________________
IIO.
અઢાઈ દ્વીપ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર મંદિરની દીવાલ પર અઢાઈ દ્વીપનો રંગીન નકશો છે. આ ચિત્ર લગભગ ૧૨૫ વરસ જૂનું છે. ચિત્ર ઘણું ક્ષતિગ્રસ્ત છે. ઘણી વાર સુધારાયું લાગે છે. આ ચિત્રમાં સમુદ્રો, પર્વતો, વનો અને નદીઓ ચિત્રિત છે. વળાંકવાળી રેખાઓ અને સીધી રેખાઓનું અદ્ભુત સંયોજન આ ચિત્રમાં જોવા મળે છે. અહીં પીળા, કથ્થઈ, ઘેરા લીલા અને કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિત્રમાં ક્ષેત્રો, ખંડો, પર્વતો સીધી રેખાઓમાં, નદીઓ વળાંકવાળા આકારોમાં અને સમુદ્રો વર્તુળાકારમાં છે. સમુદ્રમાં વિશાળકાય મત્સ્ય પણ ચિત્રિત છે. મધ્યમાં સુદર્શન મેરુ છે, આસપાસ વર્તુળાકારે લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રની મધ્યમાં ચારે તરફ વળાંકવાળા આકારોમાં ૧૪ મહા નદીઓ છે. એમાં ગંગા, સિંધુ મુખ્ય છે. વચ્ચે વચ્ચે ગિરિઓ, પર્વતો, ખંડો, મેદ, ક્ષેત્રો આવેલાં છે. કાલોદધિ સમુદ્રની ફરતે વર્તુળાકારમાં નદીઓ, ક્ષેત્રો, ખંડો ઇત્યાદિ નિરૂપાયાં છે. અંતિમ વલયમાં પર્વતો છે. ક્ષેત્રોમાં વિશેષ કરી ભરતક્ષેત્ર, આર્યખંડ, મલેચ્છખંડ, વિદેહક્ષેત્ર, ઇત્યાદિ છે.
અઢાઈ દ્વીપ અને જંબૂ દ્વીપ જુદી જુદી ભોગભૂમિના દ્યોતક છે. જંબૂ દ્વીપમાં ૬ અને અઢાઈ દ્વીપમાં ૩૦ ભોગભૂમિઓ દર્શાવી છે. અઢાઈ દ્વીપમાં મનુષ્યોનો વાસ છે. આગળ ચાલતાં આઠમો દ્વીપ નંદીશ્વર, દ્વીપ છે. આ દ્વીપમાં દેવદેવીઓનો વાસ છે. જેમાં સર્વ પ્રકારની સામગ્રી કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે.
ભારોઠિયા ઉપર ચારે દિશાએ નરકના દુઃખનાં રંગીન ચિત્રો છે. આ ચિત્રોમાં અનેક પ્રકારની ક્રૂર શિક્ષાઓ અંક્તિ છે : માથામાં કુહાડો મારવો, વાંસામાં ત્રિશૂળ ખોસવું, તલવારથી છેદન, ઘાણીમાં જીવને પીલવો, ગાડામાં જોડવો, જીભ ખેંચવી, ગદાના પ્રહાર, વિકૃત આસનોમાં ઊભો રાખી કરવતથી કાપવો, છાતીમાં ભાલા ખોસી ઊંચો કરવો વગેરે. આ ઉપરાંત યમદૂતો અનેક શિક્ષા કરે છે. આ સિવાય સ્વર્ગલોકનાં ચિત્રો દઢ રેખાઓ અને આછા રંગોમાં આલેખાયાં છે. આ ચિત્રોમાં લોકકળાની અસર સ્પષ્ટ જણાય છે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫૧
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org