________________
રૂપથી અરૂપ સુધી
પ્રસ્તુત ગ્રન્થના મનોહર રૂપાકૃતિઓથી મઢ્યાં પૃષ્ઠો સોંસરવા ચાલીશું. લટાર લગાવીશું. ક્યાંક અતિ સુન્દર ભાવવિન્યાસવાળી રૂપાકૃતિઓને જોઈને સ્તબ્ધ બનીશું. અવા... રૂપનો એ સાગર, અવતાની એ ક્ષણોમાં, અરૂપની સીમા ભણી આપણને લઈ જશે. ભીતરને ઝકઝોરનારી એ ક્ષણો. એક વિરલ અનુભવ. તમે એને માણી શકો. શબ્દોમાં મૂકી ન શકો.
કાગળ પર અંકિત થયેલી આ રૂપાકૃતિઓ આટલી મોહક લાગે છે, તો એ જે પરિસરમાં હશે, શાન્ત જગ્યાએ આવેલ દહેરાસરના એક ભાગ રૂપે, ત્યાં તો એ કેવી લાગતી હશે... શબ્દો સરી પડે અને અનુભૂતિનો પ્રદેશ જેમને જોવા માત્રથી શરૂ થાય તેવા આ ઘુમ્મટો, ગવાક્ષો, સ્તંભો, પુત્તલિકાઓ, શિલ્પાકૃતિઓથી ખચિત કાપટ્ટિકાઓ...
પાટણનાં કાષ્ઠશિલ્પોથી મંડિત દહેરાસરોમાં આ અનુભવ કર્યો છે. હું જોતો જ રહેલો એ ઘુમ્મટોને, ગવાક્ષોને... જેસલમેરની હવેલીઓના અંલકાર-શિલ્પ (ઑર્નામેન્ટલ લ્પચર)ની પડખોપડખ ઊભી રહે તેવી આ સૂક્ષ્મ કોતરણી. કલાકો સુધી હું જોતો રહેલો....
જેસલમેરની ધૂલિધૂસર હવેલીઓમાંય કલાકો સુધી ઘૂમીને ધૂળની સુગંધ – કહો કે તે કાળની સુગંધ સાથે એ શિલ્યોને નીરખ્યા જ કર્યો છે.
એ પછી, શ્રી ભોળાભાઈ પટેલની પ્રવાસકથા ન ભૂલતો હોઉં તો, ‘વિદિશા' જ)માં જેસલમેરના પ્રકરણને વાંચતા ફરીવાર, આંખો બંધ કરી, એ શિલ્પસૃષ્ટિને જોઈ આવ્યો.
ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી રઘુ રાયના પુસ્તકોમાં જેસલમેરની હવેલીઓને જોતાં પુનઃ તે અનુભવમાંથી પસાર થવાનું બન્યું છે.
સદીઓ પુરાણું દહેરાસર પોતાની ભીતર ઘણા બધા અનુભવોને ધરબીને બેઠેલું છે. સ્પન્દનો, આન્દોલનો જે અનુભૂતિને તાજી કરે...
હું એક ગામમાં ગયેલો. ભોંયરામાં આવેલું રૂપકડું દહેરાસર. નયનાભિરામ પરમાત્મા. થોડીવાર બેઠો અને એવાં સરસ સ્પન્દનો મળ્યાં કે મારી ભક્તિધારા સશક્ત રીતે પ્રવાહિત બની. લાગ્યું કે આન્દોલનોની પૃષ્ઠભૂ પર બહુ જ અનાયાસ રીતે મારી સાધના દોડતી હતી.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org