________________
બંદરોનો ઇતિહાસ જોઈએ તો કામરેજ ને વરિયાવનાં બંદરો તાપી નદીનું વહેણ બદલાતાં અને નદીમાં પુરાણ થતાં તૂટ્યાં અને રાંદેર વેપારી કેન્દ્ર તરીકે વિકસતું ગયું. આજે પણ આ હકીકતની સાક્ષી ઐતિહાસિક ડક્કા ઓવારાના અવશેષો પુરાવે છે.
સૂર્યપુરની આસપાસ ગાઢ જંગલોમાં વસેલું ગામ તે કતારગામ, જ્યાં સૂર્ય ભગવાને તપ કર્યું હતું એમ મનાય છે. પછી સૂર્ય કુટુંબ ત્યાં જ વસી ગયું. દેવોના વૈદ્યો તરીકે ઓળખાતા સૂર્યના પુત્રો અશ્વિનીકુમારો સાથે સંકળાયેલું મનાતું, તાપી કાંઠે આવેલું, વૈદ્યનાથ ક્ષેત્ર આજે પણ અસ્તિત્વમાં છે. સામે પાર, સૂર્યના ઉત્તરાયન સાથે ઉતરાણ ગામનો મેળ બેસે છે. આ પુરાણકથામાં તથ્ય વરતાય છે.
ઈ.સ. ૧૦૩૦માં ભારતમાં આવેલા અરબી વિદ્વાન અલબીરૂનીએ આ નગરને “રાહનજૂલ’ તરીકે વર્ણવ્યું છે. અલબીરૂનીને આધારે ઈ.સ. ૧OOOમાં રાંદેર લાટ મુલકનું એક મહત્ત્વનું નગર હતું. એ પછીની બે સદીમાં ત્યાં જૈનોનો ઘણો પ્રભાવ હતો અને ત્યારે નગર સમૃદ્ધ હતું. કવિ પદ્મનાભે નોંધ્યા પ્રમાણે સુરત નગરનું અસ્તિત્વ વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં હતું. કવિ પદ્મનાભે તેની કાવ્યરચના અલ્લાઉદ્દીન ખીલજીના ગુજરાત ઉપરના આક્રમણ પછી ૧૫૮ વર્ષે કરી હતી. તેમના નિર્દેશ મુજબ સુરત પાસેના રાંદેરનું અસ્તિત્વ તેરમી સદીમાં હતું. તે વિષેના આધારો પ્રાપ્ત થાય છે. ઈ.સ. ૧૨૨પમાં અરબસ્તાનના કુફાની અબ્બાશી ટોળીના આરબોએ રાંદેર ઉપર સત્તા સ્થાપી હતી. આ આરબો મૂળ કુફાના શિયાઓ હતા. તેઓ રાંદેરમાં નવા આવેલા હોવાથી નવાયતા કે નાયતા કહેવાયા. આ નવાયતા વેપારીઓ મલક્કા, ચીન, તેનાસરીમ, પેગુ અને સુમાત્રા સાથે વેપાર કરતા હતા. જર્મન મુસાફર મેન્ડેસ્લો ઈ.સ. ૧૬૩૮માં સુરત આવ્યો હતો ત્યારે પણ રાંદેરના નવાયતા’ કુશળ વેપારીઓ હતા એવી તેણે નોંધ કરી છે. આ અરબ જૂથના આગમનને પગલે રાંદેરની સ્થાનિક જૈન વસતી પર જુલમ થયો અને દેરાસરોની ભાંગફોડ થઈ. આ અંગે સુરતના કવિ નર્મદ પણ નોંધ કરેલી છે. નાયતાઓના આગમન પછી જૈનો રાંદેરમાં ટકી રહ્યા. ઈ.સ. ૧૪૦૫માં દેવેન્દ્રકીર્તિએ દિગંબરોના ભટ્ટાર્કોની ગાદી જ્યારે ગાંધારથી ખસેડી રાંદેરમાં આણી ત્યારે રાંદેર ઘણું જ સમૃદ્ધ અને સલામત હશે એમ લાગે છે. 1 સુરતના દિગંબર જૈન સંપ્રદાયની ‘બલાત્કારગણ'ની જૂની ગાદી સં. ૧૫૧૮ (ઈ.સ. ૧૪૬ ૨)માં ભટ્ટારક વિદ્યાનંદજીએ રાંદેરથી સુરતમાં ખપાટિયા ચકલા પાસે આવેલા ‘દાંડિયા'ના દેરાસરમાં ખસેડી હતી એવી માહિતી મળે છે. ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ રાંદેર લૂંટ્યું અને બાળ્યું પછી જૈનોની સ્થળાંતરની પ્રક્રિયા વધારે ઝડપી બની. આ જ કારણે ત્યાર પછી રાંદેર કદી પણ સમૃદ્ધ બની શક્યું નહિ.
દિગંબર જૈનોનું એક મંદિર રાંદેરમાં છે. ૪00 વર્ષ જૂના હોવાની શક્યતાવાળાં જૈન મંદિરોમાં રાંદેરની, નાની ગલીમાં આવેલાં નેમિનાથ અને આદીશ્વરનાં મંદિરો તથા નિશાળ ફળિયામાં આવેલું આદિનાથ ભગવાનનું મંદિર આજે પણ અસ્તિત્વમાં છે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજય વિ.સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૯૮૨)માં રાંદેરમાં ચાતુર્માસ રહ્યા તે વખતે સંઘના આગ્રહથી એમણે ‘શ્રીપાલ રાજાનો રાસ’ રચવો શરૂ કર્યો. પરંતુ ૭૫૦ ગાથાઓ રચી તે વર્ષે રાંદેરમાં જ તેઓ સ્વર્ગવાસી થયા. પછી એ રાસની પૂર્ણાહુતિ એમના વિશ્વાસભાજન ન્યાયાચાર્ય યશોવિજયગણિએ થોડા સમયમાં કરી હતી.
મહામહોપાધ્યાય’ વૈયાકરણી શ્રી વિનયવિજય ઉપાધ્યાય સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. લગભગ પચાસ વર્ષ સુધી વિવિધ કક્ષાની, બુદ્ધિશાળી અને રુચિપૂર્ણ – જેનો ઉપયોગ માર્ગદર્શક થઈ પડે એવી વિવિધ સાહિત્યિક કૃતિઓ તેમણે રચી, પોતાને જે સત્ત્વશાળી સાહિત્ય અને આર્ય સંસ્કૃતિનો ઉત્તમ વારસો મળ્યો હતો તેમાં વૃદ્ધિ કરી વિ.સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૬૮૨)માં નિર્વાણ પામ્યા. રાંદેરના નેમિનાથ જિનાલયમાં જિનાદિ આરતી સામે એમની પાદુકા ૧૦” X ૭.૫”ની છે અને તેના પર લેખ છે. એમણે લખેલી સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં, તેરમી સદીના રાંદેરના ત્રણ જિનમંદિરના એકેક મૂળ નાયક તરીકે નેમિનાથ, શામળાજી અને ઋષભદેવનો ઉલ્લેખ છે.
પ્રવાસી બારબોઝાની નોંધ મુજબ રાંદેરની જાહોજલાલી અને સમૃદ્ધિથી આકર્ષાઈ ફિરંગી નૌકાદળના સેનાપતિ એન્ટોનિયો ડી. સિલ્વેરિયાએ ઈ.સ. ૧૫૩૦માં ગાંધાર બંદરની લૂંટ પછી રાંદેરની પણ લૂંટ ચલાવી હતી. પ્રસિદ્ધ ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ
SSC ] 811
//
WITTINGIN
૨૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org