આદીશ્વર અને અજિતનાથ. મંદિરમાં ખૂબ અસ્પષ્ટ ચિત્રો છે. સજોદ દિગંબર મંદિર સુંદર ભાવવિભોર બનાવતી આરસની શીતલનાથની પ્રતિમા અંકલેશ્વર
આદીશ્વર દિગંબર જૈન મંદિર મહાવીર સ્વામીનું દિગંબર જૈન મંદિર નેમિનાથનું દિગંબર જૈન મંદિર ચિંતામણિ પાર્શ્વનાથનું દિગંબર જૈન મંદિર શાંતિનાથના જૈન મંદિર, મહાવીર સ્વામી અને ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીના મંદિરમાં ભીંતચિત્રો તેમજ પટ ચિત્રો છે. શાંતિનાથ શ્વેતાંબર જૈન મંદિરમાં પંચતીર્થનો જૂનો ભવ્ય પટ છે.
મંદિર નવું બંધાયેલું છે, એના ઘુમ્મટમાં તૈલરંગનાં ચિત્રો છે. ઝઘડિયાનું મહા તીર્થ આદીશ્વર ભગવાનનું મંદિર. આ મંદિર જીર્ણોદ્ધાર થયેલું છે. પથ્થરમાં નજાકત ભરેલી સુંદર કોતરણી, પૂતળીઓ, કમાનો અને પથ્થરમાં ઉભારેલા પટો છે. તૈલરંગમાં ચિતરામણ, પ્રાચીન પ્રતિમાઓ, વિશાળ અને ભવ્ય મંદિર છે.
૫૮ : જેન કાપટ-ચિત્ર Jain Education Intemational
Page #75
--------------------------------------------------------------------------
________________
ભરૂચ અતિપ્રાચીન જૈન તીર્થ. શ્રી મુનિસુવ્રત તીર્થ અને બીજાં જૈન મંદિરો. જીર્ણોદ્ધાર થયેલું ભવ્ય મંદિર. મુનિ સુવ્રતસ્વામી, શ્યામ પ્રતિમા. ભોંયરામાં આદીશ્વર ભગવાન. શ્રીમાળી પોળ, આદીશ્વર સ્વામી. પ્રાચીન મંદિર, ચિત્રો - જૈન સ્થાપત્ય વગેરે છે. બુહારી જૂનું જૈન મંદિર વાસુપૂજ્ય સ્વામીનું મંદિર, આરસના પથ્થર પર કોતરેલા પટો, સિદ્ધચક્ર, ધાતુની મૂર્તિઓ ઇત્યાદિ છે. વાલોડ : ઘરમંદિર જૂનું, મૂર્તિઓ ઇત્યાદિ છે. વ્યારા : જીર્ણોદ્ધાર થયેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે. મઢી : અભિનંદન સ્વામીનું ઘરદેરાસર, જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે. આલીપોર : ગોડી પાર્શ્વનાથ ૯૦૩ વરસ જૂની પ્રતિમા છે. ઘરદેરાસરમાંથી જીર્ણોદ્ધાર કરીને શિખરમંદિર બાંધ્યું છે. પાલેજ : શ્રી મહાવીર જિનાલયના ભોયરામાં મુનિસુવ્રતસ્વામી અને ઋષભદેવ ભગવાની મૂર્તિઓ. કાચની કપચીથી ઉભારેલાં ચિત્રો (મોઝેક) તથા ધુમ્મટમાં તૈલરંગના ચિત્રો છે. મિયાગામ : ત્રણ દેરાસર શાંતિનાથનું ૨૦૦ વરસ જૂનું મંદિર, સંભવનાથનું નવું મંદિર, ઉદયરત્નજીનું નવું મંદિર. ઉદયરત્નજી અહીં કાળધર્મ પામ્યા હતા. કરજણ : ત્રણ મંદિરો મનમોહન પાર્શ્વનાથ. ૨૫૦ વરસ જૂનું મંદિર જેમાં સુંદર કમાનો, જૂનાં બારણાં વગેરે છે. અણસ્તુ : શંખેશ્વર પાર્શ્વનાથ અતિપ્રાચીન પ્રતિમા. ભગવાન અણસ્તુનું નવું મંદિર. ઘુમ્મટમાં આબુની શિલ્પાકૃતિ જેવાં શિલ્પો છે. અહીં માંદાં ત્યજાયેલાં ઢોરોની ભવ્ય હોસ્પિટલ છે. ગાંધાર : પ્રાચીન જૈનમંદિર ‘અમીઝરા પાર્શ્વનાથનો જીર્ણોદ્ધાર થયેલો છે. ભવ્ય મંદિર છે. કાવી જીર્ણોદ્ધાર થયેલું મંદિરસાસુવહુનાં મંદિરો તથા પ્રાચીન શિલ્પ તેમ જ પ્રભાવક પ્રતિમા છે. આમોદનાં જૈન મંદિરો
૭.
૧૮.
૧૯.
જૈન કાઠપટ-ચિત્ર : ૫૯orary.org
Jain Education Interational
Page #76
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૬૦ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
ગ્રન્થસૂચિ
જૈન ચિત્ર કલ્પદ્રુમ : સંપાદક પ્રકાશક :- શ્રી સારાભાઇ નવાબ, અમદાવાદ
સુરત અને સુરત જિલ્લાનાં દિગંબર જૈન મંદિરોનો મુર્તિલેખ સંગ્રહ સંગ્રહકર્તા : મૂલચંદ કાપડિયા ગાંધીચોક, સુરત
સૂર્યપુરનો સુવર્ણયુગ પ્રકાશક : મોતીચંદ ચોકસી જૈન સાહિત્ય ફંડ, સુરત
વિનય સૌરભ પ્રો.હીરાલાલ કાપડીયા વિનય મંદિર સ્મારક સમિતિ, રરિ
સોળમી સદીનું સુરત પ્રા.મોહનલાલ મેધાણી પ્રકાશક ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત
સુરત ચૈત્ય પરિપાટી કેસરીચંદ હીરાચંદ ઝવેરી
સુરત સોનાની મુત ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇ, સુરત
ભારતનાં ભીતચિત્રો વાસુદેવ સ્માર્ત
લાયબ્રેરી શતાબ્દી ઉત્સવઅંક, રાંદેર લાયબ્રેરી સુરત
માસ્ટર પિસિસ ઓફ જૈન પેઇન્ટીંગ્સ, માર્ગ પ્રકાશન, મુંબઇ
ભરૂચ ઐતિહાસીક અને પૌરાણિક સંદર્ભમાં - નરોત્તમ વાળંદ ભરૂચ
'ઇન્દુક્તમ્' ખડકાવ્યમ - મુનિ પુરંધરવિય
ભરૂચ તીર્થનો સંક્ષિપ્ત ઇતિહાસ – જૈનધર્મફંડ પેઢી, ભરૂચ
Page #77
--------------------------------------------------------------------------
________________
.
છે.
જ
છે
શકે
1
2.
Photographs and Documentation of Mural Paintings in the Jain Temples of South Gujara
દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં પટચિત્રોનું દસ્તાવેજીકરણ અને તેની છબિઓ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૬૧
Jain Education Intemational
Page #78
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
Page #79
--------------------------------------------------------------------------
________________
Jain
Shri Chintamani Parshwanath Temple Shahpor, Surat
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર શાહપોર, સુરત
Shri Chandraprabhu Swami Jinalaya Shrawak Sheri, Saiyadpura, Surat
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી જિનાલય શ્રાવક શેરી, સૈયદપુરા, સુરત
#
Neminath Temple Lalathakor ni pole, Rander, Surat
નેમિનાથનું જૈન મંદિર લાલા ઠાકોરની પોળ, રાંદેર, સુરત
Shri Adishwar Bhagvan Temple Uttamram Street, Rander, Surat
શ્રી આદીશ્વર ભગવાન મંદિર ઉત્તમરામ શેરી, રાંદેર, સુરત
Shri Kalhar Parshawanath
Bharuch
શ્રી કલ્હાર પાર્શ્વનાથ ભરૂચ
Shri Mahavir Swami Digambar Jain Temple
Ankleshwar
શ્રી મહાવીર સ્વામી દિગમ્બર જૈન મંદિર
અંકલેશ્વર
Samkalin Pat
Amod
સમકાલીન પટ
આમોદ
Page #80
--------------------------------------------------------------------------
________________
ain Education International
Page #81
--------------------------------------------------------------------------
________________
Tલા
૨૯
Shri Chintamani Parshwanath Temple
Shahpor, Surat
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર
શાહપોર, સુરત
Jain Education Interior
For Pres
se Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Jain Educational
, પાશ્વનાથ જૈન મંદિર, શાહપોર, સુરત
Page #83
--------------------------------------------------------------------------
________________
B
Shri Chintamani Parshwanath, Jain temple Shahpor, Surat
Page #84
--------------------------------------------------------------------------
________________
Ashtapad
અષ્ટાપદ
72937IO
DIE
h
Artist at work
અનુકૃતિ કરતા વાસુદેવ સ્માઈ
Page #85
--------------------------------------------------------------------------
________________
Jain Edition International
AMARAAMAA
3
Ashtapad documentation by Vasudeo Smart અષ્ટાપદની અનુકૃતિઃ વાસુદેવ સ્માર્ત
Page #86
--------------------------------------------------------------------------
________________
Samet Shikhar pat
સમેત શિખર પટ
For Private
Personal use only
Page #87
--------------------------------------------------------------------------
________________
Samet Shikhar pat by Vasudeo Smart
સમેત શિખર પટની અનુકૃતિ: વાસુદેવ સ્માર્ત
સિT |
For Private
Personal use only
www.
batom
Page #88
--------------------------------------------------------------------------
________________
30
******
HON JUB
Door frame of santum
ગર્ભદ્વારની કોતરણી
Page #89
--------------------------------------------------------------------------
________________
Wood ceiling
કાષ્ટનો ગુંબજ
Detail, divine demsels of ceiling મંદિરના ગુંબજમાં ચિત્રિત દેવાંગનાઓ
in Elation Intentional
www.jabato
Page #90
--------------------------------------------------------------------------
________________
(!); />() રાગ .
મil 1, 2) | Twithી બિમારી
કરીને
Frame of wood carving
ભીંત પરનું કાષ્ઠસુશોભન
Bhamati, Colonnaded cloister
ભમતી For Private & Personal use only
Tin Education International
Page #91
--------------------------------------------------------------------------
________________
Santum details of Rang mandapa ceiling
રંગમંડપની છત પરની વિગત
For Prvata & Personal use only
www.jaineraty.one
Page #92
--------------------------------------------------------------------------
________________
Viratcon
B
741
BAKA KROME
Mythical images of Jain religion જિનાલયના થાંભલા ઉપર ચિત્રિત જૈનકથાઓ
Page #93
--------------------------------------------------------------------------
________________
Marriage scene of Neminath, documentation by Artist
નેમિનાથનો વરઘોડો, ચિત્રકારે કરેલી અનુકૃતિ
Page #94
--------------------------------------------------------------------------
________________
વિ
કે છે કે હજી
Paintings on Beams ક્નિાલયના ભારોઠિયા પરની જૈનકથાઓ
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Chandraprabhu Swami Jinalaya
Shrawak Sheri, Saiyadpura, Surat
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી જિનાલય
શ્રાવક શેરી, સૈયદપુરા, સુરત
Detail of divine demsels of pillars
સ્તંભ ઉપરની વાંગનાઓ
Jain Education international
Page #96
--------------------------------------------------------------------------
________________
? બુપિ , છે લવર, સમુદ્ર. ૨ કી. ખંડ ! છે કાલા,દધિ 'મંદ
0 પકુંવરી
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી જિનાલય, શ્રાવક શેરી, સુરત
For
Page #97
--------------------------------------------------------------------------
________________
થી રાબર દીપ,
ની અર
દબપિ, ૨૮.
Shri Chandraprabhu Swami temple - Shravak sheri, Surat
Jain Ede
For Private
www.jainen
Page #98
--------------------------------------------------------------------------
________________
Paintings on ceiling
છત ઉપરનાં ચિત્રો
in Education
For Private
Personal use only
Page #99
--------------------------------------------------------------------------
________________
Detail of ceiling
છતચિત્રની વિગત
non tamational
www.jabaty.org
Page #100
--------------------------------------------------------------------------
________________
Detail of ceiling
છતચિત્રની વિગત
Jan Education Internet
For Private 5 Pansonal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Jucation International
Artist at Work
અનુકૃતિ કરતા કલાકાર
ધોની
THE Cust
માન..
Chaud Lok ni akruti
ચૌદલોકની આકૃતિ
Page #102
--------------------------------------------------------------------------
________________
BENIGNIT
Jain Education tematon
Page #103
--------------------------------------------------------------------------
________________
ՈՐՈ
in Education International
6484
00000
Shatrunjaya Pat શત્રુંજય પટ
Page #104
--------------------------------------------------------------------------
________________
છે
| |
Detail, Shatrunjaya Pat
શત્રુંજય પટની વિગત
For Private
Personal use only
www.ainerary
Page #105
--------------------------------------------------------------------------
________________
Detail, Shatrunjaya Pat
શત્રુંજય પટની વિગત
Page #106
--------------------------------------------------------------------------
________________
TITOLLITI TUUUUUUUUUUUUUUUUU
Page #107
--------------------------------------------------------------------------
________________
Detail, Nandishwar Dwip Rachna
નંદીશ્વર કીપ રચનાની વિગત
Page #108
--------------------------------------------------------------------------
________________
cca
Page #109
--------------------------------------------------------------------------
________________
LOQORI
GMO
CCCCC
Detail, Nandiswar Dwip
નંદીશ્વર કીપની વિગત
For Private & Per
Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Nandishwar Dwip Rachna
સમગ્ર નંદીશ્વર દ્વીપ www.janabrary.org
in Education International
Far Privale & Personal use only
Page #111
--------------------------------------------------------------------------
________________
Ashtapad અષ્ટાપદ
0 0 2 AS
Oિffી SિOOR JOળs
Samvasarana
સમવસરણ
dan International
For Private & Peon Use Only
www.jainelibrary.
Page #112
--------------------------------------------------------------------------
________________
infક શાળા,
(IFE કે NR
Shri Hirvijaysuriji in Akbar's Court અકબરની રાજસભામાં મુનિ શ્રી હીરવિજયસૂરિજી
Tirthankar
તીર્થકર
નીકલ રીતે
ઉલ હક ઉયદા પા oppની */tiટા ક
તક છે.
,
રમમાં Mela-
ly,
"
(
ચાયને શકન દરેડે
Story of King Shrenik શ્રેણિક રાજાની કથા
Private & Personal use only
Story of Santyakumar
સનત્યકુમારની કથા www.n ary.org
in Econtematonal
Page #113
--------------------------------------------------------------------------
________________
આ યાદિસાડ
Detail વિગત
don International
For
P
e
Pe
Only
www.aint ang
Page #114
--------------------------------------------------------------------------
________________
Detail, divine demsels and paintings on the pillars
કાકની દેવાંગનાઓ અને સ્તંભ પરની વિગત
Page #115
--------------------------------------------------------------------------
________________
Neminath Temple Lalathakor ni pole, Rander
નેમિનાથનું જૈન મંદિર
લાલા ઠાકોરની પોળ, રાંદેર
Jain Education Intemational
Page #116
--------------------------------------------------------------------------
________________
दसानवदू राजानम्
Detail of Beams, Neminath temple નેમિનાથ જિનાલયના ભારોઠિયા પરનાં ચિત્રોની વિગત
For Private
Personal use only
Page #117
--------------------------------------------------------------------------
________________
BALER
Detail વિગત
lon International
For Paw
Patrol Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Detail, wall fresco
ભીંતચિત્રની વિગત
Jain Education Intemational
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Adishwar Bhagvan Temple
Uttamram Street, Rander, Surat
શ્રી આદીશ્વર ભગવાન મંદિર
ઉત્તમરામ શેરી, રાંદેર, સુરત
- જેમ કે
Nandishwar Dwip, wall fresco નંદીશ્વર દ્વીપ, ભતચિત્ર
e
Artist at work અનુકૃતિ કરતા ચિત્રકાર
Page #120
--------------------------------------------------------------------------
________________
નક
'
Documentation by Artist
ચિત્રકારે કરેલી અનુકૃતિ
Jain
E
lon temational
For Private
Personal use only
www.jan
om
Page #121
--------------------------------------------------------------------------
________________
PEK
Detail, Pat, Adinath temple
પટચિત્રની વિગત
Fation Intentional
For Private
Personal Use Only
www.jane braty.one
Page #122
--------------------------------------------------------------------------
________________
ST)
Detail, Samet Shikhar Pat સમેત શિખર પટની વિગત
Lain Education Intematonal
For Private
Personal use only
Page #123
--------------------------------------------------------------------------
________________
here
BA
Detail, Pat, Adinath temple પટચિત્રની વિગત
a
tlon International
For POE PE
Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Documentation of Panch Tirth Pat by Artist
પંચતીર્થ પટ, ચિત્રકારે કરેલી અનુકૃતિ
Jain Education Intemational
www.jginalibrary.org
Page #125
--------------------------------------------------------------------------
________________
Suvrat Swami Temple Shri Kalhar Parshawanath
Bharuch
સુવ્રતસ્વામી મંદિર શ્રી કલ્હાર પાર્શ્વનાથ
ભરૂચ
CCC
વિ,
ઉ
૨
૩
Artist at work અનુકૃતિ કરતા ચિત્રકાર
Page #126
--------------------------------------------------------------------------
________________
QOQO
US
OLJ
BARBA
QISQIQI TOLOG
Ján Eduation
Por P
ere Qely
KONSER
Page #127
--------------------------------------------------------------------------
________________
I
ITE
Detail વિગત
Pancha Tirth Pat, Bharuch (Collection: Shri Praful Shah, Garden, Surat) પંચતીર્થ પટ, ભરૂચ (શ્રી પ્રફુલ શાહ, ગાર્ડન, સુરતના સંગ્રહમાં) Only
www.jainerary.org
Jaid
B
rit
21 Date &
R
e
Page #128
--------------------------------------------------------------------------
________________
Detail, Mandodari dancing on tunes of Ravana's Vina
| વિગત, રાવણનું વીણાવાદન અને મંદોદરીનું નૃત્ય For Private Personal Use Only
Jan Education Intematonal
www.jabary.org
Page #129
--------------------------------------------------------------------------
________________
Detail, Panch Tirth Pat
વિગત, પંચતીર્થ પટ
ducation International
For Private
Personal use only
www.nato
Page #130
--------------------------------------------------------------------------
________________
facet
10
9
Page #131
--------------------------------------------------------------------------
________________
in Education International
Wall Fresco Adhai Dwip, Chintamani Parshwanath temple, Ankleshwar ભીંતચિત્ર, અઠ્ઠાઈ હીપ, ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર, અંકલેશ્વર
Adhai Dwip documentation by Artist અઢાઈ દ્વીપ અનુકૃતિ
DIR
Artist at work
અનુકૃતિ કરતા ચિત્રકાર
Page #132
--------------------------------------------------------------------------
________________
Detail, Chintamani Parshwanath Digambar Jain temple, Ankleshwar
વિગત, ચિંતામણિ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર, અંકલેશ્વર For Private Personal Use Only
Jain Education Intematona
Page #133
--------------------------------------------------------------------------
________________
Detail વિગત
on nemanal
For Privat
Poreanal Use Only
www.janaby.my
Page #134
--------------------------------------------------------------------------
________________
ALS
ber
Panch Tirth Pat, Digambar Jain temple, Ankleshwar
પંચતીર્થ પટ દિગમ્બર જૈન મંદિર, અંકલેશ્વર
Jain Education Interational
For Private & Personal use only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Swami Digambar Jain Temple
Ankleshwar
શ્રી મહાવીર સ્વામી દિગમ્બર જૈન મંદિર
અંકલેશ્વર
Detail
વિગત.
www.jainalibrary.org
Page #136
--------------------------------------------------------------------------
________________
Detail, Panch Tirth Pat, Digambar Jain temple, Ankleshwar
વિગત, પંચતીર્થ પટ દિગમ્બર જૈન મંદિર, અંકલેશ્વર
For Private
Personal Use Only
www.
tary.org
Page #137
--------------------------------------------------------------------------
________________
ઝાયેલા
बाजीने में
Detail, Panch Tirth Pat, Digambar Jain temple, Ankleshwar વિગત, પંચતીર્થ પટ દિગમ્બર જૈન મંદિર, અંકલેશ્વર
Page #138
--------------------------------------------------------------------------
________________
Pat, Jain temple, Amod પટ, જૈન મંદિર, આમોદ
REC
Samkalin Pat
Amod
સમકાલીન પટ આમોદ
Page #139
--------------------------------------------------------------------------
________________
BA
TATRA
DAA
ATTRAYALA A QAYDAS
sla
BALTA
FIAT
1
97
Pat, Jain temple, Amod
પટ, જૈન મંદિર, આમોદ
ple
ERED
Page #140
--------------------------------------------------------------------------
________________
Syar
S
IGA
5/
M
un Education International
www
ty
Page #141
--------------------------------------------------------------------------
________________
Linework by Vasudeo Smart શ્રી વાસુદેવ સ્માર્સે કરેલાં રેખાંકનો
=
==
HE
Jan Eng Internal
wa aineterycug
Page #142
--------------------------------------------------------------------------
________________
Photographs found from Vasudeo Smart's Collection વાસુદેવ માતના સંશોધન સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલા દક્ષિણ ગુજરાતના પટની છબિ
अरावतशवी
सम्पम मुखी को
GST
F7
TO 2 )
Sતe
2GB રે,
Jain Education Interational
Page #143
--------------------------------------------------------------------------
________________
82-00
કલાક્ષેત્રે શ્રી વાસુદેવ સ્માર્તે હિન્દ-સમગ્રની કલા-શૈલીઓને પોંખી છે, પોતાની પીંછીમાં અવતારી છે અને તે રીતે તેનું સંરક્ષણ-સવર્ધન કર્યું છે. પરંતુ, તે બધાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ગણાય એવું તેમનું પ્રદાન તો છે દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાં જ મહદંશે ઉપલબ્ધ અથવા સચવાયેલી ચિત્રકલાને તેમણે કલાજગત સમક્ષ અનાવૃત-પ્રસ્તુત કરી તે આ મંદિરોનાં કાછલકો પર આલેખાયેલાં બહુમૂલ્ય ચિત્રોની અનુકૃતિઓ તથા
રેખાંકનો કરીને તે ચિત્રકલાની પિછાન કલાજગતને સૌ પ્રથમવાર કરાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે.
-શીલચન્દ્રવિજય
Page #144
--------------------------------------------------------------------------
________________ Jain Education Intemotional For Private & Personal use only